Friday, March 29, 2024
More
    હોમપેજમંતવ્યબેસ્ટ બેકરીથી લઈને નરેન્દ્ર મોદીની મિટિંગ સુધી: ગોધરા કાંડના પાપને છુપાવવા ...

    બેસ્ટ બેકરીથી લઈને નરેન્દ્ર મોદીની મિટિંગ સુધી: ગોધરા કાંડના પાપને છુપાવવા સેતલવાડ અને ગેંગે ફેલાવેલાં અસત્યોનો ખુલાસો

    ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને બાળી નાખ્યા બાદ આખો નેરેટીવ ફેરવવા માટે બેસ્ટ બેકરી કેસ, ગર્ભને બાળવાનો આરોપ કે પછી સંજીવ ભટ્ટની તે રાત્રીની નરેન્દ્ર મોદીની મીટીંગમાં હાજરી જેવા અસત્યો કેવી રીતે ફેલાવવામાં આવ્યા તે જાણીએ.

    - Advertisement -

    ગુજરાત રમખાણો મામલે એસઆઈટીએ પીએમ મોદી અને અન્યોને આપેલી ક્લીન ચિટ બરકરાર રાખી ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસમાં કથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ અને અન્યોની ભૂમિકા પર પણ ટિપ્પણી કરી હતી તેમજ જાફરીની ભાવનાઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો હોવાનું કહ્યું હતું. જે બાદ તીસ્તા, પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ અને આપ નેતા આરબી શ્રીકુમાર વિરુદ્ધ અમદાવાદ ખાતે FIR દાખલ કરવામાં આવી હતી. 

    શનિવારના રોજ ગુજરાત એટીએસે મુંબઈથી તીસ્તા સેતલવાડની ધરપકડ કરી લીધી હતી અને જે બાદ તેમને અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. કોર્ટે તેમના અને આરબી શ્રીકુમારના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 2 જુલાઈએ તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    તીસ્તા સેતલવાડ પર ગુજરાત રમખાણોના કેસમાં ખોટા આરોપો લગાવવાનો અને સાક્ષીઓને ખોટાં નિવેદનો આપવા માટે ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. વડોદરાના બેસ્ટ બેકરી કેસ મામલે તીસ્તાએ મહત્વપૂર્ણ સાક્ષીઓને બળજબરીથી અને દબાણ કરીને ખોટી જુબાની આપવા લાલચ આપી હતી. બેસ્ટ બેકરી કેસનાં બે સાક્ષીઓ યાસ્મિન બાનો શેખ અને ઝહીરા શેખે કહ્યું હતું કે તેમને સેતલવાડે ખોટી જુબાની માટે લાલચ આપીને ગેરમાર્ગે દોર્યાં હતાં.

    - Advertisement -

    શું હતો બેસ્ટ બેકરી કેસ?

    ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવ્યા બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં રમખાણોમાં વડોદરામાં એક શેખ પરિવાર દ્વારા સંચાલિત બેસ્ટ બેકરી પર ટોળાએ હુમલો કર્યો હતો અને સળગાવી મૂકી હતી. ઉશ્કેરાયેલા ટોળા પર બેકરીમાં હાજર 14 લોકોની હત્યાનો આરોપ લાગ્યો હતો, જેમાંથી બેકરીમાં કામ કરતા 2 હિંદુ પણ સામેલ હતા. 

    આ કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે 17 આરોપીઓ પૈકી નવને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ કેસના સાક્ષીઓ યાસ્મિન બાનો શેખ અને ઝહીરા શેખે કોર્ટને હતું કે તેમને સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ દ્વારા પ્રભાવિત કરવામાં આવ્યાં હતાં અને જૂઠી જુબાની આપવા માટે કહેવામાં આવ્યું હતું.

    યાસ્મિન બાનો શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તેણે તીસ્તા સેતલવાડ દ્વારા કહેવા પર આરોપીઓ વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી અને તે માટે સેતલવાડે તેને નાણાકીય મદદ કરવાની ખાતરી આપી હતી. 

    મુસ્લિમ મહિલાનો બળાત્કાર અને ભ્રુણ બહાર કાઢીને ફેંકી દેવાયાનો દાવો

    આ ઉપરાંત, ગુજરાત રમખાણો બાદ લેફ્ટ લિબરલ મીડિયામાં એક અસત્ય આગની જેમ ફેલાયું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક ગર્ભવતી મુસ્લિમ મહિલાનો પહેલાં હિંદુઓની ભીડે બળાત્કાર કર્યો અને પછી તલવારથી તેના પેટને ચીરીને ભ્રુણ કાઢીને આગમાં ફેંકી દીધું હતું. વર્ષો સુધી આ વાતને સાચી માનવામાં આવતી રહી હતી. આ મહિલાનું નામ કૌસરબાનો કહેવામાં આવતું હતું.

    કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે તે કૌસરબાનોની ભાભી સાયરાબાનો હતી. ક્યાંક એવી વાતો પણ ચાલી હતી કે ભ્રુણને તલવાર વડે કાઢીને ફેરવવામાં આવ્યું અને આગમાં ફેંકી દેવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2010 માં આવેલા એક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલગ જ સત્ય બહાર આવ્યું હતું. 

    કૌસર બાનોનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે 2010માં એક રિપોર્ટમાં કહ્યું હતું કે, કૌસર બાનોના શરીરમાં ભ્રુણ જેમનું તેમ હતું. 2 માર્ચ 2002ના રોજ મૃતદેહનું પરીક્ષણ કરનાર ડોક્ટરે પણ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજમાં કહ્યું હતું કે મહિલાના ભ્રુણને કોઈ નુકસાન થયું ન હતું. તેમજ તેમના શરીરમાં અંદર કે બહાર કોઈ ઘાના નિશાન ન હતાં અને તેમનું મોત ડર અને આઘાતના કારણે થયું હતું.

    સંજીવ ભટ્ટ અને સીએમ મોદીની મુલાકાતનું જુઠ્ઠાણું

    સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે ખોટો આરોપ લગાવ્યો હતો કે, “ગોધરા કાંડ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી અને જેમાં તેમણે અધિકારીઓને કહ્યું હતું કે હિંદુઓને મુસ્લિમો વિરુદ્ધ ગુસ્સો ઠાલવવા દેવામાં આવે જેથી ભવિષ્યમાં રાજ્યમાં ગોધરા જેવી ઘટના ન બને.”

    જોકે, નાણાવટી-મહેતા કમિશને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના દાવાને ખોટા ગણાવ્યા હતા અને નોંધ્યું હતું કે, સંજીવ ભટ્ટે પોતે બેઠકમાં હાજર હતો તેમ સાબિત કરવા માટે ખોટા દસ્તાવેજો અને ફેક્સ સંદેશનો ઉપયોગ કર્યો હતો. કમિશનરે નોંધ્યું હતું કે, બેઠકમાં હાજર રહેવાના ભટ્ટના દાવા ખોટા પ્રતીત થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં