‘મોદી સરનેમ’ મામલે 2 વર્ષની સજા મળ્યા બાદ જ્યારથી રાહુલ ગાંધીએ લોકસભાનું સાંસદપદ ગુમાવ્યું છે ત્યારથી તેઓ ખુન્નસમાં છે. પત્રકાર પરિષદમાં ‘હું માફી નહીં માગું’ એમ કહીને કેન્દ્ર સરકારને ખુલ્લેઆમ પડકારનારા રાહુલ ગાંધી સાથે હવે આગળ શું થશે તેના પર સૌની નજર છે. એટલું જ નહીં, પૂર્વ સાંસદે નમતું ન જોખતાં પોતાનો ટ્વિટર બાયો પણ બદલાવી નાખ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર બાયોમાં ‘Dis’Qualified એમપી’ એવું લખી નાખ્યું છે. આ સિવાય તેમણે પોતાની ફક્ત કોંગ્રેસના એક સભ્ય તરીકે ઓળખ આપી છે.
રાહુલ ગાંધીના બાયોમાં લખેલું જોઈ શકાય છે- ‘આ રાહુલ ગાંધીનું ઓફિશિયલ અકાઉન્ટ છે. જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય છે અને Dis’Qualified સાંસદ છે.’
નેટિઝન્સે પોતાના પ્રતિભાવો આપ્યા
રાહુલ ગાંધીના નિવેદનો પર રોષે ભરાયેલા લોકો હવે સોશિયલ મીડિયા પર પણ તેમની ઠેકડી ઉડાવી રહ્યા છે. આરોપ ન સ્વીકારવા અને બાયોમાં Dis’Qualified લખવાને કારણે યુઝર્સ રાહુલને ઘમંડી કહી રહ્યા છે.
You should update as ‘Convicted’
— Laksshya Advani (@LaksshyaAdvani) March 26, 2023
and then disqualified MP.
What say 😀😀 @RahulGandhi Ji
એક યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધીએ પોતાના નામ સાથે કન્વિક્ટેડ પણ લખવું જોઈએ અથવા જેલ ગયા બાદ લખવું જોઈએ- અયોગ્ય, દોષી, આરોપી વગેરે.
Should be ‘convicted MP’ – sounds better !
— @tradewinds (@marinebite) March 26, 2023
તો એક યુઝરે લખ્યું કે, રાહુલ ગાંધીને એવું લાગે છે તેણે કોઈ ક્રાંતિ કરી છે!
He think he did something revolutionary 🤦🏻♀️😭💀
— G 🇮🇳 (@Gautamox7) March 26, 2023
રાહુલ ગાંધીએ ટ્વિટર પર ગર્વથી પોતાનું ડિસક્વોલિફિકેશન જાહેર કરતાં તેને બેદરકારીભર્યું વર્તન પણ કહેવામાં આવ્યું છે.
His arrogance is clearly visible. As an elected member he is supposed to represent the people of his constituency while he is proudly displaying batch of “disqualification” which came from his irresponsible behaviour and actions. It’s a disservice to his voters to say the least. https://t.co/9Aim89X1os
— Arsenal (@sanwat) March 26, 2023
‘બધા ચોરોની સરનેમ મોદી’
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી આ બધાના નામ પાછળ મોદી લાગેલું છે. બધા ચોરોના નામ પાછળ મોદી શા માટે લાગેલું હોય છે.”
તેમના આ નિવેદન બાદ ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ સુરતમાં કેસ કર્યો હતો. રાહુલ ગાંધી પર આઈપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધાવ્યો હતો, જે માનહાનિ સાથે સંબંધિત છે. 4 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત કરાર કરીને સજા સંભળાવી છે.
કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું
રાહુલ ગાંધીએ સાંસદપદ ગુમાવ્યા બાદ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના પરિવાર માટે કાયદો અલગ હોવો જોઈએ. સજામાં, કન્વિક્શનમાં નહીં. જ્યારે તમે દોષી ઠેરવો ત્યારે તેમાં પૃષ્ઠભૂમિ નથી જોવાતી પણ ગુનો જોવામાં આવે છે. પણ જ્યારે તમે સજા આપો છો તો તેમાં વ્યક્તિનું વર્તન, સ્તર અને પારિવારિક પૃષ્ઠભૂમિ જોવામાં આવે છે.”