Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતા: તબલીગી જમાત પર...

    તેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતા: તબલીગી જમાત પર ટીપ્પણી બદલ લોટન નિષાદની માથામાં ગોળી મારી હત્યા કરાઈ હતી, પરિવાર હજુ ભયના ઓથામાં

    આ હત્યાકાંડને બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે. પરંતુ લોટન નિષાદનો પરિવાર હજુ પણ ડરના ઓથામાં જીવી રહ્યો છે.

    - Advertisement -

    લોટન નિષાદ યાદ છે? 28 વર્ષની ઉંમરે લોટન નિષાદના માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના બક્ષી મોડા ખાતે 5 એપ્રિલ 2020ના રોજ થઈ હતી. તબલીગી જમાત પર ટીપ્પણી બદલ લોટન નિષાદના માથામાં ગોળી મારી હત્યા કારઈ હતી. અને આ હત્યા કરનાર ગામના જ મુસ્લિમ યુવક મોહમ્મદ સોના અને તેના સાથીદારો હતા.

    આ હત્યાકાંડને બે વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે. પરંતુ લોટન નિષાદનો પરિવાર હજુ પણ ડરના ઓથામાં જીવી રહ્યો છે. જોખમને જોતાં આજે પણ પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે. આ માહિતી ‘સ્વરાજ્ય’ પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ ટ્વિટર પર શેર કરી છે. આ સાથે જ તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.

    વીડિયોમાં કેટલાક લોકો લોટન નિષાદના ગામમાં ધ્વજ ફરકાવતા જોવા મળે છે. જેમાં લોટન નિષાદના મોટા ભાઈ બિરજુનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં બિરજુ કેટલાક ગ્રામજનો અને બાળકો સાથે જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    લોટન નિષાદની હત્યા એવા સમયે કરવામાં આવી જ્યારે વૈશ્વિક કોરોના સંક્રમણથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. કોરોના અંગે આપવામાં આવેલી સૂચનાઓને નેવે મુકીને દિલ્હીમાં તબલીગી જમાતના મરકઝનો મેળાવડો થયો હતો. આ ઘટનાથી કોરોનાનું ચેપ ફેલાવાનું જોખમ ખૂબ વધી ગયું હતું. લોટન નિષાદે 5 એપ્રિલ 2020ની સવારે એક દુકાનમાં યુવકો સાથેની ચર્ચામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. મોહમ્મદ સોના અને તેના સહયોગીઓનો લોટન નિષાદ સાથે આ બાબતે વિવાદ થયો હતો. જ્યારે ચર્ચાએ જોર પકડ્યું ત્યારે આસપાસના લોકોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ થોડા સમય બાદ મોહમ્મદ સોના તેના સાથીદારો સાથે ફરી પાછો ફર્યો અને લોટનને માથામાં ગોળી મારી દીધી. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

    આ ઘટના બાદ લોટનના મોટા ભાઈ બિરજુએ જણાવ્યું હતું કે ગામના મુસ્લિમો સ્થાનિક નિષાદ સમુદાયના લોકોને સતત ધમકાવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ જોઈને તેમણે ગામ છોડવાની વાત પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં