Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતુનીષા શર્મા મૃત્યુ કેસ: વસઈ કોર્ટે આરોપી શીઝાન ખાનને 14 દિવસની ન્યાયિક...

    તુનીષા શર્મા મૃત્યુ કેસ: વસઈ કોર્ટે આરોપી શીઝાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

    શીઝાન ખાનની કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. તેની સહ-અભિનેત્રી તુનીષા શર્માને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શનિવારે ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના મૃત્યુ કેસના આરોપી શીઝાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

    વાલિવ પોલીસે 28 વર્ષીય અભિનેતાને શનિવારે પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. શીઝાન ખાન એ 21 વર્ષીય તુનીષા શર્માનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર છે, જે કથિત રીતે 24 ડિસેમ્બરના રોજ ટીવી સિરિયલના સેટ પર લટકતી હાલતમાં મળી આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, થોડા મહિનાઓથી ચાલતા પ્રેમ સંબંધો તોડી નાખ્યાના પખવાડિયા પછી તુનીષા શર્માના મૃત્યુ ઘટના બની હતી.

    શીઝાન ખાનની 25 ડિસેમ્બરે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં પોલીસે આ મામલે 27 લોકોના નિવેદનો નોંધ્યા છે.

    - Advertisement -

    શુક્રવારના રોજ કોર્ટમાંથી શીઝાનના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતી વાલીવ પોલીસે કરેલી અરજીમાં અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે તુનીષા શર્મા સિવાય શીઝાન ખાનને અન્ય યુવતી સાથે અફેર હતો અને તુનીષા શર્માના મૃત્યુના કેસમાં અટકાયતમાં લીધા બાદ તેણે તેના મોબાઈલમાંથી ઘણી ચેટ્સ પણ ડિલીટ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, શીઝાન તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો અને જ્યારે તેની “ગુપ્ત પ્રેમિકા” સાથેની ચેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વારંવાર તેના નિવેદનો બદલ્યા હતા.

    શીઝાન એક તુનીષા સિવાય ઘણી છોકરીઓ સાથે વાત કરતો હતો

    પોલીસે જણાવ્યું કે, કેટલીક ચેટ જે રીકવર કરવામાં આવી છે, તે મુજબ આરોપી અન્ય ઘણી છોકરીઓ સાથે પણ વાત કરતો હતો.

    પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, “આરોપીના મોબાઈલ પર ઘણી મહત્વપૂર્ણ ચેટ્સ મળી આવી છે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીએ બ્રેકઅપ પછી તુનીષાને ટાળવાનું શરૂ કર્યું હતું. તુનીષા તેને વારંવાર મેસેજ કરતી હતી, પરંતુ આરોપીએ તેનો જવાબ ન આપીને તેને ટાળી દીધી હતી.”

    તુનીષાની માતા વનિતા શર્માએ શુક્રવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શીઝાન પર અનેક આરોપો લગાવ્યા હતા અને ‘હત્યા’ની શંકા પણ વ્યક્ત કરી હતી.

    વનીતા શર્માએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, “શીઝાન તેને રૂમમાંથી લઈ ગયો પણ એમ્બ્યુલન્સને બોલાવી નહીં. આ એક હત્યા પણ હોય શકે છે, તે કેવી રીતે શક્ય છે કે તે શીઝાનના રૂમમાં મળી આવે અને તે શીઝાન જ તેને નીચે લાવ્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ કે ડોકટરોને બોલાવ્યા ન હતા? શીઝાને તેને હિજાબ પહેરવાની ફરજ પાડી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં