Tuesday, November 12, 2024
More
    હોમપેજગુજરાતઆણંદના ભાલેજમાં વાળ કાપનાર શાહનવાઝે સગીરાનો દેહ ચૂંથ્યો: અમદાવાદના કાંકરિયા નજીકની હોટલમાં...

    આણંદના ભાલેજમાં વાળ કાપનાર શાહનવાઝે સગીરાનો દેહ ચૂંથ્યો: અમદાવાદના કાંકરિયા નજીકની હોટલમાં લઈ જઈ કર્યો બળાત્કાર

    ભાલેજ ગામના શાહનવાઝ ખલીફાએ 17 વર્ષની ખ્રિસ્તી સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. આરોપી શાહનવાઝ હેર સલૂનમાં વાળ કાપવાનું કામ કરતો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની ઝાળમાં ફસાવી હતી.

    - Advertisement -

    રાજ્યમાં ફરી એક વાર સગીરા બળાત્કાર અને અપહરણનો ભોગ બની છે. આ વખતે આણંદના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામના શાહનવાઝ ખલીફાએ 17 વર્ષની ખ્રિસ્તી સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. આરોપી શાહનવાઝ હેર સલૂનમાં વાળ કાપવાનું કામ કરતો હતો. આ દરમિયાન તેણે સગીરાને પોતાની ઝાળમાં ફસાવી હતી. આરોપ છે કે તે સગીરાને ઉપાડીને અમદાવાદના કાંકરિયા તળાવ પાસે લઈ આવ્યો હતી અને અહીં તેનો દેહ ચૂંથ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી એક હેર સલૂનમાં વાળ કાપવાનું કામ કરે છે. તેવામાં તેની મુલાકાત પીડિતા સાથે થઈ હતી. તેણે બાળકીને ફોસલાવીને નંબર મેળવી લીધો હતો. પોતાના માતા પિતા સાથે રહેતી માત્ર 17 વર્ષની બાળકીને 24 વર્ષના શાહનવાઝે મીઠી મીઠી વાતો કરીને ફસાવી લીધી હતી. તેવામાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેણે તેને સામરખા ચોકડી પાસે મળવા બોલાવી હતી. સારા-નરસાનો નિર્ણય લેવામાં અક્ષમ બાળકી તેના બોલાવવા પર સામરખા ચોકડી પહોંચી હતી.

    બાળકી આવતાની સાથે જ શાહનવાઝે તેને ત્યાંથી ઉઠાવી લીધી હતી. ત્યાંથી તેને લઈને રવાના થયા બાદ તે અમદાવાદ આવી પહોંચ્યો હતો અને અહીં તેણે મણીનગરના કાંકરિયા નજીક એક હોટલમાં રૂમ ભાડે રાખ્યો હતો. રૂમ ભાડે રાખીને તેણે સગીરાનો દેહ ચૂંથ્યો હતો. બીજી તરફ બાળકીના માતાપિતાને આ વિશે જાણ થતા જ તેમના માથે જાણે આભ ફાટી પડ્યું હતું. તેમની બાળકી પર બળાત્કાર થયો હોવાની માહિતી મળતાની સાથે જ પરિવાર ભાલેજ પોલીસ પાસે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ત્રણ મહિના પહેલા પણ બળાત્કાર કર્યો હતો

    જોકે આરોપીએ આ પહેલા પણ એક વાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ પહેલા તે સગીરાને ઉઠાવીને આણંદના ઈસ્માઈલ નગર ખાતે આવેલા એક મકાનમાં લઈ ગયો હતો. અહીં લાવીને તેણે બાળકીની મરજી વિરૂદ્ધ દેહ ચૂંથ્યો હતો. ત્યારે હવે આ સમગ્ર મામલે ભાલેજ પોલીસે ઉમરેઠ તાલુકાના ભાલેજ ખાતે રહેતા 24 વર્ષિય શાહનવાઝ સફીભાઈ ખલીફા યુવક વિરૂદ્ધ પોક્સો સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે.

    બીજી તરફ પોલીસે બાળકીનું મેડીકલ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. આ મામલે વધુ માહિતી લેવા અમે ઉમરેઠના ભાલેજ પોલીસનો સમ્પર્ક કરવાનો પ્રયાસ કર્યોહતો પરંતુ થઇ શક્યો નહતો. લખાઈ રહ્યું છે ત્યાં સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે. વધુ માહિતી મળતા જ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં