Thursday, November 14, 2024
More
    Home Blog Page 1030

    વડોદરાની ઘટના: તિરંગાનું વિતરણ કરનાર વિદ્યાર્થીને પિસ્તોલ બતાવી ઝઘડો કરનાર કબીર ખાનના થેલામાંથી મળ્યું MD ડ્રગ્સ, SOG તપાસમાં ડ્રગ પેડલર પણ ઝડપાયો

    શનિવાર (13 ઓગસ્ટ)ના દિવસે વડોદરામાં આઝાદીકા અમૃત મહોત્સવ અને હાર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાઓનું વિતરણ કરી રહેલ વિધાર્થીઓ સાથે ઘર્ષણ થતા તેમને પિસ્તોલ જેવું કોઈ હથિયાર બતાવીને ધાક-ધમકી આપનાર કબીર ખાનની પોલીસે ધરપકડ કરતા તેના બગલ થેલામાંથી MD ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

    શનિવારે જયારે અમુક વિદ્યાર્થીઓ લોકોને તિરંગાઓનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે આ કબીર ખાન તેમની પાસે આવ્યો અને તિરંગા વિતરણ બાબતે મગજમારી કરવા લાગ્યો હતો. વિવાદ વધતા કબીર ખાને પોતાની બેગમાંથી પિસ્તોલ જેવું હથિયાર કાઢીને, તે બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

    આ અંગે યુવકે પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હોવાની અરજી સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ PCBએ નવાયાર્ડના કબીર ખાનની અટકાયત કરી હતી. તેના થેલાની તલાશી લેતા થેલામાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. ઉપરાંત તેણે પિસ્તોલ નહીં પિસ્તોલ જેવું લાઈટર બતાવ્યાની હકીકત સામે આવી, પરંતુ હથિયાર શોધતા થેલામાંથી ડ્રગ મળી આવ્યું હતું.

    કબીર ખાને MBA કરેલું છે અને તે વડોદરામાં ખાનગી નોકરી કરતો હતો. આ ઘટના બહાર આવતા પોલિશ કમિશનરે તપાસ SOGને સોંપી હતી.

    પેડલર પાસેથી 5 લાખની કિંમતનું ડ્રગ અને ચરસ મળ્યું

    SOG દ્વારા વધુ પુછપરછ કરાતાં કબીર ખાને કબુલ્યું હતું કે તે નશાનો બંધાણી છે. તેણે પોતે ડ્રગ ક્યાંથી લાવે છે એ પુછાતા પોતાના ડ્રગ પેડલર ચિંતનની માહિતી આપી હતી.

    માહિતીના આધારે SOG દ્વારા માંજલપુર ખાતે ડ્રગ પેડલર ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ચિન્ટુના ઘરેથી 40.87 ગ્રામ MD ડ્રગ્સ, 20 બોટલ પેન્ટાઝોશીન ઇન્જેક્શન તથા મોટા જથ્થામાં ચરસ મળી આવ્યું હતું. આ દરોડામાં અંદાજે 5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સરફરાઝ પકડાયો, રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ સરફરાઝ તરીકે થઇ છે. લખનઉ સાયબર સેલ દ્વારા તેને રાજસ્થાનના ભરતપુરથી દબોચી લીધો હતો. 

    ગત 8 ઓગસ્ટ 2022ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસના હેલ્પલાઈન નંબર ઉપર મુખયમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી. તેણે યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે મામલે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસ અને સાયબર સેલે તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને પકડવા માટે જુદા-જુદા પ્રકારની ટીમ બનાવવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ યુપી સીએમ યોગી આદિત્યનાથને એક પત્ર મારફતે ધમકી આપવામાં આવી હતી. યુપીના હિંદુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં તિવારી અને યોગી આદિત્યનાથને ‘બૉમ્બથી ઉડાવી દેવાની’ ધમકી આપવામાં આવી હતી. 12 ઓગસ્ટ (શુક્રવાર) 2022ના રોજ આ પત્ર મળ્યો હતો. જે બાદ આ મામલે પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને સાયબર સેલ પણ સક્રિય થઇ ગયા હતા. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનાર શખ્સ ગેરકાયદે કતલખાનાં વિરુદ્ધ દેવેન્દ્ર તિવારીએ કરેલી જાહેરહિતની અરજીથી નારાજ હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે, “તને કેટલી વાર સમજાવ્યો છે પણ તું માની નથી રહ્યો. તારી જાહેરહિતની અરજીથી મુસ્લિમોના પેટ પર લાત પડી છે. તારા કારણે તમામ કતલખાનાં બંધ થઇ ગયાં છે. હવે તું જો કે હું તારી શું હાલત કરું છું. તું ચાલાકીથી દેવબંદથી તો નીકળી ગયો. બાકીનાની ગરદન કાપી છે, પરંતુ તને અને યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવીશું. આગલા 15 દિવસમાં તને આનું પરિણામ મળશે.”

    ધમકી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સતર્ક થઇ ગઈ હતી. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સર્વિલાન્સ અને સાયબર સેલની ટીમ સહિત પોલીસની અનેક ટીમોએ મોબાઈલ નંબરના આધારે આરોપી વિશે જાણકારી એકઠી કરી હતી અને ધમકી આપનારને ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. 

    કેજરીવાલ, AAP અને ડાબેરી પક્ષો તિરંગાથી દૂર… ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા કરતા રાષ્ટ્રધ્વજનો વિરોધ કેમ?

    ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષની નીતિઓનો વિરોધ કરતી વખતે કેટલાક વિપક્ષી પક્ષો દેશ/રાષ્ટ્રની વિરુદ્ધ ઊભા રહી જતા હોય છે. આનું તાજેતરનું ઉદાહરણ આમ આદમી પાર્ટી અને લેફ્ટ પાર્ટીએ રજૂ કર્યું છે. વાસ્તવમાં, બંનેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ક્યાંય દેખાતો નથી.

    આ રાજકીય પક્ષો ત્રિરંગાને સહન કરતા નથી એમ કહેવું કદાચ ખોટું નહીં હોય. આખો દેશ અત્યારે આઝાદીની 75મી વર્ષગાંઠના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આવા સમયે પણ તેમના જેવા કેટલાક રાજકીય પક્ષો તેમની ક્ષુદ્ર રાજકીય વિચારસરણીને કારણે તિરંગા સાથે સહજ નથી ભાસી રહ્યા.

    સૌથી પહેલા વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીની, જે પોતાને પ્રખર દેશભક્ત કહે છે. જોવા જેવી વાત છે કે પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ તેમજ દિલ્હી, ગોવા અને ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રધ્વજ ક્યાંય જોવા મળી રહ્યો નથી.

    તેવી જ રીતે, આ પાર્ટીના ઘણા મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર પણ તિરંગાનું નામો નિશાન પણ જોવા મળ્યું નથી. જેમાં સંજય સિંહ અને નરેશ બાલ્યાનના નામ સામેલ છે.

    નોંધનીય છે કે સીપીઆઈ એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ તેમજ કેરળ અને પુડુચેરીના ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રધ્વજ ત્રિરંગો દેખાતો નથી.

    આ સ્વતંત્રતા ખોટી છે: CPI

    ઉલ્લેખનીય છે કે આઝાદીના 74 વર્ષ પૂરા થયા ત્યાં સુધી સીપીઆઈ જ હતી જે આઝાદીને જુઠ્ઠું કહેતી હતી. ગયા વર્ષે, 15 ઓગસ્ટ, 2021 ના ​​રોજ, 74 વર્ષ પછી, આ પાર્ટીએ દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સ્થિત તેના કાર્યાલયો અને અન્ય કાર્યાલયોમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

    નોંધનીય છે કે અત્યાર સુધી કમ્યુનિસ્ટ પાર્ટી દેશભરમાં ‘યે આઝાદી જૂઠી હૈ’ ના નારા આપી રહી હતી. હવે ફરીવાર સોશ્યિલ મીડિયા પર તિરંગાને પ્રોફાઈલ ફોટા તરીકે ન મુકીને તેમણે પોતાનો રાષ્ટ્રવિરોધી વિચાર વ્યક્ત કર્યો છે.

    આમિર ખાનની ફિલ્મ બચાવવા અન્ય અભિનેતાઓએ પણ જોર લગાવ્યું, પણ તેની પણ કોઈ અસર ન થઇ: ‘લાલ સિંઘ ચઢ્ઢા’નું ફ્લૉપ જવું બૉલીવુડ માટે મોટી શીખ

    સોશિયલ મીડિયા પર શરૂ થયેલી બહિષ્કારની માંગ વચ્ચે બૉલીવુડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ ગત ગુરુવારે દેશભરનાં થીયેટરોમાં રીલીઝ થઇ હતી. ફિલ્મ રજાના દિવસે રિલીઝ કરવામાં આવી હતી, હજુ મંગળવાર સુધી રજા રહેશે. પણ તેમ છતાં ફિલ્મ ખાસ ઉકાળી શકી નથી અને લોકોએ કરેલો બહિષ્કાર માત્ર સોશિયલ મીડિયા પર ન રહીને ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળ્યો છે.

    ફિલ્મને બચાવવા માટે આમિર ખાન, કરીના કપૂર વગેરે શરૂઆતથી જ મથતાં રહ્યાં છે. તમારે ફિલ્મ ન જોવી હોય તો ન જુઓ કહેનાર કરીનાએ પણ હવે એમ કહેવા માંડ્યું છે કે લોકો તેમની ફિલ્મ બોયકોટ ન કરે અને જુએ, કારણ કે તેમાં ઘણા લોકોની મહેનત હોય છે. આમિર ખાને બહુ પહેલાથી શસ્ત્રો હેઠાં મૂકી દીધાં હતાં. પણ તે પણ કંઈ કામ આવ્યું નહીં. 

    ‘લાલ સિંઘ ચઢ્ઢા’ને ત્રણ દિવસે પણ કોઈ ખાસ પ્રતિસાદ ન મળતાં હવે બૉલીવુડના અભિનેતાઓ મોડા મોડા જાગ્યા છે અને ફિલ્મનો પ્રચાર કરવા માંડ્યા છે. જોકે, તેની પણ કંઈ અસર થતી દેખાઈ રહી નથી અને લોકો તેમની પણ આગામી ફિલ્મનો બહિષ્કાર કરવાનું વિચારવા માંડ્યા છે! 

    બૉલીવુડના અભિનેતાઓએ એક પછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આમિર ખાનની ફિલ્મનાં વખાણ કર્યા છે અને એટલું જ નહીં પરંતુ લોકોને આ ફિલ્મ જોવા જવા માટે અપીલ પણ કરી છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે દરેકે આ ફિલ્મ જોવી જોઈએ. રણવીર સિંહે આમિર ખાન સાથેની તસ્વીર પોસ્ટ કરીને લાંબો નિબંધ લખ્યો હતો. જેનો ટૂંકસાર એ નીકળે છે કે લાલ સિંઘ ચઢ્ઢા સિનેમાની એક મહાન કૃતિ છે અને સંપૂર્ણ ફિલ્મ છે. 

    અભિનેતા જાવેદ જાફરીએ પણ ટ્વિટ કરીને લાલ સિંઘ ચઢ્ઢા અને આમિર ખાનનાં વખાણ કરીને કહ્યું કે દરેકે આ ફિલ્મ જોવી જ જોઈએ. સાથે તેમણે આ ફિલ્મ મોટા પડદે થીએટરમાં જ જોવામાં આવે તેવો ભાર મૂક્યો હતો. 

    રિતિક રોશને પણ હાલમાં જ ફિલ્મનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને કહ્યું કે આ ફિલ્મ દરેક વ્યક્તિએ ચોક્કસપણે જોવી જોઈએ. જોકે, તેમના ટ્વિટ નીચે લોકોના જવાબ જોઈને લાગે છે કે હવે લોકોએ આ ફિલ્મ અભિનેતાઓની વાતોને બહુ ગંભીરતાથી લેવાનું માંડી વાળ્યું છે. ઉપરથી લોકો પૂછી રહ્યા છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વખતે તેઓ ક્યાં હતા? 

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને લઈને કોઈ કથિત મોટા બૉલીવુડ સ્ટારે ફિલ્મ વિશે એક શબ્દ તો લખ્યો ન હતો પણ ઉપરથી ફિલ્મને વધુ સ્ક્રીન નહીં મળે અને લોકો ફિલ્મ વિશે જાણે જ નહીં તે માટે એક આખી ઇકોસિસ્ટમ સક્રિય થઇ ગઈ હતી. ત્યારે પણ ફિલ્મના બહિષ્કારની વાતો ચાલી હતી. જોકે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરનારાઓ હવે ‘લાલ સિંઘ ચઢ્ઢા’ના થતા બહિષ્કારનો વિરોધ કરે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે. 

    જોકે, તેમ છતાં લોકોએ સ્વયંભૂ બીડું ઝડપી લીધું હતું અને પછી જે થયું એ ઇતિહાસ છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ વર્ષની સૌથી સફળ ફિલ્મો પૈકીની એક સાબિત થઇ અને જે ક્રાંતિ સર્જી તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે. લોકો ફિલ્મો અને મનોરંજનના નામે થતી બદમાશી સમજવા માંડ્યા છે, સોશિયલ મીડિયાના કારણે પ્રોપેગેન્ડા ખુલ્લો પડે છે, લોકો ચર્ચા કરે છે અને સારા-ખરાબ વચ્ચેનો ભેદ પારખતા જાય છે. 

    અને આમ જોવા જઈએ તો આ બહિષ્કાર માત્ર એક ફિલ્મનો નથી, પરંતુ બૉલીવુડની હિંદુવિરોધી, ભારતવિરોધી માનસિકતાનો છે. તેમાં આમિર ખાનના જૂના નિવેદનો અને અમૂક કરતૂતો પણ ઉમેરાઈ અને માંગ વધુ તેજ બની. પરંતુ આ ફિલ્મને ફ્લૉપ બનાવીને લોકોએ એક સંદેશ આપ્યો છે કે મનોરંજનના નામે પ્રોપેગેન્ડા ક્યારેય સહન કરવામાં નહીં આવે. ભલે ફિલ્મમાં ‘મોટા’ સ્ટાર પણ કેમ ન હોય કે તેની પડખે વર્ષોથી મૂળિયાં જડ બનાવીને બેઠેલી ઈકોસિસ્ટમ પણ કેમ ન હોય.

    રાજસ્થાનમાં સેનાના જવાનોની જાસૂસી કરવા બદલ બે શંકાસ્પદોની ધરપકડ: પાકિસ્તાન માટે ગુપ્ત માહિતી મેળવતા હતા

    રાજસ્થાન પોલીસની ગુપ્તચર શાખાએ પાકિસ્તાન માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી હતી, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

    આરોપીઓની ઓળખ ભીલવાડાના રહેવાસી 27 વર્ષીય નારાયણ લાલ ગાદરી અને જયપુરના 24 વર્ષીય કુલદીપ સિંહ શેખાવત તરીકે થઈ હતી. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે ગદરીએ ભારતીય ટેલિકોમ કંપનીઓના સિમ કાર્ડ આપ્યા હતા જેનો ઉપયોગ તેના પાકિસ્તાની હેન્ડલર્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવવા માટે કરે છે. પાલીમાં દારૂની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો શેખાવત એક પાકિસ્તાની મહિલા હેન્ડલરના સંપર્કમાં હતો.

    તે ભારતીય સૈન્યની મહિલા કર્મચારીઓના રૂપમાં અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવતો હતો. ઈન્ટેલિજન્સ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, શેખાવત સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ આર્મી જવાનો પાસેથી ગુપ્ત માહિતી મેળવવામાં સામેલ હતો. તેમણે કહ્યું કે આ બંને લોકો જાસૂસી કરવા અને તેમના પાકિસ્તાની હેન્ડલર્સની મદદ કરવાના બદલામાં પૈસા મેળવતા હતા.

    અશ્લીલ વિડીયો પીરસતા વોટ્સએપ ગૃપથી થઇ ભરતી

    પોલીસની પુછપરછ દરમિયાન નારાયણ લાલે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં ફેસબુક પાર તેને એ લિંક મળી હતી. જે લિંક દ્વારા તે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો જેમાં રોજ નવી નવી અશ્લીલ સામગ્રીઓ આવતી હતી. તે ગ્રુપમાં પાકિસ્તાન સહીત અનેક દેશોમના 250થી વધુ સભ્યો હતા.

    નારાયણ લાલે આગળ જણાવ્યું કે થોડા દિવસ બાદ પોતે એ ગ્રૂપમાંથી નીકળી ગયો હતો. જે બાદ એક પાકિસ્તાની નાગરિકે +92 વાળા પાકિસ્તાનના નંબરથી તેનો સંપર્ક કર્યો હતો. પોતાનું નામ અનિલ જણાવીને તેનણે નારાયણ લાલ સાથે થોડા દિવસ વાતો કરી હતી. થોડા દિવસો બાદ તેણે તેને અણુએ એક પાકિસ્તાન ઇન્ટેલિજેન્સ ઓપરેટીવ સાહિલ સાથે ઓળખાણ કરાવી હતી જે કથિત રીતે દિલ્હીમાં રહેતો હતો અને ભારતનો નંબર જ વાપરતો હતો.

    જે બાદ તે લોકોએ નારાયણ લાલને પૈસા આપીને ભારતીય સીમકાર્ડ ખરીદવાથી લઈને સેનાની જાસૂસી કરવા સુધીના અનેક કામ કરાવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ આ બંને જાસુસોની ધરપકડ કરીને હવે આગળની તપાસ શરૂ કરી છે.

    અહીંયા નોંધવા જેવું છે કે આ પહેલા પણ તાજેતરમાં રાજસ્થાનથી અન્ય ઘણા લોકોની ISI સાથે સંબંધ હોવાના કારણે અને જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ થઇ ચુકી છે. સ્વતંત્રતા દિવસ પહેલા હમણાં સુધી રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને પાલીમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કથિત રીતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI સાથે જોડાયેલા છે.

    ‘લહેરા….દો…. લહેરા દો…. સરકશી કા પરચમ લહેરા….દો’ ગીત ગમે છે? શું આપ દેશ સાથે ‘વિદ્રોહ’ કરી રહ્યા છો? વાંચો વાસ્તવિકતા

    ‘લહેરા…દો લહેરા…દો સરકશી કા પરચમ લહેરા…દો….’ ખાતરી સાથે લખું છું કે આ પંક્તિઓ તમે એ જ રાગ અને લયમાં ગણગણાવતા વાંચી હશે જેમાં આ ગાવામાં આવી છે. ખરું ને? અને એમ બને પણ કેમ નહીં? આપણે સ્વતંત્રતા મેળવી તેનાં 75 વર્ષ થયાં, ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવતી વેળાએ દેશભક્તિનો રંગ આપણા બધા ઉપર કઈંક એવો ચડ્યો છે કે આ ગીત સાંભળીને આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી જાય અને આપોઆપ આ ‘લહેરા દો…’ ગીત ગણગણાઈ જવાય.

    ઓગસ્ટ મહિનોચાલુ થયો ત્યાર બાદ છેલ્લા ઘણા દિવસોથી આ ગીત આખા દેશના લગભગ દરેક વ્યક્તિનાં વોટ્સપ સ્ટેટસ, ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, ફેસબુક ટ્વિટર અને મોટાભાગના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કરોડો લોકો અરિજિત સિંઘ દ્વારા ગવાયેલા આ ફ઼િલ્મી ગીતની આ કડીને તિરંગા સાથે પોસ્ટ કરી રહ્યા છે. અને કેમ ન કરે? દેશનો દરેક નાગરિક સ્વતંત્રતાના આ મહાપર્વમાં દેશ માટે પોતાની દેશદાઝ, દેશ માટેનો પોતાનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિ આ ગીત થકી વ્યકત કરી રહ્યો છે અને તમે પણ તેમાના એક હશો જ. પણ કદાચ આ લેખ ગીત પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલવામાં મદદરૂપ થશે.

    ગીત વિશે માહિતી

    ગીત ઉપર આગળ વધીએ એ પહેલાં સૌપ્રથમ તેના વિશે થોડું જાણી લઈએ. વર્ષ 2021માં રિલીઝ થયેલી રણવિરસિંહ અને દિપીકા પાદુકોણ અભિનીત ફિલ્મ ’83’નું આ ગીત છે. ગીતકાર કૌસર મુનીર દ્વારા લખાયેલા આ ગીતને સ્વર સંગીત પ્રિતમ સાથે અરિજીતસિંહે આપ્યો છે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતની ક્રિકેટ ટીમે કપિલ દેવની આગેવાનીમાં જીતેલા વર્લ્ડકપની વાર્તાના આધારે બનાવવામાં આવી છે.

    ગીત ખૂબ જ સરસ છે. સરસ મજાના સંગીતના તાલે અરિજિતસિંઘના કર્ણપ્રિય અવાજ સાથેનું આ ગીત ખરેખર સાંભળવા જેવું છે અને ફિલ્મની અંદર દર્શાવાયેલી પરિસ્થિતિને અનુરૂપ પણ છે. જ્યાં જીત અસંભવ લાગી રહી હતી ત્યાં વિજયધ્વજ લહેરાવીને ભારતની ક્રિકેટ ટીમ પ્રથમ વર્લ્ડકપ લઈને આવી હતી. જેથી ફિલ્મમાં દર્શાવેલી પરિસ્થિતિ ગીતને સાર્થક કરે છે. પરંતુ વર્તમાન સમયમાં આ ગીતનો અને તેના શબ્દોનો અર્થ આપણે જાણીએ છીએ ખરા? આપણે દેશભક્તિમાં લીન થઈને જે શબ્દો રાષ્ટ્રને અને તિરંગાને સમર્પિત કરી રહ્યા છીએ તેનો અર્થ આપણને નથી ખબર, કારણ કે ગીતના શબ્દો ઉર્દૂ ભાષામાં છે.

    ગીતના શબ્દોનો અર્થ

    ફિલ્મ, ગીત, સંગીતકાર અને ગાયકની માહિતી મેળવી લીધા પછી હવે મુદ્દાની વાત. ઉપર જેમ લખ્યું કે આ લેખ વાંચીને શા માટે આપનો દ્રષ્ટિકોણ બદલાશે તેના ઉપર આવીએ, તો તેના માટે સૌપ્રથમ તો ગીતના શબ્દો ઉપર ધ્યાન આપીએ. ગીતના શબ્દો છે ‘લહેરા દો…લહેરા…દો સરકશી કા પરચમ લહેરા…દો ” જેનો શાબ્દિક અર્થ આ પ્રકારે થાય- ‘ફરકાવી દો…ફરકાવી દો..વિદ્રોહનો ધ્વજ ફરકાવી દો.’

    હવે એ પ્રશ્નનો ઉત્તર આપો કે દેશ સ્વતંત્ર થયો તેનાં 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ થઇ ગયાં તો પછી આ ‘વિદ્રોહ’ની ચળવળનું ગીત આપણે આટલા દિવસોથી કોના માટે વગાડી રહ્યા છીએ? વિદ્રોહ કોનો? દેશનો? દેશની સરકારનો? દેશની સેનાનો? કે પછી સ્વતંત્રતાનો? અજાણતામાં આપણે શું પ્રચાર કરી રહ્યા છીએ તે આપણને જ નથી ખબર. ઉર્દૂ ડિક્શનરી વેબસાઈટ Rekhta ઉપર ‘સરકશી’ શબ્દનો અર્થ ‘બગાવત’ અથવા ‘ઉપદ્રવ’ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અનેક ઉર્દૂ સાહિત્યની વેબસાઈટો ઉપર આ જ અર્થ જોવા મળે છે. ગૂગલ પર જઈને ‘સરકશી’, ‘सरकशी’, કે ‘Sarkashi’ શબ્દનો અર્થ સરળતાથી જોઈ શકો છો.

    જાણ્યે-અજાણ્યે આંધળું અનુકરણ

    ભારતમાં બૉલીવુડ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આખા ફિલ્મજગત પર ઉર્દૂ ભાષા છવાયેલી રહી છે. ફિલ્મોનાં નામ, પટકથા અને ગીતોમાં ઉર્દૂ ભાષાનું વર્ચસ્વ આપણે જોતા આવ્યા છીએ અને સિનેમા સાથે આ ભાષાના અમુક શબ્દો પણ આપણા જીવનમાં વણાઈ ગયા છે. બૉલીવુડના ઉર્દૂકરણની વાત ફરી ક્યારેક પણ ધ્યાન આપવાની વાત એ છે કે આ ગીત દ્વારા જાણ્યે-અજાણ્યે વિદ્રોહની વાત આજે લાખો-કરોડો લોકો કરી રહ્યા છે. સ્વતંત્રતા પહેલાં કદાચ આ ગીત આવ્યું હોત તો સો ટકા આના શબ્દો લેખે હતા. કદાચ આ ગીત ક્રાંતિ લાવવામાં પણ મદદરૂપ થયું હોત, પણ સ્વતંત્રતા મળ્યા ને 75 વર્ષ બાદ વિદ્રોહની આ વાત શું ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નામી અનામી વીરગતિ પામેલા હુતાત્માઓનું અપમાન નથી?

    વિદ્રોહ કોનાથી?

    અહીં આ ગીતનો વિરોધ નથી, પણ સમજ્યા અને જાણ્યા વગર આપણે અજાણતાં દેશની સ્વતંત્રતા પર પ્રશ્ન ઉભો કરી રહ્યા છીએ વાત તેની છે. જાણ્યે-અજાણ્યે આપણે ભગતસિંહ જે રસ્સાથી ફાંસીના માંચડે ચડ્યા તેનું અને ચંદ્રશેખર આઝાદની બંદૂકમાં રહેલી અંતિમ ગોળીનું અપમાન છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રથમ આઝાદ હિંદ ફૌજ અને વર્તમાન સમયની આપણી સેનાની ત્રણેય પાંખ અને તે ઉપરાંત આપણા શહેર, ગામ, અને ગલીઓમાં રાત દિવસ પોતાનું કર્તવ્ય દાખવતા અને આપણું રક્ષણા કરતા પોલીસ અને સુરક્ષા દળોના સ્વાભિમાનની છે. કોના વિરુદ્ધમાં આપણે આ ‘વિદ્રોહનો ધ્વજ’ લહેરાવવાની વાત કરી રહ્યા છીએ તેનું મનોમંથન હું વાંચકો ઉપર છોડું છું.

    ઉપર લખેલા શબ્દો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી, પરંતુ આપણા દેશના સ્વાભિમાન સંસ્કૃતિ અને સ્વતંત્રતાને ખરા અર્થમાં પ્રતિબિંબિત કરવાનો જે સાચો રસ્તો છે તેના પર વિચાર કરવા માટે છે. આંધળું અનુકરણ વહેલા કે મોડા નુકસાનકારક નીવડી શકે તે સમજવું રહ્યું.

    ‘આગલો નંબર તારો’: લેખિકા જેકે રોલિંગને ઇસ્લામી કટ્ટરપંથી તરફથી મળી જાનથી મારી નાંખવાની ધમકી, સલમાન રશ્દી પર થયેલા હુમલાની કરી હતી ટીકા

    ‘હેરી પોટર’નાં લેખિકા જેકે રોલિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. લેખિકાએ ટ્વિટર પર આ ધમકીનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. લેખિકાએ તાજેતરમાં જ સલમાન રશ્દી પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે રશ્દી જલ્દી ઠીક થઇ જાય. જે બાદ તેમને કટ્ટરપંથી તરફથી ધમકી મળી હતી. 

    જોકે રોલિંગે સલમાન રશ્દી પર થયેલા હુમલાને લઈને ટ્વિટ કર્યું હતું કે, ‘આ ભયાનક ખબર છે. હું અસ્વસ્થતા અનુભવી રહી છું. તેઓ સ્વસ્થ થઇ જાય.’ જેના જવાબમાં મીર આસિફ અઝીઝ નામના એક યુઝરે કહ્યું હતું, ‘ચિંતા ન કરો, હવે તારો વારો આવશે.’ 

    જે ટ્વિટર હેન્ડલ જોકે રોલિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણે સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતારની પ્રશંસા પણ કરી હતી. તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, મતાર એક ક્રાંતિકારી શિયા લડવૈયો છે અને તેણે અયોતુલ્લાહના ફતવાનું પાલન કર્યું છે. 

    લેખિકા જોકે રોલિંગે આ ધમકીઓના સ્ક્રીનશોટ ટ્વિટર ઉપર પોસ્ટ કર્યા હતા અને ટ્વિટરને ટેગ કરીને લખ્યું હતું કે, તેમના તરફથી આ મામલે સહયોગ મળશે કે કેમ. જે બાદ તેમણે થોડી ક્ષણો પછી ફરીથી અપડેટ આપતાં જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું છે અને કાર્યવાહી કરી રહ્યા છે. 

    જે બાદ લેખિકાએ અન્ય એક સ્ક્રીનશોટ શૅર કર્યો હતો અને ટ્વિટરની ગાઈડલાઈન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રિપોર્ટ કરેલા ટ્વિટ પર સોશિયલ મીડિયા કંપનીએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, ઉપલબ્ધ માહિતીની તપાસ કરતાં આસિફના ટ્વિટમાં ટ્વિટર ગાઈડલાઈનનું કોઈ ઉલ્લંઘન થતું જણાતું નથી. ટ્વિટર તરફથી મળેલા જવાબની જોકે રોલિંગ તેમજ અન્ય યુઝરો તરફથી પણ ટીકા કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે ગત 12 ઓગસ્ટના રોજ ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના પશ્ચિમી ન્યયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. રશ્દી કાર્યક્રમમાં સંબોધન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ હુમલાખોર સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી રશ્દી ઉપર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. થોડી જ સેકન્ડોમાં તેણે અનેક ઘા માર્યા હતા, જેના કારણે સલમાન રશ્દીને ગળા અને પેટના ભાગે ઇજા પહોંચી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

    સલમાન રશ્દી વિરુદ્ધ 1988માં ઈરાનના અયોતુલ્લાહ દ્વારા ફતવો જારી કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી ઈરાને પોતાને આ ફતવાથી અલગ કરી લીધું હતું પરંતુ આખરે 30 વર્ષ બાદ એક 24 વર્ષીય હાદી મતાર નામના ઇસમે રશ્દી ઉપર હુમલો કરી દીધો હતો. 

    આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ શા માટે મનાવવામાં આવે છે, શું છે મહત્વ

    આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલાન કરતા કહ્યું હતું કે, દેશના વિભાજનની પીડા ક્યારેય ભુલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે. 

    આજે દેશ ભાગલા વખતે જીવ ગુમાવેલા લાખો નિર્દોષોને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ભાગલા વખતે જીવ ગુમાવનારા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો યુપી સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિધ્વંસક મજહબી માનસિકતાના કારણે થયેલા દુઃખદ વિભાજન દરમિયાન લાખો નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા અને અમાનવીય પીડા સહન કરવી પડી હતી. તેમણે આ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

    વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ભારતનું રાજ્પત્ર પણ જારી કરવામાં આવ્યું છે. ગત વર્ષે 14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે. 

    14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. લાખો લોકોએ રાતોરાત ભાગવું પડ્યું અને લાખો લોકો માર્યા ગયા હતા. 

    14 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા તો મળી પરંતુ તેની સાથે દેશનું વિભાજન પણ થયું અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. વિભાજનથી દેશના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને પૂર્વ-પશ્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાનને અલગ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી. જોકે, 1971ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું.

    ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ આખા પ્રકરણમાં દોઢ કરોડ લોકોએ ઘર-સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.

    વિભાજન બાદ થયેલાં રમખાણોમાં 20 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. મહિલાઓ સાથે બળાત્કાર થયા હતા તો ક્યાંક શરણાર્થીઓ ભરેલી ટ્રેનમાં નરસંહાર થયા હતા. બંગાળ, બિહાર, પંજાબ વગેરે ક્ષેત્રોમાં સાંપ્રદાયિક રમખાણો થયાં હતાં. પાકિસ્તાનથી લોહીથી લથબથ ટ્રેન પણ ભારત આવી હતી. 

    વિભાજન દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે હવેથી દર વર્ષે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવશે. જોકે, આ દિવસને પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવે છે. 

    શેરબજારના દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન: મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

    પ્રસિદ્ધ શૅર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સવારે 6:45 વાગ્યે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે તેમના અવસાનની પુષ્ટિ કરી છે. 

    રાકેશ ઝુનઝુનવાલાને બીમારીના કારણે થોડા સમય પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ 10-15 દિવસ અગાઉ જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, આજે તબિયત વધુ લથડતાં ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

    ભારતના વૉરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા એક ટ્રેડર હોવા ઉપરાંત ચાર્ટડ અકાઉન્ટન્ટ પણ હતા. તેઓ દેશના સૌથી આમિર વ્યક્તિઓ પૈકીના એક ગણાતા હતા. તેઓ હંગામા મીડિયા અને એપ્ટકના અધ્યક્ષ ઉપરાંત વાઇસરોય હોટેલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસીઝના ડાયરેક્ટર પણ હતા. 

    મુખ્યત્વે તેઓ શેર બજારમાં મોટા રોકાણકાર તરીકે જાણીતા હતા. તેમણે શરૂઆત માત્ર 5 હજાર રૂપિયાથી કરી હતી અને આજે ચાળીસ હજાર કરોડ રૂપિયા જેટલી નેટવર્થ ધરાવતા હતા. તેમની આ સફળતાના કારણે જ તેમને ઇન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ પણ કહેવાતા હતા. 

    શેર માર્કેટમાં જબરદસ્ત સફળતા બાદ તેઓ એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશી ચૂક્યા હતા. તેમણે નવી એરલાઇન કંપની આકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. અકાસા એરલાઇન્સની પહેલી કમર્શીય ફલાઇટે મુંબઈથી અમદાવાદ માટે ઉંડાણ ભરી હતી. જે બાદ 13 ઓગસ્ટથી અનેક અન્ય રૂટ્સ પર પણ કંપનીએ પોતાની સર્વિસની શરૂઆત કરી છે. 

    ઝુનઝુનવાલા જ્યારે કોલેજમાં હતા ત્યારથી તેમણે શેરબજારમાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. પિતાના મિત્રોને શેર બજારની ચર્ચા કરતા સાંભળીને તેમને પણ રસ જાગ્યો હતો. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટડ અકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે 1985માં પાંચ હજાર રૂપિયા સાથે પહેલીવાર રોકાણ કર્યું હતું. આ રકમ 2018માં વધીને 11 હજાર કરોડ રૂપિયા થઇ ગઈ. રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયા બાદ દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 

    62 વર્ષીય અહમદી મુસ્લિમનની ‘લબ્બીક યા રસૂલ અલ્લાહ’ બોલવાની ના પાડવા બદલ પાકિસ્તાનમાં છરીના ઘા મારીને હત્યા: તહરીક-એ-લબૈકના સમર્થકની ધરપકડ

    શુક્રવારે, પાકિસ્તાનના પૂર્વીય શહેર રબવાહમાં ઇસ્લામવાદી સૂત્રોચ્ચાર કરવાનો ઇનકાર કરવા બદલ નસીર અહમદ નામના એક અહમદી મુસ્લિમ વ્યક્તિને છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઓળખ શહેઝાદ રિઝવી તરીકે કરવામાં આવી છે જેણે અહમદનો સંપર્ક કર્યો અને તેને ‘લબ્બીક યા રસૂલ અલ્લાહ’ અને ‘ખાદિમ હુસૈન રિઝવી ઝિંદાબાદ’ ના નારા લગાવવા કહ્યું. ના પાડવા પર, રિઝવીએ અહમદીની હત્યા કરી, પોલીસે પુષ્ટિ કરી. આરોપી તહરીક-એ-લબ્બેક સમર્થક છે, જે ઈસ્લામવાદી ખાદિમ હુસૈન રિઝવી દ્વારા સ્થાપિત પાર્ટી છે. એપ્રિલ 2021 માં, ઇમરાન ખાને ઇસ્લામિક પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે, નવેમ્બર 2021 માં તે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, પોલીસે ઘટનાસ્થળે તરત જ આરોપીની ધરપકડ કરી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. લાંબા સમયથી સતાવાયેલા અહમદી લઘુમતીના સભ્યો, જેઓ પોતાને ઇસ્લામિક ચળવળ તરીકે જુએ છે, તેઓ પાકિસ્તાનમાં પૂર્વગ્રહ અને હિંસાનો અનુભવ કરે છે કારણ કે તેમની વિચારધારા પર ઇસ્લામનું અપમાન કરવાનો આરોપ છે.

    અહમદી મુસ્લિમ સમુદાયના પ્રવક્તા સલીમ ઉદ દીને પુષ્ટિ કરી કે મૃતક અહમદી મુસ્લિમ હતો. “આરોપીઓએ તેને ઇસ્લામિક પાર્ટીના નારા લગાવવાનું કહ્યું. ઇનકાર કરવા પર, તેણે વારંવાર છરા માર્યા અને તેને સ્થળ પર જ મારી નાખ્યો”, તેણે કહ્યું. તેણે ઉમેર્યું હતું કે અહમદ અહમદી સમુદાયનો સક્રિય સભ્ય હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે તે બસ સ્ટોપ પર ઊભો હતો.

    અહેવાલ મુજબ, 62 વર્ષીય અહમદી મુસ્લિમ વ્યક્તિની હત્યા કર્યા પછી, આરોપીએ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું, “જેણે પ્રોફેટનું અપમાન કર્યું તેને મારી નાખો”, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    દરમિયાન, આ કેસની તપાસ કરી રહેલી ચિનિયોટ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે હત્યાનો હેતુ મૃતક દ્વારા ઇસ્લામિક સૂત્રોચ્ચાર કરવાનો ઇનકાર હોવાનું શંકાસ્પદ છે પરંતુ હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. “અમે હત્યા પાછળના હેતુની તપાસ કરી રહ્યા છીએ, (શંકાસ્પદની) કોઈપણ ઇસ્લામિક પાર્ટી સાથેની લિંક્સ હજુ સુધી મળી નથી”, તેમણે ઉમેર્યું.

    અહેવાલોમાં ઉલ્લેખ છે કે ઓગણીસમી સદીમાં બ્રિટિશ-નિયંત્રિત ભારતમાં ઉદભવેલા અહમદી સમુદાયને રૂઢિચુસ્ત મુસ્લિમો દ્વારા વિધર્મી ગણવામાં આવે છે અને પાકિસ્તાનમાં તેમના ધાર્મિક સમારંભોમાં પોતાને મુસ્લિમ કહેવા અથવા ઇસ્લામિક પ્રતીકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

    અગાઉ, ઓકરા જિલ્લામાં મે મહિનામાં આવી જ એક ઘટના બની હતી જ્યારે 33 વર્ષીય અબ્દુલ સલામ કે જેઓ અહમદી સમુદાયના સભ્ય પણ હતા, એક સેમિનરી વિદ્યાર્થી દ્વારા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં અહમદીઓના અત્યાચાર અંગે વર્ષોથી કેટલાક અધિકાર જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન સરકારે લઘુમતી નાગરિકોની સુરક્ષા માટે આજ સુધી કંઈ કર્યું નથી.