Wednesday, November 13, 2024
More
    Home Blog Page 1090

    વિધાનસભામાં નમાઝ પઢનાર SP ધારાસભ્યના ભાઈ પર ટ્રિપલ તલાકનો કેસ નોંધાયોઃ પત્નીએ માર મારવાનો અને ગેરકાયદેસર સંબંધનો આરોપ પણ લગાવ્યો

    કાનપુરની સિસમાઉ વિધાનસભા સીટના SP ધારાસભ્ય ઈરફાન સોલંકીના ભાઈ ફરહાન પર તેની પત્નીએ ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાવી છે. આ સાથે પીડિતાએ ચકેરી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ઉત્પીડન અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ પણ કરી છે. પીડિતાએ આ કેસમાં તેના દિયર ઈમરાન અને તેની પત્ની રૂબીનું નામ પણ આપ્યું છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાનું નામ અંબરીન ફાતિમા છે. કાનપુરની ડિફેન્સ કોલોનીમાં રહેતી ફાતિમાના લગ્ન 25 માર્ચ 2009ના રોજ કાનપુરના ફરહાન સોલંકી સાથે થયા હતા. પીડિતાને 3 બાળકો પણ છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્નના 2 વર્ષ બાદ ફરહાન અન્ય યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યો હતો. જ્યારે મેં વિરોધ કર્યો તો મને માર મારવામાં આવ્યો હતો.”

    ટ્રિપલ તલાકની ફરિયાદ દરમિયાન વધુમાં જણાવાયું છે કે, “થોડા સમય પછી ફરહાને મને 5 લાખ રૂપિયાનું દહેજ લાવવા કહ્યું. મારા ના પાડવા પર તેણે બીજા લગ્નની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. 8 સપ્ટેમ્બર 2019ના રોજ ફરહાને મને 3 તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ અંગે મેં ચકેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ ધારાસભ્ય ઈરફાન સોલંકીના દબાણ હેઠળ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.” ફાતિમાના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ફરહાન વિશે તેના દિયર ઈરફાનને ફરિયાદ કરી તો તે સમાધાનનું ખોટું આશ્વાસન આપતો હતો.

    પીડિત અંબરીને આ વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કાનપુર પોલીસ કમિશનરને અપીલ કરી છે. કમિશનરના આદેશ પછી, ચકેરી પોલીસ સ્ટેશને આરોપી પતિ ફરહાન અને પીડિતાના દિયર અને દેરાણી વિરુદ્ધ ટ્રિપલ તલાક, હુમલો, દહેજ એક્ટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એસીપી કેન્ટ મૃગાંક શેખરે અમર ઉજાલાને જણાવ્યું હતું કે કેસ નોંધ્યા બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

    ઈરફાન સોલંકી તેના વિવાદાસ્પદ નિવેદનો અને કારનામાઓ માટે જાણીતો

    ઉલ્લેખનીય છે કે, સિસમઈના સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને કારનામાઓને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા, 18 જૂન, 2022 ના રોજ, તેમણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પૂતળા દહન કરીને પ્રદર્શન કર્યું હતું.

    સપ્ટેમ્બર 2021 માં, તેણે ઝારખંડની જેમ યુપી વિધાનસભામાં પ્રાર્થના માટે રૂમની પણ માંગ કરી હતી. મે 2020 માં, તેણે કોરોના સમયગાળા દરમિયાન માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને ભીડ એકઠી કરી હતી. માર્ચ 2022 માં વિધાનસભામાં જીત પછી, તેણે વહીવટીતંત્રના આદેશોની અવગણના કરીને એક મોટું સરઘસ કાઢ્યું. આ મામલામાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

    રાણા અય્યુબની જ્ઞાનવાપી સર્વેક્ષણ પર ઉશ્કેરણીજનક ટ્વીટ ભારતમાં રોકવામાં આવી, જે બાદ તેણે રમ્યુ વિક્ટિમકાર્ડ: સર્વેનો આદેશ આપતા ન્યાયાધીશને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

    26 જૂનના રોજ, ટ્વિટરે ભારત સરકારની કાનૂની માંગના જવાબમાં નાણાકીય છેતરપિંડીની આરોપી વોશિંગ્ટન પોસ્ટની કટારલેખક રાણા અય્યુબ દ્વારા કરાયેલ એક ટ્વિટ અટકાવી દીધું હતું. જેવુ જ અય્યુબને તેના ઇમેઇલમાં તેના વિશેની માહિતી મળી, જાણે તેના પર આભ તૂટી પડ્યું હોય એમ, અને તેના પ્રોપગેંડાથી ભરેલા અહેવાલો અને તેની ટ્વિટને સમર્થન આપતી ઇકોસિસ્ટમ તેના સમર્થનમાં બહાર આવી. નોંધનીય છે કે, જે ટ્વીટને અટકાવવામાં આવ્યું છે તેમાં, અય્યુબે મસ્જિદ તરીકે ઓળખાતા વિવાદિત માળખાના સંબંધમાં ન્યાયતંત્ર પર આક્ષેપો કર્યા હતા.

    કોર્ટ દ્વારા સર્વેની મંજૂરી આપ્યા બાદ, જે ન્યાયાધીશે આદેશ આપ્યો હતો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં તેમને વધારાની સુરક્ષા આપવામાં આવી હતી. સર્વેની વિડિયોગ્રાફીમાં કથિત ‘મસ્જિદ’ના વુઝુખાનામાં શિવલિંગ મળ્યા બાદ આ ધમકીઓ આવી છે જ્યાં મસ્જિદોમાં નમાજ અદા કરતા લોકો નમાજ અદા કરતા પહેલા પોતાના ગંદા હાથ અને પગ ધોતા હતા.

    અય્યુબે તેને ટ્વિટર પરથી મળેલા ઈમેલનો સ્ક્રીનશોટ ટ્વિટ કર્યો અને લખ્યું, “હેલો ટ્વિટર, આ ખરેખર શું છે?” રાત્રે 9:29 વાગ્યે મળેલા ઈમેલમાં, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ ભારતમાં તેની કોઈ ચોક્કસ ટ્વીટ રોકવામાં આવી હતી. ટ્વીટની સામગ્રી માત્ર ભારતીય પ્રેક્ષકો માટે જ બ્લોક કરવામાં આવી હતી અને અન્ય દેશોના ટ્વિટર યુઝર્સ તે એક્સેસ કરી શકે છે.

    રાણાએ ટ્વિટર પરથી મળેલા ઈમેલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. સ્ત્રોત: ટ્વિટર

    ઈમેલનો સ્ક્રીનશોટ એન્ડ્રોઈડ ફોન પર લેવામાં આવ્યો હતો જ્યારે તેણીએ આઈફોન દ્વારા તે જ ટ્વીટ કર્યું હતું, જે ફક્ત સ્ક્રીનશૉટ શેર કરવા માટેની ખૂબ જ વિચિત્ર અને વિસ્તૃત પ્રક્રિયા છે.

    રાણાની ટ્વિટ ટ્વિટર દ્વારા અટકાવવામાં આવી

    જે તે સમયે ટ્વિટર દ્વારા રોકવામાં ન આવલ ટ્વીટમાં અય્યુબે કહ્યું હતું કે, “ભારતમાં બીજી એક મસ્જિદને તોડી પાડવાનો કારસો ગોઠવાઈ રહ્યો છે, જે ન્યાયતંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, શાસન તેને દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, તે ઉદારવાદીઓના મૌનથી પ્રેરિત છે અને નાગરિકોની ભાગીદારી દ્વારા તેને તાકાત મળી છે. મુસ્લિમ લઘુમતીનું અપમાન કરવાનો બીજો એક દિવસ. લોકશાહી વિષે કોઈએ કાઇ કહેવું છે?” આ ટ્વીટ 9 એપ્રિલ, 2021 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. અય્યુબ બાર એન્ડ બેન્ચ દ્વારા કરાયેલ એક ટ્વીટને ટાંકી રહી હતી જ્યાં એવું નોંધવામાં આવ્યું હતું કે કોર્ટે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખાના ASI સર્વેક્ષણની મંજૂરી આપી છે.

    જે ટ્વિટ ભારતમાં રોકી દેવામાં આવી છે. સ્ત્રોત: ટ્વિટર.

    અય્યુબને ટેકો આપવા માટે ઇકોસિસ્ટમ સક્રિય થઈ

    અપેક્ષા મુજબ, અય્યુબના પ્રોપગેંડાથી ભરેલા ટ્વીટ્સ અને અહેવાલોને સમર્થન આપતી ઇકોસિસ્ટમ તેના સમર્થન માટે દોડી આવી હતી. ઔરંગઝેબ તરફી “પ્રોફેસર” ઓડ્રે ટ્રુશકે, જેઓ ભારતને બદનામ કરવાના મિશન પર છે, તેમણે લખ્યું, “Twitter ભારતમાં ભારતના અગ્રણી પત્રકારોમાંના એકને સેન્સર કરી રહ્યું હોય તેવું લાગે છે.”

    રાણા અય્યુબના સમર્થનમાં ઓડ્રે ટ્રુશકે દ્વારા ટ્વિટ. સ્ત્રોત: ટ્વિટર

    ટ્રુશકેના એ દાવાને કે અયુબ દેશના “અગ્રણી પત્રકારોમાંના એક” છે, તેને Twitter દ્વારા હજુ સુધી ‘વિવાદિત’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું નથી.

    UVA કાયદાના પ્રોફેસર ડેનિયલ સિટ્રોને જણાવ્યું હતું કે, “ટ્વિટર સેફ્ટી મોદી શાસનને ભવ્ય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા રાણા અય્યુબને ખોટા દુરુપયોગના અહેવાલોથી ચૂપ કરવા દેતી નથી. કૃપા કરીને તેના એકાઉન્ટને સુરક્ષિત કરો. ટ્રસ્ટ અને સેફ્ટી ટાસ્ક ફોર્સના સભ્ય તરફથી.” સિટ્રોન કદાચ અજાણ હશે કે અય્યુબ પર કોવિડ સમયગાળા દરમિયાન લોકોને મદદ કરવા માટે એકત્રિત કરેલા ભંડોળના દુરુપયોગનો આરોપ છે.

    રાણા અય્યુબના સમર્થનમાં ડેનિએલ સિટ્રોન દ્વારા ટ્વિટ. સ્ત્રોત: ટ્વિટર

    પોતાને ‘નિર્દેશક’ તરીકે ઓળખાવતી એક નેહા શાસ્ત્રીએ કહ્યું, “હે @twitter – શું તમે અત્યારે ગંભીરતાથી ભારત સરકાર સામે ઝૂકી રહ્યા છો? એવી સરકાર સામે કે જે પ્રેસ અને અસંતુષ્ટોની સ્વતંત્રતાને કુખ્યાત રીતે છીનવી રહી છે?”

    Tweet by Neha Shastry in support of Rana Ayyub. Source: Twitter

    દિગ્દર્શક સ્મૃતિ મુંધરાએ જણાવ્યું હતું કે, “ભારતીય વડા પ્રધાને 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણયને “જીત્યા” પછી, એક અગ્રણી કાર્યકરની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી, અને હવે @Twitter દ્વારા એક મુસ્લિમ પત્રકારને સેન્સર કરવામાં આવી રહી છે. કેમ?” મુંધરા એ હકીકતથી અજાણ હોવા જોઈએ કે 2002ના ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવા અંગેના એસઆઈટીના અહેવાલને અનહોલ્ડ કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો હતો કે નિહિત સ્વાર્થ ધરાવતા લોકો ગુજરાત રાજ્ય અને પીએમ મોદી વિરુદ્ધ પ્રચાર ચલાવે છે. તે જે કાર્યકરનો ઉલ્લેખ કરી રહી હતી તે તિસ્તા સેતલવાડ હતી, જેના પર પીએમ મોદી અને ગુજરાત રાજ્યની છબીને બદનામ કરવા માટે બનાવટી દસ્તાવેજો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સબમિટ કરવાનો અને પીડિતોને જૂઠ બોલતા શિખવાડવાનો આપવાનો આરોપ છે. તેના પર 2002ના રમખાણ પીડિતો માટે એકત્રિત કરેલા ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.

    રાણા અય્યુબના સમર્થનમાં સ્મૃતિ મુંધરા દ્વારા ટ્વીટ. સ્ત્રોત: ટ્વિટર

    રાણા અય્યુબ સામે ફંડની ગેરરીતિનો આરોપ

    આ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ, OpIndiaએ અહેવાલ આપ્યો હતો કે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અયુબ અને તેના પરિવારના ખાતામાંથી 1.77 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ખુલાસાના થોડા દિવસો પછી, અય્યુબે એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે તેને તેના “પત્રકારત્વ” માટે ફસાવવામાં આવી હતી અને તેણે પૈસાનો દુરુપયોગ કર્યો નથી.

    જો કે, તેના તમામ દાવાઓને ટ્વિટર યુઝર હોક આઇ દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો, જેણે ગયા વર્ષે કથિત ચેરિટી છેતરપિંડીની વિગતો શેર કરી હતી. EDએ તેના જોડાણના આદેશમાં કહ્યું છે કે, “રાણા અય્યુબે પૂર્વ આયોજિત રીતે અને સામાન્ય જનતાના દાતાઓને છેતરવાના ઈરાદાથી સામાન્ય જાહેર દાતાઓને છેતર્યા છે.”

    ઓર્ડરમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ‘કૌભાંડ’ તેણે ભંડોળ પ્રાપ્ત થયું ત્યારથી શરૂ થયું, જેનો ઉપયોગ તેણે કોવિડ -19 રાહત કાર્ય માટે કર્યો ન હતો. તેણે તેના બદલે ₹50 લાખની ફિક્સ ડિપોઝિટ કરી અને નેટ બેન્કિંગ દ્વારા તેના પિતા અને બહેનના બચત ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.

    29 માર્ચના રોજ, રાણા અય્યુબને ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ તેમની સામે પેન્ડિંગ મની લોન્ડરિંગ કેસને કારણે લંડનની ફ્લાઈટમાં બેસતા અટકાવ્યા હતા. 4 એપ્રિલે, તેને પોતાની મુસાફરી, સંપર્કો અને તેના રહેવાના સ્થળની વિગતો જાહેર કરવાની પૂર્વ-આવશ્યકતા સાથે દિલ્હી હાઇકોર્ટ દ્વારા વિદેશ પ્રવાસની પરવાનગી આપવામાં આવી હતી.

    નોંધનીય છે કે, અય્યુબે તેના પુસ્તક ગુજરાત ફાઇલ્સમાં ગુજરાત રમખાણોના તેના કહેવાતા ખુલાસા લખ્યા હતા જેને સુપ્રીમ કોર્ટે પુરાવા તરીકે નકારી કાઢ્યા હતા. ઉપરાંત, OpIndiaના એડિટર નિરવા મહેતા દ્વારા પુસ્તકનું વિગતવાર ખંડન અહીં વાંચી શકાય છે.

    મહારાષ્ટ્ર રાજકારણ મામલે સુપ્રીમ કોર્ટમાં સામસામે જોવા મળશે દિગ્ગજ વકીલો હરીશ સાલ્વે અને અભિષેક મનુ સિંઘવી: કોણ વધુ મજબૂત?

    મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચેની લડાઈ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. ગઈકાલે એકનાથ શિંદે જૂથ તરફથી સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાંથી એક એકનાથ શિંદે દ્વારા અને બીજી બળવાખોર ધારાસભ્યોના એક સમૂહ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં અજય ચૌધરીને શિવસેનાના વિધાયક દળના નેતા નીમવાના અને 15 ધારાસભ્યોને બરખાસ્ત કરવાની નોટિસ પાઠવવાના મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ કેસમાં દિગ્ગ્જ વકીલો હરીશ સાલ્વે અને અભિષેક મનુ સિંઘવી સામસામે જોવા મળશે.

    આ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થનાર છે. જે જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ લિસ્ટ કરવામાં આવ્યો છે. સાડા દસ વાગ્યેથી સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી છે, જ્યારે કેસ 34મા નંબરે લિસ્ટ થયો છે.

    કેસ લડવા માટે બંને પક્ષેથી દિગ્ગ્જોની ફૌજ ઉતારવામાં આવી છે. શિંદે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં દલીલો કરશે. 

    કોણ છે હરીશ સાલ્વે?

    હરીશ સાલ્વે ભારતમાં બહુ જાણીતું નામ છે. તેઓ દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમની ગણતરી દુનિયાના સૌથી મોંઘા વકીલોમાં થાય છે તેમજ એક બૃહદ કારકિર્દી દરમિયાન તેઓ અનેક હાઈ-પ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચાલતો કુલભૂષણ જાધવ કેસ મુખ્ય છે. ભારતમાં પણ તેઓ ઘણા મોટા કેસોમાં વકીલ રહી ચૂક્યા છે.

    1999 થી 2002 દરમિયાન દેશના સોલિસિટર જનરલ રહી ચૂકેલા હરીશ સાલ્વે દેશના સૌથી સફળ વકીલો પૈકીના એક માનવામાં આવે છે. તેમનું મૂળ વતન મહારાષ્ટ્ર છે. તેમણે સીએનું ભણતર કર્યું હતું પરંતુ પછીથી વકીલાતમાં આવ્યા હતા. 1980થી તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જે પછી તેઓ મુકેશ અંબાણી, ટાટા ગ્રુપ, જયલલિતા, સલમાન ખાન જેવા અનેક મોટા નામો માટે કેસ લડી ચૂક્યા છે.

    જોકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં (ICJ) ચાલતા કુલભૂષણ જાધવ કેસ બાદ હરીશ સાલ્વે વધુ જાણીતા બન્યા હતા. આમ તો હરીશ સાલ્વેની એક સુનાવણીની ફી લાખોમાં હોય છે પરંતુ ઇન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવનો પક્ષ રાખવા માટે તેમણે ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો હતો. આ કેસમાં ICJ દ્વારા કુલભૂષણની ફાંસી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. 

    આ ઉપરાંત, હરીશ સાલ્વે રિપબ્લિક મીડિયાના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીનો કેસ પણ લડ્યા હતા. જે માટે પણ તેમણે ફી પેટે એક પણ રૂપિયો લીધો ન હતો. 2018 નો એક આત્મહત્યા દુષ્પ્રેરણાનો બંધ કેસ ફરી ખોલીને અર્ણબ ગોસ્વામીને ફસાવવાના પ્રયત્નો થયા હતા. જોકે, તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવતા કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. આ કેસમાં અર્ણબ ગોસ્વામી તરફથી હરીશ સાલ્વે કેસ લડ્યા હતા.

    આ ઉપરાંત, કૃષ્ણ ગોદાવરી ગેસ બેઝિન કેસમાં હરીશ સાલ્વેએ મુકેશ અંબાણીનો પક્ષ રાખ્યો હતો. તેમજ બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને જામીન અપાવવા પાછળ પણ હરીશ સાલ્વેનો મોટો હાથ હતો. 

    અભિષેક મનુ સિંઘવી 

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ દેશના વરિષ્ઠ વકીલો પૈકીના એક માનવામાં આવે છે. અગાઉ તેમણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે ઉદ્ધવ ઠાકરે સરકારે ફરી વખત તેમને સુપ્રીમ કોર્ટમાં ઉતાર્યા છે. 

    અભિષેક મનુ સિંઘવી ભૂતકાળમાં વિવાદોમાં રહી ચૂક્યા છે. વર્ષ 2012 માં અભિષેક સિંઘવીની એક કથિત સેક્સ સીડી ઇન્ટરનેટ પર ફરતી થઇ હતી. જે બાદ તેમણે કોંગ્રેસ પ્રવક્તા અને સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. આ ઉપરાંત પણ તેઓ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. 

    વર્ષ 2021 માં વિશ્વ યોગ દિવસ પર તેમણે એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૐના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી થઇ જશે, ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થઇ જશે.” તેમના આ ટ્વિટ બાદ નેટિઝન્સે ખૂબ ટીકા કરી હતી.

    જોકે, રસપ્રદ વાત એ છે કે અભિષેક મનુ સિંઘવી આજે જે શિવસેના સરકારનો પક્ષ રાખવા માટે જઈ રહ્યા છે એ જ શિવસેનાની ટીકા કરતાં ટ્વિટ તેઓ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. જોકે, નેટિઝન્સે આ ટ્વિટ શોધીને ફરી વાયરલ કરતા તેમણે ટ્વિટ ડીલીટ કરી દીધું હતું. 

    અભિષેક મનુ સિંઘવીનું ડીલીટ થયેલું ટ્વિટ

    ડીલીટ થઇ ગયેલા ટ્વિટમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, “શિવસેના એ શિવસેના નથી પરંતુ બેશરમ (Shameless) સેના છે.” આ ટ્વિટ ગઈકાલે વાયરલ થઇ જતાં તેમણે ડીલીટ કરવાની નોબત આવી હતી.

    શિવસેના પર તોળાતા સંકટ વચ્ચે સંજય રાઉતને નવી ઉપાધિ: જમીન કૌભાંડ મામલે ઇડીનું તેડું, આવતીકાલે હાજર રહેવા ફરમાન

    મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ખેલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સંજય રાઉતે આવતીકાલે (28 જૂન 2022) ઇડી સમક્ષ હાજર રહેવું પડશે.

    સંજય રાઉતને આ સમન્સ જમીન કૌભાંડ મામલેના એક કેસમાં પાઠવવામાં આવ્યા હોવાનું મીડિયા અહેવાલોનું કહેવું છે. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ મામલે હજુ સુધી સંજય રાઉત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

    ઇડીએ આ પહેલાં સંજય રાઉતના નજીકના ગણાતા પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. હાલમાં જ ઇડીએ પ્રવીણ રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આ સંપત્તિ 11 કરોડ રૂપિયાની કિંમતની હતી. જેમાં પાલઘરમાં પ્રવીણ રાઉતની પત્નીની 9 કરોડની સંપત્તિ જયારે 2 કરોડની કિંમતના દાદરમાં બે ફ્લેટ અને અલીબાગના એક પ્લોટ જપ્ત કર્યા હતા.

    પ્રવીણ રાઉતનું નામ ડિસેમ્બર 2020 માં પીએમસી બેન્ક કૌભાંડ કેસમાં પણ સામે આવી ચૂક્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010 માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લૉન આપી હતી. જેનો ઉપયોગ મુંબઈના એક દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ઇડી હાલ આ કેસની પણ તપાસ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના બહુમતી ધારાસભ્યો બળવો કરીને આસામના ગુવાહાટી ઉપડી ગયા છે અને મહાવિકાસ આઘાડી સરકાર પર દરેક ક્ષણે સરકાર ઉથલી જવાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ એકનાથ શિંદે પાસે કુલ 38 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સતત નબળી પડી રહી છે. હવે, આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં આજે સુનાવણી થશે.

    સરકાર અને પાર્ટી સંકટમાં હોવાની વચ્ચે પણ શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત એક પછી એક વિવાદાસ્પદ અને બેફામ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, ગુવાહાટીથી 40 લાશો આવશે અને જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, તેમણે કેમેરા સામે ઘણી વખત ધમકીભર્યા સ્વરે વાતચીત કરી હતી. હવે સંજય રાઉતને ઇડીનું સમન્સ મળતાં મામલો વધુ ગરમાયો છે. 

    કેવી રીતે સમગ્ર ગુજરાતને બદનામ કરવા રમખાણોના કથિત રાજકીયકરણમાં તિસ્તા સેતલવાડની ભૂમિકાને કોર્ટમાં ખુલ્લી પડાઈ

    હવે જ્યારે ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડને કસ્ટડીમાં લીધી છે, ત્યારે આ મામલામાં તેની શું ભૂમિકા હતી તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આટલા વર્ષો કેવી રીતે લાગ્યા અને UPA શાસન દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલ SIT અને Amicus Curiae એ આ નિષ્કર્ષ પર આવવા માટે કેવી રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી. આ તમામ વિગતો ભારતના સોલિસીટર જનરલ દ્વારા કરવામાં આવેલી દલીલો દ્વારા જાણવા મળી છે.

    હું ભારતના સોલિસિટર જનરલને ટાંકીને શરૂઆત કરું છું.

    ગુજરાત રાજ્ય તરફથી હાજર રહેલા ભારતના સોલિસિટર જનરલે SIT વતી આગળની દલીલોને વ્યાપક પ્રમાણમાં અપનાવી હતી. વધુમાં, તેમણે એવી દલીલ કરી હતી કે શ્રીમતી તિસ્તા સેતલવાડ દ્વારા મોટા ષડયંત્ર અંગેના આક્ષેપો માત્ર વેરની ભાવનાથી કરવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર ગુજરાત રાજ્યને બદનામ કરી શકાય.

    ફરિયાદનો સમગ્ર મામલો મુખ્યત્વે રાજ્ય પ્રાયોજિત ગુના અને રાજ્યમાં લઘુમતીઓને નિશાન બનાવવાના આરોપોને આગળ વધારવા માટે નાણાવટી-શાહ કમિશન સમક્ષ દાખલ કરવામાં આવેલા ગુજરાત રાજ્યના અધિકારીઓના સત્તાવાર રેકોર્ડ અને એફિડેવિટ પર આધારિત હતો. અપીલકર્તા – ઝાકિયા અહેસાન જાફરીનો ઉપયોગ ઉપરોક્ત ષડયંત્રને આગળ વધારવા માટે એક સાધન તરીકે કરવામાં આવ્યો હતો, જેના બદલામાં તિસ્તા સેતલવાડના ષડયંત્રનો શિકાર બની હતી અને 8.6.2006ની ફરિયાદમાં મૃતક પૂર્વ સંસદ સભ્ય એહસાન જાફરીની વિધવા હોવાના કારણે ફરિયાદી તરીકે તેનું નામ આપ્યું હતું.

    અંતિમ અહેવાલમાં દર્શાવે છે કે જેઓ ફરિયાદીના સંભવિત સાક્ષી બનવાના હતા તેવા વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજોની બનાવટ સહિતના તથ્યો અને પુરાવાઓ ધરાવે છે.

    તે માત્ર દસ્તાવેજોના બનાવટનો કેસ નથી, પરંતુ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો અને શીખવવાનો અને તેમને પહેલાથી તૈયાર કરાયેલા સોગંદનામા પર જુબાની આપવાનો પણ છે, જેમ કે ફોજદારી પરચુરણ અરજી નંબર 11.7.2011 ના હાઈકોર્ટના ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. 1692/201194. તે હકીકત ગુલબર્ગ સોસાયટી કેસમાં સીઆર નંબર 67/2002માં તેની ઊલટતપાસ દરમિયાન અપીલકર્તા ઝાકિયા અહેસાન જાફરીએ આપેલી કબૂલાતમાં સામે આવી હતી.

    વાસ્તવમાં, સોલિસિટર જનરલે રજૂઆત કરી હતી કે SIT એ સમગ્ર ગુજરાત રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમલદારશાહી અને પોલીસ વહીવટને ખોટા હેતુઓ માટે નુકસાન પહોંચાડવા બદલ તીસ્તા સેતલવાડ સામે કાર્યવાહી કરવા માટે પગલાં લેવા જોઈએ. સેતલવાડના પતિના કેસમાં પણ હાઈકોર્ટે તેમના આચરણની આકરી ઝાટકણી કાઢી હતી.

    સોલિસિટર જનરલ દલીલ કરે છે કે SITના અભિપ્રાય પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી અથવા અપીલકર્તા દ્વારા સૂચવ્યા મુજબ વધુ તપાસ માટે કેસની જરૂર નથી. તેમની રજૂઆતમાં પણ, ન તો SIT દ્વારા સંપૂર્ણ તપાસ અને તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સમગ્ર સામગ્રીના યોગ્ય પૃથ્થકરણ પછી રચવામાં આવેલ અભિપ્રાય ખામીયુક્ત છે કે ન તો SIT દ્વારા રજૂ કરાયેલા અંતિમ અહેવાલને સ્વીકારવા અને નકારી કાઢવામાં મેજિસ્ટ્રેટનો અંતિમ આદેશ. વિરોધ અરજી અથવા તે સંદર્ભમાં હાઇકોર્ટની, ભારતના બંધારણની કલમ 136 હેઠળ આ કોર્ટના હાથે વધુ તપાસની જરૂર છે. તેથી તેમણે અપીલ ફગાવી દેવા માટે પ્રાર્થના કરી છે.

    પરંતુ અહીં શ્રીમતી તિસ્તા સેતલવાડની ભૂમિકા સમજવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, સુપ્રીમ કોર્ટના આદેશથી મેં સામાન્ય માણસ માટે આ બાબતમાં સંપૂર્ણ સત્ય સમજવા માટે સંબંધિત ભાગો એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.

    એવી રજૂઆત કરવામાં આવે છે કે તિસ્તા સેતલવાડ, તે જેના માટે સૌથી વધુ જાણીતા છે તેવા અને વેરની ભાવનાથી, ન્યાયની શોધના નામે ફરિયાદમાં અપ્રમાણિત આક્ષેપોના આધારે તેમના ત્રાસ અને સતાવણીને ચાલુ રાખવામાં રસ ધરાવતા હતા અને સનસનાટીભર્યા ગુનાના રાજકારણને સળગતો રાખવા માંગતા હતા.

    સુપ્રિમ કોર્ટના ચુકાદાના પ્રમાણે ક્રમશઃ ઘટેલ ઘટનાક્રમ અને તિસ્તાની ભૂમિકા નીચે મુજબ છે:

    1) ઝાકિયા અહેસાન જાફરીએ 22.10.2010ના રોજ નોંધાયેલા તેના પુરાવામાં સ્વીકાર્યું કે આર.બી. શ્રીકુમાર સંબંધિત સમયે એક એનજીઓ સાથે કામ કરતા હતા અને તિસ્તા સેતલવાડ તે સંસ્થા સાથે સંકળાયેલા હતા.

    2) રસપ્રદ વાત એ છે કે, તે બીજું કોઈ નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોની આગેવાની હેઠળના પ્રાઈવેટ સિટિઝન્સ કમિશનના કન્વીનર હતા અને અપીલકર્તા – ઝાકિયા અહેસાન જાફરીને પ્રભાવિત કરવાની સ્થિતિમાં હતા.

    3) શ્રી આર.બી. શ્રીકુમારનું વર્ઝન પાછળથી એફિડેવિટમાં વહીવટીતંત્રની કામગીરી વિશે ટિપ્પણી કરે છે, તેને કારકિર્દીની તકોને નકારવાના સંદર્ભમાં જોવી જોઈએ. આર.બી શ્રીકુમાર, ભૂતપૂર્વ IPS અધિકારી, રમખાણો સમયે ગુજરાતના સશસ્ત્ર એકમના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા હતા, જેમણે નાણાવટી-શાહ કમિશન સમક્ષ નવ એફિડેવિટ દાખલ કરી હતી. તેણે તેની કોઈપણ સામગ્રી વ્યક્તિગત જ્ઞાન/માહિતીમાંથી મેળવી ન હતી, જે તેમણે જણાવેલા ઓફિસના કબજેદાર તરીકે પ્રાપ્ત કરી હોય.

    4) વધુમાં, તેમણે કમિશન સમક્ષ દાખલ કરેલી તેમની પ્રારંભિક બે એફિડેવિટમાં રાજ્ય સરકાર સામે કોઈ આક્ષેપો કર્યા ન હતા, પરંતુ 9.4.2005ના ત્રીજા એફિડેવિટથી આરોપો લગાવવાનું શરૂ કર્યું, સંભવતઃ કારણ કે તેઓ તેમના જુનિયર શ્રી કે.આર. કૌશિકથી ઓછી સેવાઓ પ્રાપ્ત કરતા હતા.

    5) પાછળથી, તે ISRO જાસૂસી કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આરોપી તરીકે સામેલ થયા, જે આ કોર્ટના નિર્દેશો હેઠળ એસ. નંબી નારાયણન વિ. સિબી મેથ્યુસ એન્ડ ઓર્સ.81માં નોંધવામાં આવ્યો હતો.

    6) ઝાકિયા અહેસાન જાફરીએ ગુલબર્ગ સોસાયટી કેસમાં CR નં. 67/2002 હોવાથી PW-337 તરીકેની તેની ઊલટતપાસમાં કબૂલ્યું હતું કે તે તિસ્તા સેતલવાડને થોડા સમયથી ઓળખતી હતી અને ઘટના પછી આર.બી. શ્રીકુમારને મળી હતી. તેમણે જણાવ્યું છે કે આર.બી. શ્રીકુમાર 28.2.2002 ના રોજ ગુલબર્ગ સોસાયટીમાં આવ્યા હતા અને ઘટનાને ચાર વર્ષ પૂર્ણ થયા પછી તેને મળી હતી.

    7) તેણે એમ પણ જણાવ્યું હતું કે આર.બી. શ્રીકુમાર તે સમયે તિસ્તા સેતલવાડ સાથે કામ કરી રહ્યા હતા. તેણે તેની ઊલટતપાસમાં એ પણ કબૂલ્યું હતું કે તેણે 22.8.2003 ના રોજ નાણાવટી-શાહ કમિશન સમક્ષ નિવેદન આપ્યું હતું અને તે નિવેદન આપ્યા પછી, તેમને તે નિવેદનની નકલ વાંચવાનો કોઈ ઘટના નહોતી. આ એ હકીકતનું સૂચન હતું કે તેને તિસ્તા સેતલવાડ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે વિશે ક્યારેય ખુલાસો કર્યો ન હતો, તેણે ઉલટ તપાસમાં કઇ હકીકત સ્વીકારવી પડી હતી.

    8) તેણે તેની ઊલટતપાસમાં પણ સ્વીકાર્યું હતું કે આર.બી. શ્રીકુમાર સરકારથી નિરાશ હતા. તે જ સમયે, તેણે કમિશન સમક્ષ દાખલ કરેલા સોગંદનામાના સંબંધમાં SIT દ્વારા કરવામાં આવેલી પૂછપરછ વિશે તે યાદ કરવામાં અસમર્થ હતી. અને તેણે તિસ્તા સેતલવાડની સૂચનાઓનું પાલન કર્યું હતું.

    9) ગુલબર્ગ સોસાયટી કેસમાં સીઆર નંબર 67/2002 હોવાના એસઆઈટી દ્વારા ફાઈલ કરવામાં આવેલા અંતિમ પૂરક અહેવાલમાં, સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે ઓગણીસ સાક્ષીઓએ તેમના તૈયાર કરેલા હસ્તાક્ષરિત નિવેદન(ઓ) રેકોર્ડ પર લેવાનો આગ્રહ કર્યો હતો, જે તેમના જણાવ્યા મુજબ હતા. તિસ્તા સેતલવાડ અને એડવોકેટ દ્વારા તૈયાર કરવામાં આવેલ – શ્રી એમ.એમ. તિર્મીઝ અને પોતાનું નિવેદન આપવાની તૈયારી દર્શાવી ન હતી. આ રીતે રજૂ કરાયેલા નિવેદનો તેમને તિસ્તા સેતલવાડ અને એડવોકેટ – શ્રી એમ.એમ. તિર્મિઝી અને તેઓએ માત્ર આના પર સહી કરી હતી

    10) અપીલકર્તાને વિરોધ અરજીમાં ખોટી માહિતીઓ ભારપૂર્વક જણાવવાની હિંમત આપવામાં આવી હતી જેથી તેઓ નવી સામગ્રી અને આરોપો ઉમેરવાનું ચાલુ રાખવા માટે ખુલ્લું રહે કે જે કોર્ટ સંપૂર્ણ ન્યાય કરવા માટે તપાસવા માટે બંધાયેલી છે, જેથી તે તેને જાળવી રાખવાની તેની રચનામાં સફળ થાય અને રાજકીય બદલો લેવાનું ષડયંત્ર ચાલુ રાખી શકે. આ ખરેખર તિસ્તા સેતલવાડ જેવા કહેવાતા લોક-ઉત્સાહી વ્યક્તિઓના નામ પર વ્યક્તિઓના જૂથના કહેવા પર કરવામાં આવી રહ્યું હતું. વિરોધ અરજી કોઈપણ ધોરણ દ્વારા સાચી વિરોધ અરજી નથી.

    11) નોંધનીય રીતે, હાલના કેસમાં, ફરિયાદીએ ખરેખર નાણાવટી-શાહ કમિશન સમક્ષ દાખલ કરાયેલા અધિકારીઓના સોગંદનામા પર આધાર રાખ્યો છે જે અમુક વ્યક્તિઓ દ્વારા સંબંધિત હકીકતના ઘટસ્ફોટનો ઉલ્લેખ કરે છે જેમને પોતાને કોઈ અંગત જ્ઞાન ન હતું અને સત્તાવાર મીટિંગમાં હાજરી અંગેના તેમના દાવા અને તેનાથી વિપરિત જબરજસ્ત પુરાવાના આધારે ખોટા ઠરાવ્યા છે. માત્ર એટલા માટે એક વ્યક્તિ કોઈ ચોક્કસ હકીકતના અસ્તિત્વ વિશે દાવો કરે છે કે જ્યાં સુધી તે સંસ્કરણને સમકાલીન પુરાવા/સામગ્રીને સમર્થન આપી ના શકે અને તેથી વધુ જ્યારે તેના દાવાને ખોટા દર્શાવવા માટેના પૂરતા પુરાવા ના હોય ત્યાં સુધી તે કોર્ટના ટ્રાયલ માટે હક્કદાર નથી બનતું.

    12) ખાનગી કમિશને તેના અવલોકનોની સ્થાપના કેટલાક અજાણ્યા મંત્રી દ્વારા કરાયેલી જાહેરાતના આધારે કરી હતી. જ્યારે વાસ્તવમાં જબરજસ્ત પુરાવા દર્શાવે છે કે સમીક્ષા બેઠકમાં કોઈ કેબિનેટ મંત્રી હાજર ન હતા, જેમાં માત્ર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. તેવી જ રીતે, શ્રી સંજીવ ભટ્ટની હાજરી મિટિંગમાં હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સતત નિવેદનોથી ખોટી સાબિત થાય છે. આ તમામ બાબતોનું SIT દ્વારા સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને અંતિમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

    This article is written by Himanshu Jain, Political Analyst

    ભાઉના ભાઈ પણ છેડો ફાડવા તૈયાર?; મહારાષ્ટ્રના રાજકીય યુદ્ધમાં સંજય રાઉતને મોટો વ્યક્તિગત ધક્કો પહોંચી શકે છે

    મહારાષ્ટ્રમાં 21 જૂનથી શરૂ થયેલો રાજકીય ખેલ હજુ સુધી ચાલુ જ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ધીમે-ધીમે તૂટી રહી છે અને સામે બળવો કરીને આસામ પહોંચેલા નેતા એકનાથ શિંદેનું જૂથ વધુ મજબૂત બની રહ્યું છે. એક સમયે ‘સરકાર બચશે કે નહીં’ તેવા સવાલ સાથે શરૂ થયેલો ખેલ હવે ‘પાર્ટી બચશે કે નહીં’ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, એક પછી એક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેને છોડીને જઈ રહ્યા છે અને તેમ છતાં સંજય રાઉતના વિવાદિત નિવેદનો ચાલુ જ રહ્યા છે.

    સામાન્ય રીતે આવા સમયે પાર્ટીનું મોવડી મંડળ અને તેના નેતાઓ પરિસ્થિતિને સમજીને યોગ્ય ઉકેલ લાવવા માટે કામ કરતા હોય છે. પરંતુ શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બીજું જ કામ માંડ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સંજય રાઉતે સતત બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે, અને તેનું નુકસાન આખરે પાર્ટીએ જ ભોગવવું પડી રહ્યું છે.

    સંજય રાઉતનાં નિવેદનો હવે ઘરમાંથી પણ નુકસાન કરાવશે તેવું મીડિયાના અહેવાલો પરથી લાગી રહ્યું છે. ગઈકાલે ન્યૂઝ18ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત પણ એકનાથ શિંદે જૂથના સંપર્કમાં છે અને ગમે તે સમયે તેમની સાથે જોડાઈ શકે છે. આ અહેવાલ ન્યૂઝ18નાં સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

    અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, તે અનુસાર 2019 માં મહાવિકાસ આઘાડી સરકાર બની ત્યારે પોતાને મંત્રીપદ ન મળવાથી સુનીલ રાઉત નારાજ હતા. જોકે, શિંદેની આગેવાનીમાં બળવો થયો ત્યારપછી પણ તેઓ ઉદ્ધવ જૂથ સાથે જ હતા પરંતુ છેલ્લા બે દિવસથી તેમણે શિંદે જૂથ સાથે સંપર્કો કરવા માંડ્યા છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યો પૈકીનો એક વર્ગ સુનીલ રાઉતને આવકારવાના મૂડમાં નથી, જેના કારણે હજુ સુધી આ મામલે નિર્ણય થઇ શક્યો નથી. જો શિંદે કૅમ્પ તરફથી ગ્રીન સિગ્નલ મળે તો સુનીલ રાઉત પણ તેમની સાથે ભેગાઈ જાય તો નવાઈ નહીં! જો તેમ થાય તો શિવસેના અને ખાસ કરીને સંજય રાઉત માટે મોટા ઝટકા સમાન હશે. 

    જોકે, બીજી તરફ, આજે સુનીલ રાઉતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ગુવાહાટી જઈ રહ્યા નથી અને પાર્ટીમાં જ રહેશે. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “હું ગુવાહાટી શા માટે જાઉં? પેલા ગદ્દારોના મોં જોવા માટે? હું શિવસૈનિક છું અને મારા અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરતો રહીશ. તેમણે કહ્યું કે, હું શિવસેનામાં છું અને આખર સુધી શિવસેનામાં જ રહીશ.”

    બીજી તરફ, ગઈકાલે ઉદ્ધવ સરકારના વધુ એક મંત્રી ઉદય સામંત ગુવાહાટી પહોંચ્યા હતા. રવિવારે મુંબઈથી સુરત ગયા બાદ ત્યાંથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા અને ત્યાંથી હોટેલ પહોંચ્યા હતા. શિંદે જૂથ સાથે જોડાનારા તેઓ આઠમા મંત્રી છે. 

    મુંબઈમાં સંજય રાઉતના એક પછી એક વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે ગુવાહાટીથી 40 મૃતદેહો આવશે અને તેમનું પોસ્ટમોર્ટમ મહારાષ્ટ્ર વિધાનસભામાં કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ 40 લોકો જીવતી લાશો છે. મૃત છે. તેમના મૃતદેહો અહીં આવશે. તેમનો આત્મા મરી ગયો છે.” આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કામાખ્યા મંદિરમાં પશુઓનું બલિદાન આપવામાં આવે છે, અમે ત્યાં 40 લોકોને બલિ ચઢાવવા મોકલ્યા છે. તેમણે ધમકી આપી હતી કે શિવસેનાના હજારો સમર્થકો શાંત છે, નહીં તો બધા જાણે છે કે તેઓ એક ઇશારે શું કરી શકે છે.

    બેસ્ટ બેકરીથી લઈને નરેન્દ્ર મોદીની મિટિંગ સુધી: ગોધરા કાંડના પાપને છુપાવવા સેતલવાડ અને ગેંગે ફેલાવેલાં અસત્યોનો ખુલાસો

    ગુજરાત રમખાણો મામલે એસઆઈટીએ પીએમ મોદી અને અન્યોને આપેલી ક્લીન ચિટ બરકરાર રાખી ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસમાં કથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ અને અન્યોની ભૂમિકા પર પણ ટિપ્પણી કરી હતી તેમજ જાફરીની ભાવનાઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો હોવાનું કહ્યું હતું. જે બાદ તીસ્તા, પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ અને આપ નેતા આરબી શ્રીકુમાર વિરુદ્ધ અમદાવાદ ખાતે FIR દાખલ કરવામાં આવી હતી. 

    શનિવારના રોજ ગુજરાત એટીએસે મુંબઈથી તીસ્તા સેતલવાડની ધરપકડ કરી લીધી હતી અને જે બાદ તેમને અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. કોર્ટે તેમના અને આરબી શ્રીકુમારના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 2 જુલાઈએ તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    તીસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં ખોટા આરોપો લગાવવાનો અને સાક્ષીઓને ખોટાં નિવેદનો આપવા માટે ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. વડોદરાના બેસ્ટ બેકરી કેસ મામલે તીસ્તાએ મહત્વપૂર્ણ સાક્ષીઓને બળજબરીથી અને દબાણ કરીને ખોટી જુબાની આપવા લાલચ આપી હતી. બેસ્ટ બેકરી કેસનાં બે સાક્ષીઓ યાસ્મિન બાનો શેખ અને ઝહીરા શેખે કહ્યું હતું કે તેમને સેતલવાડે ખોટી જુબાની માટે લાલચ આપીને ગેરમાર્ગે દોર્યાં હતાં.

    શું હતો બેસ્ટ બેકરી કેસ?

    ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવ્યા બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણોમાં વડોદરામાં એક શેખ પરિવાર દ્વારા સંચાલિત બેસ્ટ બેકરી પર ટોળાએ હુમલો કર્યો હતો અને સળગાવી મૂકી હતી. ઉશ્કેરાયેલા ટોળા પર બેકરીમાં હાજર 14 લોકોની હત્યાનો આરોપ લાગ્યો હતો, જેમાંથી બેકરીમાં કામ કરતા 2 હિંદુ પણ સામેલ હતા. 

    આ કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે 17 આરોપીઓ પૈકી નવને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ કેસના સાક્ષીઓ યાસ્મિન બાનો શેખ અને ઝહીરા શેખે કોર્ટને હતું કે તેમને સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ દ્વારા પ્રભાવિત કરવામાં આવ્યાં હતાં અને જૂઠી જુબાની આપવા માટે કહેવામાં આવ્યું હતું.

    યાસ્મિન બાનો શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તેણે તીસ્તા સેતલવાડ દ્વારા કહેવા પર આરોપીઓ વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી અને તે માટે સેતલવાડે તેને નાણાકીય મદદ કરવાની ખાતરી આપી હતી. 

    મુસ્લિમ મહિલાનો બળાત્કાર અને ભ્રુણ બહાર કાઢીને ફેંકી દેવાયાનો દાવો

    આ ઉપરાંત, ગુજરાત રમખાણો બાદ લેફ્ટ લિબરલ મીડિયામાં એક અસત્ય આગની જેમ ફેલાયું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક ગર્ભવતી મુસ્લિમ મહિલાનો પહેલાં હિંદુઓની ભીડે બળાત્કાર કર્યો અને પછી તલવારથી તેના પેટને ચીરીને ભ્રુણ કાઢીને આગમાં ફેંકી દીધું હતું. વર્ષો સુધી આ વાતને સાચી માનવામાં આવતી રહી હતી. આ મહિલાનું નામ કૌસરબાનો કહેવામાં આવતું હતું.

    કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે તે કૌસરબાનોની ભાભી સાયરાબાનો હતી. ક્યાંક એવી વાતો પણ ચાલી હતી કે ભ્રુણને તલવાર વડે કાઢીને ફેરવવામાં આવ્યું અને આગમાં ફેંકી દેવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2010 માં આવેલા એક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલગ જ સત્ય બહાર આવ્યું હતું. 

    કૌસર બાનોનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે 2010માં એક રિપોર્ટમાં કહ્યું હતું કે, કૌસર બાનોના શરીરમાં ભ્રુણ જેમનું તેમ હતું. 2 માર્ચ 2002ના રોજ મૃતદેહનું પરીક્ષણ કરનાર ડોક્ટરે પણ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજમાં કહ્યું હતું કે મહિલાના ભ્રુણને કોઈ નુકસાન થયું ન હતું. તેમજ તેમના શરીરમાં અંદર કે બહાર કોઈ ઘાના નિશાન ન હતાં અને તેમનું મોત ડર અને આઘાતના કારણે થયું હતું.

    સંજીવ ભટ્ટ અને સીએમ મોદીની મુલાકાતનું જુઠ્ઠાણું

    સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે ખોટો આરોપ લગાવ્યો હતો કે, “ગોધરા કાંડ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી અને જેમાં તેમણે અધિકારીઓને કહ્યું હતું કે હિંદુઓને મુસ્લિમો વિરુદ્ધ ગુસ્સો ઠાલવવા દેવામાં આવે જેથી ભવિષ્યમાં રાજ્યમાં ગોધરા જેવી ઘટના ન બને.”

    જોકે, નાણાવટી-મહેતા કમિશને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના દાવાને ખોટા ગણાવ્યા હતા અને નોંધ્યું હતું કે, સંજીવ ભટ્ટે પોતે બેઠકમાં હાજર હતો તેમ સાબિત કરવા માટે ખોટા દસ્તાવેજો અને ફેક્સ સંદેશનો ઉપયોગ કર્યો હતો. કમિશનરે નોંધ્યું હતું કે, બેઠકમાં હાજર રહેવાના ભટ્ટના દાવા ખોટા પ્રતીત થાય છે.

    તિસ્તા સેતલવાડ ધરપકડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સ, તિસ્તા વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓનો ખુલાસો

    તિસ્તા સેતલવાડ ધરપકડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમને અને આર.બી. શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાશે. તિસ્તા સેતલવાડ ધરપકડ મામલે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે આપી હતી.

    ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે પત્રકારોને સંબોધતા તિસ્તા અને આર. બી. શ્રીકુમારની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું હતું.તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ફરિયાદ વિશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું હતું તેના આધારે આ ત્રણ વ્યક્તિઓએ અરાજકતા ફેલાવવા અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેથી આ ફરિયાદ કરવામાં આવી છે. અંતમાં તેમણે કહ્યું હતું કે બંને આરોપીને સાંજ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મેળવીને તમામ મુદ્દાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે.

    તિસ્તા સેતલવાડને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદમાં આવેલી એસ.વી.પી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તિસ્તા સેતલવાડે અટકાયત બાદ પહેલી વાર મીડિયા સામે નિવેદન આપતા કહ્યું કે “તેમણે મારું મેડિકલ કરાવ્યું છે. મારા હાથમાં મોટો ડાઘ પડી ગયો છે. એટીએસે મારી સાથે આવું જ કર્યું છે. હવે તેઓ મને મૅજિસ્ટ્રેટ અદાલતમાં લઈ જઈ રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી એક એફઆઈઆરના સંદર્ભમાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા દાખલ કરાયેલ એક કેસમાં તિસ્તાની સાથે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને બરતરફ IPS સંજીવ ભટ્ટનાં નામ પણ સામેલ હતાં. જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર. બી. શ્રીકુમારની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરાઈ હતી.

    નોંધનીય છે કે વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) ની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની NGO અંગે થયેલ કેસને લઈને પહોંચી હતી. આ સમગ્ર મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 486, 471, 194, 211, 218 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે.

    નોંધનીય છે કે વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે ઝકિયા જાફરી દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદનાં તિસ્તા સેતલવાડ સહ-યાચિકાકર્તા હતાં.

    તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકરપ્રસાદે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, “પાછલાં 20 વર્ષથી મોદીને બદનામ કરનારાઓની દુકાન હવે બંધ થવી જોઈએ.” રવિશંકરપ્રસાદે પોતાના નિવેદનમાં આ સમગ્ર મામલો તિસ્તા સેતલવાડ પ્રેરિત હોવાની વાત કરી હતી. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નિવેદન આપતાં વર્ષ 2002નાં હુલ્લડોમાં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની છબિ ખરાબ કરવા મામલે તિસ્તા અને અન્યો દ્વારા નિરાધાર આક્ષેપો કરાયા હોવાની વાત કરી હતી. તેમણે આ અંગેના આરોપ લગાડનાર તમામ અંગે કહ્યું હતું કે આ લોકોએ મોદીજીની માફી માગવી જોઈએ.

    તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા ગયેલી ટીમના સભ્ય અને ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર બારડે ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે SIT તથા જુદાં જુદાં કમિશનો સમક્ષ ખોટી રજૂઆતો કરી અને નિર્દોષ લોકોને કાનૂની સજા થાય એવું ષડ્યંત્ર રચવાના પ્રયાસના ગુના હેઠળ આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આ ત્રણ સામે IPCની છ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.”

    ફરિયાદમાં નોંધાયેલ વિગતો અનુસાર, “ત્રણેય આરોપીઓએ કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટા પુરાવા ઊભા કરવાનું કાવતરું રચ્યું હતું. આ નિર્દોષ વ્યક્તિઓને એવા ગુનામાં ફસાવવા માટે પ્રયત્ન કરાયા હતા કે જેમાં તેમને ફાંસીની સજા પણ થઈ શકતી હતી. આ સિવાય SITની તપાસમાં એ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ઈજા પહોંચાડવાના ઇરાદે નિર્દોષ વ્યક્તિઓ પર નિરાધાર કાયદાકીય કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.”

    “આ સિવાય આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ગુનો બન્યો તે સમયે સરકારી અધિકારી હતા અને તેમણે આ હોદ્દા પર હતા તે દરમિયાન નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા માટે ખોટી માહિતીને સાચા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.”

    નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝકીયા જાફરી મામલે આપેલ ચુકાદામાં કહ્યું હતું કે આ ફરિયાદનો દોરીસંચાર કરવામાં સામેલ તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને પ્રોત્સાહિત અને અન્ય દ્વારા સૂચવાયેલું પગલું ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, “પ્રોટેસ્ટ પિટિશનના નામે અરજદારે અન્ય પણ ઘણા કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેનું કારણ તેમને જ ખબર હશે. તેઓ આવું અન્ય કોઈની દોરવણી અંતર્ગત જ કરી રહ્યાં છે.”

    “ઝકિયા જાફરી દ્વારા કરાયેલ દલીલો SITના સભ્યોની નીતિમતા અને પ્રામાણિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે. તેમજ SIT દ્વારા કરાયેલ તમામ મહેનતને વ્યર્થ બનાવવાનો પ્રયાસ છે. આ અરજી મામલાને શાંત ન પડવા દેવાનો પ્રયાસ છે, જેનો હેતુ ગૂઢ છે. આ મામલામાં વધુ તપાસ ત્યારે જ શક્ય બની હોત જ્યારે કોર્ટ સમક્ષ મોટા ષડ્યંત્રને લગતી યોજના અંગેના પુરાવા રજૂ કરાયા હોત. જે ફરિયાદ પક્ષ દ્વારા કરાયા નથી. તેથી કોર્ટ SITનો અંતિમ રિપોર્ટ મંજૂર રાખે છે.”

    અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.

    અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટે પણ કરી હતી ઝાટકણી

    નોંધનીય છે કે અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ SITના ક્લોઝર રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેવાઈ હતી. ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ ‘એક મોટા કાવતરા’નો ભાગ હતા.

    પરંતુ સુપ્રીમ કોર્ટના જજ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સી. ટી. રવિકુમારની બેન્ચે આ આરોપો અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ એક મોટા કાવતરાનો ભાગ છે તે સિદ્ધ કરવા માટે પૂરતા પુરાવાનો અભાવ છે.તેમજ આ કેસમાં મેરિટની ઊણપ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે તિસ્તા સેતલવાડના એનજીઓ સિટીઝન ફૉર પીસ એન્ડ જસ્ટિસને મળેલ ફંડનો દુરુપયોગ કરવાના આોપ લાગ્યા હતા.

    પીએમ મોદીએ જર્મનીમાં ઈમરજન્સીની યાદ અપાવી, કહ્યું કે “આ ઈતિહાસ પર કાળો ડાઘ છે, 47 વર્ષ પહેલા લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો”

    પીએમ મોદીએ જર્મનીમાં ઈમરજન્સીની યાદ અપાવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન જર્મનીની રાજધાની મ્યુનિકમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ભારતની સંસ્કૃતિ, આ બધામાં એકતા અને બંધુત્વની ભાવના જોઈ રહ્યા છે. તેણે કહ્યું કે હું તમારા આ સ્નેહને ક્યારેય ભૂલી શકીશ નહીં. પીએમ મોદીએ કહ્યું કે તમારા પ્રેમ, ઉત્સાહ અને ઉત્સાહને કારણે જે લોકો ભારતમાં જોઈ રહ્યા છે તેમની છાતી ગર્વથી ભરાઈ ગઈ હશે.પીએમ મોદીએ જર્મનીમાં ઈમરજન્સીની પણ વાત કરી હતી.

    પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ બીજા કારણથી જાણીતો છે – લોકશાહી જે આપણું ગૌરવ છે, લોકશાહી જે દરેક ભારતીયના ડીએનએમાં છે, આજથી 47 વર્ષ પહેલા આજના દિવસે જ લોકશાહીને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો, લોકશાહીને કચડી નાખવામાં આવી હતી. તેમણે યાદ અપાવ્યું કે કટોકટીનો સમયગાળો ભારતના વાઇબ્રન્ટ લોકતાંત્રિક ઈતિહાસમાં એક ડાર્ક સ્પોટ જેવો છે, પરંતુ આ ડાર્ક સ્પોટ પર સદીઓ જૂની લોકતાંત્રિક પરંપરાઓની શ્રેષ્ઠતાનો પણ પૂરા જોશથી વિજય થયો, લોકતાંત્રિક પરંપરાઓ આ હરકતો પર હાવી રહી.

    પીએમ મોદીએ જર્મનીના મ્યુનિકમાં કહ્યું કે, ભારતની જનતાએ લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી રીતે જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આપણે ભારતીયો જ્યાં પણ રહીએ છીએ, અમને અમારી લોકશાહી પર ગર્વ છે અને દરેક ભારતીય ગર્વથી કહે છે કે, ભારત ‘લોકશાહીની માતા’ છે. વિકાસના મુદ્દા ગણાવતા તેમણે કહ્યું કે આજે ભારતના દરેક ગામમાં વીજળી પહોંચી છે, લગભગ દરેક ગામ રોડથી જોડાયેલ છે, 99% થી વધુ લોકો પાસે સ્વચ્છ રસોઈ માટે ગેસ કનેક્શન છે અને આજે ભારતમાં દરેક પરિવાર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલ છે.

    પીએમ મોદીએ કહ્યું, “આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળી રહી છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબો માટે મફત અનાજની માંલીશાકે તેની ખાતરી કરી રહ્યું છે. આટલું જ નહીં, ભારતમાં દર 10 દિવસે સરેરાશ એક યુનિકોર્ન બને છે. આજે ભારતમાં દર મહિને સરેરાશ 5000 પેટન્ટ ફાઈલ થાય છે. આજે, ભારત દર મહિને સરેરાશ 500 થી વધુ આધુનિક રેલ્વે કોચનું ઉત્પાદન કરી રહ્યું છે. આજે ભારત દર મહિને સરેરાશ 18 લાખ ઘરોને પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠાથી જોડે છે.

    પીએમ મોદીએ કહ્યું કે આજે 21મી સદીનું ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં 4.0 ઉદ્યોગ માં પાછળ રહેલા લોકોમાં નથી, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના નેતાઓમાંનું એક છે. તેમણે કહ્યું કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ડિજિટલ ટેક્નોલોજીમાં ભારત પોતાનો ધ્વજ લહેરાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં થઈ રહેલા રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાંથી 40% ભારતમાં થઈ રહ્યા છે અને આજે ભારત ડેટા વપરાશમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં ડેટા સૌથી સસ્તો છે.

    વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજનો ભારત “થાય છે, ચાલે છે”ની માનસિકતામાંથી બહાર આવ્યું છે અને આજે ભારત ‘કરવું છે’, ‘તે કરવાનુંજ છે’ અને ‘સમયસર કરવાનું છે’ નો સંકલ્પ ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત હવે તૈયાર છે, તત્પર છે, – ભારત અધીર છે પ્રગતિ માટે, અધીર છે વિકાસ માટે. ભારત તેના સપના માટે, તેના સપનાની પૂર્તિ માટે અધીર છે. તેમણે આંકડા ગણાવ્યા કે આજે ભારતમાં 90% પુખ્ત વયના લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.

    પીએમ મોદીએ કહ્યું કે 95% પુખ્ત વયના લોકો એવા છે જેમણે ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે અને આ એ જ ભારત છે, જેના વિશે કેટલાક લોકો કહેતા હતા કે 1.25 અબજની વસ્તીને રસીકરણ કરવામાં 10-15 વર્ષનો સમય લાગશે. તેમણે કહ્યું કે ભારતમાં રસીનો આંકડો 196 કરોડને વટાવી ગયો છે અને ‘મેડ ઈન ઈન્ડિયા’ રસીએ ભારતના તેમજ વિશ્વના કરોડો લોકોના જીવન કોરોનાથી બચાવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે ગયા વર્ષે અમે અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ કરી છે.

    પીએમ મોદીના કહેવા પ્રમાણે, આ એ વાતનો પુરાવો છે કે જ્યારે અમારા નિર્માતાઓ નવી તકો માટે તૈયાર છે, ત્યારે દુનિયા પણ અમારી તરફ આશા અને વિશ્વાસથી જોઈ રહી છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં સ્વચ્છતા જીવનશૈલી બની રહી છે અને ભારતના લોકો, ભારતના યુવાનો દેશને સ્વચ્છ રાખવો પોતાની ફરજ માની રહ્યા છે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે, આજે ભારતના લોકોને વિશ્વાસ છે કે તેમના પૈસા દેશ માટે ઈમાનદારીથી ખર્ચાઈ રહ્યા છે અને તેઓ ભ્રષ્ટાચારનો શિકાર નથી થઈ રહ્યા.

    તેમણે વધુમાં કહ્યું, “છેલ્લા દાયકાઓમાં, તમે સખત મહેનત અને તમારા કામ દ્વારા અહીં ભારતની મજબૂત છબી બનાવી છે. આઝાદીના અમૃતમાં એટલે કે આવનારા 25 વર્ષમાં તમારી અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. તમે ભારતની સફળતાની ગાથા પણ છો અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો.”

    આપના ગઢમાં ગાબડું, પંજાબમાં પેટા ચૂંટણીમાં અકાલી દળના નેતા સિમરનજીત સિંહ માનની જીત

    આપના ગઢમાં ગાબડું, પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના નેતા સિમરનજીત સિંહ માન રવિવારે અહીં સંગરુર લોકસભા પેટાચૂંટણી જીતી ગયા છે. મુખ્ય પ્રધાન અને AAP નેતા ભગવંત સિંહ માનના ગઢમાં સિમરનજીતે 2,53,154 મતો સાથે પેટાચૂંટણી જીતી છે. હાલમાં રાજ્યના મુખ્યપ્રધાન ભગવંત માન 2014 અને 2019માં સંગરુર બેઠક પરથી જીત્યા હતા.

    માનને લાગ્યો ફટકો – સિમરનજીત સિંહ માનને તેમના નજીકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહને 5,822 મતોથી હરાવ્યા છે. માનને 2,53,154 વોટ મળ્યા જ્યારે AAPના ગુરમેલ સિંહને 2,47,332 વોટ મળ્યા છે. પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ પરિણામોના સંકેત મળતાની સાથે જ હાર સ્વીકારીને SAD (અમૃતસર) નેતાને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા AAP પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું કે, સંગરુર લોકસભા પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ‘અમે સંગરુર સીટના લોકોના જનાદેશનું સન્માન કરીએ છીએ. અમે સિમરનજીત સિંહ માનને તેમની જીત પર અભિનંદન પાઠવીએ છીએ.

    પાર્ટીની મોટી જીત

    બે વખત સાંસદ રહી ચૂકેલા પૂર્વ IPS ઓફિસર સિમરનજીત માનએ કહ્યું કે, તેમની જીતનો શ્રેય તે લોકોને જાય છે. જેમણે શીખો માટે પોતાનો જીવ આપ્યો છે. તેણે દીપ સિંધુ અને સિદ્ધુ મુસેવાલાને પણ યાદ કર્યા હતા. ‘આ અમારી પાર્ટીની મોટી જીત છે. અમે આ પેટાચૂંટણીમાં તમામ રાષ્ટ્રીય પક્ષોને હરાવ્યા છે. મારી પ્રાથમિકતા ખેડૂતોના દેવાની સ્થિતિ સહિત સંગરુરની નબળી આર્થિક સ્થિતિનો મુદ્દો ઉઠાવવાની રહેશે. ‘સંગ્રુરના અમારા મતદારોનો હું સંસદમાં તેમના પ્રતિનિધિ તરીકે મને ચૂંટવા બદલ આભારી છું. હું મારા મતવિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ અને દરેકની તકલીફો દૂર કરવા સખત મહેનત કરીશ.

    સુખબીર સિંહ બાદલે અભિનંદન આપ્યા

    શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર સિંહ બાદલે માનને અભિનંદન પાઠવ્યા હતા. ‘હું સરદાર સિમરનજીત સિંહ માન અને તેમની પાર્ટીને સંગરુર સંસદીય પેટાચૂંટણીમાં તેમની ચૂંટણી જીત પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેમને તમામ શ્રેષ્ઠ અને સહકારની ઓફર કરું છું. અમે આદેશનું સન્માન કરીએ છીએ.

    દિલ્હી મોડલ નકારી કાઢ્યું

    બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે સંગરુર પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે પંજાબે AAP સરકારના દિલ્હી મોડલને નકારી કાઢ્યું છે. સિરસાએ ટ્વિટર પોસ્ટમાં કહ્યું, ‘પંજાબે દિલ્હી મોડલને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. AAP પંજાબની સંગરુર પેટાચૂંટણીમાં હાર ભગવંત માન માટે ચેતવણીનો સંકેત છે. નોંધનીય છે કે પંજાબ વિધાનસભા માટે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં ભગવંત માન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેથી આ બેઠક પર પેટાચૂંટણી યોજવી જરૂરી બની હતી.

    23 જૂને યોજાઇ હતી ચૂંટણી

    સંગરુર લોકસભા પેટાચૂંટણી માટે રવિવારે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા હેઠળ મતગણતરી શરૂ થઈ હતી. અહીં 23 જૂને યોજાયેલા મતદાનમાં 16 ઉમેદવારોનું ભાવિ દાવ પર હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં 72.44 ટકા અને 2014ની સામાન્ય ચૂંટણીમાં 76.71 ટકાની સરખામણીએ સંગરુર લોકસભા પેટાચૂંટણીમાં માત્ર 45.30 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંગરુરમાં કુલ 15.69 લાખ મતદારો છે.