Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાંડિયા રમતી હિંદુ છોકરીઓની છેડતીનો વિરોધ કરવા બદલ કટ્ટરવાદી ટોળાએ છરીના ઘા...

    દાંડિયા રમતી હિંદુ છોકરીઓની છેડતીનો વિરોધ કરવા બદલ કટ્ટરવાદી ટોળાએ છરીના ઘા ઝીંક્યાઃ સમીર ઝડપાયો, શાહરૂખ, ઝુબેર અને ગેંગ ફરાર

    પોલીસે હુમલાખોરોમાંથી એક સમીર નાદસાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં ગરબા આયોજનમાં કટ્ટરવાદીઓએ છરા હુલાવ્યા હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત દાંડિયા કાર્યક્રમમાં મુસ્લિમ યુવકોએ મધુસૂદન મોદી પર છરી વડે હુમલો કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ યુવકો દાંડિયા રમવા આવેલી યુવતીઓની છેડતી કરી રહ્યા હતા, જેને લઈને મધુસૂદન સાથે તેમનો ઝઘડો થયો હતો. આ પછી મુસ્લિમ યુવકે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોમાંથી એક સમીર નાદસાની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.

    સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બિકાનેરના કોટગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રેલવે ગ્રાઉન્ડમાં શનિવારે (1 ઓક્ટોબર 2022) દાંડિયાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક મુસ્લિમ છોકરાઓ ત્યાં દાંડિયા કરતી છોકરીઓની છેડતી કરી રહ્યા હતા. જ્યાં મધુસૂદન મોદી પહેલાથી જ તેમના મિત્રો સાથે હાજર હતા.

    જ્યારે મધુસૂદને જોયું કે મુસ્લિમ છોકરાઓ ત્યાં આવેલી છોકરીઓની સતત છેડતી કરી રહ્યા છે ત્યારે તેણે મુસ્લિમ યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. મધુસૂદનના પરિવારજનોનો આરોપ છે કે આ દલીલ દરમિયાન જ મુસ્લિમ છોકરાઓએ મધુસૂદનને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી જ્યારે તે તેના મિત્રો સાથે દાંડિયા મંડપમાંથી બહાર આવ્યો ત્યારે મુસ્લિમ છોકરાઓએ તેને ઘેરી લીધો અને તેના પર હુમલો કર્યો.

    - Advertisement -

    મધુસૂદનના પિતા દિનેશ મોદીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરે રાત્રે લગભગ 10:25 વાગ્યે મધુસૂદનના મિત્ર કિશન દૈયાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યે તે, અજય ઓઝા, કિશન ભાટી અને મધુસૂદન રેલવે ગ્રાઉન્ડ પર દાંડિયા રમવા ગયા હતા. ત્યાં કેટલાક મુસ્લિમ યુવકો ગરબામાં છોકરીઓની છેડતી કરતા હતા. જ્યારે મધુસૂદને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓ લડાઈમાં ઉતર્યા અને બહાર આવીને તેને મારી નાખવાની ધમકી આપી.

    ત્યારબાદ મધુસુદન અને તેના સાથીમિત્રો પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે 15-20 જણાનું મુસ્લિમ ટોળું રેલ્વે ગ્રાઉન્ડની સામેની ગલીમાં સારસ બુથ પાસે ઉભૂ હતું. આ તમામ સાથીઓ ત્યાં પહોંચતાની સાથે જ તેમને મારવાનો પ્રયાસ કરતા તેઓએ લાકડીઓ, સળિયા અને છરીઓ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ મધુસુદનને પકડી રાખ્યો હતો અને તેમાંથી એકે મધુસૂદન પર પેટના જમણા ભાગે છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ મિત્રોએ મધુસૂદનને પીબીએમ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હતો. હાલ તેની હાલત નાજુક છે.

    આ મામલામાં પોલીસે મધુસુદનના પિતાના નિવેદનના આધારે સમીર નડસા, શાહરૂખ પઠાણ, ઝુબેર પઠાણ અને અન્યો સામે આઈપીસીની કલમ 307, 323, 324, 341 અને કલમ 143 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મધુસૂદન પરના ખૂની હુમલાના કેસમાં પોલીસને આરોપી સમીર નડસાની ધરપકડ કરવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય આરોપી ફરાર હોવાનું કહેવાય છે. હાલ પોલીસ સમીરની પૂછપરછ કરીને અન્ય આરોપીઓના ઘર પર દરોડા પાડી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં