નવીન જિંદાલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા મોકલાયેલા સમન બાદ હાજર થવામાં અસમર્થતા દર્શાવી છે. પયગંબર મુહમ્મદ પર કથિત ટીપ્પણીના સંબંધમાં દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલને મહારાષ્ટ્રની ભિવંડી પોલીસે જારી કરેલા સમન્સનો જવાબ આપ્યો હતો. પોતાના જવાબમાં નવીન જિંદાલે મહારાષ્ટ્ર પોલીસ વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરને પત્ર લખીને પૂછપરછ માટે હાજર થવા માટે એક મહિનાનો સમય માંગ્યો છે.
જિંદાલે ભિવંડી પોલીસને લખેલા પત્રમાં કહ્યું છે કે પ્રોફેટ વિવાદની શરૂઆતથી જ તેમને અને તેમના પરિવારને સતત હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. પત્રમાં જિંદાલે લખ્યું હતું કે , “સંજોગોને જોતા, હું દિલ્હી સ્થિત મારા ઘરેથી મહારાષ્ટ્રમાં આપની સમક્ષ હાજર થવાની સ્થિતિમાં નથી. તો મને એક મહિનાનો સમય આપો.”
આ સાથે તેમણે ભિવંડી પોલીસને એક સૂચન આપ્યું હતું કે જો મહારાષ્ટ્ર પોલીસ હજુ પણ તેમની પૂછપરછ કરવા માંગતી હોય તો તેમણે પત્રવ્યવહારના આ માધ્યમથી પોતાનો પ્રશ્ન મોકલવો જોઈએ અને તે (જિંદાલ) તેનો જવાબ મહારાષ્ટ્ર પોલીસને મોકલશે. દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલે કહ્યું છે કે તેઓ પોલીસ કોઈપણ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.
શું છે આખો મામલો
મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર પોલીસે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નવીન જિંદાલને પયગંબર મુહમ્મદ પર તેમની ટિપ્પણી સંબંધિત એક કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. આ મુજબ પોલીસે જિંદાલને 15 જૂનના રોજ સવારે 11:30 વાગ્યે મહારાષ્ટ્રના ભિવંડી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું હતું. પોલીસ દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેણે એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેનાથી તપાસમાં અડચણ આવે. પુરાવાનો નાશ ન કરવા કે તેની સાથે ચેડા ન કરવા પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલે કહ્યું છે કે તેઓ પોલીસ કોઈપણ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.
બીજી તરફ, આ જ કેસમાં નૂપુર શર્માએ પણ પૂછપરછ માટે હાજર થવા માટે ભિવંડી પોલીસ પાસે એક મહિનાનો સમય માંગ્યો છે . નોંધનીય છે કે નવીન જિંદાલ અને નુપુર શર્મા બંને વિરુદ્ધ ભિવંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ છે.