Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સરફરાઝ પકડાયો,...

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સરફરાઝ પકડાયો, રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ

    યુપી સીએમ યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ સરફરાઝ તરીકે થઇ છે. લખનઉ સાયબર સેલ દ્વારા તેને રાજસ્થાનના ભરતપુરથી દબોચી લીધો હતો. 

    ગત 8 ઓગસ્ટ 2022ના રોજ ઉત્તર પ્રદેશ પોલીસના હેલ્પલાઈન નંબર ઉપર મુખયમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી. તેણે યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે મામલે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસ અને સાયબર સેલે તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને પકડવા માટે જુદા-જુદા પ્રકારની ટીમ બનાવવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ યુપી સીએમ યોગી આદિત્યનાથને એક પત્ર મારફતે ધમકી આપવામાં આવી હતી. યુપીના હિંદુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં તિવારી અને યોગી આદિત્યનાથને ‘બૉમ્બથી ઉડાવી દેવાની’ ધમકી આપવામાં આવી હતી. 12 ઓગસ્ટ (શુક્રવાર) 2022ના રોજ આ પત્ર મળ્યો હતો. જે બાદ આ મામલે પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને સાયબર સેલ પણ સક્રિય થઇ ગયા હતા. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનાર શખ્સ ગેરકાયદે કતલખાનાં વિરુદ્ધ દેવેન્દ્ર તિવારીએ કરેલી જાહેરહિતની અરજીથી નારાજ હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે, “તને કેટલી વાર સમજાવ્યો છે પણ તું માની નથી રહ્યો. તારી જાહેરહિતની અરજીથી મુસ્લિમોના પેટ પર લાત પડી છે. તારા કારણે તમામ કતલખાનાં બંધ થઇ ગયાં છે. હવે તું જો કે હું તારી શું હાલત કરું છું. તું ચાલાકીથી દેવબંદથી તો નીકળી ગયો. બાકીનાની ગરદન કાપી છે, પરંતુ તને અને યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવીશું. આગલા 15 દિવસમાં તને આનું પરિણામ મળશે.”

    ધમકી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સતર્ક થઇ ગઈ હતી. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સર્વિલાન્સ અને સાયબર સેલની ટીમ સહિત પોલીસની અનેક ટીમોએ મોબાઈલ નંબરના આધારે આરોપી વિશે જાણકારી એકઠી કરી હતી અને ધમકી આપનારને ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં