Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિદ્વાર: મોટા અવાજે લાઉડસ્પીકર વગાડી રહી હતી મસ્જિદો, નોટિસ બાદ પણ સંતોષકારક...

    હરિદ્વાર: મોટા અવાજે લાઉડસ્પીકર વગાડી રહી હતી મસ્જિદો, નોટિસ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતાં 7ને દંડ ફટકારાયો

    ભવિષ્યમાં ધ્વનિ પ્રદુષણ ન ફેલાવવા માટેની ચેતવણી આપવામાં આવી છે અને આદેશ ન માનવા પર પરવાનગી રદ કરીને મોટો દંડ ફટકારવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડના હરિદ્વારમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવવા બદલ સાત મસ્જિદોને દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ નવ મસ્જિદોને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોઈ સંતોષકારક પગલાં ન લેવામાં આવતાં જિલ્લા તંત્રે સાત મસ્જિદોને દંડ ફટકાર્યો હતો અને બેને ચેતવણી આપી હતી. 

    નૈનિતાલ હાઇકોર્ટ અને પ્રશાસનના આદેશ પર મસ્જિદોને અમુક શરતો સાથે લાઉડસ્પીકર સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હરિદ્વાર અમુક ગામોમાં આવેલી મસ્જિદોમાં વધુ અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવતાં હોવાની અને કેટલીક મસ્જિદો ઉપર પરવાનગી વગર લાઉડસ્પીકરો લગાવવામાં આવ્યાં હોવાની ફરિયાદો મળી હતી. 

    ત્યારબાદ સ્થાનિક તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સ્થળ પર જઈને તપાસ કરી હતી. તપાસ રિપોર્ટમાં અમુક મસ્જિદોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આ રિપોર્ટના આધારે જ 9 મસ્જિદો સામે નોટિસ ફટકારવામાં આવી હતી. 

    - Advertisement -

    નોટિસનો સંતોષકારક જવાબ ન મળતાં તંત્રે પ્રત્યેક મસ્જિદને 5-5 હજારનો દંડ ફટકાર્યો હતો અને બાકીની બે મસ્જિદોના સંચાલકોને ચેતવણી આપી હતી. ઉપરાંત, ફરી નિયમોનું ઉલ્લંઘન થવા પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. મસ્જિદોને તાત્કાલિક દંડની રકમ જમા કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. 

    હરિદ્વારમાં મસ્જિદોને દંડ ફટકારવાની કાર્યવાહીને લઈને એસડીએમ પૂરન સિંહ રાણાએ કહ્યું કે, કેટલાંક ધાર્મિક સ્થળોએ ધ્વનિ પ્રદુષણને લઈને ફરિયાદો મળી રહી હતી. હાઇકોર્ટનો આદેશ છે કે ધ્વનિ પ્રદુષણ કરવામાં ન આવે અને પરવાનગી વગર કોઈ પણ ધાર્મિક કે અન્ય સ્થળોએ લાઉડસ્પીકર લગાવવામાં આવશે નહીં. જે ધાર્મિક સંસ્થાઓને પરવાનગી આપવામાં આવી છે તેમની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ અધિકારી અને પ્રદુષણ બોર્ડના અધિકારીએ ધાર્મિક સંસ્થઓની તપાસ કરી જેમાં ફરિયાદો સાચી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ધ્વનિ પ્રદુષણ ફેલાવનારાઓ વિરુદ્ધ 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

    સાથે જણાવવામાં આવ્યું કે ભવિષ્યમાં ધ્વનિ પ્રદુષણ ન ફેલાવવા માટેની ચેતવણી આપવામાં આવી છે અને આદેશ ન માનવા પર પરવાનગી રદ કરીને મોટો દંડ ફટકારવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે પ્રશાસને અગાઉ આદેશ પસાર કર્યો હતો કે કોઈ પણ સ્થળે લાઉડસ્પીકર વગાડવા પહેલાં મંજૂરી લેવી પડશે અને જો કોઈ નિયમો નહીં પાળે તો 5થી 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ વારંવાર નિયમોના ઉલ્લંઘન પર FIR પણ દાખલ કરવામાં આવશે. નિયમ એવો પણ છે કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં. જોકે, તહેવારોના સમયે તેમાં છૂટછાટ આપી શકાય તેમ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં