Friday, December 6, 2024
More
    હોમપેજરાજકારણ‘માત્ર વોટબેંક માટે OBCનો ઉપયોગ કરે છે કોંગ્રેસ’- હરિયાણા CM સૈની: નાના...

    ‘માત્ર વોટબેંક માટે OBCનો ઉપયોગ કરે છે કોંગ્રેસ’- હરિયાણા CM સૈની: નાના પટોલેએ આપ્યું હતું ‘કુત્તે’વાળું વિવાદિત નિવેદન, રાજીવ ગાંધીનું લોકસભા ભાષણ અપાવ્યું યાદ

    હરિયાણાના સીએમ નાયબ સિંઘ સૈનીએ કહ્યું, "કોંગ્રેસે ન માત્ર OBC સાથે અન્યાય કર્યો છે પરંતુ કોંગ્રેસે OBCનો વોટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કર્યો પણ છે. મોદીજીએ OBCને જેટલું સન્માન આપ્યું છે એટલું કદાચ ઇતિહાસમાં કોઈએ નથી આપ્યું.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Legislative Elections) 20 નવેમ્બરે યોજવા જઈ રહી છે અને 23 નવેમ્બરે તેનું પરિણામ આવવાનું છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના (Congress) નેતા નાના પટોલેએ (Nana Patole) અકોલા જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક વિવાદ ઉભો કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પટોલેના નિવેદન પર હરિયાણાના CM નાયબ સિંઘે (Haryana CM Nayab Singh Saini) જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસે માત્ર OBCને અન્યાય જ કર્યો છે અને OBCનું શોષણ કર્યું છે.

    નોંધનીય છે કે, તેમના સંબોધન દરમિયાન પટોલેએ કહ્યું, “હું પૂછવા માંગુ છું કે, અકોલા જિલ્લાના OBC સમાજના લોકો, તમને કૂતરા કહેવાવાળી ભાજપને મત આપશો?… હવે ભાજપને કૂતરો બનાવવાનો સમય આવી ગયો છે. તેઓ ખૂબ ઘમંડી થઈ ગયા છે.” આ નિવેદનનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે નાના પટોલેના આ નિવેદન પર હરિયાણાના CMએ પલટવાર કર્યો હતો.

    હરિયાણાના સીએમ નાયબ સિંઘ સૈનીએ કહ્યું, “કોંગ્રેસે ન માત્ર OBC સાથે અન્યાય કર્યો છે પરંતુ કોંગ્રેસે OBCનો વોટબેંકની રાજનીતિ માટે ઉપયોગ કર્યો પણ છે. મોદીજીએ OBCને જેટલું સન્માન આપ્યું છે એટલું કદાચ ઇતિહાસમાં કોઈએ નથી આપ્યું.” પટોલેના નિવેદન બદલ તેમને કાકાસાહેબ કાલેલકરના રિપોર્ટ અંગે જાણવા કહ્યું હતું.

    - Advertisement -

    નાયબ સિંઘે પૂર્વ PM રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે “તેમણે રાજીવ ગાંધીએ લોકસભામાં કરેલી ચર્ચા જોવી જોઈએ, જેમાં તેમણે 1 કલાક સુધી ઓબીસીને બંધારણીય અધિકારો અને દરજ્જો કેમ ના મળવા જોઈએ એ અંગે વાત કરી હતી. મોદીજી 2018માં OBCને બંધારણીય દરજ્જો આપવા માટે એક બિલ લાવ્યા હતા, જે લોકસભામાં પારિત થઇ ગયું પરંતુ રાજ્યસભામાં અમને જનાદેશ ન મળ્યો.”

    તેમણે આગળ કહ્યું કે, “નાના પટોલેએ જણાવવું જોઈએ કે આ મામલે કોંગ્રેસનું શું સ્ટેન્ડ હતું? કોંગ્રેસે હંમેશા OBC સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસે OBCનો ઉપયોગ વોટબેંક માટે અને રેલીઓમાં સંખ્યા વધારવા માટે કર્યો છે. જયારે પણ OBCના અધિકારોની વાતો આવી કોંગ્રેસે તેને નકાર્યું છે. નરેન્દ્ર મોદીજીએ OBC આયોગ બનાવ્યો અને તેને બંધારણીય દરજ્જો આપ્યો.”

    તેમણે OBC આરક્ષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મને આનંદ છે કે અમે OBC સમાજના બાળકોને MBBS, MDની સીટો, કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં પણ 27%ની અનામત આપી છે. નોકરીઓમાં પણ મોદીજી અને OBCના આયોગના કારણે OBCને 27% અનામત મળી છે. OBC સમાજને બદલવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. કોંગ્રેસે કોઈ કામ કર્યું નથી માત્ર તેમનું શોષણ કર્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં