Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાણા અય્યુબની જ્ઞાનવાપી સર્વેક્ષણ પર ઉશ્કેરણીજનક ટ્વીટ ભારતમાં રોકવામાં આવી, જે બાદ...

    રાણા અય્યુબની જ્ઞાનવાપી સર્વેક્ષણ પર ઉશ્કેરણીજનક ટ્વીટ ભારતમાં રોકવામાં આવી, જે બાદ તેણે રમ્યુ વિક્ટિમકાર્ડ: સર્વેનો આદેશ આપતા ન્યાયાધીશને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

    EDએ તેના જોડાણના આદેશમાં કહ્યું છે કે, "રાણા અય્યુબે પૂર્વ આયોજિત રીતે અને સામાન્ય જનતાના દાતાઓને છેતરવાના ઈરાદાથી સામાન્ય જાહેર દાતાઓને છેતર્યા છે."

    - Advertisement -

    26 જૂનના રોજ, ટ્વિટરે ભારત સરકારની કાનૂની માંગના જવાબમાં નાણાકીય છેતરપિંડીની આરોપી વોશિંગ્ટન પોસ્ટની કટારલેખક રાણા અય્યુબ દ્વારા કરાયેલ એક ટ્વિટ અટકાવી દીધું હતું. જેવુ જ અય્યુબને તેના ઇમેઇલમાં તેના વિશેની માહિતી મળી, જાણે તેના પર આભ તૂટી પડ્યું હોય એમ, અને તેના પ્રોપગેંડાથી ભરેલા અહેવાલો અને તેની ટ્વિટને સમર્થન આપતી ઇકોસિસ્ટમ તેના સમર્થનમાં બહાર આવી. નોંધનીય છે કે, જે ટ્વીટને અટકાવવામાં આવ્યું છે તેમાં, અય્યુબે મસ્જિદ તરીકે ઓળખાતા વિવાદિત માળખાના સંબંધમાં ન્યાયતંત્ર પર આક્ષેપો કર્યા હતા.

    કોર્ટ દ્વારા સર્વેની મંજૂરી આપ્યા બાદ, જે ન્યાયાધીશે આદેશ આપ્યો હતો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં તેમને વધારાની સુરક્ષા આપવામાં આવી હતી. સર્વેની વિડિયોગ્રાફીમાં કથિત ‘મસ્જિદ’ના વુઝુખાનામાં શિવલિંગ મળ્યા બાદ આ ધમકીઓ આવી છે જ્યાં મસ્જિદોમાં નમાજ અદા કરતા લોકો નમાજ અદા કરતા પહેલા પોતાના ગંદા હાથ અને પગ ધોતા હતા.

    અય્યુબે તેને ટ્વિટર પરથી મળેલા ઈમેલનો સ્ક્રીનશોટ ટ્વિટ કર્યો અને લખ્યું, “હેલો ટ્વિટર, આ ખરેખર શું છે?” રાત્રે 9:29 વાગ્યે મળેલા ઈમેલમાં, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ ભારતમાં તેની કોઈ ચોક્કસ ટ્વીટ રોકવામાં આવી હતી. ટ્વીટની સામગ્રી માત્ર ભારતીય પ્રેક્ષકો માટે જ બ્લોક કરવામાં આવી હતી અને અન્ય દેશોના ટ્વિટર યુઝર્સ તે એક્સેસ કરી શકે છે.

    - Advertisement -
    રાણાએ ટ્વિટર પરથી મળેલા ઈમેલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. સ્ત્રોત: ટ્વિટર

    ઈમેલનો સ્ક્રીનશોટ એન્ડ્રોઈડ ફોન પર લેવામાં આવ્યો હતો જ્યારે તેણીએ આઈફોન દ્વારા તે જ ટ્વીટ કર્યું હતું, જે ફક્ત સ્ક્રીનશૉટ શેર કરવા માટેની ખૂબ જ વિચિત્ર અને વિસ્તૃત પ્રક્રિયા છે.

    રાણાની ટ્વિટ ટ્વિટર દ્વારા અટકાવવામાં આવી

    જે તે સમયે ટ્વિટર દ્વારા રોકવામાં ન આવલ ટ્વીટમાં અય્યુબે કહ્યું હતું કે, “ભારતમાં બીજી એક મસ્જિદને તોડી પાડવાનો કારસો ગોઠવાઈ રહ્યો છે, જે ન્યાયતંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, શાસન તેને દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, તે ઉદારવાદીઓના મૌનથી પ્રેરિત છે અને નાગરિકોની ભાગીદારી દ્વારા તેને તાકાત મળી છે. મુસ્લિમ લઘુમતીનું અપમાન કરવાનો બીજો એક દિવસ. લોકશાહી વિષે કોઈએ કાઇ કહેવું છે?” આ ટ્વીટ 9 એપ્રિલ, 2021 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. અય્યુબ બાર એન્ડ બેન્ચ દ્વારા કરાયેલ એક ટ્વીટને ટાંકી રહી હતી જ્યાં એવું નોંધવામાં આવ્યું હતું કે કોર્ટે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખાના ASI સર્વેક્ષણની મંજૂરી આપી છે.

    જે ટ્વિટ ભારતમાં રોકી દેવામાં આવી છે. સ્ત્રોત: ટ્વિટર.

    અય્યુબને ટેકો આપવા માટે ઇકોસિસ્ટમ સક્રિય થઈ

    અપેક્ષા મુજબ, અય્યુબના પ્રોપગેંડાથી ભરેલા ટ્વીટ્સ અને અહેવાલોને સમર્થન આપતી ઇકોસિસ્ટમ તેના સમર્થન માટે દોડી આવી હતી. ઔરંગઝેબ તરફી “પ્રોફેસર” ઓડ્રે ટ્રુશકે, જેઓ ભારતને બદનામ કરવાના મિશન પર છે, તેમણે લખ્યું, “Twitter ભારતમાં ભારતના અગ્રણી પત્રકારોમાંના એકને સેન્સર કરી રહ્યું હોય તેવું લાગે છે.”

    રાણા અય્યુબના સમર્થનમાં ઓડ્રે ટ્રુશકે દ્વારા ટ્વિટ. સ્ત્રોત: ટ્વિટર

    ટ્રુશકેના એ દાવાને કે અયુબ દેશના “અગ્રણી પત્રકારોમાંના એક” છે, તેને Twitter દ્વારા હજુ સુધી ‘વિવાદિત’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું નથી.

    UVA કાયદાના પ્રોફેસર ડેનિયલ સિટ્રોને જણાવ્યું હતું કે, “ટ્વિટર સેફ્ટી મોદી શાસનને ભવ્ય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા રાણા અય્યુબને ખોટા દુરુપયોગના અહેવાલોથી ચૂપ કરવા દેતી નથી. કૃપા કરીને તેના એકાઉન્ટને સુરક્ષિત કરો. ટ્રસ્ટ અને સેફ્ટી ટાસ્ક ફોર્સના સભ્ય તરફથી.” સિટ્રોન કદાચ અજાણ હશે કે અય્યુબ પર કોવિડ સમયગાળા દરમિયાન લોકોને મદદ કરવા માટે એકત્રિત કરેલા ભંડોળના દુરુપયોગનો આરોપ છે.

    રાણા અય્યુબના સમર્થનમાં ડેનિએલ સિટ્રોન દ્વારા ટ્વિટ. સ્ત્રોત: ટ્વિટર

    પોતાને ‘નિર્દેશક’ તરીકે ઓળખાવતી એક નેહા શાસ્ત્રીએ કહ્યું, “હે @twitter – શું તમે અત્યારે ગંભીરતાથી ભારત સરકાર સામે ઝૂકી રહ્યા છો? એવી સરકાર સામે કે જે પ્રેસ અને અસંતુષ્ટોની સ્વતંત્રતાને કુખ્યાત રીતે છીનવી રહી છે?”

    Tweet by Neha Shastry in support of Rana Ayyub. Source: Twitter

    દિગ્દર્શક સ્મૃતિ મુંધરાએ જણાવ્યું હતું કે, “ભારતીય વડા પ્રધાને 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણયને “જીત્યા” પછી, એક અગ્રણી કાર્યકરની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી, અને હવે @Twitter દ્વારા એક મુસ્લિમ પત્રકારને સેન્સર કરવામાં આવી રહી છે. કેમ?” મુંધરા એ હકીકતથી અજાણ હોવા જોઈએ કે 2002ના ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવા અંગેના એસઆઈટીના અહેવાલને અનહોલ્ડ કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો હતો કે નિહિત સ્વાર્થ ધરાવતા લોકો ગુજરાત રાજ્ય અને પીએમ મોદી વિરુદ્ધ પ્રચાર ચલાવે છે. તે જે કાર્યકરનો ઉલ્લેખ કરી રહી હતી તે તિસ્તા સેતલવાડ હતી, જેના પર પીએમ મોદી અને ગુજરાત રાજ્યની છબીને બદનામ કરવા માટે બનાવટી દસ્તાવેજો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સબમિટ કરવાનો અને પીડિતોને જૂઠ બોલતા શિખવાડવાનો આપવાનો આરોપ છે. તેના પર 2002ના રમખાણ પીડિતો માટે એકત્રિત કરેલા ભંડોળનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.

    રાણા અય્યુબના સમર્થનમાં સ્મૃતિ મુંધરા દ્વારા ટ્વીટ. સ્ત્રોત: ટ્વિટર

    રાણા અય્યુબ સામે ફંડની ગેરરીતિનો આરોપ

    આ વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ, OpIndiaએ અહેવાલ આપ્યો હતો કે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અયુબ અને તેના પરિવારના ખાતામાંથી 1.77 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ખુલાસાના થોડા દિવસો પછી, અય્યુબે એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે તેને તેના “પત્રકારત્વ” માટે ફસાવવામાં આવી હતી અને તેણે પૈસાનો દુરુપયોગ કર્યો નથી.

    જો કે, તેના તમામ દાવાઓને ટ્વિટર યુઝર હોક આઇ દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો, જેણે ગયા વર્ષે કથિત ચેરિટી છેતરપિંડીની વિગતો શેર કરી હતી. EDએ તેના જોડાણના આદેશમાં કહ્યું છે કે, “રાણા અય્યુબે પૂર્વ આયોજિત રીતે અને સામાન્ય જનતાના દાતાઓને છેતરવાના ઈરાદાથી સામાન્ય જાહેર દાતાઓને છેતર્યા છે.”

    ઓર્ડરમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ‘કૌભાંડ’ તેણે ભંડોળ પ્રાપ્ત થયું ત્યારથી શરૂ થયું, જેનો ઉપયોગ તેણે કોવિડ -19 રાહત કાર્ય માટે કર્યો ન હતો. તેણે તેના બદલે ₹50 લાખની ફિક્સ ડિપોઝિટ કરી અને નેટ બેન્કિંગ દ્વારા તેના પિતા અને બહેનના બચત ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી.

    29 માર્ચના રોજ, રાણા અય્યુબને ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ તેમની સામે પેન્ડિંગ મની લોન્ડરિંગ કેસને કારણે લંડનની ફ્લાઈટમાં બેસતા અટકાવ્યા હતા. 4 એપ્રિલે, તેને પોતાની મુસાફરી, સંપર્કો અને તેના રહેવાના સ્થળની વિગતો જાહેર કરવાની પૂર્વ-આવશ્યકતા સાથે દિલ્હી હાઇકોર્ટ દ્વારા વિદેશ પ્રવાસની પરવાનગી આપવામાં આવી હતી.

    નોંધનીય છે કે, અય્યુબે તેના પુસ્તક ગુજરાત ફાઇલ્સમાં ગુજરાત રમખાણોના તેના કહેવાતા ખુલાસા લખ્યા હતા જેને સુપ્રીમ કોર્ટે પુરાવા તરીકે નકારી કાઢ્યા હતા. ઉપરાંત, OpIndiaના એડિટર નિરવા મહેતા દ્વારા પુસ્તકનું વિગતવાર ખંડન અહીં વાંચી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં