Saturday, November 16, 2024
More
    Home Blog Page 1153

    આતંકવાદીઓએ સ્ટીકી બોમ્બ વડે વૈષ્ણોદેવી જતી બસને આગ લગાવી, J&K ફ્રિડમ ફાઇટર આતંકવાદી જૂથે જવાબદારી લીધી: અહેવાલ

    જમ્મુ કાશ્મીરમાં 13 મે 2022 (શુક્રવાર) ના રોજ મા વૈષ્ણો દેવીના ભક્તોને લઈ જતી બસમાં આગ લાગી હતી. આ બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. આ આગમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 20 લોકો દાઝી ગયા હતા. સુરક્ષા નિષ્ણાત નિવૃત્ત બ્રિગેડિયર હેમંત મહાજને આ ઘટના અંગે આતંકવાદી એંગલ હોવાનો દાવો કર્યો છે. દરમિયાન NIAની ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે.

    14 મે 2022 (શનિવાર) ના રોજ રિપબ્લિક ન્યૂઝ પર, તેમણે કહ્યું, “જો તમે અમરનાથ યાત્રા અથવા અન્ય ધાર્મિક યાત્રાધામોના ઇતિહાસ પર નજર નાખો, તો તમે જોશો કે આતંકવાદીઓએ વિવિધ પ્રસંગોએ હુમલાની ઘણી પદ્ધતિઓ અપનાવી છે. આજના સમયમાં આતંકવાદીઓ સેના સાથે સીધી સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી તેઓએ સોફ્ટ ટાર્ગેટ શોધવાનું શરૂ કર્યું છે. આ એપિસોડમાં તેણે સૌથી પહેલા રાહુલ ભટની હત્યા કરી હતી. આ પછી નવા જોડાયેલા પોલીસ કોન્સ્ટેબલને પણ માર માર્યો હતો.

    બ્રિગેડિયર હેમંત (નિવૃત્ત)એ વધુમાં કહ્યું, “100% સુરક્ષા આપવી એ સરળ કાર્ય નથી. આતંકવાદીઓ માટે બસમાં ગનપાઉડર ભરવાનું મુશ્કેલ કામ નથી. તે નક્કી છે કે આતંકવાદીઓ હુમલાની દરેક રીત વાપરશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આને રોકવા માટે આપણે શું પગલાં લીધાં છે? આવા કિસ્સામાં, સમયસર ગુપ્ત માહિતી એકત્ર કરવી એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. આ સાથે દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા યાત્રાળુઓને કટોકટીની સ્થિતિમાં શું કરવું તે શીખવું જોઈએ.”

    બ્રિગેડિયર (નિવૃત્ત) મહાજને વધુમાં જણાવ્યું હતું કે, “લોકોએ જાણવું જોઈએ કે જો બસમાં આકસ્મિક આગ લાગે, કોઈ ગોળીબાર થાય, કોઈનું બ્લડ પ્રેશર વધ ઘટ થાય અથવા કોઈ અન્ય પ્રકારની દુર્ઘટના થાય તો શું કરવું? દરેક મુસાફર જે જમ્મુ રેલ્વે સ્ટેશન, જમ્મુ એરપોર્ટ અથવા જમ્મુ બસ સ્ટેન્ડથી બહાર નીકળી કોઈ જગ્યાએ જઈ રહ્યા છે, તો તેણે આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોતાની તૈયારી રાખવી જોઈએ. તેમને આગળ કેવા પ્રકારના જોખમોનો સામનો કરવો પડશે અને તેનો બચાવ કેવી રીતે કરવો તે ધ્યાનમાં રાખવું જોઈએ. સુરક્ષા કર્મચારીઓએ પણ દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવી જોઈએ અને દરેક બસને સારી રીતે તપાસવી જોઈએ.”

    NIAની ટીમે ઘટનાસ્થળે પહોચીને પુરાવા એકત્ર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ બસને આગ લગાડવા માટે સ્ટીકી બોમ્બ (એક બોમ્બ જેને સરળતાથી લગાવી શકાય છે)નો ઉપયોગ કર્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, “J&K ફ્રીડમ ફાઈટર્સ” નામના આતંકવાદી જૂથે આ ઘટનાને અંજામ આપવાની જવાબદારી સ્વીકારી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુકેશ સિંહના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બસમાં વિસ્ફોટક જેવું કંઈ મળ્યું નથી, પરંતુ ઘટનામાં બચી ગયેલા લોકો અને ઘટનાસ્થળની નજીક રહેતા લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું છે. જે સ્ટીકી બોમ્બ હોવાની શક્યતા છે.

    મંકી ગેટથી ભારતીયોમાં અળખામણા બનેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

    પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. ક્વિન્સલેન્ડ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર શનિવારે રાત્રે ટાઉન્સવિલથી લગભગ 50 કિલોમીટર દૂર આ કાર અકસ્માત થયો હતો.

    પોલીસે વધુમાં જણાવ્યું છે કે હર્વે રેન્જ રોડ પર સાયમન્ડ્સની એકમાત્ર કાર અકસ્માતગ્રસ્ત થઇ હતી. અત્યારસુધી મળેલી માહિતી અનુસાર રાત્રે 11 વાગ્યાના તુરંત બાદ જ કાર હર્વે રેન્જ રોડ પર ચલાવવામાં આવી રહી હતી અને એલિસ રિવર બ્રીજ નજીક આ કાર રસ્તાથી ફંટાઈ ગઈ હતી અને તેણે ગુલાંટ મારી હતી.

    46 વર્ષીય ડ્રાઈવર (એન્ડ્રુ સાઈમન્ડસ) ને બચાવવા માટે ઈમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ કારમાં રહેલા આ એકમાત્ર વ્યક્તિનું તેને થયેલી ઈજાઓને લીધે મૃત્યુ થયું હતું.

    પોતાના એક નિવેદનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે કે, “ઓસ્ટ્રેલિયન ક્રિકેટે ફરીથી પોતાના શ્રેષ્ઠ ક્રિકેટરને ગુમાવ્યો છે. એન્ડ્ર્યુ પેઢીયોથી ઓસ્ટ્રેલિયાને મળેલા ટેલેન્ટનો હિસ્સો હતો જેણે ઓસ્ટ્રેલિયાની વિવિધ વર્લ્ડકપની સિદ્ધિઓ તેમજ ક્વિન્સલેન્ડના અદભુત ક્રિકેટ ઇતિહાસમાં પોતાનો મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.”

    પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર આડમ ગીલક્રીસ્ટે એન્ડ્ર્યુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “આ ખરેખર દુઃખદાયક છે.”

    એન્ડ્ર્યુ સાયમન્ડ્સ 2008માં સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય ઓફસ્પિનર હરભજન સિંહ સાથે મેદાન પર થયેલા ઝઘડાને લીધે લાઇમલાઇટમાં આવ્યા હતા. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને તેમના સાથી ક્રિકેટર મેથ્યુ હેડનનો આરોપ હતો કે હરભજને સાયમન્ડ્સને મંકી કહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો શબ્દ જાતિય અપશબ્દ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારને સજા પણ કરવામાં આવે છે, પરંતુ ભારતીયોમાં સાયમન્ડ્સ એ સમયે અતિશય અળખામણા બની ગયા હતા.

    ત્યારબાદ હરભજન પર ICC દ્વારા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી અને સચિન તેંદુલકરે પણ હરભજન સિંહની તરફેણમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આ ઘટનાની તુરંત બાદ ભારતમાં IPLનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ ડેક્કન ચાર્જસ ટીમનો ભાગ બન્યા હતા. ત્યારબાદ જ્યારે એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાણ થયું ત્યારે તેઓ હરભજન સિંગ સાથે એક જ ટીમમાં રમ્યા હતા અને બંને સારા મિત્રો પણ બની ગયા હતા.

    સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબ કિંગ્સના કોચ અનિલ કુંબલેએ પણ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપી છે. કુંબલેએ ટ્વીટ કરતાં કહ્યું છે કે, એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. તેમના પરિવાર, મિત્રો અને શુભેચ્છકોને મારી સંવેદનાઓ.”

    એન્ડ્ર્યુ સાયમન્ડ્સે 1998માં પાકિસ્તાન સામેની વનડે ઇન્ટરનેશનલમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. સાયમન્ડ્સ 200થી પણ વધુ વનડે રમ્યા હતા જેમાં 39.75ની એવરેજથી તેમણે 5000થી પણ વધુ રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને વનડેમાં 6 સેન્ચ્યુરી અને 30 હાફ સેન્ચ્યુરી બનાવી હતી અને 133 વિકેટો લીધી હતી. સાયમન્ડ્સ 26 ટેસ્ટ્સ રમ્યા હતા અને 2 સેન્ચ્યુરી અને 10 હાફ સેન્ચ્યુરી સાથે તેમણે 1462 રન બનાવ્યા હતા. હજુ હાલમાં જ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લેગસ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું, આથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ટૂંકાગાળામાં બે મોટા આઘાતનો સામનો કરવો પડ્યો છે.

    ‘મહાઠગ’ ફરી ચર્ચામાં : સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું- ‘આ મહાઠગ વિશે સોશિયલ મીડિયામાં લખજો’

    જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ વધુ ધારદાર બની રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા એક કાર્યક્રમમાં કોઈનું નામ લીધા વગર નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં એક મહાઠગ આવી રહ્યો છે અને જનતાએ ચેતી જવાની જરૂર છે. જે બાદ સોશિયલ મીડિયા પર પણ ‘મહાઠગ’ ટ્રેન્ડ થયું હતું. તેમજ ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી હતી. હવે આ મુદ્દો ફરી ચર્ચમાં આવ્યો છે. 

    સીઆર પાટિલના નિવેદન બાદ રાજકોટ ખાતે સભા કરવા આવેલા કેજરીવાલે સીઆર પાટીલનું આ નિવેદન પોતાના વિશે હોવાનું કહીને ભાજપ પ્રદેશ પ્રમુખ વિશે ટિપ્પણી કરી હતી. હવે સીઆર પાટીલે ફરીથી ‘મહાઠગ’ શબ્દની એન્ટ્રી કરાવી છે. 

    ભુજ ખાતે પાર્ટીના એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું, “મેં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ સમજી જવાની જરૂર છે કે એક મહાઠગ આવે છે. એ ભાઈ બીજા દિવસે રાજકોટ આવ્યા હતા અને 12 થી 15 વખત મારુ નામ લીધું. એણે એવું કહ્યું કે હું શિક્ષણ અને શાળાની વાત કરું છું તો શું હું ઠગ છું. તો આપણા એક કાર્યકર્તાએ દિલ્હીની એક શાળાનો ફોટો મૂકીને કહ્યું હતું કે તું મહાઠગ છે. અન્ય એક કાર્યકર્તાએ  મહોલ્લા ક્લિનિકનો પણ ફોટો મૂકીને કહ્યું કે આવા ક્લિનિકની અમને જરૂર નથી. આવી ઠગી કરવાની જરૂર નથી.”

    તેમણે  કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “તમને પણ જ્યારે મોકો મળે ત્યારે નામ લખ્યા વગર ‘મહાઠગ’ લખી દેજો. આજે તમારા ટ્વિટર અકાઉન્ટ અને સોશિયલ મીડિયામાં લખજો કે મહાઠગથી સાવધાન રહેજો.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ભાજપના વન ડે વન ડિસ્ટ્રિક્ટના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, “ગુજરાત મહેનતુ લોકોનું રાજ્ય છે. અહીં ધોમધખતા તાપમાં પણ આદિવાસી ભાઈ-બહેનો મહેનત કરી લે છે અને પોતાની જાતે રળે છે. પરંતુ કોઈની પાસે હાથ લંબાવતા નથી. ગુજરાતના લોકોને મફત ફાવતું નથી. મફતના નામે મત માંગનારો વ્યક્તિ મહાઠગ છે. લોકો તેને ઓળખી ગયા છે.” 

    તેમણે ઉમેર્યું હતું કે, “એક મહાઠગ ગુજરાતમાં આવી રહ્યો છે. લોકો સાવધાન રહે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે. ઠગ મફતની ઓફર કરે છે પરંતુ ગુજરાતને મફતનું કંઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં મળે.” 

    સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કોઈ પણનું નામ લેવાયું ન હતું પરંતુ તેના થોડા દિવસો પછી જ આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. અહીં રાજકોટ ખાતે સભા સંબોધતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમને ઠગ અને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. હવે આ ‘મહાઠગ’ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે.

    વિવાદિત માળખા જ્ઞાનવાપીના સરવે દરમિયાન મોટો ખુલાસો, હિંદુ પક્ષે કહ્યું- અમારી કલ્પનાથી અનેકગણું વધુ જોવા મળ્યું

    કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલા વિવાદિત માળખા જ્ઞાનવાપી અંદર સરવે કાર્ય હાલ ચાલી રહ્યું છે. સરવે ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મંદિરના ભોંયરાના ચાર ઓરડાઓ અને પશ્ચિમી દીવાલો પર સરવે અને વીડિયોગ્રાફીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ કાર્યવાહી કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. 

    દરમ્યાન, હિંદુ સંસ્થા ‘વિશ્વ વૈદિક સનાતન સંઘ’ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરવે અને વીડિયોગ્રાફી દરમિયાન કલ્પના કરતા અનેકગણું વધારે જોવા મળ્યું છે. સંસ્થાના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ બિસેનને પૂછવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી વિવાદિત માળખા અંદર સરવે અને વીડિયોગ્રાફી દરમિયાન શું-શું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર તેમની જ નહીં પરંતુ તમામ લોકોની કલ્પનાથી આગળ ઘણું બધું જોવા મળ્યું છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે, કેટલાંક તાળાં ખોલવામાં આવ્યાં તો કેટલાંક તોડી નાંખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે. 

    જિતેન્દ્રસિંહ બિસેને કહ્યું કે, કોર્ટના નિર્દેશ અનુસાર સરવે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બંને પક્ષોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તમામ બાબતો મીડિયામાં કહી શકાતી નથી. બને પક્ષોની સહમતિથી સરવેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને વકીલોએ પણ જણાવ્યું કે સરવેમાં કોઈ પણ પ્રકારની અડચણો આવી નહીં. વકીલોએ વધુમાં જણાવ્યું કે, કાર્યવાહી ચાર કલાક સુધી ચાલી હતી અને પક્ષ-પ્રતિપક્ષે પણ પૂરતો સહયોગ આપ્યો હતો તેમજ પોલીસ તંત્ર પણ ખડેપગે રહ્યું હતું. 

    આ પહેલાં સમાચાર મળ્યા હતું કે તંત્રે મસ્જિદ સમિતિ પાસે ચાવીઓ માંગી હતી. પરંતુ તેમને ચાવી મળી ન હતી. જોકે, તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે જો ચાવી નહીં મળે તો તાળાં તોડી નાંખવામાં આવશે. મુસ્લિમ પક્ષના ત્રણ ઓરડાઓમાં તાળાં લાગ્યાં હતાં, જ્યારે હિંદુ પક્ષના ઓરડામાં દરવાજા નથી, જેથી ચાવીની જરૂર પડી ન હતી.

    આ મામલે કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે કાર્યવાહીમાં અડચણો પેદા કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સરવેનો રિપોર્ટ ગોપનીય રાખવામાં આવ્યો છે. કાર્યવાહીને લઈને કોઈ બાબત લીક કરનારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.  નોંધનીય છે કે રવિવારે (15 મેં, 2022) પણ સરવે અને વીડિયોગ્રાફીનું કામ ચાલુ જ રહેશે. આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યાથી ફરી સરવે હાથ ધરવામાં આવશે. જોકે, સરવેનું કામ ક્યારે પૂર્ણ થશે તે જાણવા મળ્યું નથી.

    વિવાદિત માળખાના ભોંયરામાં ચાર ઓરડાઓ છે. જેમાંથી ત્રણ ઓરડાઓ મુસ્લિમ પક્ષના કબજા હેઠળ છે અને એક પર હિંદુ પક્ષનું નિયંત્રણ છે. સરવેની ટીમમાં કુલ 52 લોકો સામેલ છે. જેમાં કોર્ટ કમિશનરથી લઈને ડોકટરોનો પણ સમાવેશ થાય છે. તેમજ ઓરડાઓમાં ઝેરીલા સાપો હોવાના કારણે મદારીઓને પણ બોલાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ CRPF કેમ્પ નજીક જ હોવાથી તેની જરૂર પડી ન હતી. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ; સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કર્યું હતું

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે,સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જાણવા જેવી બાબત એ છે કે સોસિયલ મીડિયામાં આપના દ્વારા કરવામાં આવતી પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની બાજ નજર રહેતી હોય છે. તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાય તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે.

    તસ્વીર સાભાર ઝી24 કલાક

    તેવામાં મુંબઈના વિવાદીત ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત અને ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.

    જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસ કરતાં સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ કોઇ ફિલ્મ ડાયરેક્ટર અથવાતો કથિત બુદ્ધિજીવી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જો કે પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેની પ્રોફાઇલ ચેક કરતા અન્ય પણ અનેક વિવાદિત પોસ્ટ જોવા મળી રહી છે. જેમાં રાષ્ટ્રધ્વજના અપમાન અને સમાજ વિરોધી અનેક ટીપ્પણીઓ કરવામાં આવી છે. તેથી હાલ તો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

    મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા પર વિવાદીત પોસ્ટ મુકવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી ફિલ્મ ડાયરેક્ટર સામે ધી પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટસ ટુ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 2 તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ તેમજ આઈપીસીની કલમ 469 મુજબ ગુનો દાખલ કર્યો છે.

    શાહજહાંપુર બળાત્કાર કેસ : મુસ્લિમ યુવક આમિરે શિક્ષિકાનો બળાત્કાર કરીને વિડીયો બનાવ્યો, ધર્મ પરિવર્તન કરવા કરતો હતો દબાણ

    શાહજહાંપુર બળાત્કાર કેસ :ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની સરકારી શાળાની શિક્ષિકા સાથે બળાત્કાર કરી મુસ્લિમ યુવક આમિરે વિડિયો બનાવી લીધો હતો, આટલેથી ન અટકતા આરોપી આમિર તેના ઉપર ધર્મ પરીવર્તન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. આ ઘટનામાં આરોપી મુસ્લિમ યુવક આમીરની માં, બહેન, ભાઈ સહીત પરિવારના 5 સભ્યો શામેલ છે. મુખ્ય આરોપી સિવાય તમામ ફરાર.

    ઉચ્ચ પોલીસ અધિકારીએ શુક્રવારે જાણકારી આપી તેમણે જણાવ્યું કે પીડિત મહિલાની ફરિયાદ પર આરોપી યુવક આમિર સહિત પાંચ લોકો વિરુદ્ધ બળાત્કાર અને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવા સહિત અન્ય ધારાઓ અંતર્ગત ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

    શું છે આખી ઘટના

    મીડિયા રિપોર્ટ પ્રમાણે નગર પોલીસ ઉચ્ચાઅધિકારી સંજય કુમાર શુક્રવારે પીડિતાએ દાખલ કરાવેલ ફરિયાદ આધારે જણાવ્યું હતું કે કાંઠ ચોકી ક્ષેત્રની પ્રાથમિક શાળામાં કાર્યરત ૨૮ વર્ષીય શિક્ષિકા ચાર મે ના રોજ જ્યારે પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન બરંડા ગામનો રહેવાવાળો આરોપી આમિરે તેને ઘર સુધી મૂકી જવાનું કહ્યું હતું, આરોપી શિક્ષિકા જ્યાં ભણાવે છે તેજ ગામનો રહેવાસી હોવાથી, શિક્ષિકા ભરોસો કરી તેની સાથે પોતાના ઘરે જવા નીકળી હતી.

    પાંચ આરોપી ફરાર

    પોલીસ અધિકારી સંજય કુમાર ના કહેવા પ્રમાણે આરોપીએ રસ્તામાં પીડિતાને નશાકારક વસ્તુ સુંઘાડી હતી, જેના કારણે શિક્ષિકા બે ભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં તેણે શિક્ષીકા સાથે બળાત્કાર કરીને બિભીત્સ વિડીયો બનાવી લીધો હતો.

    પોલીસ નિવેદન પ્રમાણે પિડીતાએ આરોપ લગાવ્યા છે કે આરોપીની માં, બહેન, ભાઈ સહિતનાં પરિવારના પાંચ લોકો તેના ઉપર ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા અને આમિર સાથે લગ્ન કરવા દબાણ કરતા હતા. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં 5 આરોપીઓ ફરાર છે જેમને પકડવા માટે એક ટીમ તૈયાર કરીને કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પિડીતાના મેડિકલ પરીક્ષણ માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે.

    શિક્ષીકા દ્વારા ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે શનીવારે આમિરની ધરપકડ કરી છે, પોલીસ આખી ઘટનાની ઝીણવટથી તપાસ કરી રહી છે, મામલામાં દોષિત સાબિત થનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સુત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે.

    ગુજરાતમાં સ્થપાશે વધુ પાંચ મેડિકલ કોલેજો : 500 બેઠકો ઉમેરાશે, સરકારે 2500 કરોડનું બજેટ ફાળવ્યું

    આગામી સત્રથી ગુજરાતમાં નવી પાંચ મેડિકલ કોલેજો શરૂ થવા જઈ રહી છે. આ માટે સરકારે અઢી હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. યોજના અનુસાર, ગુજરાતના મોરબી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. જેના કારણે મેડિકલ શિક્ષણની બેઠકોમાં પણ વધારો થશે. 

    ગુજરાત રાજ્યને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના હેતુથી આ પાંચ શહેરોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે.  હાલ ગુજરાતમાં છ સરકારી મેડિકલ કોલેજો છે અને આઠ મેડિકલ કોલેજો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. જે મળીને કુલ 5700 બેઠકો થાય છે. હવે નવી મેડિકલ કોલેજો ઉમેરાતા વધુ પાંચસો બેઠકો ઉમેરાશે

    કુલ 2500 કરોડમાંથી મોરબીમાં 627 કરોડના ખર્ચે, પોરબંદરમાં 390 કરોડના ખર્ચે, ગોધરામાં 512 કરોડના ખર્ચે, નવસારીમાં 542 કરોડ અને રાજપીપળામાં 529 કરોડના ખર્ચે મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ દરેક કોલેજમાં 100 બેઠકો હશે. તેમજ તમામ કોલેજોનું સંચાલન GMERS હેઠળ કરવામાં આવશે.

    ગાંધીનગર સ્થિત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર ડૉ આર દીક્ષિતે જણાવ્યું હતું કે, “સ્વાસ્થ્ય સેવાઓને વધુ બહેતર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ સ્થાપવાની હાકલ કરી છે. જે મુજબ, આગામી શૈક્ષણિક વર્ષથી પોરબંદર, મોરબી, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં પાંચ નવી કોલેજો ઉમેરાશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક કોલેજમાં 100 બેઠકો હશે, એમ કુલ 500 બેઠકો ઉમેરાશે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નવી કોલેજો ઉપરાંત સિવિલ હોસ્પિટલ, આસરવા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં તબદીલ કરવામાં આવશે, જે આરોગ્ય અને તબીબી શિક્ષણને વધુ મજબૂત બનાવશે. તદુપરાંત, સરકારના એક અધિકારીએ પણ રાજ્યમાં પાંચ કોલેજો સ્થપાવાના સમાચારને પુષ્ટિ આપી હતી અને ઉમેર્યું હતું કે સરકારે આ માટે બજેટની ફાળવણી પણ કરી દીધી છે.

    આ ઉપરાંત, આગામી સમયમાં ગુજરાતના બોટાદ, ખંભાળીયા, વેરાવળ, તાપી અને વ્યારામાં પણ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ માટે કામ શરૂ થઇ ગયું છે અને બ્લુપ્રિન્ટ પણ તૈયાર થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં આ કોલેજો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવશે.

    અન્ય એક અહેવાલ મુજબ આ મેડીકલ કોલેજને જે તે શહેરની સરકારી હોસ્પિટલ સાથે જોડી દેવામાં આવશે અને તેના કારણે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ સારવારમાં મળતી તબીબી સુવિધાઓમાં વધારો થશે. ઉપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપના કારણે જે વ્યાપક લાભ થાય છે તે પણ વધશે.

    PFI અને SDPI ઉગ્રવાદી સંગઠનો, હિંસાના ગંભીર કૃત્યોમાં સામેલ છે તે છતાં પ્રતિબંધિત નથી;કેરળ હાઈકોર્ટનું અવલોકન

    PFI અને SDPI ઉગ્રવાદી સંગઠનો છે કેરળ હાઇકોર્ટની ટીપ્પણી,5મી મેના રોજ, કેરળ હાઈકોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (PFI) અને ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા’ (SDPI) આ બન્ને મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો છે, તે છતાં ભારતમાં હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

    અદાલતે આ ટીપ્પણી મૃતક RSS સ્વયંસેવક સંજીતની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ એક યાચિકાની સુનવણી દરમ્યાન કરી હતી, યાચિકામાં CBI દ્વરા તપાસની માંગણી કરવામાં આવી હતી. વડી અદાલતના જસ્ટીસ કે. હરીપાલે કહ્યું હતું કે “એમાં કોઈ શંકાને સ્થાન નથી કે SDPI અને PFI હિંસક ઉગ્રવાદી સંગઠનો છે, આ બંને સંગઠનો હિંસાના ગંભીર કૃત્યોમાં શામેલ છે.”

    કેરળ ઉચ્ચ ન્યાયાલયે આગળ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ SDPI અને PDFI દ્વારા સંઘના સ્વયંસેવકો ઉપર હુમલાઓ કરવાની ઘટનાઓ બની છે. અને દર વખતે તે હુમલાઓમાં SPDI,PFI ના કાર્યકર્તાઓ જવાબદાર હતાં.” જસ્ટીસ હરીપાલે ભાર મુકીને કહ્યું હતું કે SPDI/PFI અને સંઘના સ્વયંસેવકો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે.

    કેરળ હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એ. સંજીતની ક્રૂર હત્યા બાદ પણ સંઘ અને બન્ને ઇસ્લામી સંગઠનો વચ્ચે ઘર્ષણ ચાલું હતું. અદાલત તથ્યની ન્યાયિક નોંધ લઇ રહી છે કે આ ઘટનામાં પણ દલીલો પૂરી થયા બાદ પલક્કડમાં આવી 2 ઘટનાઓ ઘટી હતી.

    જોકે ન્યાયમાં વિલંબ ન થાય અને આરોપી PFI કાર્યકર્તાઓને જામીન મળવાની સંભાવનાઓ વધે નહી તે માટે સંજીતની યાચિકા રદ્દ કરી હતી. કોર્ટનું માનવું છે કે જો તપાસ CBI ને સોપવામાં આવશે તો તેના પરિણામ રૂપે ન્યાયિક પ્રક્રિયામાં મોડું થશે અને તે જનહિતમાં નથી. આના કારણે આરોપી વ્યક્તિઓ માટે જામીન પર મુક્ત કરવાના માર્ગ પણ ખુલી જશે. કોર્ટે આદેશમાં લખ્યું છે કે,” વિરોધ પક્ષના સમૂહની માનસિકતા ને ધ્યાનમાં રાખતા કોર્ટ જો આરોપીઓને જમીન પર મુક્ત કરે તો ઘર્ષણ થવાની અને કાયદા વ્યવસ્થા કથળવાની સંભાવના ઉભી થઇ શકે તેમ છે.”

    વધું એક કારણ જણાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસ સમિતિને આ મામલામાં વિશેષ રૂચી નથી અથવા તો દોષીઓને બચાવવામાં રસ નથી તેવું પક્ષપાતપૂર્ણ વલણનું અનુમાન ન લગાવી શકાય, તમામ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. માત્ર કેટલાક અપરાધી ફરાર હોવાથી તપાસ CBI ને સોંપી શકાય નહિ.

    RSS કાર્યકર્તા એ. સંજીતની હત્યા

    15 નવેમ્બર 2021ના રોજ પલક્કડના એલ્લાપલ્લીમાં 26 વર્ષીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સંજીતની તેની પત્નીની નજર સામે હત્યા કરવામાં આવી હતી, ધોળે દિવસે હુમલાખોરોએ સંજીતની બાઈકને ટક્કર મારીને તેની પત્ની સાથે ઘણાં લોકો પર હુમલો કર્યો હતો.

    રિપોર્ટો અનુસાર આ હુમલાના ઘણાં આરોપીઓ ઉગ્રવાદી મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ની જ ર્નૈતિક શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા હતા.

    ચાલુ વર્ષે 24 જાન્યુઆરીના રોજ કેરળ પોલીસે ઘટનાના મુખ્ય સુત્રધાર મોહમ્મદ હરુનની ધરપકડ કરી હતી. હારુન SDPIના અન્ય સહયોગીઓ સાથે હત્યાના કાવતરામાં સક્રિય રીતે શામેલ હતો.

    રાજકીય સંગઠનની સંડોવણી સ્પષ્ટ થયાના દિવસો પછી, સંજીતના પરિવારે આ મામલે NIAપાસે તપાસ શરૂ કરાવવા માંગ કરી હતી. સંજીતના ભાઈ સરથે આરોપ લગાવ્યો હતો કે ચાલી રહેલી તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. તેમના કહેવા પ્રમાણે, સંજીતને તેમના જીવનકાળમાં આવા ઘણા હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એક વાર તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી.

    સુરક્ષાબળોએ કાશ્મીરી હિંદુ રાહુલ ભટની હત્યાનો બદલો લીધો : 24 કલાકમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં રાહુલ ભટ નામના કાશ્મીરી હિંદુની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે બની હતી. રાહુલ ભટ સરકારી કર્મચારી હતા, તેમની કચેરીમાં ઘૂસીને આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી હતી. હવે સેનાએ રાહુલ ભટની હત્યાનો બદલો લીધો છે.

    કાશ્મીરમાં આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગનો જવાબ આપતા સુરક્ષાબળોએ 24 કલાકમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં રાહુલ ભટની હત્યા કરનારા બે ઇસ્લામિક આતંકવાદીઓ પણ સામેલ હતા. જ્યારે ત્રીજા આતંકવાદીની ઓળખ ગુલઝાર અહમદ તરીકે થઇ છે. ઉપરાંત અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. 

    શ્રીનગરના એસપીએ (ઓપરેશન) જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી આ આતંકવાદીઓને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. જે બાદ શોધીને ઠાર મારવામાં આવ્યા. અન્ય આતંકવાદીઓની શોધખોળ પણ ચાલી રહી છે.

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીરી હિંદુ રાહુલ ભટ્ટની હત્યાની તપાસ કરવા માટે SIT ની રચના કરી છે. તેમજ તેમની પત્નીને સરકારી નોકરી આપવાનું તેમજ પુત્રીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે રાહુલની હત્યાને ષડયંત્ર ગણાવીને તેમના પરિજનોએ યોગ્ય તપાસની માંગ કરી હતી.

    જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે ટ્વિટ કરીને રાહુલ ભટના પરિજનો સાથેની મુલાકાતની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું , “હું રાહુલ ભટના પરિવારજનોને મળ્યો અને પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું. દુ:ખના આ સમયમાં સરકાર રાહુલના પરિવાર સાથે મક્કમપણે ઉભી છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોએ તેમના આ ઘૃણાસ્પદ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડશે.”

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે (12 મે 2022) કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદી સંગઠન  લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓએ એક સરકારી ઓફિસમાં ઘૂસીને 35 વર્ષીય રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ભટ ચદૂરાની તહસીલ ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ફરજ પર હાજર હતા અને સ્થળાંતરિત કાશ્મીરી હિન્દુઓના રોજગાર માટે આપવામાં આવેલા વિશેષ પેકેજ માટે કામ કરતા હતા.

    સાંજે લગભગ સાડા ચાર વાગ્યે જ્યારે કચેરીમાં તમામ કર્મચારીઓ હાજર હતા ત્યારે બંને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ભટની હત્યા કરી નાંખી હતી. આતંકીઓએ જાહેરમાં ગોળીઓ વરસાવતા રાહુલ ભટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત રાહુલ ભટને ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બચી શક્યા ન હતા.

    કાશ્મીર ઝૉન પોલીસે આ મામલે ટ્વિટ કરીને કહ્યું, ‘આતંકવાદીઓએ બડગામના ચદૂરા ખાતે તાલુકા કચેરીમાં લઘુમતી સમુદાયના કર્મચારી રાહુલ ભટ પર ગોળીબાર કર્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ રાહુલ ભટની હત્યામાં સામેલ બે આતંકવાદીઓને ઠાર મારીને હત્યાનો બદલો લીધો હતો.

    ગુજરાતના વધુ ચાર શહેરોમાં શરૂ થશે મેટ્રો ટ્રેન, આ વર્ષના અંત સુધીમાં રિપોર્ટ સોંપી દેવાશે

    ગુજરાત રાજ્યના ચાર શહેરો વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ફ્રાન્સ સ્થિત એન્જીનિયરીંગ ગ્રુપ SYSTRA દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.  

    આ ચાર શહેરોમાં બે નવા પ્રકારની માસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ (MRTS) વિકસાવવામાં આવશે. જેને MRTS નિયો અને MRTS લાઈટ કહેવાય છે. આ બંને પ્રકારની MRTS  સિસ્ટમ ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે તૈયાર કરવામાં આવી છે.

    ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતમાં MRTS સબંધિત પ્રોજેક્ટનું કામ સાંભળતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ  જણાવ્યું હતું કે, ચાર શહેરોમાં તૈયાર કરવામાં આવનાર મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ પ્રોજેક્ટ પરંપરાગત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સ કરતાં ઘણા સસ્તા હશે. આ પ્રોજેક્ટ્સ માટે DPR આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.

    SYSTRA આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવા ઉપરાંત મેટ્રો ટ્રેનના સંચાલન માટેના કોરિડોરની ઓળખ, શહેરોમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ તેમજ આ દરેક શહેરોમાં ગ્રોથ સેન્ટરોની ઓળખ કરવાનું કામ પણ કરશે. 

    અધિકારીએ આગળ જણાવ્યું કે, વધુ ક્ષમતા અને વધુ પડતા ખર્ચને જોતાં નાના શહેરોમાં હાઈ મેગ્નિટ્યૂડ મેટ્રો રેલ સિસ્ટમ તૈયાર કરવી વધુ ખર્ચાળ રહે છે. જેના કારણે આ શહેરોની જરૂરિયાતોને પૂર્ણ કરવા ભારત સરકારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ નામની નવી સિસ્ટમ વિકસાવી છે. જે આ શહેરોમાં વધુ કાર્યક્ષમ સાબિત થશે. મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ બંને સિસ્ટમ સમાન રીતે જ કામ કરશે  તેમ જાણવા મળ્યું છે.

    તેમણે આગળ ઉમેર્યું કે, “લાંબા ગાળાની વિકાસ યોજનાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન સિસ્ટમ વિકસાવવા માંગે છે અને આ પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી GMRC ને સોંપવામાં આવી છે. 

    અમદાવાદ મેટ્રો (તસ્વીર સાભાર: Rail Analysis India)

    અમદાવાદ મેટ્રો સાથે તુલના કરવામાં આવે તો આ ચાર શહેરોમાં શરૂ થનાર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં છ ને બદલે ત્રણ કે ચાર કાર હશે. અને જ્યારે ટ્રેનની લંબાઈ ઘટે છે ત્યારે સ્ટેશનો પણ નાના થાય છે અને સમગ્ર પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 ના એક કિલોમીટર નિર્માણ માટે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે મેટ્રો લાઇટમાં 150 કરોડ અને મેટ્રો નિયોમાં 100 કરોડ જેટલો ખર્ચ થશે. એટલે કે ખર્ચ લગભગ અડધો થઇ જશે.

    મેટ્રો લાઈટ અને મેટ્રો નિયો પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત પણ ઓછી  રહેશે, કારણ કે સ્ટેશનો કદમાં નાનાં હશે. તદુપરાંત, કેટલાક ભાગોમાં મેટ્રોને એલિવેટેડ કોરિડોરની જરૂર રહેશે નહીં અને તે રસ્તાની સમાંતર જ ચાલશે. 

    GMRC ગુજરાત સરકાર અને ભારત સરકારનું સંયુક્ત સાહસ છે. જેને અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે અને હાલ બંને શહેરોમાં કામ ચાલી રહ્યું છે.