Friday, November 15, 2024
More
    Home Blog Page 1165

    વિદેશમંત્રી એસ જયશંકરે પોતાના પુસ્તકમાં સમજાવ્યું મહાભારતનું મહત્વ : જાણો એક મહાકાવ્ય કઈ રીતે છે વિદેશનીતિનું કેન્દ્ર

    સુબ્રમણ્યમ જયશંકર જ્યારથી કેન્દ્રની મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા છે ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બાદ તેમણે આ મંત્રાલયમાં કામ કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબૂત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તેમના પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેઓ વિશ્વમાં ભારતનું શું યોગદાન હોવું જોઈએ અને દુનિયા ભારતને કઈ રીતે જુએ તે વિચાર પર વિસ્તારથી ચર્ચા કરે છે. પુસ્તક ‘ધ ઇન્ડિયા વે’માં તેમણે ભારતની વાત કરતાં મહાભારત અને શ્રીકૃષ્ણની નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

    પુસ્તકમાં ‘કૃષ્ણની ઈચ્છા- એક ઉભરતી શક્તિની રણનીતિક સંસ્કૃતિ’ નામનું એક પ્રકરણ છે. આ પ્રકરણમાં લેખક એસ જયશંકર સમજાવે છે કે ભારતે પોતાની રણનીતિઓ અને લક્ષ્યો સમજવા માટે તેમજ વિશ્વએ ભારતને જાણવા-સમજવા માટે મહાભારતનું અધ્યયન કરવું કેમ જરૂરી છે. પ્રકરણની શરૂઆત જર્મન સાહિત્યકાર ગોથેના એક કથન-‘પોતાના ભૂતકાળનું સન્માન નહીં કરનારા રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી હોતું’- થી થાય છે

    પોતાનાં પુસ્તક દ્વારા વિદેશમંત્રી એસ જયશંકર એ બાબત પર ભાર મૂકે છે કે અહીં પહેલેથી જ એક બહુધ્રુવીય દુનિયા છે. અહીં કંઇક એવું છે જે પશ્ચિમી શક્તિઓ સરળતાથી સ્વીકારી શકતી નથી. ભારતીય વિચાર પ્રક્રિયા, વિકલ્પો વગેરે આ બહુધ્રુવીય દુનિયામાં પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. આ ઉપરાંત અનેક આધુનિક સંદર્ભોનું પણ વર્ણન મહાભારતમાં જોવા મળે છે.

    પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે, જે રીતે હોમરના ઇલિયડ કે મૈકિયાવેલીના ધ પ્રિન્સને અવગણીને પશ્ચિમી રણનીતિક પરંપરા પર ટિપ્પણી કરવી અશક્ય છે, કે જે રીતે ત્રણ સમકક્ષ રાજ્યોની અવગણના કરીને ચીનને સમજવાના પ્રયત્નો કરવા શક્ય નથી તેવી જ રીતે મહાભારતના અધ્યયન વગર ભારતને સમજી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત સહિત આખી દુનિયા સામે આ સમયે અનેક પડકારો છે જેનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવી ચૂક્યો છે.

    અર્જુનના ચરિત્ર દ્વારા આજનું પરિદ્રશ્ય સમજાવાયું

    આ પુસ્તકમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન અર્જુનને થયેલ દુવિધાઓનો પણ ઉલ્લેખ છે. લેખક એસ જયશંકરે પોતાનાં પુસ્તકમાં સમજાવ્યું છે કે કઈ રીતે આંતરરાષ્ટ્રીય સબંધો અને મોટા નિર્ણયો લેતી વખતે અધિકારીઓમાં અર્જુન જેવો વ્યવહાર દેખાય છે. અનેક વખત એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે નિર્ણાયક કાર્યવાહી કરવી જરૂરી હોય છતાં કરવામાં આવતી નથી. જેનું કારણ ક્ષમતાની ઉણપ હોતું નથી પરંતુ અર્જુનની જેમ પરિણામોનો ભય હોય છે. તેઓ સમજાવે છે કે કઈ રીતે એક નરમ વલણ ધરાવનારું રાજ્ય જરૂરી નિર્ણયો લઇ શકતું નથી.

    તેઓ આતંકવાદ સામે લડવાની ભારતની ભૂમિકાને અર્જુનની સ્થિતિ સાથે જોડીને કહે છે કે આતંક વિરુદ્ધ ભારતનું વલણ હવે બદલાયું છે. અત્યાર સુધી આપણે જોખમ લેવામાં ડરતા હતા પરંતુ હવે જોખમ લેવા માટે અને પરિણામો ભોગવવા માટે તૈયાર હોય તેવા યોદ્ધાની જેમ કે અર્જુનની જેમ વલણ રાખવું પડશે. પોતાના પુસ્તકમાં તેઓ સમજાવે છે કે શક્તિઓમાં વધારો થવા પર તેની ચર્ચા થવી પણ જરૂરી છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.

    પાડોશી દેશો પ્રત્યે ભારતનું વલણ અને શ્રીકૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ

    ‘ધ ઇન્ડિયા વે’માં વિદેશમંત્રી એસ જયશંકરે પાડોશી શક્તિઓ સામે કઈ રીતે લડવું તે સમજાવતાં શિશુપાલ વધનું ઉદાહરણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરવા પહેલાં તેના પાપના ઘડાને ભરાવા દીધો હતો. તેમણે અર્જુનના ઉદાહરણથી પણ સમજાવ્યું કે કઈ રીતે યોગ્ય રણનીતિ યુદ્ધ માટે જરૂરી હોય છે. જેમ મહાભારતમાં નારાયણી સેનાને ન પસંદ ન કરીને અર્જુને શ્રીકૃષ્ણનો સાથ માગ્યો હતો અને જીત મેળવી હતી તે જ રીતે સાચો નિર્ણય કોઈ પણ યુદ્ધનું પરિણામ બદલી શકે છે.

    વિદેશમંત્રી પોતાના પુસ્તક દ્વારા સમજાવે છે કે આજના સમયમાં જ્યારે તકનીક, શક્તિઓ, મોટા ઉપકરણો અને રોબોટ પગપેસારો કરી રહ્યા છે ત્યારે પોતાની ક્ષમતાઓની ઓળખ કરવાથી આખો ખેલ બદલાઈ શકે છે. એટલે કે હાથમાં પત્તા આવી પણ જાય તોપણ તેની સાથે કઈ રીતે રમવું એ જ નવું વિશ્વ બનાવવાનો મૂળ મંત્ર છે. મહાભારત અને શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે દુર્યોધન હારી ગયો હતો કારણ કે તેને શ્રીકૃષ્ણની શક્તિઓ વિશે ખબર ન હતી અને તેને લાગ્યું હતું કે નારાયણી સેના જ તેને જીતાડવામાં મદદરૂપ થશે.

    પુસ્તકમાં એસ જયશંકર યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે. પછી તે દુર્યોધન કે ભીષ્મ પિતામહને મારવાની યુક્તિ હોય કે પછી કર્ણનું મૃત્યુ. તેઓ સમજાવે છે કે નિયમોનું સન્માન દરેક જગ્યાએ થવું જ જોઈએ પરંતુ સામેપક્ષે જો સતત શક્તિઓનો ખોટો ઉપયોગ થતો હોય તો નિયમોમાં થોડો બદલાવ યોગ્ય છે. તેમણે પુસ્તકમાં એ પણ સમજાવ્યું કે સત્તા પરિવર્તન હંમેશા અભ્યાસનો વિષય રહ્યો છે. શ્રીકૃષ્ણે જરાસંઘને માર્ગમાંથી હટાવ્યો ત્યારે તે પાછળનો મકસદ એક પડકાર દૂર કરવાનો નહીં પરંતુ યુધિષ્ઠિરને રાજા બનવામાં રસ્તામાં આવતા કંટકને હટાવવાનો પણ હતો.

    તેઓ કહે છે કે જેઓ રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવાની હિમાયત કરે છે તેઓ પણ સાચા જ છે પરંતુ બીજાના પ્રભાવ અને શક્તિના ઉપયોગને પણ અવગણવા જોઈએ નહીં. તેમણે કૌરવો અને પાંડવોનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે ભલે પાંડવો આજીવન કૌરવોની સરખામણીએ પીડિત રહ્યા હોય પરંતુ તેમની પાસે પોતાની વીરતા અને મહાનતા થકી ઈતિહાસ બનાવવા અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા હતી, જેણે તેમને કૌરવો કરતાં મહાન બનાવ્યા હતા.

    વિદેશમંત્રી મહાભારત અંગે કહે છે કે તેમાં લખવામાં આવેલી વાતો સત્તામાં કઈ રીતે સામંજસ્ય બેસાડવામાં આવે તે બાબતે સબંધ ધરાવે છે. આજના સમયમાં આવા સામંજસ્ય ખતમ થઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે, આગળ વધતા આપણે આપણી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવા પડશે તેમજ  રાષ્ટ્રહિતની કિંમત સમજતા નેતૃત્વએ કઠિન નિર્ણયો લેવા જ પડશે. પુસ્તક થકી તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણની જેમ આપણે દરેક ખેલમાં જીત માટે રણનીતિ ઘડવા માટે, સમાધાનો શોધતા લક્ષ્ય તરફ આગળ વધવું પડશે.

    ભારતે પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપવું પડશે

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હીમાં રાયસીના ડાયલોગમાં વિદેશમંત્રી એસ જયશંકરે દેશની 25 વર્ષોની વિદેશ નીતિની રૂપરેખા કહી હતી. તેમણે કહ્યું હતું કે દેશ પોતાની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખે અને દુનિયાની ચિંતા કર્યા વગર દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવે. તેમણે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે વિશ્વપટલ પર આપણે માત્ર લોકતંત્ર હતા. આપણે આપણી ક્ષમતાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને આગામી વર્ષોમાં દુનિયાનો માહોલ જોઇને દરકે ક્ષેત્રમાં લાભ ઉઠાવવા જોઈએ.  

    (ગુજરાતીમાં અનુવાદ થયેલો આ લેખ મૂળરૂપે અંગ્રેજીમાં સંઘમિત્રાએ વિસ્તારથી લખ્યો છે. જેને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    ઈતિહાસમાં આજનો દિવસ : 2011માં જ્યારે એક પાકિસ્તાની ટ્વિટર યુઝરે ઓસામા બિન લાદેનને મારવા માટે થયેલ દરોડાને અજાણતાં લાઇવ-ટ્વીટ કર્યું.

    2 મે, 2011 ના રોજ, આતંકવાદી સંગઠન અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેન કે જેને પાકિસ્તાનના એબોટાબાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યના સ્પેશિયલ ઓપરેશન યુનિટ દ્વારા સવારે 1 AM (સ્થાનિક સમય) વાગ્યે મારી નાખવામાં આવ્યો હતો. ઓપરેશન ગુપ્ત હોવાનું માનવામાં આવતું હતું. જો કે, પાકિસ્તાનના સોહૈબ અથર (@ReallyVirtual) તરીકે ઓળખાતા ટ્વિટર વપરાશકર્તાએ શહેરની ઉપર હેલિકોપ્ટર ફરતા હોવા અંગે લાઇવ-ટ્વીટ કર્યું. તેણે ‘અજાણ્યે’ કરેલી ટ્વીટ્સથી તેને તાત્કાલિક ખ્યાતિ મળી ગઈ હતી. શું થયું તે દિવસે એ અહી જાણો.

    1:28 AM પર, અથરે પોસ્ટ કર્યું, “હેલિકોપ્ટર એબોટાબાદની ઉપર અત્યારે રાત્રે એક વાગ્યે પર ફરે છે (એક દુર્લભ ઘટના છે).” તે દિવસે આ તેમનું પહેલું ટ્વિટ હતું જેમાં ઓપરેશનનો ખુલાસો થયો હતો.

    પાંચ વર્ષ પછી, CIA એ ટ્વીટ્સની શ્રેણી પ્રકાશિત કરી હતી જ્યાં તેઓએ વિગતવાર જણાવ્યું હતું કે ઓસામા બિન લાદેન વાળું ઓપરેશન કેવી રીતે થયું જાણે તેઓ ઘટનાઓની શ્રેણીને જીવંત-ટ્વીટ કરી રહ્યા હોય. CIA અનુસાર, રાત્રે 10:25 વાગ્યે (PKT પાકિસ્તાન સ્ટાન્ડર્ડ ટાઈમ) , ઓપરેશનને યુએસ અધિકારીઓએ મંજૂરી આપી હતી. હેલિકોપ્ટરે અફઘાનિસ્તાનથી રાત્રે 10:51 (PKT) વાગ્યે ઉડાન ભરી હતી.

    12:30 PKT પર, હેલિકોપ્ટર એબોટાબાદ પહોંચ્યા, અને તે સમયે, અથર સહિતના સ્થાનિક લોકોએ તેમના શહેરમાં કંઈક થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું.

    અવાજથી કંટાળીનેથઈને અથરે લખ્યું હતું, “હેલિકોપ્ટર અહીથી દૂર જાઓ – હું મારું વિશાળ સ્વેટર બહાર કાઢું તે પહેલાં.”

    જ્યારે અથર ટ્વિટર પર મજા માણી રહ્યો હતો, ત્યારે સ્પેશિયલ ઓપરેશન યુનિટ પહેલેથી જ કમ્પાઉન્ડમાં ઉતરી ગયું હતું જ્યાં ઓસામા બિન લાદેન છુપાયો હતો. નવ મિનિટમાં, કમ્પાઉન્ડ પર દરોડો પાડવામાં આવ્યો, અને ઓસામાને શોધીને મારી નાખવામાં આવ્યો.

    તે દરમિયાન, હેલિકોપ્ટર શહેરની ઉપર ફરતું રહ્યું.

    અથર અને CIA દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સ વચ્ચે થોડો ટાઇમસ્ટેમ્પ તફાવત છે, પરંતુ તે સમજી શકાય તેવું છે. અથરે ઉલ્લેખ કર્યો કે તેણે ‘બારી ધ્રુજાવનાર ધડાકો’ સાંભળ્યો હતો અને તેને ડર હતો કે શું તે ‘કંઈક ગંભીર થવાની’ શરૂઆત હોઈ શકે છે. તેને બહુ ઓછી ખબર હતી કે સીઆઈએએ ઓસામાને તેના સ્થાનથી થોડાક કિમી દૂર મારી નાખ્યો હતો.

    બાદમાં તેણે કહ્યું, “જ્યારે તાલિબાન પાસે હેલિકોપ્ટર નથી (કદાચ) , અને કારણ કે તેઓ કહે છે કે તે “આપણું” નથી, માટે આ એક જટિલ પરિસ્થિતિ હોવી જોઈએ #abbottabad.”

    એક ટ્વિટમાં, તેણે ઉલ્લેખ કર્યો હતો કે એક હેલિકોપ્ટરને કથિત રીતે તોડી પાડવામાં આવ્યું હતું. તેમનું નિવેદન સીઆઈએના ટ્વીટ સાથે મેળ ખાય છે જ્યાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, પરંતુ ઓપરેશન ચાલુ રહ્યું.

    સવારે અથરને ખબર પડી કે રાત્રે શું થયું હતું. તેણે ટ્વીટમાં કહ્યું, “ઓહ, હવે હું તે વ્યક્તિ છું જેણે ઓસામાના દરોડાને જાણ્યા વિના લાઇવબ્લોગ કર્યો હતો.”

    તે સામાની દિવસે ટ્વિટર સાથેના તેમના નાનકડા સાહસે તેને લાઈમલાઇટમાં લાવ્યા અને ઈમેઈલ, ફોન કોલ્સ અને ઈન્ટરવ્યુની વિનંતીઓનો બોમ્બમારો કરવામાં આવ્યો તેના પર. એક ટ્વિટમાં તેણે કહ્યું, “બિન લાદેન મરી ગયો છે. મેં તેને માર્યો નથી. મહેરબાની કરીને મને હવે સૂવા દો.”

    અથરે ઉલ્લેખ કર્યો કે તે ઘટનાઓથી અજાણ હતો અને અજાણતાં જ તેના વિશે લાઇવ-ટ્વીટ કર્યું હતું, પરંતુ જો તે જાણતો હતો કે શું થઈ રહ્યું છે, તો તેણે તે ‘વિવેકપૂર્વક’ કર્યું હોત. તેણે કહ્યું, “હું ‘અજાણતા/અજાણતા’ ઓપરેશનની જાણ કરવા બદલ માફી માંગુ છું – જો મને તેના વિશે ખબર હોત, તો મેં તેના વિશે ‘વિવેકપૂર્વક’ ટ્વિટ કર્યું હોત, હું શપથ લેઉં છું.”

    CIAએ જણાવ્યું કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેને સશસ્ત્ર દળોએ નષ્ટ કરી દીધું હતું. સવારે 4 વાગ્યા સુધીમાં, તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઓસામા બિન લાદેનના મૃતદેહની સકારાત્મક ઓળખ વિશે જાણ કરવામાં આવી હતી અને તેના અવશેષો દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા.

    માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં રામ: જાણીએ WWEમાં ધૂમ મચાવી રહેલા કુસ્તીબાજ વીર મહાન વિષે!

    ધ ગ્રેટ ખલી કદાચ એવા પહેલા ભારતીય કુસ્તીબાજ છે જેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલું મોટું માન-સન્માન મળ્યું હોય. ધ ગ્રેટ ખલીની નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ભારતીય કુસ્તીબાજનું નામ ચમક્યું નથી. પરંતુ ફરીથી એક ભારતીય રેસલર WWEમાં આજકાલ ધૂમ મચાવી રહ્યો છે જેનું નામ છે વીર મહાન!

    WWEની રિંગમાં વીર મહાન પોતાના વાળ ખુલ્લા રાખે છે અને માથા પર તિલક હોય છે અને ત્યાં સુધી પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે જ્યાં સુધી તે પોતાના વિરોધીને ઉપાડીને રિંગની બહાર ફેંકી ન દે. હમણાંજ વીર મહાન સેમ સ્મોધર્સની સામે મુકાબલો કરી રહ્યો હતો અને તેણે તેને ટકવા દીધો ન હતો. પહેલાં તો તેને સેમને ચિત કરી દીધો અને પછી રિંગની બહાર લઇ જઈને પણ એને ખૂબ માર્યો હતો અને આખી ફાઈટ પોતાના નામે કરી દીધી હતી.

    વીર મહાન અને તેની સ્ટાઈલ કે પછી તેનો લૂક ફક્ત WWEની રિંગમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે. WWEના ફેન્સ એ જાણવા માટે આતુર છે કે આ એવો કેવો ભારતીય રેસલર છે જેનાથી ભલભલા વિદેશી રેસલર્સ પણ ડરી જાય છે. મજાની વાત એ છે કે વીર મહાનનો લૂકથી પ્રભાવિત થઈને હવે તેના ફેન્સ પણ આ લૂક ફોલો કરવા માંડ્યા છે.

    કોણ છે વીર મહાન?

    વીર મહાન વિષે મળતી માહિતી અનુસાર તેઓ ઉત્તર પ્રદેશના ગોપીગંજના નિવાસી છે. તેમનું સાચું નામ રીંકુ સિંગ રાજપૂત છે અને તેમનો જન્મ 8 મે 1988ના દિવસે એક ટ્રક ચાલકના ઘરે થયો હતો. વીર મહાનના બીજા 8 ભાઈ-બહેન છે. રીંકુને બાળપણમાં જ પહેલવાનીનો શોખ હતો પરંતુ સ્કુલના દિવસોમાં તેણે ભાલાફેંકમાં મહારથ હાંસલ કરી દીધી હતી અને તેમને જુનિયર નેશનલ્સમાં ભાલાફેંકમાં જ પદક મળ્યો છે.

    ત્યારબાદ રીંકુએ ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં એડ્મિશન લીધું. અહીં તેમણે 2008માં ધ મિલિયન ડોલર આર્મ નામના એક ભારતીય રિયાલીટી શોમાં ભાગ લીધો જેમાં બેઝબોલ રમતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. રીંકુએ આ અગાઉ બેઝબોલને હાથ પણ નહોતો લગાવ્યો પરંતુ અહીં તેમણે ભાલાફેંકનો પોતાનો અનુભવ કામે લગાડ્યો અને અહીં પણ તેઓ ચેમ્પિયન બન્યા. તેમના આ ટેલેન્ટ પર એક ફિલ્મ બની હતી. આ શો માં તેમણે 140 કિમી પ્રતિ કલાકની સ્પિડથી બેઝબોલ ફેંક્યો હતો.

    આ શો માં મળેલી સફળતા બા રીંકુ પ્રોફેશનલ બેઝબોલ રમવા લાગ્યા અને અમેરિકામાં તેમણે પીટરબર્ગ પાયરેટ્સ ટીમ માટે રમવાનું શરુ કર્યું. ધીમેધીમે તેમની બેઝબોલ ફેંકવાની ગતિ વધતી જ રહી. 2009થી 2016 સુધી રીંકુએ દુનિયાભરમાં ઘણીબધી બેઝબોલ લીગમાં ભાગ લીધો અને એ જ વર્ષે તેમણે WWE સાથે જોડાઈને પોતાની રેસલિંગ કેરિયરનો પાયો નાખ્યો. તેમની સાથે સૌરવ ગુર્જર નામનો એક વધુ ભારતીય રેસલર જોડાયો અને તેમણે ‘ધ ઇન્ડસ શેર’ નામની ટીમ બનાવીને WWE NXTમાં ભાગ લીધો. ત્યારબાદ જીન્દર મહાલ નામક રેસલર પણ તેમની સાથે જોડાયો અને ત્યારે રીન્કુએ પોતાનું નામ બદલીને વીર મહાન રાખ્યું. 2021 સુધી આ ટીમે 12 મુકાબલા જીતીને તમામને ચોંકાવી દીધા હતા અને એ પછી વીર મહાને આ ટીમને અલવિદા કહી દીધી અને સ્વતંત્રરૂપે પોતાની કુસ્તી ચાલુ રાખી.

    WWEમાં આજે તેમના નામની અને તેમની કુસ્તીની જબરી ચર્ચા ચલી રહી છે. તેમનું ભારેખમ શરીર અને મજબુત બાંધો લોકોમાં આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યું છે. તેમની ઉંચાઈ સામાન્ય રેસલર્સથી વધુ એટલેકે 6 ફૂટ 4 ઇંચ છે અને તેમનું વજન 125 કિલો છે.રિંગમાં ઉતરતી વખતે વીર મહાન પોતાના કપાળ પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ પહેરે છે અને તેમના ખભા નીચે રામ લખેલું દેખાય છે. ક્યારેક તેઓ ભગવા તો ક્યારેક કાળા કપડાંમાં રીંગમાં ઉતરે છે.

    ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ફરીથી આક્રમણ, કચ્છના પશુપાલકને ધર્મ બદલવા અપાઈ લાલચ, વિદેશી ફંડિંગની આશંકા

    ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું આક્રમણ ફરીથી થયું છે. પોતાના ધર્મ તરફ આકર્ષવા ગરીબ લોકોને લાલચ આપવામાં આવે છે અને લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાય છે. હાલમાં જ આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના એક પશુપાલકને મળ્યો છે. 

    ગુજરાતમાં ઠેર ઠેર આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે સીમાવર્તી જિલ્લો કચ્છ પણ ધર્મપરિવર્તનના ચુંગાલમાંથી બાકાત નથી રહ્યું.

    તારીખ 29 એપ્રિલના રોજ મુઠિયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરી પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે કરસનજી દ્વારા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

    ગુજરાતના ખૂણેખૂણામાંથી ધર્મ પરિવર્તનના એક પછી એક કેટલાય કિસ્સા બહાર આવ્યા છે. જેમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ કર્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે. આ ઉપરાંત લવ જેહાદની પ્રવૃત્તિઓ અટકાવવા વિરોધના સૂર ઉઠ્યા છે.  

    આ પહેલા આવો જ એક કિસ્સો ગત વર્ષે નવેમ્બરમાં ભરૂચમાં બહાર આવ્યો હતો. ભારત દેશમાં ગેરકાયદે રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાયદે રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો હતો. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી ૩૭ આદિવાસી પરિવારના ૧૦૦ થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા હતા. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત ૯ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લંડન રહેવાસી અને મૂળ ભરૂચના નબીપુરના ફેફડાવાલા હાજી અબ્દુલ્લાએ ધર્મપરિવર્તન માટે વિદેશથી નાણાં મોકલ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

    ભરૂચના ધર્મ પરિવર્તનના આ સિંડિકેટની તપાસમાં હમણાં ગત અઠવાડિયે જ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરાઇ છે. આ સિન્ડિકેટ ભોળા ગરીબ હિન્દુ આદિવાસીઓને લોભ લાલચ આપીને એમનો ધર્મ પરિવર્તન કરાવી દેતા. હમણાં સુધી આ સિન્ડિકેટ દ્વારા 150થી વધુ આદિવાસીઓને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું. અને ધરપકડ કરાયેલ તમામ વ્યક્તિઓ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે.

    દક્ષિણ ગુજરાતનાં આદિવાસી બેલ્ટમાં ન માત્ર આવા મુસ્લિમ સિન્ડિકેટ પરંતુ ક્રિશ્ચિયન મિશનરીઓ પણ પૂર જોશમાં ધર્મ પરિવર્તનનું કામ કરી રહી છે. જેન અનેક કિસ્સા હમણાં જ સામે આવ્યા છે. તાપીમાં પણ આવો જ એક કિસ્સો હમણાં સામે આવ્યો હતો. પરંતુ છેવટે ધર્મ પરિવર્તનબાદ પણ આ લોકોનું જીવન ધોરણ બદલાતું નથી, ધર્મ પરિવર્તન કરીને આવેલ લોકો સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવે છે અને તેઓ ના ઘરના ના ઘાટના રહે છે.

    નારાજ રાજ ઠાકરેએ પોતાની ઔરંગાબાદ રેલી દરમિયાન રાજ્યમાં જાતિના રાજકારણ માટે શરદ પવારને આડા હાથે લીધા

    1લી મે 2022 ના રોજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે NCPના વડા શરદ પવાર પર આરોપ લગાવ્યા હતા. પોતાની જાહેર સભા દરમિયાન, તેમણે મહારાષ્ટ્રમાં જાતિનું ઝેરી રાજકારણ આગળ કરવા બદલ NCP પ્રમુખ શરદ પવારની આકરી ટીકા કરી હતી.

    સભાને સંબોધતા રાજ ઠાકરે બોલ્યા, “અહીં કેવું રાજકારણ ચાલી રહ્યું છે? મહારાષ્ટ્રે રાષ્ટ્રને ચોક્કસ વિચારો આપ્યા. અમે સમાજવાદ આપ્યો, અમે બૌદ્ધ ધર્મને ફેલાવવામાં મદદ કરી, અહીં સામ્યવાદીઓ પણ હતા અને હિન્દુત્વ પણ. અને હવે રાજકીય નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. શું આપણે આ આદર્શ આપણા બાળકો સમક્ષ મુકીશું? શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી લાભ ખાતર લોકોના મનમાં ઝેર ઓક્યું. આ ઝેર શાળા-કોલેજ જતા બાળકોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.”

    શરદ પવાર પર તેમના ધાર્મિક ફોટો-ઓપ્સ અંગે પ્રહાર કરતા MNS વડાએ કહ્યું, “શરદ પવાર નાસ્તિક છે. મારા ભાષણ પછી દેવતાઓને પ્રાર્થના કરતી અને પૂજા વિધિ કરતાં તેમના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. નાટક ન કરો, અભિનય ન કરો. તમારી પોતાની દીકરીએ સંસદમાં કહ્યું કે તેના પિતા નાસ્તિક છે. શું મારે કોઈ અલગ પુરાવા આપવાની જરૂર છે?”

    વધુમાં, રાજ ઠાકરે દ્વારા જણાવાયું, “શરદ પવારે મને મારા દાદા પ્રબોધંકર કેશવ સીતારામ ઠાકરેના પુસ્તકો વાંચવાનું કહ્યું હતું. મેં તેમને સંપૂર્ણ રીતે વાંચ્યા છે, પરંતુ શરદ પવાર જે કંઈ કરે છે તે ચેરી-પિક છે. શરદ પવાર મારા દાદાને ત્યારે જ ટાંકે છે જ્યારે તેમના અવતરણો શરદ પવારની જાતિના રાજકારણને અનુકૂળ આવે. મારા દાદા હિંદુ હતા. તેઓ ધર્મના વિરોધી નહોતા પરંતુ તેમના વિચારો ધર્મના તે દિવસોમાં જરૂરી સામાજિક સુધારા માટે હતા. તેમના લખાણો તે સમયના સંદર્ભમાં હતા.”

    શરદ પવાર અને તેમની પાર્ટી પર તેમનો હુમલો ચાલુ રાખતા, ઠાકરેએ કહ્યું, “આ NCP લોકોએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જેમ્સ લેન દ્વારા લખેલા પુસ્તકને લઈને જાતિના આધારે મહારાષ્ટ્રને વિભાજિત કર્યું. તેઓ (એનસીપીના લોકો) કહે છે કે બ્રિટિશ લેખકે આદરણીય શિવાજી મહારાજ વિશે ખોટી અને અપમાનજનક વાતો લખી હતી અને તે લેખકને આવી માહિતી શિવ શાહીર બાબાસાહેબ પુરંદરે નામના બ્રાહ્મણે આપી હતી. શરદ પવાર આટલા વર્ષો સુધી સત્તામાં હતા, તેઓ કેન્દ્રીય મંત્રી હતા, તેમણે તે લેખકને ભારત કેમ ન પકડી લાવ્યા? તેમણે તેને કેમ ન પૂછ્યું? તે લેખક જેમ્સ લેનનો ઈન્ડિયા ટુડેનો ઈન્ટરવ્યુ આ રહ્યો. આ ઈન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટપણે કહ્યું કે બાબાસાહેબ પુરનદરેએ તેમને કોઈ માહિતી આપી નથી અને તેમણે ક્યારેય તેમની સાથે વાત કરી નથી. તેણે કહ્યું કે તેણે વાર્તાઓ લખી છે જે તે અન્ય સ્ત્રોતોથી જાણતો હતો, તેણે ઇતિહાસ લખ્યો નથી.”

    રાજ ઠાકરેએ શરદ પવારને આગળ પૂછ્યું, “તમે રાજ્યમાં બ્રાહ્મણો અને મરાઠાઓને લડાઈના માર્ગે કેમ ઊભા કર્યા? રામદાસ સ્વામી શિવાજી મહારાજના ગુરુ હતા કે સંત તુકારામ એ મુદ્દો નથી, બધા મહાન હતા. પણ શું આપણે તેમને જ્ઞાતિની લેન્સથી જોઈશું? શું રામદાસ સ્વામીને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે? શું શિવાજી મહારાજની સમાધિ બાંધનાર લોકમાન્ય તિલકને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે જ્યારે તેમના પ્રથમ અખબારનું નામ મરાઠા હતું? મહારાષ્ટ્રમાં હવે આ જાતિય રાજકારણ સહન કરવામાં આવશે નહીં.”

    રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે એનસીપીની તાજેતરની જાહેર સભાઓ લોકો દ્વારા નોંધવામાં આવી છે. “મહારાષ્ટ્રના લોકો જાણે છે કે અમોલ મિતકારીએ આપણા ધર્મ વિશે શું કહ્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ કહેતા હતા કે આ શાહુ-ફૂલે-આંબેડકરનું મહારાષ્ટ્ર છે. હા, હું પણ કહું છું કે તે તેમનું મહારાષ્ટ્ર છે, પરંતુ તેમના પહેલા છત્રપતિ શિવાજી મહારાજનું છે. એવું લાગે છે કે શરદ પવારને હિંદુ શબ્દથી એલર્જી છે. મારી ટીકા પછી જ NCPના લોકો તેમના મંચ પર શિવાજી મહારાજની મૂર્તિ મૂકે છે. તે પહેલાં, તેઓએ સ્ટેજ પર તેની તસવીર પણ મૂકી ન હતી. તેઓ ફક્ત આપણા મરાઠા ભાઈ-બહેનોને ગેરમાર્ગે દોરવા માટે તેનું નામ લે છે.’

    રાજ ઠાકરે મહારાષ્ટ્રના હાલના શાસક મહા વિકાસ આઘાડી ગઠબંધન સાથે યુદ્ધના માર્ગે છે, જેમાં શરદ પવારની એનસીપી મુખ્ય ભાગીદાર છે, તાજેતરના દિવસોમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરોના મુદ્દાને લઈને, અને તેમણે સરકારને આપેલી સમયમર્યાદા આગામી ઈદ પર સમાપ્ત થઈ રહી છે.

    કેથલિક સમુદાયમાં થતા જાતિગત ભેદભાવો વિરુદ્ધ દલિત ખ્રિસ્તીઓનો વિરોધ, પોંડીચેરીમાં પ્રદર્શન

    પોંડીચેરી સ્થિત દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ (DCLM) દ્વારા શુક્રવારે કેથોલિક ચર્ચમાં દલિતો સામે થઇ રહેલા કથિત જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત ખ્રિસ્તી સમુદાયે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરીને ચર્ચના તમામ સ્તરોએ દલિતોને સમાન અધિકારો અને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

    આ ઉપરાંત વિરોધ કરનારાઓએ સમુદાયમાં જ્ઞાતિ ભેદભાવને નાબૂદ કરવા માટે દલિત આર્કબિશપની નિમણૂંક કરવાની પણ માંગણી કરી હતી. જે બાદ તે જ દિવસે સાંજે DCLMના પ્રમુખ મેરી જોહ્નની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પોંડીચેરીના ઉપ-રાજ્યપાલને મળ્યું હતું અને વડાપ્રધાનને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ખ્રિસ્તી દલિત સમુદાય પોંડીચેરી-કડ્ડલોરના નવા આર્કબિશપ તરીકે ફ્રાન્સિસ કાલિસ્ટની નિમણૂંકનો વિરોધ કરે છે. તેમજ જણાવવામાં આવ્યું હતું કે આર્કબિશપ તરીકે દલિત સમુદાયના વ્યક્તિને નીમવામાં આવે તેવી માંગ સાથે આ ચળવળ ચલાવવામાં આવી રહી છે.

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, ચર્ચની અંદરની સમસ્યાઓને હવે આંતરિક ધાર્મિક બાબતો ગણી શકાય નહીં કારણ કે તેમાં ચર્ચ દ્વારા ધર્મનિરપેક્ષ, નાગરિક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન જેવી ઘણી બાબતો સામેલ છે. દલિત ખ્રિસ્તીઓને ચર્ચમાં જ્ઞાતિગત ભેદભાવ વિરુદ્ધ કાયદાના સંરક્ષણની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત, ભારત અને નેપાળના અપોસ્ટોલિક નન્સીઓ દ્વારા DCLM પ્રતિનિધિમંડળને મળવા માટે સમય ન આપવામાં આવતા તે વિરુદ્ધ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખ્રિસ્તી દલિત સમુદાયે કહ્યું કે, નવા આર્કબિશપની નિમણૂંક માટે અપોસ્ટોલિક પોંડીચેરીમાં આવ્યા હતા, પરંતુ તેમણે DCLM પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કરી દીધો હતો.

    જોકે, ચર્ચમાં દલિત ખ્રિસ્તી સમુદાય સાથે જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દક્ષિણ ભારતના દલિત ખ્રિસ્તી સમુદાયના લોકોએ નન્સીઓને મળીને ચર્ચમાં થઇ રહેલા જ્ઞાતિગત ભેદભાવો મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને નાબૂદ કરવાની અપીલ કરી હતી.

    દલિત ખ્રિસ્તી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ બીજી ફેબ્રુઆરીના રોજ તમિલનાડુના વેલ્લોરેમાં અપોસ્ટોલિક નન્સીઓને મળ્યું હતું. જેમાં પણ તેમણે પોંડીચેરી અને કડ્ડલોરમાં દલિત ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિને આર્કબિશપ તરીકે નીમવા માટે અપીલ કરી હતી. જોકે, આ મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે નન્સીઓના જવાબ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

    DCLM ના પ્રમુખ મેરી જોહ્ને મુલાકાત બાદ જણાવ્યું હતું કે, તેમણે અમારી ફરિયાદો સાંભળી પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કેથલિક ચર્ચ ઓફ ઇન્ડિયામાં દલિતો સામે જ્ઞાતિ ભેદભાવોને સમાપ્ત કરવા મુદ્દેના તેમના પ્રશ્નોની અવગણના કરવામાં આવી હોવાનું દલિત ખ્રિસ્તી પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું.

    તેમણે વધુમાં જણાવ્યું કે, ફરિયાદો સાંભળીને જ્ઞાતિગત ભેદભાવના સત્યને સ્વીકારવાને બદલે કે આ મામલે કેથલિક ચર્ચના મામલામાં હસ્તક્ષેપની ખાતરી આપવાને બદલે પોપ નન્સીયોએ આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી ન હતી. અમે તેમના આવા પ્રતિભાવથી ખૂબ નિરાશ થયા છીએ.

    ઉલ્લેખનીય છે કે દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ દ્વારા અગાઉ પણ ચર્ચમાં દલિત ખ્રિસ્તીઓ સાથે થઇ રહેલા જાતિગત ભેદભાવો મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવતા રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના 2.5 કરોડ ખ્રિસ્તીઓમાંથી 60 ટકા દલિત અને આદિવાસીઓ છે.

    જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરાવવાના કોર્ટના આદેશ સામે મુસ્લિમોની સમિતિનો વિરોધ, કહ્યું- વિડીયોગ્રાફી નહીં કરવા દઈએ, પરિણામો ભોગવવા તૈયાર

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે સ્થાનિક કોર્ટે મસ્જિદની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટના આ નિર્ણયનો અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોર્ટના નિર્ણય વિરુદ્ધ મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે સ્થાનિક કોર્ટનો નિર્ણય બરકરાર રાખ્યો હતો.

    કોર્ટના આદેશ બાદ આગામી 6 અને 7 મેના રોજ કમિશ્નરની દેખરેખ હેઠળ જ્ઞાનવાપી મસ્જિદમાં વિડીયોગ્રાફી કરવામાં આવશે. જેનો રિપોર્ટ 10 મેના રોજ સુપરત કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જે મામલે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસએમ યાસિને કહ્યું કે, અમે વિડીયોગ્રાફી અને સર્વેક્ષણ માટે મસ્જિદ પરિસરમાં કોઈના પણ પ્રવેશની પરવાનગી આપીશું નહીં. તેમણે એમ પણ કહ્યું કે તે માટેનાં પરિણામો ભોગવવા માટે તેઓ તૈયાર છે.

    હાઈકોર્ટે ગુરુવારે (28 એપ્રિલ 2022) મસ્જિદ સમિતિની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન મંદિર પક્ષના વકીલે કહ્યું હતું કે, કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વિવાદિત સંપત્તિ પર વકફના પ્રાવધાનો લાગુ પડતાં નથી. જેના કારણે તેને વકફ સંપત્તિ કહી શકાય નહીં.

    મંદિર પક્ષે જણાવવામાં આવ્યું કે, જ્યારે 1995 માં વકફ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ કાયદામાં એક પ્રાવધાન હતો કે વકફની સંપત્તિને ફરીથી રજીસ્ટર કરાવવામાં આવે, પરંતુ વિવાદિત સંપત્તિને આ કાયદા હેઠળ ફરીથી રજીસ્ટર કરી શકાશે નહીં. જેથી વિવાદિત સંપત્તિ વકફ સંપત્તિ ગણી શકાય નહીં તેમજ આ કાયદાના પ્રાવધાનો પણ અહીં લાગુ થતા નથી.

    વધુમાં દલીલ કરવામાં આવી કે, પૂજા સ્થળ અધિનિયમ, 1991 ની કલમ 4 પણ અહીં લાગુ થતી નથી કારણ કે અહીં એક પ્રાચીન મંદિર હતું. જેનું નિર્માણ 15મી સદી પહેલાં કરવામાં આવ્યું હતું. ભગવાન વિવાદિત ઢાંચાની અંદર બિરાજમાન છે. મંદિર નષ્ટ કરવામાં આવ્યું હોય તોપણ તેનું ધાર્મિક ચારિત્ર્ય બદલાયું નથી.

    તસવીર સાભાર : જાગરણ

    અહીં નોંધનીય છે કે પૂજાસ્થળ અધિનિયમની કલમ 4 હેઠળ સ્વતંત્રતા દિવસની (15 ઓગસ્ટ 1947) સ્થિતિએ કોઈ પણ પૂજા સ્થળના ધાર્મિક ચારિત્ર્યમાં પરિવર્તન કરવા મામલે કોઈ પણ કેસ દાખલ કરવા કે કાયદાકીય કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    મંદિર પક્ષના વકીલોએ કોર્ટમાં દલીલ કરી કે તમામ સબૂતો અને તથ્યોને ધ્યાનમાં લઈએ તો જ્ઞાનવાપી મસ્જિદ ચારેબાજુથી દીવાલોથી ઘેરાયેલી છે, જે મસ્જિદથી પણ ઘણી જૂની છે. આ કમ્પાઉન્ડ મંદિરનો હિસ્સો છે, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

    વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર સ્થિત મા શૃંગાર ગૌરી અને અન્ય દેવ વિગ્રહોની પૂજા-અર્ચના મામલે મંગળવારે સિનીયર ડિવીઝનના સિવિલ જજ રવિકુમારે નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈદ બાદ દસ મે પહેલાં એડવોકેટ કમિશ્નરની હાજરીમાં સ્થળની તપાસ કરી ત્યાંની વિડીયોગ્રાફી કરવામાં આવશે અને રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ 10 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, મા શૃંગાર ગૌરી અને અન્ય દેવોની સ્થિતિ અંગે તપાસ કરવા માટે આ મહિને 8 એપ્રિલના રોજ કોર્ટે એડવોકેટ કમિશ્નરની નિમણૂંક કરી હતી. જે બાદ એડવોકેટ કમિશ્નરે 18 એપ્રિલના રોજ કાર્યવાહી કરવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે મા શૃંગાર ગૌરી બેરીકેડિંગથી બહાર છે અને એ સ્થિતિમાં અંદર મુસ્લિમો અને સુરક્ષાકર્મીઓ સિવાય કોઈ જઈ શકતું નથી.

    આ કેસ 18 ઓગસ્ટ 2021 નો છે. જેમાં દિલ્હીના રહેવાસી રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા શાહુ, મંજૂ વ્યાસ અને રેખા પાઠક તરફથી કોર્ટમાં એક અરજી દાખલ કરીને શૃંગાર માતાના નિયમિત દર્શન અને પૂજા-અર્ચના માટેની પરવાનગી માંગી હતી. ઉલ્લેખનીય છે કે આ અરજી હિંદુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂજા અર્ચનાની પરવાનગી ન આપવી એ હિંદુઓના હિતોનું ઉલ્લંઘન ગણાશે.

    દિલ્હી : અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલે દાખલ કરવાનો ઇનકાર કર્યા બાદ મોત, કેજરીવાલ સરકારના દાવા સામે સવાલ ઉઠ્યા  

    ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તાર પાસે એક બાઈકસવાર અને કાર વચ્ચે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.

    પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર પરિવાર એક કાર્યક્રમ પતાવીને પીરાગઢીથી કડકડનૂમા આવવા માટે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન દિલ્હીમાં લ્ક્ષ્મીનગર વિસ્તારમાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. લક્ષ્મીનગર પાસે તેમની કાર આગળ અચાનક એક બાઈક સવાર ડિલીવરી બોય આવી ગયો હતો અને બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી અને કાર ત્રણ-ચાર પલટી મારીને બાજુ પર પડી હતી.

    અકસ્માત થયો ત્યારે કારમાં કુલ 7 લોકો જઈ રહ્યા હતા. જેમાંથી આગળ બેઠેલા લોકો સુરક્ષિત બચી ગયા હતા પરંતુ કારમાં સવાર બે યુવતીઓનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જેમના નામ જ્યોતિ અને ભારતી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઈકસવાર ડિલીવરી બોયને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થયો ત્યારે કારની ઝડપ 80-90 કિમી/કલાક જેટલી હોવાનું કહેવાય છે. તેમજ રિપોર્ટ અનુસાર, અકસ્માત બાદ કાર અને બાઈક બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

    તસવીર સાભાર : આજતક

    હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પૂર્વ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, કારમાં એક પરિવારના સાત લોકો હતા. તેઓ બહાર નીકળી શકતા ન હતા. સ્થાનિક પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક બચાવી લીધા હતા, જેમાંથી ચાર લોકોને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક હેડગેવાર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે યુવતીઓ મૃત ઘોષિત કરવામાં આવી હતી.

    ગંભીર રીતે ઘાયલ થયેલા ડિલીવરી બોયને સ્થાનિકો હોસ્પીટલમાં લઇ ગયા હતા. પરંતુ દિલ્હીની મેક્સ હોસ્પિટલે બેડ ન હોવાનું કારણ ધરીને સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ સારવાર વગર જ તેનું મોત નીપજ્યું હતું. ડિલીવરી બોય વિશે વધુ જાણકારી મળી શકી નથી.

    દિલ્હીમાં સર્જાયેલા આ અકસ્માતમાં યુવકનું મૃત્યુ થયા બાદ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ વિશેના દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે કોઈ પણ ઈજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલ લઇ જવા પર મફત સારવાર કરવાનો નિયમ હોવાનો દાવો દિલ્હીની કેજરીવાલ સરકાર કરતી રહી છે.

    વર્ષ 2019માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની સરહદમાં કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થાય, કોઈ એસિડ અટેકનો ભોગ બને કે કોઈને દાઝી જવાથી ઈજા થાય તો દિલ્હી સરકાર કોઈ પણ હોસ્પિટલમાં તેમને મફત સારવાર આપશે. મેં ખાનગી હોસ્પિટલો સાથે મુલાકાત કરી છે અને તેમણે પણ આ માટે સહમતિ દર્શાવી છે. આ માટેનો ખર્ચ સરકાર ચૂકવશે.”

    જોકે, કેજરીવાલના આ દાવાથી વિપરીત ગઈકાલે દિલ્હીમાં સર્જાયેલા અકસ્માતમાં યુવકને હોસ્પિટલે સારવાર ન આપતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે.

    આમ આદમી પાર્ટીએ વિડીયો ટ્વીટ કરીને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો, ભરૂચ પોલીસે પોલ ખોલી

    જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ અને ગતકડાંનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ઉમેરાઈ રહી છે. જોકે, પાર્ટી હજુ તો વ્યવસ્થિત સ્થિર થાય તે પહેલાં જ અનેક વિવાદોમાં ફસાતી દેખાઈ રહી છે. હવે ટ્વીટર પર ખોટો વિડીયો શેર કરવા મામલે આમ આદમી પાર્ટી વિવાદમાં આવી છે.

    ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કર્યા બાદ આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીનું આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં હાજરી આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા છે. જોકે, કેજરીવાલની સભા પહેલાં જ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પોલીસ પર આરોપ લગાવ્યા હતા પરંતુ પોલીસે આ તમામ આરોપો નકારી દઈને આમ આદમી પાર્ટીના જુઠ્ઠાણાની પોલ ખોલી વિડીયો ખોટો હોવાનું જણાવ્યું હતું.

    આમ આદમી પાર્ટીની ગુજરાત શાખાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો ટ્વીટ કરીને સરકારના ઇશારે તેમના પ્રદેશ નેતાઓ અને કાર્યકર્તાઓને સભાસ્થળે પહોંચવા દેવામાં ન આવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    આમ આદમી પાર્ટી તરફથી એક વિડીયો ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, “ભરૂચ જિલ્લામાં આયોજિત આદિવાસી સંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા ‘આપ’ પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓના વાહનોને તાનાશાહ સરકારના ઇશારે અટકાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ સમયસર સભાસ્થળે પહોંચી ન શકે.”

    જોકે, આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે જે વિડીયો શેર કરવામાં આવ્યો તે બનાવ સુરતનો હતો.

    ભરૂચ પોલીસે કહ્યું, સદર માહિતી તદ્દન ખોટી રીતે દર્શાવવામાં આવેલ છે. આ બનાવ સુરતનો છે જેમાં VIP સિક્યોરિટી દરમિયાન કાફલામાં કેટલાક લોકો ઘૂસવા માંગતા હતા તેમને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે રોકવામાં આવ્યા હતા.

    કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી, પાટીલે કહ્યું- કેજરીવાલ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

    બીજી તરફ, આજે ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલ વિશે ટિપ્પણી કરી હતી. સીઆર પાટિલને લઈને તેમણે ટ્વીટ કર્યું હતું કે, મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. ભાજપને પોતાનો અધ્યક્ષ બનાવવા માટે એકપણ ગુજરાતી ન મળ્યો? લોકો કહે છે કે તેઓ માત્ર અધ્યક્ષ જ નથી પરંતુ સરકાર પણ તેઓ જ ચલાવે છે. સાચા સીએમ તેઓ જ છે. આ ગુજરાતના લોકોનું ઘોર અપમાન છે. ભાજપવાળા, ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.

    જોકે, જેના જવાબમાં સીઆર પાટીલે ટ્વીટ કરીને કહ્યું હતું, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

    રામનવમીના દિવસે ખંભાતમાં પથ્થરમારો કરનારા વધુ 8 પકડાયા : અબ્દુલ, અલ્તાફ, મોહમ્મદ, આસિફ, અલ્ફાજની ધરપકડ

    ગત 10 એપ્રિલે રામનવમીના રોજ રાજ્યના ખંભાત અને હિંમતનગરમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ બની હતી. જે બાદ પોલીસે ખંભાત હિંસા મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. હવે ખંભાતમાં થયેલી હિંસા મામલે વધુ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલમુનાફ નુરમહમદ મલેક, બાબુભાઈ ઉર્ફે ડાલ અબ્દુલકદર મલેક, અલ્લારખા કાળુભાઈ શેખ, અલ્તાફખાન કાળુખાન પઠાણ, આલ્ફાજહુસેન ઉર્ફે અલ્લુ અકબરહુસેન મલેક, ઉદાય્ત સલીમ મલેક, મોહમ્મદ અસપાક સીદીક મલેક અને આસિફ ઉસ્માન મલેક તરીકે થઇ છે. આ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખંભાત હિંસા અને પથ્થરમારાની ઘટનામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા. પરંતુ ઘટના બાદ પોલીસ તપાસ શરૂ થતાં ઘણા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ પોલીસ હવે તેમના સુધી પણ પહોંચી ગઈ છે. આ આઠ આરોપીઓની ધરપકડ સાથે ખંભાત હિંસામાં પકડાયેલા આરોપીઓની સંખ્યા કુલ 35 પર પહોંચી છે.

    તસવીર ઓપઇન્ડિયા હિંદી

    ખંભાત હિંસાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનું કાવતરું અગાઉથી ઘડવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, હિંસા પૂર્વનિયોજિત હતી અને શાંતિ ડહોળવા માટે મૌલવીઓએ બહારથી તોફાની તત્વોને બોલાવ્યા હતા.

    રિપોર્ટ્સ અનુસાર, શોભાયાત્રા દરમિયાન પહેલાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ દુકાનોમાં આગ લગાડી દેવામાં આવી હતી. ખંભાત હિંસામાં પકડાયેલા ત્રણ મૌલવીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે શોભાયાત્રામાં તોફાન કરવા માટે તેમણે પહેલેથી જ યોજના બનાવી રાખી હતી અને મૌલવીઓએ આ માટે ભરૂચ અને અમદાવાદથી લોકોને બોલાવ્યા હતા અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. આ માટે વિદેશથી ફન્ડિંગ પણ થયું હોવાના સમાચારો મળ્યા હતા.

    શોભાયાત્રાને જે દિવસે અનુમતિ મળી હતી એ જ દિવસે તેમાં ધમાલ અને હિંસા કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે આરોપીઓએ શોભાયાત્રા પહેલાં જ ઈંટ, પથ્થર, દંડા વગેરે જેવાં હથિયારો એકઠાં કરી રાખ્યાં હતાં. બીજા દિવસે જ્યારે શોભાયાત્રા મસ્જિદ પાસેથી નીકળી ત્યારે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત સાતથી આઠ દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ જ પ્રકારની ઘટના હિંમતનગરમાં પણ સામે આવી હતી.