Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅજબગજબ: આમ આદમી પાર્ટીના નેતાએ ગામના ઉપસરપંચને કૂતરાની જેમ બચકાં ભર્યાં, ગાળાગાળી...

    અજબગજબ: આમ આદમી પાર્ટીના નેતાએ ગામના ઉપસરપંચને કૂતરાની જેમ બચકાં ભર્યાં, ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

    આમ આદમી પાર્ટીના નેતાએ ગામના ઉપસરપંચને પંચાયતનું કામ કરતા અટકાવીને ગાળાગાળી કરી, માર માર્યો, પછી બચકાં ભરી લીધાં.

    - Advertisement -

    અમરેલીના બગસરામાં એક આમ આદમી પાર્ટીના (આપ) નેતાએ ગામના ઉપસરપંચ પર ગામમાં ‘ભાજપનું કામ નથી કરવાનું’ તેમ કહીને હુમલો કરી દીધો હતો અને ગાળાગાળી કરી હાથમાં બચકાં ભરી લીધાં હતાં. ત્યારબાદ ઉપસરપંચને ઇજા થતાં તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. 

    ઘટના બગસરાના બાલાપુર ગામની છે. અહીં ગામના ઉપસરપંચ મનસુખભાઈ સાંગાણી ગામમાં આવેલી પાણીની ટાંકી પાસે પંચાયતનું કામકાજ કરાવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા હિતેશ પટેલ ત્યાં આવી પહોંચ્યો હતો અને ગામમાં ભાજપનું એકેય કામ નથી કરવાનું તેમ કહી ગાળાગાળી કરી પથ્થર વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને બચકાં ભરી લીધાં હતાં. 

    આ મામલે મનસુખભાઈએ સ્થાનિક પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે આઇપીસીની કલમ 323 (મારપીટ), 504 (શાંતિભંગ કરવાના ઇરાદે અપમાન), 506(2) (ગુનાહિત ધમકી) હેઠળ FIR દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. 

    - Advertisement -

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. જે મુજબ, ફરિયાદી મનસુખભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પંચાયતનું કામ કરાવતા હતા ત્યારે ગામનો જ હિતેષ સાંગાણી ત્યાં આવીને મન ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો હતો અને તમારે કોઈએ ગામમાં ભાજપ પક્ષનું કામ પણ નહીં કરવાનું અને નામ પણ નહીં લેવાનું તેમ કહી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને નજીકમાં પડેલો પથ્થર ઉંચકીને મારવા જતાં તેમણે હાથ આડો કરી દીધો હતો. 

    જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી 

    ફરિયાદીએ આગળ જણાવ્યું હતું કે, આપ નેતાએ ત્યારબાદ તેમને જમીન પર પછાડી દઈને માર માર્યો હતો અને જમણા હાથના બાવડામાં ત્રણ બચકાં ભરી લીધાં હતાં. ત્યારબાદ નજીકમાંથી પણ લોકો દોડી આવીને તેમને બચાવી લીધા હતા. આપ નેતાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    આપ નેતાએ બચકાં ભરી લીધાં બાદ મનસુખભાઈ બગસરા આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 

    આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયો 

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં મનસુખભાઈ સાંગાણીએ જણાવ્યું કે, આરોપી હિતેષ સાંગાણી તેમના ગામનો જ છે અને આમ આદમી પાર્ટીનો બગસરા તાલુકાનો મંત્રી પણ છે. તેમના જણાવ્યા અનુસાર, તેમણે ફરિયાદ લખાવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. જોકે, પછીથી તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો. તેમને હાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં