આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે અને ગત પહેલી તારીખે પહેલા તબક્કાનું મતદાન યોજાઈ ગયું હતું. ચૂંટણીનું પરિણામ આગામી 8 ડિસેમ્બરના રોજ જાહેર થનાર છે. એવામાં આમ આદમી પાર્ટી માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. AAPના જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર વિશાળ ત્યાગીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર વિશાલ ત્યાગી પોતાના દીકરાની માનતા પુરી કરવા રાજસ્થાન ગયો હતો અને ગુજરાત ATS દ્વારા રાજસ્થાનથી જ તેની ધરપકડ કરી લેવાઈ હતી.
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા “આપ”ના ઉમેદવાર “વિશાલ ત્યાગી” ની ચિટિંગના ગુનામાં રાજસ્થાનમાંથી ધરપકડ https://t.co/GcV56y92QT via @SP_Jamnagar @AamAadmiParty @AAPGujarat
— Desh Devi News (@deshdevinews) December 5, 2022
વિશાલ ત્યાગી ગુજરાતની 79 નંબરની વિધાનસભા જામનગર દક્ષિણ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. આ બેઠક પર 1લી ડિસેમ્બરના રોજ મતદાન થઇ ચૂક્યું છે. અને પરિણામ 8મી ડિસેમ્બરના રોજ આવનાર છે.
વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવીન નકુમ નામના વ્યકિતએ ફરીયાદ નોંધાવી હતી કે, વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફૂલ લગાવવાનું કામ રાખ્યું હતું, જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા પણ નહોતા આપ્યા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફૂલ પણ પરત નહોતા આપ્યા. અનેકવાર માંગણીઓ બાદ ફરિયાદીએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
આ પહેલા પણ આપ નેતાઓની ધરપકડ થઇ ચુકી છે
આ પહેલી વાર નથી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કોઈ નેતાની ધરપકડ થઇ હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવેલા છે.
ગત બીજી ડિસેમ્બરના રોજ અમદાવાદના વટવાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. AAP સંગઠન મંત્રી હાર્દિક પટેલ પોલીસ ચેકીંગ દરમિયાન દારૂના જથ્થા સાથે પકડાયો હતો. બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.
અમદાવાદ: AAP સંગઠન મંત્રી હાર્દિક પટેલ દારૂના જથ્થા સાથે ઝડપાયો #Gujarat #GujaratElection #AAP pic.twitter.com/NYWIK2Q1sP
— Zee 24 Kalak (@Zee24Kalak) December 2, 2022
આ ઉપરાંત સુરતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ગૂંડાગર્દીના સમાચાર અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા રસ્તા વચ્ચેનું ડિવાઈડર ગેરકાયદેસર રીતે તોડ્યા બાદ SMCના કર્મચારીઓ સાથે માથાકૂટ કટનાર 3 AAP કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે.
Three AAP workers booked for stalling Surat Municipal Corporation work https://t.co/4MGjX1S7NC
— TOI Surat (@TOISurat) November 30, 2022
આમ પોતાને કટ્ટર ઈમાનદાર તરીકે રજૂ કરનાર આમ આદમી પાર્ટીમાં આવા જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ગુંડાગર્દી કરનારા નેતાઓને જગ્યા મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે.