Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતને કાશ્મીર બનાવવા માંગતા હતા રાજકોટથી પકડાયેલા ત્રણ આતંકીઓ, હેન્ડલરે કહ્યું હતું-...

    ગુજરાતને કાશ્મીર બનાવવા માંગતા હતા રાજકોટથી પકડાયેલા ત્રણ આતંકીઓ, હેન્ડલરે કહ્યું હતું- ‘જેઓ શરિયાનો વિરોધ કરે તેને ટાર્ગેટ કરો’: રિપોર્ટમાં દાવો

    અહેવાલમાં ATSને સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રાજકોટથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓએ બાંગ્લાદેશમાં બેસીને ઓપરેટ કરતા અલ-કાયદાના આતંકવાદી અબુ તલ્હા પાસેથી તાલીમ મેળવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં રાજકોટમાંથી પકડાયેલા ત્રણ અલ-કાયદા આતંકવાદીઓ વિશે નવી-નવી જાણકારી સામે આવી છે. હવે જાણવા મળ્યું છે કે તેમના હેન્ડલરે તેમને ગુજરાતને કાશ્મીર બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. ઉપરાંત, જે શરિયાનો વિરોધ કરે તેમને નિશાન બનાવવા માટે પણ તાલીમ આપી હતી. 

    ‘અમદાવાદ મિરર’ના રિપોર્ટમાં આ બાબતો જણાવવામાં આવી છે. અહેવાલમાં ATSને સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રાજકોટથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓએ બાંગ્લાદેશમાં બેસીને ઓપરેટ કરતા અલ-કાયદાના આતંકવાદી અબુ તલ્હા પાસેથી તાલીમ મેળવી હતી. તેણે તેમને કહ્યું હતું કે જેઓ પણ શરિયાનો વિરોધ કરે તેને તેઓ ટાર્ગેટ કરે. 

    આતંકવાદીઓ સાથે થયેલી પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગુજરાતની સુરક્ષા એજન્સીઓ પણ તેમના નિશાને હતી. તલ્હાએ તેમને કહ્યું હતું કે, તેઓ એન્ટી-ટેરેરિઝમ અને અન્ય તપાસ એજન્સીઓને છોડે નહીં. જેના કારણે આ એજન્સીના અધિકારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તલ્હાએ તેમને ગુજરાતને કાશ્મીર બનાવવા માટે કામ કરવાની સૂચનાઓ આપી હતી અને તેની ઉપર જ ત્રણેય કામ કરતા હતા. 

    - Advertisement -

    રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે, આ ત્રણેયની કટ્ટરપંથી માનસિકતા જોતાં તેમને રાજકોટની અમુક મસ્જિદોમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. જેના કારણે ત્રણેય ઉશ્કેરાયા હતા અને જેઓ પણ તેમની વિચારધારાનો વિરોધ કરે તેને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. જેમાં એજન્સીઓ પણ સામેલ છે. 

    બાંગ્લાદેશની જેલમાં બંધ છે અબુ તલ્હા

    અબુ તલ્હા સામે ભારતમાં 21 ગુના નોંધાયેલા છે, જેમાંથી અમુક ગુજરાતમાં પણ દાખલ છે. તાજેતરમાં જ તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓએ પકડી લીધો હતો. ગત 30 મે, 2023ના રોજ તલ્હાને બાંગ્લાદેશના પાટનગર ઢાકાથી પકડવામાં આવ્યો હતો. હાલ તે ત્યાંની જેલમાં બંધ છે. તે બાંગ્લાદેશમાં બેસીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મુસ્લિમ યુવાનોને આતંકવાદી સંગઠનમાં જોડતો હતો. ભારત સરકાર તેનું પ્રત્યાર્પણ કરીને લાવવા માટે પ્રયાસો કરી રહી છે. 

    ગુજરાત ATSએ પકડ્યા હતા 3 આતંકીઓ

    રાજકોટમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓની વાત કરવામાં આવે તો સુકુર અલી, અમન મલિક અને સૈફ નવાઝ- ત્રણેયને તાજેતરમાં ગુજરાત ATSએ ઝડપી લીધા હતા. ત્રણમાંથી નવાઝ બે વર્ષથી રાજકોટમાં રહેતો હતો, જ્યારે બાકીના બેને અહીં આવ્યે 7-8 મહિના થયા હતા. રાજકોટ આવ્યા પહેલાં નવાઝ 5 વર્ષ સુધી જેતપુર રહી આવ્યો હતો. આ ત્રણેય અલ-કાયદા સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હાલ ત્રણેય કસ્ટડીમાં છે. 

    પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આતંકવાદીઓ ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકમેળાઓને ટાર્ગેટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.  ત્રણેયે હથિયાર ચલાવવાની તાલીમ પણ લીધી હતી. હાલ તેમની પૂછપરછ કરીને નેટવર્ક વિશે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં