Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉના પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ: રામનવમીના દિવસે ઉનામાં યોજાયેલ ધર્મસભામાં આપેલા...

    ઉના પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ: રામનવમીના દિવસે ઉનામાં યોજાયેલ ધર્મસભામાં આપેલા ભાષણનો વિવાદ, જૂનાગઢ જેલમાં મોકલાયા

    મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી. જે બાદ પોલીસે પોતે ફરિયાદી બનીને FIR નોંધી હતી.

    - Advertisement -

    રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે 30 માર્ચના રોજ ગીર-સોમનાથના ઉનામાં ભવ્ય શોભાયાત્રા અને તે બાદ ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીના ભાષણ સામે મુસ્લિમ સમાજે વાંધો ઉઠાવીને પોલીસ સામે ફરિયાદ નોંધવાનું દબાણ બનાવ્યું હતું જેથી પોલીસે FIR નોંધી હતી. હાલમાં અહેવાલો મળી રહ્યા છે કે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલો મુજબ ઉના પોલીસ દ્વારા આજે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ સામે તેમને રજુ કરાયા છે. પરંતુ ઑપઇન્ડિયાની પોતાના સૂત્રો સાથે થયેલ વાતચીત મુજબ આજે રવિવાર હોવાથી તેમને મેજિસ્ટ્રેટના રહેઠાણે રજૂ કરીને જૂનાગઢ જેલ ખાતે આપવામાં આવ્યા છે.

    મુસ્લિમ સમાજના દબાણમાં પોલીસે નોંધી હતી ફરિયાદ

    પોતાના વક્તવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’.

    - Advertisement -

    કાજલ હિન્દુસ્તાનીના ભાષણના પડઘા મુસ્લીમ સમાજમાં પડ્યા હતા અને ગત 31 માર્ચના રોજ મુસ્લીમ સમાજના યુવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીનો વિરોધ અને વડલાચોક વિસ્તારમાં ચક્કાજામ કરતા તાત્કાલીક પોલીસ દોડી ગઇ હતી.

    બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી.

    જે બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 295 A 153 એ અને 505 મુજબ ગુનો નોંધાયો હતો. જે પૈકી 153 A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણી જનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે.

    લાગ્યા હતા ‘સર તન સે જુદા’ના નારા

    નોંધનીય છે કે આ 31 માર્ચ કે જે જુમ્માનો દિવસ હતો સોશિયલ મીડિયા પર ત્યારના અમુક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં મુસ્લિમ યુવાનો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળે છે. પોલીસ સ્ટેશનની સામે જ આ ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા લાગતા જોવા મળ્યા હતા.

    ઉનામાં પોલીસને કોમ્બિંગ દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો મળ્યાં

    ગીર સોમનાથના ઉનામાં (Una) શનિવારે (1 એપ્રિલ, 2023) મોડી સાંજે પથ્થરમારો (Stone Pelting) થયાની ઘટના બની હતી. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં હથિયારો પણ પોલીસને મળી આવ્યાં હતા. 

    આ હથિયારોમાં તલવાર, કુહાડી, છરી, ધારિયાં, લોખંડના પાઇપ, લાકડાં તથા જથ્થાબંધ કાચની બોટલો મળી આવી હતી. પોલીસે આ હથિયારો જપ્ત કરી લીધાં હતા અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં