Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘માતૃશક્તિના ઉત્સાહને તોડી પાડવાનું કામ નિંદનીય’: કાજલ હિંદુસ્તાનીની ધરપકડ બાદ વિશ્વ હિંદુ...

    ‘માતૃશક્તિના ઉત્સાહને તોડી પાડવાનું કામ નિંદનીય’: કાજલ હિંદુસ્તાનીની ધરપકડ બાદ વિશ્વ હિંદુ પરિષદની માંગ- FIR રદ કરી જામીન આપવામાં આવે

    ઉનાના કાર્યક્રમમાં તેમણે સમાજ અને દેશની વ્યવસ્થાઓ અને સાંપ્રત સમસ્યાઓને લઈને માર્ગદર્શન કર્યું હતું. જેના અમુક ભાગને વિવાદિત ગણાવીને ગુનો દાખલ કરીને સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી તે ધૃણાસ્પદ કૃત્ય છે: વિહિપ

    - Advertisement -

    ઉના પોલીસ દ્વારા હિંદુવાદી એક્ટિવિસ્ટ કાજલ હિંદુસ્તાનીની ધરપકડ બાદ સતત તેમની મુક્તિ માટે માંગ કરવામાં આવી રહી છે. હવે વિશ્વ હિંદુ પરિષદે પણ તેમની સામેની કાર્યવાહીનો વિરોધ કરીને તાકીદે જામીન મુક્ત કરવા માટે માંગ કરી છે. આ માટે એક અધિકારીક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. 

    વિશ્વ હિંદુ પરિષદ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા એક અખબારી યાદીમાં કાજલ હિંદુસ્તાનીની ધરપકડનો વિરોધ દર્શાવીને તેમની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તાત્કાલિક રદ કરીને તેમને જામીન પર મુક્ત કરવા માટેની માંગ કરવામાં આવી હતી. 

    વિહિપે કહ્યું કે, કાજલ હિંદુ સમાજ માટે સતત કાર્યશીલ રહે છે અને ઉના ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સમાજ અને દેશની વ્યવસ્થાઓ અને સાંપ્રત સમસ્યાઓને લઈને માર્ગદર્શન કર્યું હતું. જેના અમુક ભાગને વિવાદિત ગણાવીને ગુનો દાખલ કરીને સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી તે ધૃણાસ્પદ કૃત્ય છે. 

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદે આગળ જણાવ્યું કે, રાજ્યની મહિલા શક્તિ જયારે સમાજને સાંપ્રત સમસ્યાઓને લઈને માહિતગાર કરે કે માર્ગદર્શન કરે ત્યારે તેમની હિંમતને બળ પૂરું પાડવાના બદલે તેમના ઉત્સાહને તોડી પાડવાનું કામ કરવામાં આવ્યું છે, જે નિંદનીય છે. જેથી વિશ્વ હિંદુ પરિષદની માંગ છે કે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તાકીદે રદ કરીને તેમને જામીન આપવામાં આવે.

    રામનવમીના દિવસે ઉનામાં ધર્મસભા સંબોધી હતી

    ઉલ્લેખનીય છે કે જાણીતાં હિંદુવાદી વક્તા, કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીએ ગત રામનવમીના દિવસે (30 માર્ચ, 2023) ગીર સોમનાથના ઉનામાં એક ધર્મસભાને સંબોધી હતી. જેમાં તેમણે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સહિતના મુદ્દાઓ વિશે વાત કરી હતી અને હિંદુઓને આ સમસ્યાઓ વિશે જાગૃત થવા માટે આહવાન કર્યું હતું. 

    તેમના આ કાર્યક્રમ બાદ શુક્રવારે જુમ્માના દિવસે ઉનાના મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. આ દરમિયાન શહેરમાં ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ સાંજના સમયે શહેરમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 

    ધર્મસભા અને ત્યારબાદ થયેલા પથ્થરમારા બાદ ઉના પોલીસે આ મામલે બે જુદી-જુદી FIR દાખલ કરી હતી. જેમાંથી એક કાજલ હિંદુસ્તાની સામે અને બીજી FIR પથ્થરમારો કરનારા મુસ્લિમો અને અન્ય અજાણ્યા ઈસમોના ટોળા સામે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે 70 જેટલા તોફાની તત્વોની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. 

    રવિવારે (9 એપ્રિલ, 2023) કાજલ હિંદુસ્તાનીની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં પોલીસે રિમાન્ડ ન માંગતાં તેમને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં