તુનીષા શર્મા કેસમાં રોજ કોઈને કોઈ નવા વળાંક આવી રહ્યા છે, તેવામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન એવું બહાર આવ્યું છે કે અભિનેત્રી તુનીષા શર્માએ આત્મહત્યા કરતા પહેલાં અલી નામના વ્યક્તિ સાથે વાત કરી હતી, જેને તે ટીન્ડર પર મળી હતી. હવે તુનીષા શર્મા કેસમાં અલી નામના ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થયા બાદ ફરી બેક વાર ચર્ચાઓએ જોર પકડ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કો-એક્ટર શીઝાન ખાન સાથે બ્રેકઅપ કર્યા પછી તુનીષા શર્માને ડેટિંગ એપ ટિન્ડર પર અલી નામનો વ્યક્તિ મળ્યો હતો. એટલું જ નહિ પણ અભિનેત્રીની માતા પણ અલી સાથેની તેની નિકટતાથી વાકેફ હતી.
મળતી માહિતી મુજબ તુનીષા શર્મા કેસમાં અલી નામના વ્યક્તિનો ઉલ્લેખ સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આત્મહત્યા પહેલાં તુનીષા શર્માએ અલી સાથે લગભગ 15 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે તુનીષા ટીન્ડર પરથી સંપર્કમાં આવેલા અલી સાથે ડેટ પર પણ ગઈ હતી. 21 ડિસેમ્બર, 2022 થી 23 ડિસેમ્બરની વચ્ચે બંને વચ્ચેના ફોન કોલના પુરાવાઓ પણ મળ્યા છે. 23 ડિસેમ્બરે અભિનેત્રીએ તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. પરંતુ, નોંધવાલાયક વાત એ છે કે તેણે જે ફોન પરથી વિડીયો કોલ કર્યો હતો તે તેનો પોતાનો નહીં પણ અલીનો હતો.
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર મૃત્યુ પહેલા અભિનેત્રીએ અલી સાથે માત્ર વીડિયો કોલ પર જ વાત કરી હતી. આ વાત શીઝાન ખાનના વકીલે કહી છે. તેમનો આરોપ છે કે તુનિષા શર્મા કેટલીક એવા પ્રકારની દવાઓ લઈ રહી હતી જેનું સેવન ડૉક્ટરની સલાહ વિના કરવું હાનીકારક છે. તુનિષા શર્માના વકીલનું કહેવું છે કે તેઓ આ આરોપોનો જવાબ આગામી સુનાવણીમાં આપશે. તેમણે એમ પણ કહ્યું કે જો શીઝાન ખાન અભિનેત્રીના સંપર્કમાં નહતો, તો તેને કેવી રીતે ખબર પડી કે તુનિષા શર્મા કોઈની સાથે વાત કરી રહી છે?
નોંધનીય છે કે પોલીસ હાલ આરોપિત શીઝાન ખાનની પૂછપરછ કરી રહી છે. દરમિયાન, શીઝાન ખાનના વકીલે અભિનેતાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી વસઈ કોર્ટમાં થઈ હતી. શીઝાન ખાનના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ તુનીશાના વકીલ અને સરકાર પક્ષે સમય માંગ્યો હતો. હાલ આ કેસની સુનાવણી કોર્ટે 11 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.
TV actor Tunisha Sharma death case | Hearing on the bail plea of Actor Sheezan Khan begins in Vasai Court#Maharashtra
— ANI (@ANI) January 9, 2023
તુનીષાએ કથિત રીતે 24 ડિસેમ્બરના રોજ સેટ પર આત્મહત્યા કરી હતી, તેણીએ શીઝાન સાથે બ્રેકઅપ કર્યાના પખવાડિયામાં. 25 ડિસેમ્બરે શીજાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શીઝાન પોલીસની ન્યાયિક કસ્ટડીમાં છે.