પાલનપુરના ભાગળમાં ફરી હિંદુઓ પર મુસ્લિમોનો હુમલો, વિડીયો વાયરલ: તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ કર્યો હતો ગ્રાઉન્ડ રિપોર્ટ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં ફરી એકવાર હિંદુઓ પર મુસ્લિમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઑપઇન્ડિયાએ ગામના સ્થાનિકો સાથે વાત કરીને ઘટનાની પુષ્ટિ કરી છે. હુમલામાં ઈજા થઈ હોવાથી પીડિતો હાલ વધુ વાત કરી શક્યા નહોતા. માહિતી અનુસાર હુમલો ગામના ઠાકોરવાસમાં રહેતા હિંદુઓ પર કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં મુસ્લિમ ટોળાંએ હુમલો કર્યો હોવાનું કહેવાય રહ્યું છે.

ભાગળ ગામમાં હિંદુઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા જેવી બાબતે હિંદુ દલિત યુવાનો સાથે મારપીટ અને જાતિસૂચક ગાળો બોલવાની ઘટના સામે આવી હતી, જેમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ આ સમગ્ર મામલે ગામમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

હવે ફરી એકવાર એ જ ગામમાં હિંદુઓ પર હુમલાની ઘટના સામે આવતા ગામની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે ભાગળ ગામ અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓને લઈને ચર્ચામાં આવી ચૂક્યું છે. જુલાઈ 2026માં ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના 8 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા, જેમાંથી ત્રણની ધરપકડ ભાગળ ગામમાંથી થઈ હતી.

હાલ સામે આવેલા વિડીયોમાં હુમલાની ઘટના જોવા મળી રહી છે. ઑપઇન્ડિયાએ સ્થાનિકો સાથે વાત કરીને ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની વધુ વિગતો અને હુમલા પાછળનું કારણ જાણવા માટે તપાસ આગળ વધી રહી છે.