Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમ આદમી પાર્ટીને ફરી નીચાજોણું થયું, દારૂના જથ્થા સાથે ઝડપાયો સંગઠન મંત્રી:...

    આમ આદમી પાર્ટીને ફરી નીચાજોણું થયું, દારૂના જથ્થા સાથે ઝડપાયો સંગઠન મંત્રી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ 

    પકડાયેલા AAP નેતાનું નામ હાર્દિક પટેલ હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને અગામી 5 તરીકે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણીને લઈને આખા ગુજરાતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમ્યાન, અમદાવાદના વટવાનો AAP સંગઠન મંત્રી દારૂના જથ્થા સાથે ઝડપાતા આમ આદમી પાર્ટીની આબરૂના ધજાગરા થયા છે.

    મળતા અહેવાલો મુજબ ચૂંટણીને લઈને હાલ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેવામાં ચાલી રહેલા પોલીસ ચેકિંગ દરમિયાન વટવાનો AAP સંગઠન મંત્રી દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. તેનું નામ હાર્દિક પટેલ હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ 5મીએ યોજાનાર બીજા તબક્કાના મતદાનને લઈને સમગ્ર અમદાવાદ હોય કે અન્ય વિસ્તારો તમામ જગ્યાએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કોઈપણ જગ્યાએ ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત પોલીસ સતત સતર્કતા દાખવીને ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. આ બધા વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના કન્વીનરની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    હાર્દિક પટેલ નામનો આ વ્યક્તિ દારૂની છ બોટલ સાથે વટવા વિસ્તારમાંથી ઝડપાયો છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે હાલ હાર્દિક પટેલની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે ગુનો નોંધવાની પ્રક્રિયા પતાવીને ધારાધોરણ સર કર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ગઈ કાલે (1 ડિસેમ્બર 2022)ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું હતું. હવે આગામી તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બર (સોમવાર)ના રોજ યોજવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બાકીની 93 બેઠકો ઉપર મતદાન થશે. તમામ બેઠકોનાં પરિણામો એકસાથે આગામી 8મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

    અહીં એ પણ નોંધનીય છે કે આ પહેલાં અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલને એક કેસમાં કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. હવે વધુ એક નેતા વિવાદમાં ફસાતાં પાર્ટીની છબી ખરડાઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં