Friday, November 15, 2024
More
    Home Blog Page 1163

    12 દિવસની જેલ બાદ રાણા દંપતીના જામીન મંજૂર, કોર્ટનો જામીન આદેશ આવતા જ BMCની ટીમે રાણા દંપતીના ઘરે દરોડા પાડ્યા

    મુંબઈની એક અદાલતે બુધવારે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમની ‘હનુમાન ચાલીસા’ પાઠ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સમર્થકોનો આરોપ બદલાની રાજનીતિ મુજબ એમના ઘરે BMCની ટિમ પહોચી હતી.

    મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ માટે ચેલેન્જ કર્યા બાદ દંપતીને તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. એ નોંધનીય છે કે હનુમાન ચાલીસાના પાઠ કર્યા વગર જ રાણા દંપતીની ધરપકડ કરાઇ હતી.

    તેમના વકીલ રિઝવાન મર્ચન્ટના જણાવ્યા અનુસાર, બંનેને 50,000 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવશે, તપાસ હેઠળના કેસના વિષયમાં મીડિયા સાથે વાત ન કરવા અને પુરાવા સાથે ચેડા કરવાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    ઠાકરેના બાંદ્રા પૂર્વમાં અંગત ઘર માતોશ્રીની બહાર ‘હનુમાન ચાલીસા’ બોલવાની તેમની યોજના બદલ રાણા જોડી પર 23 એપ્રિલે ખાર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રાજદ્રોહ, જાહેર શાંતિનો ભંગ, ઉશ્કેરણીજનક નિવેદનો કરવા અને અન્ય કલમો સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.

    સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદિપ ઘરતે દલીલ કરી હતી કે હનુમાન ચાલીસાના જાપથી ધાર્મિક જુસ્સો ભડકી શકે છે, જેનો રાણાના વકીલોએ સખત વિરોધ કર્યો હતો.

    રાણા દંપતીને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો પોલીસ બોલાવે તો તેઓએ પોતાની જાતને રજૂ કરવી પડશે. કોર્ટે તપાસ અધિકારીને 24 કલાકની નોટિસ આપવા કહ્યું છે જ્યારે પણ તેઓ રાણા દંપતીને હાજર થવા કહે.

    અગાઉ નવનીત રાણાએ કહ્યું હતું કે પોલીસ તેની તબીબી સ્થિતિ પ્રત્યે ઉદાસીન છે. તેણીએ કહ્યું કે પોતે સ્પોન્ડિલોસિસથી પીડિત હતી પરંતુ કલાકો સુધી જમીન પર બેસીને સૂવાની ફરજ પાડી હતી.

    નોંધનીય છે કે જેવુ કોર્ટે રાણા દંપતીના જમીન મંજૂર કરતો આદેશ કર્યો એના પછી તરત જ BMCની એક ટિમ રાણા દંપતીના ઘરે પહોચી હતી. આની સોશિયલ મીડિયા પીઆર ખૂબ આલોચના થઈ હતી. લોકોએ મહારાષ્ટ્ર સરકાર પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.

    હકીકતમાં, સોમવારે BMCએ ખારમાં રાણાના ફ્લેટની બહાર એક નોટિસ ચોંટાડી હતી. આ નોટિસ મુજબ BMC રાણાના પ્લોટ પર ગેરકાયદે બાંધકામ થયું છે કે કેમ તેની તપાસ કરશે. તે જ સમયે, સાંસદ અને ધારાસભ્યના નજીકના સૂત્રોએ આ કાર્યવાહીને બદલાનું રાજકારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠના વિષયમાં રહેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પીઆર બદલાનું રાજકારણ કરવાના આરોપ પહેલી વાર નથી લાગ્યા. આ પહેલા અર્ણબ ગોસ્વામી વાળો કેસ હોય કે કંગના રણૌત વાળો , એ દરેકમાં મહારાષ્ટ્ર સરકાર પર બદલાનું રાજકારણ કરવાના આરોપ લાગ્યા જ છે.

    સૈફ અલી ખાનની બહેને હિંદુ પતિ સાથે ઈદની શુભેચ્છાઓ પાઠવતા કટ્ટરપંથીઓ તૂટી પડ્યા, ગાળો અને અપશબ્દોથી ભરાયું કોમેન્ટ સેક્શન

    મુસ્લિમો આજે ઇદનો તહેવાર ઉજવી રહ્યા છે. જેના કારણે અનેક હસ્તીઓ અને રાજનેતાઓએ પણ મુસ્લિમ સમુદાયને તહેવારની શુભેચ્છાઓ આપી હતી. દરમ્યાન, સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અને તેમના પતિ કુણાલ ખેમુએ આજે ઇન્સ્ટાગ્રામ પર ઈદ ઉલ ફિતરની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ તેમને સતત કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો દેવામાં આવી રહી છે.

    સોહાએ પતિ કૃણાલ ખેમુ અને પુત્રી સાથે એક તસવીર શેર કરીને લખ્યું હતું, “આપને અને આપના પરિવારને શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ અને એક ખુશનુમા ઈદ-ઉલ-ફિતરની મુબારકબાદ.” જોકે, તેણે તસ્વીરમાં બુરખો કે હિજાબ ન પહેરતા કટ્ટરપંથી મુસ્લિમો તૂટી પડ્યા હતા અને ઈદ જેવા દિવસે પણ સોહા અને તેમના પરિવારને ગાળો અને અપશબ્દો કહ્યા હતા.

    મેહજોન 7000 નામના એક યુઝરે લખ્યું, “શું તેનો પતિ મુસ્લિમ છે?” કોઈ રહમાન ખાન નામના યુઝરે સોહા અલી ખાન વિશે અપશબ્દો વાપરતા લખ્યું, ‘રમઝાન ઈબાદતનો મહિનો હતો. ત્યારે ગાયબ થઇ ગઈ હતી મા*ર&દ, રોજો એક પણ નહીં અને ઈદ મનાવવા માટે આવી ગઈ હરામ&દી.”

    રહમાન નાસિક 12345 નામના યુઝરે લખ્યું, “ઇસ્લામ છોડી ચૂક્યા હોય તેવા લોકો પણ મુસ્લિમ હોવાનું બહાનું શા માટે બનાવી રહ્યા છે તે મને સમજાતું નથી. બિનમુસ્લિમ સાથે લગ્ન કરીને તે પહેલેથી જ મુસ્લિમ હોવાનો હક ગુમાવી ચૂકી છે અને અમને તેનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ તોપણ ઇસ્લામ છોડી ચૂકેલા મુનાફિક લોકો આવાં નાટકો કેમ કરે છે?”

    કોઈ આબિદા ચંગેજી નામના યુઝરે લખ્યું, “ઈદ મુસ્લિમો દ્વારા મનાવવામાં આવે છે તો તું કેવી રીતે? મને ખબર છે ત્યાં સુધી હિંદુ લોકો દિવાળી ઉજવે છે.”

    ઉલ્લેખનીય છે કે સોહા અલી ખાન સૈફ અલી ખાનની સૌથી નાની બહેન છે. તેમનાં લગ્ન વર્ષ 2015માં બોલિવુડ અભિનેતા કુણાલ ખેમુ સાથે થયાં હતાં. જોકે, સોહાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી અનેક કોમેન્ટ કરવામાં આવી છે જેમાં તેને કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ગાળો આપવામાં આવી હોય.

    જોકે, સોહા અલી ખાન અને કુણાલ ખેમુને આ રીતે ગાળો અપાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. માર્ચ મહિનામાં પણ સોહા અલી ખાનના પતિએ ઇન્સ્ટાગ્રામ પર આ જ પ્રકારની ઘટના અંગે પોસ્ટ કરી હતી. કુણાલે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તેમની સાથે બનેલી ઘટના અંગે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક કારના ડ્રાઈવરે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.

    નોંધનીય છે કે કુણાલ ખેમુ બોલિવુડ અભિનેતા છે અને 2005 માં ‘કલિયુગ’થી લીડ રોલમાં ડેબ્યૂ કરવા પહેલાં તેમણે બાળ અભિનેતા તરીકે લગભગ દસથી વધુ ફિલ્મો કરી હતી. જે બાદ તેમણે ઢોલ (2007), ગોલમાલ 3 (2010) અને મલંગ (2020) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જ્યારે સોહા અલી ખાન ‘શાદી નંબર 1 (2005)’. ‘રંગ દે બસંતી (2006)’ અને ‘વાર છોડ ન યાર (2013) માં દેખાઈ ચૂકી છે.

    એક તરફ પાર્ટીમાં વ્યસ્ત હતા રાહુલ ગાંધી, બીજી તરફ તેમના જ મતવિસ્તારની મુલાકાત લઇ રહ્યાં હતાં સ્મૃતિ ઈરાની

    કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લીધી હતી અને વિકાસકાર્યો અને કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મંગળવારે (03 મે 2022) રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેવા માટે ગયાં હતાં અને વિકાસકાર્યો અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કલપેટ્ટા, મારાવયાલ, અંબાલાચલ અને કનિયાબેટ્ટા વગેરે જેવા આદિવાસી ક્ષેત્રોની મુલાકાત લઈને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અંગે સમીક્ષા કરી હતી. બીજી તરફ, આ જ મતવિસ્તારના સાંસદ રાહુલ ગાંધી નેપાળમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા.

    સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરતાં કહ્યું કે, “વાયનાડ જીલ્લામાં કેન્દ્ર સરકારના કલ્યાણકારી કાર્યો અને યોજનાઓના અમલની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી.” આ ઉપરાંત અન્ય ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે, તેમણે જિલ્લા કલેક્ટરની હાજરીમાં ક્ષેત્રના આદિવાસી સમુદાય સબંધિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આદિવાસી વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે વરદૂર આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને કલપેટ્ટામાં પોન્નાડા આંગણવાડી કેન્દ્રમાં બાળકો સાથે સમય પણ વિતાવ્યો હતો.

    નોંધનીય બાબત છે કે કેરળનો વાયનાડ જિલ્લો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવે છે. કેન્દ્ર સરકારે અહીંના આદિવાસી સમુદાયના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અને મંત્રી આ વિકાસ કાર્યો અને પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જ વાયનાડ ગયાં હતાં. જોકે, નોંધવા જેવી બાબત એ પણ છે કે એક તરફ રાહુલ ગાંધી ઘણા દિવસોથી રાજકીય રીતે સક્રિય નથી ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેમના મતવિસ્તારની મુલાકાત કરી હતી.

    બીજી તરફ, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે નેપાળના કાઠમાંડુમાં એક બારમાં પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તેઓ સુમનિમા ઉદાસ નામની તેમની મિત્રનાં લગ્નમાં ભાગ લેવા માટે નેપાળ ગયા છે. સુમનિમા ઉદાસ CNN સંવાદદાતા છે અને ભારતવિરોધી વલણના કારણે અવારનવાર ચર્ચામાં પણ રહે છે.

    રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો ત્રણ મેના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. અહેવાલો અનુસાર, આ પહેલાં પણ જ્યાં દિલ્હીમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પાર્ટીના ભવિષ્ય અંગે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ ગયા હતા.

    2019 માં રાહુલ ગાંધી સામે જંગી બહુમતીએ જીત્યાં હતાં સ્મૃતિ ઈરાની

    સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી શરૂ થયો હતો. 2014 માં સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા ક્ષેત્ર પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ ઉમેદવારી કરી હતી. જોકે, તેઓ એક લાખ મતોથી હારી ગયાં હતાં. જોકે, ત્યારબાદ પણ સ્મૃતિ ઈરાનીએ સતત અમેઠી વિસ્તારની મુલાકાત ચાલુ રાખી હતી. જે બાદ વર્ષ 2019 માં તેમણે રાહુલ ગાંધીને 55 હજારથી વધુ મતોથી હરાવી દીધા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીની જીત સૌથી વધુ ચર્ચાઈ હતી.

    અગાઉથી પરિણામ ભાળી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને કેરળના વાયનાડથી પણ ઉમેદવારી કરાવી હતી, જ્યાં તેઓ જીતી ગયા હતા. પરંતુ જે રીતે સ્મૃતિ ઈરાનીએ વાયનાડમાં પણ મુલાકાતો શરૂ કરી દીધી છે તેને જોતાં લાગે છે કે રાહુલ સરળતાથી છુટકારો મેળવી શકશે નહીં!

    કાઠમંડુ નાઈટક્લબની પાર્ટીમાંથી સમય કાઢી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી માટે હાર્દિક પટેલને મનાવવાના પ્રયત્ન કર્યા

    મળતી જાણકારી મુજબ નેપાલમાં પોતાની રજાઓ ગાળી રહેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી સંગઠનમાં મતભેદો ઉકેલવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નારાજ હાર્દિક પટેલને સંદેશ મોકલવ્યો છે.

    કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનો દાવો છે કે રાહુલ ગાંધીએ પોતે હાર્દિક પટેલને પાર્ટીમાં ચાલુ રાખવા માટેનો સંદેશો મોકલ્યો છે. તેમણે પક્ષના પ્રભારી અને અન્ય નેતાઓને મતભેદોને ઉકેલવા પટેલ સુધી પહોંચવા પણ કહ્યું છે.

    કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. “તે વાતચીતની વિગતો ફક્ત રાજ્ય પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે,” સુરજેવાલાએ કહ્યું હતું.

    હાર્દિક પટેલની નારાજગી

    રાજ્યના નેતૃત્વ દ્વારા તેમને આપવામાં આવતી પ્રાધાન્યતાના અભાવથી ગુસ્સે થયેલા, હાર્દિકે સોમવારે તેના ટ્વિટર બાયોમાંથી “કોંગ્રેસ” અને તેના પ્રોફાઇલ ચિત્રમાંથી પાર્ટીના પ્રતીકની તસવીર હટાવી દીધી હતી.

    કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો હાર્દિક પાર્ટી છોડશે તો તે કોંગ્રેસ માટે નુકસાન થશે.

    પટેલ ભાજપમાં જોડાવા અંગે અટકળો વહેતી થઈ હતી જેને કોંગ્રેસના નેતાએ વારંવાર ફગાવી દેતા જણાવ્યું હતું કે તેમની પાસે આવી કોઈ યોજના નથી, જ્યારે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ રાજ્યના પક્ષના નેતૃત્વથી નારાજ છે.

    તેમણે તાજેતરમાં જ કલમ 370 હટાવવા અને રામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટતા જારી કરી છે કે તેઓ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પરંતુ તેઓ રાજ્યના નેતૃત્વથી નારાજ છે.

    “હું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી. હું રાજ્યના નેતૃત્વથી નારાજ છું. હું શા માટે નારાજ છું? ચૂંટણીઓ આવી રહી છે અને આવા સમયમાં પ્રમાણિક અને મજબૂત લોકો સાથે મળીને કામ કરવું જોઈએ. તેમને હોદ્દા આપવા જોઈએ, ” તેણે ઉમેર્યુ.

    અહેવાલો અનુસાર, જુલાઇ 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે તાલમેળ મેળવી શકતા નથી.

    “તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા માંગતા હતા પરંતુ તેમને માત્ર કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવા છતાં રાજ્ય નેતૃત્વ દ્વારા મોટા નિર્ણયો પર તેમનો અભિપ્રાય લેવામાં આવતો નથી,” સૂત્રોએ જણાવ્યું હતું.

    ભાજપમાં જોડાવાના તેમના ઇનકાર પછી, અટકળો છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

    હાર્દિક પટેલને અપાતાં મહત્વથી જૂના કોંગ્રેસ નેતાઓ નારાજ

    નોંધનીય છે કે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ અને માત્ર 3 વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલને કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વ દ્વારા આટલું મહત્વ અપાતાં ઘણા જૂના અને મોટા કોંગ્રેસ નેતાઓ નારાજ થયા છે.

    તહસીન પૂનાવાલાએ નેતૃત્વ પર આરોપ લગાવતા કહ્યું, “હાર્દિક પટેલ વળી ઘટના સાથે ફરી એકવાર એક વાત સાબિત થાય છે જે મેં હંમેશા કહ્યું છે – તમારા INC બાળકોને, IYC, NSUI બાળકોને નેતા બનાવો! તેમને ટિકિટ આપો– બહારના લોકોએ હંમેશા રાહુલ ગાંધીને નિરાશ કર્યા છે! પીછો કરવાનું અને તેમને મહત્વ આપવાનું બંધ કરો!!”

    આ સાથે ગુજરાતનાં પણ ઘણા મોટા કોંગ્રેસ નેતાઓ હાર્દિક પટેલને મળી રહેલ અકારણ મહત્વથી નારાજ છે.

    લાઉડ સ્પીકર પર સંગ્રામ ચાલુ: રાજ ઠાકરેનું પહેલીવાર હિન્દીમાં આહ્વાન, ઉત્તરપ્રદેશમાં યોગીની કાર્યવાહી અને દેશમાં પડઘા

    મંગળવારે સાંજે, MNS વડા રાજ ઠાકરેએ લાઉડ સ્પીકર વિવાદ અંતર્ગત ત્રણ પાનાનું નિવેદન પોસ્ટ કર્યું હતું, જેમાં હિન્દુઓને અઝાન વગાડતા મસ્જિદોની બહાર લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાની સલાહ આપવામાં આવી હતી. તેમના નિવેદનમાં, ઠાકરેએ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને જાહેર કર્યું કે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ ગેરકાયદેસર છે અને જો લાઉડ સ્પીકર્સનો રોજેરોજ ઉપયોગ કરવો હોય તો પરવાનગી લેવી પડશે.

    એમએનએસના વડાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ પૂછ્યું કે શું તેઓ તેમના પિતા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની વાત માનશે, કે જેમણે એકવાર કહ્યું હતું કે ‘બધા લાઉડ સ્પીકર્સને મૌન કરવાની જરૂર છે’ અથવા તેઓ મસ્જિદો પર લાઉડસ્પીકર ચાલુ રાખશે NCP ‘બિન-ધાર્મિક’ વડા શરદ પવારની વાત માનીને?

    અત્રે એ નોંધનીય છે કે રાજ ઠાકરેએ આ આહ્વાન મરાઠી અને અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ કર્યું હતું. આ પહેલા રાજ ઠાકરે હમેશા માત્ર બે જ ભાષાનો ઉપયોગ કરતાં મરાઠી અને અંગ્રેજી. પરંતુ આ વખતે હિન્દીનો ઉપયોગ કરીને એમણે સાબિત કર્યું છે કે તેઓ ના માત્ર મરાઠીઓ પરંતુ દેશભરના હિન્દુઓને આહ્વાન કરી રહ્યા છે.

    મહારાષ્ટ્ર સરકારે MNSના વડા રાજ ઠાકરે સામે તેમના અનુયાયીઓને 4ઠ્ઠી મેથી મસ્જિદોની બહાર લાઉડ સ્પીકર લગાવવાનું કહેવા બદલ કેસ દાખલ કર્યાના કલાકો બાદ આ નિવેદન આવ્યું હતું. તેમની સામેના કેસની અવગણનામાં, ઠાકરેએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે તેમના અનુયાયીઓને મસ્જિદોની બહાર અઝાન વગાડતા લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવા વિનંતી કરી.

    સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને ઠાકરેએ કહ્યું, “રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાતો નથી. દરેક ધર્મ પોતાના લાઉડસ્પીકરનો 365 દિવસ સુધી ઉપયોગ કરી શકે છે. જો તમારે દરરોજ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર હોય તો રોજેરોજ પરવાનગી લેવી પડશે.”

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે SCએ નિર્ધારિત સમય કરતાં વધુ લાઉડ સ્પીકર માટે ડેસિબલનું સ્તર નક્કી કર્યું છે. “લાઉડસ્પીકર્સ વપરાશ ડેસિબલ સ્તર મર્યાદા 10 ડેસિબલ અને 45 થી 55-ડેસિબલ સ્તર વચ્ચે હોવી જોઈએ. મહેરબાની કરીને નોંધ કરો કે 10-ડેસિબલનું સ્તર આપણી વચ્ચેના અવાજો સાથે સંબંધિત છે. 55-ડેસિબલ સ્તર અમારા કિચન મિક્સરના અવાજની સમકક્ષ છે.” રાજે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ગેરકાનૂની ઉપયોગના મુદ્દાને સમજાવતી વખતે નિવેદનમાં જણાવ્યું હતું.

    વાસ્તવમાં, રાજે એમ પણ ઉમેર્યું હતું કે આ મુદ્દો ફક્ત ‘અનધિકૃત વક્તાઓ’ વિશે જ નથી પરંતુ ‘અનધિકૃત મસ્જિદો’ વિશે પણ છે. “તે કેવી રીતે શક્ય છે કે સરકારે અનધિકૃત મસ્જિદોને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની અધિકૃત પરવાનગી આપી હોય?. અને જો પરવાનગીઓ આપવામાં આવી રહી હોય તો હિન્દુ મંદિરોને પણ લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવાની જરૂર છે,” રાજે કહ્યું.

    તદુપરાંત, ઠાકરેએ મુસ્લિમો દ્વારા નમાજ કરવા માટે અવરોધિત જાહેર જગ્યાઓ અને રસ્તાઓના જોખમ વિશે પણ વાત કરી હતી. “કયો ધર્મ પ્રચાર કરે છે, ભેગા થવું અને પ્રાર્થના કરવા માટે રસ્તાની વચ્ચે બેસીને ભારે ટ્રાફિક જામ કરે છે? મુસ્લિમ સમુદાય માટે મારા નિવેદનોનું આ મુખ્ય કારણ છે કે આ એક સામાજિક સમસ્યા છે જે લોકોને અસર કરે છે (અને) કૃપા કરીને તેને ધ્યાનમાં લો.”

    હિંદુઓને ભાવુક અપીલ કરતાં રાજે કહ્યું, “હું તમામ હિંદુઓને અપીલ કરું છું કે આવતીકાલે, 4 મેના રોજ જો તમે લાઉડસ્પીકરોને અઝાન સાથે રણકતા સાંભળો; તે જ સ્થળોએ, લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો! ત્યારે તેમને ખ્યાલ આવશે કે આ લાઉડસ્પીકર્સથી શું તકલીફ થાય છે.”

    ઠાકરેએ પોલીસને પણ અપીલ કરી, તેમને કાયદાનો અમલ કરવા કહ્યું. “હું પોલીસ દળને અપીલ કરું છું કે તે બતાવે કે આ દેશ કાયદો અને વ્યવસ્થા દ્વારા સંચાલિત છે. તેઓએ કાયદાનું પાલન કરવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. રસ્તાઓની વચ્ચે જે અનધિકૃત, મસ્જિદો અને લાઉડસ્પીકર અને નમાજનું આયોજન કરવામાં આવે છે, તેને કાયદા દ્વારા યોગ્ય રીતે સંબોધિત કરવાની જરૂર છે.”

    તેમણે હિંદુઓને વધુમાં વિનંતી કરી કે જો તેઓ મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન વગાડતા સાંભળે છે, તો તેઓએ 100 નંબર ડાયલ કરવો જોઈએ અને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ, પછી ભલે તે દરરોજ કરવું પડે.

    ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેના તમામ લાઉડસ્પીકર નીચે લાવવાના વચનની પણ યાદ અપાવી. “હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને અપીલ કરું છું કે વર્ષો પહેલાં, શિવસેનાના વડા હિન્દુ હ્રદય સમ્રાટ શ્રી બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે તમામ લાઉડસ્પીકરોને શાંત કરવાની જરૂર છે. શું તમે આને અનુસરવા જઈ રહ્યા છો, અથવા તમે બિન-ધાર્મિક શરદ પવારને અનુસરશો જે તમને સત્તામાં રાખવા માટે જવાબદાર છે? મહારાષ્ટ્રના લોકોને જણાવવા દો કે શું થવાનું છે? તેણે કીધુ.

    રાજ ઠાકરેએ પોતાનો લાઉડ સ્પીકર વિવાદ પરનો પત્ર એક નવા સૂત્ર સાથે સમાપ્ત કર્યો અને કહ્યું, “જો અત્યારે નહીં, તો તે ક્યારેય નહીં થાય.”

    નોંધનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પોતાના પ્રદેશમાં લાઉડ સ્પીકર વિરુદ્ધ અભિયાન શરૂ કરીને જે કાર્યવાહી કરી હતી રાજ ઠાકરેએ એની પ્રશંસા કરી હતી.

    ઠાકરેએ લાઉડસ્પીકર વિવાદ પર યોગીની પ્રશંસા કરતાં કહ્યું, “ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો પરથી લાઉડ સ્પીકર દૂર કરવા બદલ હું યોગી સરકારને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમનો આભારી છું. કમનસીબે મહારાષ્ટ્રમાં આપણી પાસે કોઈ ‘યોગી’ નથી; આપણી પાસે જે છે તે માત્ર ‘ભોગી’ છે. આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ મળે.”

    ઉત્તરપ્રદેશમાં યોગીની લાઉડસ્પીકર વિરુદ્ધ કાર્યવાહી

    24 એપ્રિલે યોગી સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડ સ્પીકર હટાવવાનો આદેશ જાહેર કર્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, “આ અંગે જિલ્લાઓ પાસેથી અહેવાલો માંગવામાં આવ્યા છે. પોલીસને ધાર્મિક નેતાઓ સાથે વાત કરવા અને અનધિકૃત લાઉડ સ્પીકરોને દૂર કરવાની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.”

    લાઉડ સ્પીકર વિવાદ અંતર્ગત અભિયાન ચાલુ રાખીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રવિવાર સુધીમાં રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડસ્પીકર હટાવી દીધા હતા. ઉત્તર પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં, રવિવારના રોજ સવારે 7 વાગ્યા સુધી, રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળો પરથી 53,942 લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા છે, જ્યારે 60,295 લાઉડ સ્પીકર્સનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.”

    ગુજરાતમાં લાઉડ સ્પીકર વિવાદને મળી ગરમી

    ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિસ દેશના કેટલાક રાજ્યોમાં લાઉડ સ્પીકર મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે અને હવે એના પડઘા ગુજરાતમાં પણ સંભળાયા. સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં અયોધ્યાના રામ મંદિર શિલાન્યાસ સમિતિના સભ્ય મહંત રામ વિલાસ વેદાંતીએ લાઉડ સ્પીકરને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

    મહંતએ કહ્યું કે લાઉડ સ્પીકર વિષે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવુ કામ થવું જોઈએ. “જે રીતે ઉત્તરપ્રદેશમાં કામગીરી થઈ રહી છે તેને હું આવકારું છું અને સીએમ યોગીને અભિનંદન આપું છુ.”, મહંતએ જોડ્યુ.

    મહંતએ આગળ કહ્યું કે, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં લાઉડ સ્પીકરનો અવાજ સીમિત હોવો જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ ના થાય.

    AAP હિમાચલ પ્રદેશ સોશિયલ મીડિયાના પ્રમુખ હરપ્રીત સિંહ બેદીએ પોતાની ખાલિસ્તાન તરફી ટ્વિટ્સ બહાર આવ્યા બાદ ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું

    રવિવારે, આમ આદમી પાર્ટીના હિમાચલ પ્રદેશ રાજ્યના સોશિયલ મીડિયા પ્રમુખ હરપ્રીત સિંહ બેદી પોતાના જૂના ટ્વિટ્સ અને ખાલિસ્તાન તરફી વલણને લઈને ટ્વિટર પર વાયરલ થયા હતા. હિમાચલ પ્રદેશના મંડીના AAP સભ્યએ અલગ ખાલસા રાજ્યની તેમની સ્પષ્ટ માંગણીઓથી સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો કર્યા પછી તેમનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું.

    રવિવારે, લોકપ્રિય ટ્વિટર યુઝર @BefittingFacts સહિત ઘણા ટ્વિટર યુઝર્સે હરપ્રીત સિંહ બેદીની ટ્વિટર પ્રોફાઇલ તરફ સૌનું ધ્યાન દોર્યું, જેમાં 2012થી તેમના હેન્ડલ પરથી ખાલિસ્તાન તરફી ક્વોટ્સ, જવાબો અને ટ્વીટ્સનો સમાવેશ થાય છે. નેટિઝ્ન્સે બેદીને ‘બંધારણીય અધિકાર’ તરીકે કરેલી ખાલિસ્તાનની તેમની માંગણી તરફ ધ્યાન દોર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત પરથી OpIndiaએ તેના એકાઉન્ટનું વધુ સ્કેનિંગ હાથ ધર્યું હતું જેમાં ખાલિસ્તાન માટે તેનું ખુલ્લું સમર્થન બહાર આવ્યું હતું. આ એવા સમયે આવ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી પર પહેલાથી જ તાજેતરની પંજાબ વિધાનસભા ચૂંટણી જીતવા માટે ખાલિસ્તાનીઓની સહાય લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    AAP સોશિયલ મીડિયા કન્વીનર હરપ્રીત સિંહ બેદીનું ટ્વિટર હેન્ડલ @iHarpreetSBedi હવે અસ્તિત્વમાં નથી, તેથી અહીં સોશિયલ મીડિયા પરની તેમની ખાલિસ્તાની તરફી વલણનો સારાંશ છે, જે ભારતીય રાજ્ય વિરુદ્ધ અલગતાવાદી લાગણીઓ સાથે સહમતી દર્શાવે છે. 2012માં, બેદીએ એક જથ્થેદાર ભાઈ બળવંત સિંહ રાજોઆનાના સંદર્ભમાં જોરદાર રીતે પૂછતા ટ્વીટ્સ કર્યા કે અમૃતસર અને ખાલિસ્તાનને મુક્ત જાહેર કરવું જોઈએ અને વ્યક્તિએ સ્વતંત્રતા માટે લડવું ચાલુ રાખવું જોઈએ. “ખાલસા પંથના સાચા સંત-સૈનિકની આ શક્તિ છે. ઉંચા ઉભા રહો અને કેસરી પ્રતિજ્ઞા લો અને ખાલિસ્તાનની પ્રતિજ્ઞા લો!” તે ટ્વીટ કરતો જોવા મળ્યો હતો.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    તે જ વર્ષે, તે ખુશ હોય એ રીતે આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને અમૃતસરમાં સુવર્ણ મંદિરની છબી સાથે કલ્પનાશીલ ‘ખાલિસ્તાની ડોલર’ ની મોર્ફ કરેલી છબી શેર કરતો જોવા મળ્યો હતો.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    તદુપરાંત, બેદી ખાલિસ્તાનને બિન-રાષ્ટ્રદ્રોહ તરીકેની માંગ કરવા માટે અલગતાવાદી સૂત્રોચ્ચારને યોગ્ય ઠેરવતા પણ જોવા મળ્યા હતા. “જો ખાલિસ્તાન કહેવું દેશદ્રોહ (રાજદ્રોહ) છે તો હિન્દુસ્તાન કહેવું પણ બંધારણ મુજબ સમાન છે,” તેમના એક ટ્વીટમાં લખ્યું છે. અન્ય ટ્વિટર યુઝર સાથેની વાતચીતમાં, તેમણે બંધારણ સભાના ડ્રાફ્ટ્સમેનને ‘તમારા નેતાઓ’ તરીકે ઓળખાવ્યા જે તેમના પોતાના કરતા તફાવત સૂચવે છે. મે 2020 ના અંત સુધીમાં, બેદીને ખાલિસ્તાન માટેની તેમની માંગને પુનરાવર્તિત કરતા જોઈ શકાય છે, જે સૂચવે છે કે તેઓ અત્યાર સુધી 10 વર્ષથી વધુ સમયથી જે માંગ કરી રહ્યા હતા તેના માટે તેઓ ઉભા હતા.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    બેદીને 1984માં શીખોના નરસંહાર અને અલગ ખાલસા રાજ્યની તેમની માંગના આધાર તરીકે ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળના ઓપરેશન બ્લુ-સ્ટાર પર રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. તેઓ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પર આરોપ લગાવતા જોવા મળ્યા હતા કે તેમણે જ અગાઉ ખાલિસ્તાન માટેના કાગળો પર સહી કરી હતી. બેદી કોંગ્રેસના નેતાઓ અને રાજ્યની પાર્ટીના હેન્ડલને ટ્રોલ કરતી જોવા મળી હતી.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    બેદીએ જૂન 2020ના એક ટ્વિટમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર (શીખો)નો નરસંહાર કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા. તેમણે ખાલિસ્તાન માટેની ચળવળને સમર્થન આપવા અને ત્યારબાદ પાર્ટીને નિર્દેશિત કરેલા તેમના ટ્વીટ્સમાં શીખોની હત્યામાં કોંગ્રેસના નેતાઓના કથિત દંભ તરફ ધ્યાન દોર્યું.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    બેદીને અમૃતસરમાં દરબાર સાહિબ પર હુમલો કરવામાં ગાંધી પરિવારની ભૂમિકા ટાંકીને ખાલિસ્તાન ચળવળ માટે કાયદેસરતા શોધતા પણ જોવા મળ્યા હતા.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ
    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    2019 માં, બેદી, દિલ્હી બીજેપીના નેતા કપિલ મિશ્રાને પૂછતા જોવા મળ્યા હતા, ‘જ્યારે મુસ્લિમો અને દલિતોને રામ અને ગાયના નામ પર કથિત રીતે મારવામાં આવી રહ્યા છે, ત્યારે બંધારણ જ્યારે આવું કરવાનો અધિકાર આપે છે. તો ખાલિસ્તાન ઝિંદાબાદ કેમ ન કહી શકાય?

    હરપ્રીત સિંહ બેદી ટ્વિટર પર પોતાના ખાલિસ્તાન સમર્થક વર્તણૂકોના વિવાદમાં ફસાયા પછી, તેણે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવામાં વધારે સમય લીધો ન હતો. હાલમાં, તેમનું ટ્વિટર હેન્ડલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અસ્તિત્વમાં નથી.

    બેદીની પ્રોફાઇલનો સ્ક્રિનશોટ

    હરપ્રીત સિંહ બેદી AAP સાથે કેવી રીતે સંકળાયેલા છે?

    હરપ્રીત સિંહ બેદી પોતાના ટ્વિટર પ્રોફાઇલમાં પોતાને AAP હિમાચલ પ્રદેશમાં સોશિયલ મીડિયાના પ્રદેશ અધ્યક્ષ ગણાવ્યા છે. તેમના બાયો મુજબ, તેઓ AAP ની યુવા પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ માટે પંજાબના ભૂતપૂર્વ પ્રતિનિધિ હતા. જ્યારે ટ્વિટર પર લોકો દ્વારા તેમની વિવાદાસ્પદ ટ્વીટ્સ તરફ ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે તેમના એકાઉન્ટને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે તે પહેલાં તેમના બાયોને કાઢી નાખીને AAP સાથે સંબંધિત તેમના ઓળખપત્રોને છુપાવવાનો પ્રયાસ કર્યો.

    બેદીની ટ્વિટનો સ્ક્રિનશોટ

    AAP સાથેના તેમના જોડાણની માહિતી ફેસબુક પર ક્રોસ-ચેક કરવામાં આવી હતી. જ્યાં તે જ વ્યક્તિ જૂન 2021 માં AAP હિમાચલ પ્રદેશમાં તેમની ભૂમિકા વિશે અપડેટ પોસ્ટ કરતી જોવા મળી હતી. બેદીને લાલ ચંદ કટારુચક્ક સાથે પોઝ આપતા પણ જોવામાં આવ્યા હતા જેઓ હાલમાં ફૂડ એન્ડ સિવિલ સપ્લાય તરીકે સેવા આપે છે, જે પંજાબમાં ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકારમાં ગ્રાહક બાબતોના પ્રધાન છે.

    બેદીની ફેસબુક પ્રોફાઇલનો સ્ક્રિનશોટ
    બેદીની ફેસબુક પોસ્ટનો સ્ક્રિનશોટ

    હરપ્રીત સિંહ બેદીના ખાલિસ્તાન માટે સતત ખુલ્લા સમર્થનનો પર્દાફાશ થયા પછી, પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન AAP દ્વારા ખાલિસ્તાનીઓને ટેકો આપવાના આરોપો ફરીથી સામે આવ્યા છે. શુક્રવારે, પંજાબના પટિયાલામાં પવિત્ર મા કાલી મંદિરની બહાર ખાલિસ્તાન સમર્થકો અને હિન્દુ સંગઠનના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. ફેબ્રુઆરીમાં, ભૂતપૂર્વ AAP સભ્ય કુમાર વિશ્વાસે પણ ખાલિસ્તાની અલગતાવાદીઓને સમર્થન આપવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઘેર્યાં હતા.

    ‘આપ’નાં બેવડાં ધોરણો : દિલ્હીમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ ડિમોલિશન ડ્રાઈવનો વિરોધ, પણ પંજાબમાં યોગ્ય ઠેરવ્યું

    દિલ્હીમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે ચાલી રહેલ ડિમોલિશન ડ્રાઈવને લઈને આમ આદમી પાર્ટી બેવડાં ધોરણો અપનાવી રહી છે. એક તરફ પાર્ટી દિલ્હીમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટેની ડિમોલિશન ડ્રાઈવનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ પંજાબમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની હિમાયત કરી રહી છે. નોંધવું જોઈએ કે બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

    29 એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી ડ્રાઈવને અટકાવી દેવાના બણગા ફૂંક્યા હતા. આમ આદમી પાર્ટીએ મીડિયા ન્યૂઝ 24નો એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક દુકાનદારોને તેની ‘ગેરકાયદે દુકાન’નું ડિમોલિશન અટકાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો આભાર માનતા જોઈ શકાય છે.

    દુકાનદારે જણાવ્યું કે, “લાઈનની બાકીની દુકાનો બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી. આજે બાદ અમારી દુકાનો પણ તોડવાની તૈયારીઓ ચાલતી હતી. એ જ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને હસ્તક્ષેપ કરીને અમારી દુકાનો બચાવી લીધી હતી. તેઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી જતા નગરપાલિકા કાર્યકરોએ ભાગી જવાની ફરજ પડી હતી.”

    તેણે એમ પણ જણાવ્યું કે, સ્થાનિક ‘આપ’ ધારાસભ્યના સમર્થનના કારણે MCD દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર દુકાનો ફરીથી બનાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયો ટ્વીટ કરતાં લખ્યું છે કે, “દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપને ગુંડાગીરી કરવા દેશે નહીં.”

    પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીના જ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલ પંજાબમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહીની હિમાયત કરતા જોવા મળી રહ્યા છે. બીજી મેના રોજ તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું હતું કે, “અમે પંચાયત હસ્તકની જમીન પરથી અતિક્રમણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમે આ મહિને આ માટેની ડ્રાઈવ શરૂ કરવાનું નક્કી કર્યું છે. પહેલાં અમે ગેરકાયદેસર મકાનો અથવા બાંધકામો ધરાવતા લોકોને વિનંતી કરીશું કે તેઓ સંપત્તિ ખાલી કરે અથવા બુલડોઝર માટે તૈયાર રહે.”

    એક તરફ જ્યાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને ગેરકાયદેસર અતિક્રમણોથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી સતત રોડાં નાંખવાના પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ આ જ પાર્ટી પંજાબમાં તે જ પાર્ટી ગેરકાયદેસર મકાનો અને બાંધકામો હટાવવાની હિમાયત કરી રહી છે. આમ ડિમોલિશન ડ્રાઈવ મામલે ‘આપ’ બેવડાં ધોરણો અપનાવી રહી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની માત્ર બે જ રાજ્યોમાં સરકાર છે- દિલ્હી અને પંજાબ. હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત મળી હતી. જોકે, બાકીના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીના ઉમેદવારો લડ્યા હતા પરંતુ તમામ રાજ્યોમાં પાર્ટીનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. હાલ પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી છે.

    MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ 14 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે

    મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હકીકતમાં, 6 એપ્રિલે શિરાલાની મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

    સાંગલીના શિરાલા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે 6 એપ્રિલે MNS વડા રાજ ઠાકરે વિરુદ્ધ 2008ના કેસના સંબંધમાં IPCની કલમ 143, 109, 117, 7 અને બોમ્બે પોલીસ એક્ટની 135 હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.

    કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરના બિનજામીનપાત્ર વોરંટ હેઠળ MNS પ્રમુખ રાજ ઠાકરેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.

    જોકે, મુંબઈ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. રાજ ઠાકરેને એક જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે પોલીસને એ પણ પૂછ્યું કે 6 એપ્રિલે વોરંટ જારી થયા પછી પણ રાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2008માં MNS કાર્યકર્તાઓએ ઠાકરેના સમર્થનમાં પરલીમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ST)ની બસો પર પથ્થરમારો કર્યો હતો. હકીકતમાં, રાજ ઠાકરેની વર્ષ 2008માં રેલવેમાં પ્રાંતીય યુવાનોની ભરતીના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં MNS કાર્યકર્તાઓએ રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. અંબાજોગાઈમાં પણ એસટી બસને નિશાન બનાવવામાં આવી હતી.

    આ મામલે કેસ નોંધાયા બાદ રાજ ઠાકરેને કોર્ટ દ્વારા વારંવાર હાજર થવા માટે કહેવામાં આવતું હતું. જો કે, રાજ ઠાકરેએ કોઈપણ સુનાવણીમાં હાજરી આપી ન હતી. જામીન હોવા છતાં સળંગ તારીખે હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે 1લી મે એટલે કે મહારાષ્ટ્ર સ્થાપના દિવસે જ રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં જંગી જાહેરસભા કરી હતી જેમાં એનસીપીના શરદ પવારને આડે હાથે લીધા હતા. આ સભાની પરવાનગી પણ પોલીસ દ્વારા 16 શરતો સાથે અપાઈ હતી. હાલ ઔરંગાબાદ કમિશ્નર એ સભાના વિડીયો ચેક કરી રહ્યા છે જેથી કઈ કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે એ નોંધીને પગલાં લઈ શકાય.

    મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લાગી રહ્યો છે કે તે રાજકીય દ્વેષના કારણે આમ જૂના કેસમાં રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આ પહેલી વાર નથી કે મહારાષ્ટ્રની હાલની સરકાર પર આવો આરોપ લાગ્યો હોય. આ પહેલા આ રાજસ્થાન સરકારે બદલાની કાર્યવાહી કરતાં કંગના રનૌતની ઓફિસ તોડી પડાઈ હોવાના આરોપ લોકોએ લગાવ્યા હતા. અને તાજેતરમાં જ રાણા દંપત્તિ વિરુદ્ધ પણ બદલાની કાર્યવાહી થઈ હોવાની વાતો થઈ રહી છે.

    સુમનિમા ઉદાસ એક ભારત વિરોધી મહિલા, જેના નિમંત્રણ પર નેપાળ ગયા છે રાહુલ ગાંધી

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ નેપાળમાં ચીનનાં રાજદૂત હોઉ યાંકી સાથે પાર્ટી કરતા જોવા મળે છે. નોંધનીય બાબત એ છે કે હોઉ યાંકી એ જ મહિલા છે જેમની ઉપર નેપાળના રાજકારણીઓને ફસાવવા માટે હનીટ્રેપિંગના આરોપ લાગતા રહ્યા છે. રાહુલ ગાંધી હાલ નેપાળ ગયા છે.

    જે કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો છે તે સુમનિમા ઉદાસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સુમનિમા રાહુલ ગાંધીની મિત્ર છે અને તેના નિમંત્રણ પર રાહુલ ગાંધી નેપાળ ગયા છે. સુમનિમાના પિતા ભીમ ઉદાસે પુષ્ટિ કરતાં કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને લગ્નમાં આવવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું.

    રાહુલ ગાંધી સોમવારે (2 મે 2022) સાંજે વિસ્તારા એરલાઈન્સની એક ફ્લાઈટ મારફતે નેપાળ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ હતા. તેઓ કાઠમંડુ સ્થિત મેરિયટ હોટેલમાં રોકાયા છે.

    ભીમ ઉદાસ મ્યાનમારમાં નેપાળના રાજદૂત છે. બીજી તરફ, સુમનિમા ઉદાસની વાત કરવામાં આવે તો તેઓ હંમેશા ભારત વિરોધી એજન્ડાના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે નેપાળ અને ભારત વચ્ચે નકશાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે પણ તેમણે ભડકાઉ વાતો કરી હતી. નેપાળે મે 2020 માં એક નવો નકશો જારી કરીને ભારતના કેટલાક હિસ્સાને પોતાના ગણાવી દીધા હતા ત્યારે સુમનિમાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ કામ તો દાયકાઓ પહેલાં થઇ જવું જોઈતું હતું.

    સુમનિમા ઉદાસ મીડિયા સંસ્થાન CNN માં ‘આંતરરાષ્ટ્રીય સંવાદદાતા તરીકે કામ કરી ચૂક્યાં છે. કોરોના મહામારી દરમિયાન તેમણે રસીને લઈને પણ ભારત સરકાર વિરુદ્ધ અફવા ફેલાવી હતી. જ્યારે સત્ય એ છે કે અત્યાર સુધી કોરોના રસીના 180 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે અને 86 કરોડ લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે.

    તદુપરાંત, પોણા ત્રણ કરોડ લોકો કોરોનાનો ત્રીજો ડોઝ પણ લઇ ચૂક્યા છે. તેમ છતાં સુમનિમા ઉદાસે એક લેખ શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી યોગ્ય સમયે કોરોના રસીની પર્યાપ્ત ખરીદી ન કરી શક્યા અને તેના કારણે દુનિયાના અનેક દેશોમાં રસીની સમસ્યા સર્જાઈ છે. જોકે, સત્ય એ છે કે ભારતે પોતાની સ્વદેશી રસી બનાવી છે અને 90 થી વધુ દેશોને રસી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.

    સુમનિમા ઉદાસને તેમના ‘પત્રકારત્વ’ માટે અમેરિકામાં ‘જર્નલિસ્ટ ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે અમેરિકાની લી યુનિવર્સીટીમાંથી જર્નાલિઝમ અને ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે વર્ષ 2001 માં CNN માં કામ શરૂ કર્યું હતું.

    તેમણે ભારત વિરોધી વામપંથી અરૂધંતિ રોયના એક લેખને પણ શેર કર્યો હતો જેમાં તેમણે પીએમ મોદીને ખતરનાક ગણાવીને કહ્યું હતું કે ભારત સરકાર લોકોને મહામારીમાંથી બહાર કાઢવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત તેમણે ‘ધ વાયર’નો પણ એક લેખ શેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી વાસ્તવિકતાથી દૂર છે અને તેમણે તમામ સંસ્થાઓને ખતમ કરી દીધી છે.

    આ ઉપરાંત, જ્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગૌતમ બુદ્ધને ભારતના મહાન વ્યક્તિત્વો પૈકીના એક ગણાવ્યા હતા ત્યારે પણ સુમનિમા ઉદાસે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે જામિયાના તોફાનીઓનું પણ સમર્થન કર્યું હતું તો તેઓ ભારતમાં મહિલાઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે તેવા દાવા કરતા લેખો પણ શેર કરતાં રહ્યાં છે.

    જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ઈદની નમાજ પતાવીને તોફાનીઓએ કર્યો પથ્થરમારો, દેશના સુરક્ષાદળોને નિશાને લીધા

    દક્ષિણ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે ઈદની નમાજ પછી એક મસ્જિદની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો સુરક્ષાદળો પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈદ-ઉલ-ફિત્રની નમાજ બાદ કેટલાક અસામાજિક તત્વોએ આઝાદ કાશ્મીરના નારા લગાવ્યા હતા. આ પછી, જ્યારે સુરક્ષા દળોએ દરમિયાનગીરી કરી તો તે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો.

    નકાબ પહેરેલા બદમાશોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો

    અનંતનાગ જિલ્લામાં એક મસ્જિદની બહાર ઈદની નમાજ બાદ બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે માસ્ક પહેરેલા બદમાશોએ કાશ્મીરની આઝાદીના નારા લગાવ્યા અને બાદમાં સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે મામલો શાંત પાડ્યો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં સુરક્ષા દળોની હાજરી વધારી દેવામાં આવી છે.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના કોઈ ગેરસમજને કારણે થઈ છે અને આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓએ તેને ‘નાની ટસલ’ ગણાવી છે.

    હાલમાં સ્થિતિ કાબુમાં હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસની સાથે વરિષ્ઠ વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવી દઈએ કે મંગળવારે (3 મે, 2022) મુસ્લિમો ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશના ખરગોનમાં પણ આ અવસર પર કર્ફ્યુમાં રાહત નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા પણ ઈસ્લામિક ટોળા દ્વારા હિંસા થઈ હતી. જોધપુરની ઘટનામાં હાલ 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    અત્રે એ નોંધનીય છે કે કોંગ્રેસ શાસિત રાજસ્થાનના જોધપુરમાં પણ આવી જ એક ઘટના બની છે. તે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો ગૃહ જિલ્લો પણ છે. ઘટના જલૌરી ગેટની છે જ્યાં આખા જોધપુરની સૌથી મોટી મસ્જિદ છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કેટલાક મુસ્લિમ યુવકો ચોકડી પર પોતાનો ઝંડો લગાવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુથી વિરોધ થયો, મારામારી શરૂ થઈ, પથ્થરમારો શરૂ થયો. પરિસ્થિતિને જોતા આ વિસ્તારમાંથી ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે અને લગભગ 10 પોલીસ સ્ટેશનના પોલીસ સહિત RACના જવાનો ત્યાં તૈનાત છે.