Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરાની ઘટના: તિરંગાનું વિતરણ કરનાર વિદ્યાર્થીને પિસ્તોલ બતાવી ઝઘડો કરનાર કબીર ખાનના...

    વડોદરાની ઘટના: તિરંગાનું વિતરણ કરનાર વિદ્યાર્થીને પિસ્તોલ બતાવી ઝઘડો કરનાર કબીર ખાનના થેલામાંથી મળ્યું MD ડ્રગ્સ, SOG તપાસમાં ડ્રગ પેડલર પણ ઝડપાયો

    SOGને દરોડામાં ડ્રગ પેડલરના ઘરેથી 40.87 ગ્રામ MD ડ્રગ્સ, 20 બોટલ પેન્ટાઝોશીન ઇન્જેક્શન તથા મોટા જથ્થામાં ચરસ મળી આવ્યું હતું. આ દરોડામાં અંદાજે 5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

    - Advertisement -

    શનિવાર (13 ઓગસ્ટ)ના દિવસે વડોદરામાં આઝાદીકા અમૃત મહોત્સવ અને હાર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાઓનું વિતરણ કરી રહેલ વિધાર્થીઓ સાથે ઘર્ષણ થતા તેમને પિસ્તોલ જેવું કોઈ હથિયાર બતાવીને ધાક-ધમકી આપનાર કબીર ખાનની પોલીસે ધરપકડ કરતા તેના બગલ થેલામાંથી MD ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

    શનિવારે જયારે અમુક વિદ્યાર્થીઓ લોકોને તિરંગાઓનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે આ કબીર ખાન તેમની પાસે આવ્યો અને તિરંગા વિતરણ બાબતે મગજમારી કરવા લાગ્યો હતો. વિવાદ વધતા કબીર ખાને પોતાની બેગમાંથી પિસ્તોલ જેવું હથિયાર કાઢીને, તે બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

    આ અંગે યુવકે પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હોવાની અરજી સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ PCBએ નવાયાર્ડના કબીર ખાનની અટકાયત કરી હતી. તેના થેલાની તલાશી લેતા થેલામાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. ઉપરાંત તેણે પિસ્તોલ નહીં પિસ્તોલ જેવું લાઈટર બતાવ્યાની હકીકત સામે આવી, પરંતુ હથિયાર શોધતા થેલામાંથી ડ્રગ મળી આવ્યું હતું.

    - Advertisement -

    કબીર ખાને MBA કરેલું છે અને તે વડોદરામાં ખાનગી નોકરી કરતો હતો. આ ઘટના બહાર આવતા પોલિશ કમિશનરે તપાસ SOGને સોંપી હતી.

    પેડલર પાસેથી 5 લાખની કિંમતનું ડ્રગ અને ચરસ મળ્યું

    SOG દ્વારા વધુ પુછપરછ કરાતાં કબીર ખાને કબુલ્યું હતું કે તે નશાનો બંધાણી છે. તેણે પોતે ડ્રગ ક્યાંથી લાવે છે એ પુછાતા પોતાના ડ્રગ પેડલર ચિંતનની માહિતી આપી હતી.

    માહિતીના આધારે SOG દ્વારા માંજલપુર ખાતે ડ્રગ પેડલર ચિંતન ઉર્ફે ચિન્ટુ પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ચિન્ટુના ઘરેથી 40.87 ગ્રામ MD ડ્રગ્સ, 20 બોટલ પેન્ટાઝોશીન ઇન્જેક્શન તથા મોટા જથ્થામાં ચરસ મળી આવ્યું હતું. આ દરોડામાં અંદાજે 5 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં