Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળના યુવકનો ઈસાઈ પત્ની પર અત્યાચાર, સાચું નામ બદલી 'સારા બીબી' કર્યું:...

    કેરળના યુવકનો ઈસાઈ પત્ની પર અત્યાચાર, સાચું નામ બદલી ‘સારા બીબી’ કર્યું: ધર્માંતરણ કરવા કરતો હતો દબાણ, પોલીસને કહ્યું- હવે તેની પાસે નથી જવું

    મુસ્લિમ યુવકે બળજબરીથી ખ્રિસ્તી પત્નીને લઇ જઈ અત્યાચાર કરી ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યાનો આરોપ.

    - Advertisement -

    કેરળના એર્નાકુલમમાં એક ઈસાઈ મહિલાએ તેના મુસ્લિમ પતિ પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે તેના પર લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેને નજરકેદ રાખવામાં આવી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસે કેરળ હાઈકોર્ટના નિર્દેશ પર થોડા મહિના પહેલાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. કેરળના યુવકનો ઇસાઈ પત્ની પર અત્યાચાર થયાનો મામલો સામે આવ્યા બાદ હવે તેણે એકલા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

    ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મહિલાના પતિએ તેની પત્નીને પરત મેળવવા માટે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તેની પત્ની તેના પિયર ગયા બાદ પરત આવી નથી. આ કેસમાં મહિલાના પતિએ યુવતીના માતા-પિતાને પણ પક્ષકાર બનાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે પતિની અરજી જાળવવા યોગ્ય ન હોવાથી ફગાવી દીધી હતી.

    મળતી માહિતી મુજબ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 13 ઓક્ટોબર 2021ના રોજ એક ખ્રિસ્તી મહિલા અને એક મુસ્લિમ યુવકના લગ્ન થયા હતા. ત્યારબાદ બંને સાથે રહેતાં હતાં. મહિલાના પતિએ કોર્ટમાં આપેલા નિવેદન મુજબ લગ્ન બાદ 15 ડિસેમ્બર 2021ના રોજ તેની પત્ની તેની બીમાર દાદીની ખબર પૂછવા માટે તેના મામાના ઘરે ગઈ હતી.

    - Advertisement -

    પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની ક્રિસમસ પછી પણ હજુ પાછી આવી નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેની પત્નીને તેના પિતાએ યુવતીની સંમતિ વિના ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખી હતી. મહિલાના સાસરિયાઓ અલપ્પુઝામાં રહે છે.

    પતિના આ આરોપો પર જ્યારે પોલીસ તેની પત્નીનું નિવેદન લેવા પહોંચી તો ત્યાં અલગ જ પ્રકારની માહિતી મળી. અરજદારની ખ્રિસ્તી પત્નીએ તેના પતિ સાથે રહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

    પીડિતાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, તેના પતિએ આત્મહત્યાની ધમકી આપી હતી, એટલે તે તેની સાથે ચાલી ગઈ હતી. યુવતીએ એ પણ જણાવ્યું કે 4 સપ્ટેમ્બર 2021ના રોજ આરોપી મુસ્લિમ યુવક તેને તેના ઘરે લઈ ગયો અને તેને બળજબરીથી એક રૂમમાં બંધ કરી દીધી હતી. પીડિતાના કહેવા પ્રમાણે, અહીંયા તેને ધમકી આપીને લગ્નનું દબાણ કરવામાં આવ્યું હતું.

    પોલીસને આપેલા પોતાના નિવેદનમાં, પીડિતાએ એમ પણ કહ્યું હતું કે બાદમાં તેણીના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કરવામાં આવ્યા હતા અને ધાર્મિક રેકોર્ડમાં તેનું નામ બદલીને ‘સારા બીબી’ કરવામાં આવ્યું હતું. લગ્ન બાદ પીડિતાએ તેના પતિ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને વારંવાર મુસ્લિમ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી.

    આ આરોપો અંગે પોલીસનું કહેવું છે કે તેઓ મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ ચાલી રહી છે, અને ધાકધમકી અને બળજબરીનો આરોપ સાચો છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં