
દિવાળી પહેલાં અભિનેત્રી દિયા મિર્ઝાએ લોકોને ફટાકડા ન ફોડવાની સલાહ આપતો વિડીયો બનાવ્યા બાદ તેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના (BMC) X હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ મુદ્દે વિવાદ સર્જાયા બાદ BMCએ વિડીયો હટાવી દીધો હતો અને અમુક ભાજપ નેતાઓએ હિંદુ તહેવાર પર નકામી સલાહ આપવા બદલ અભિનેત્રીની ટીકા પણ કરી હતી, પરંતુ હવે બૉમ્બે હાઇકોર્ટે વચ્ચે પડીને વિડીયો ફરીથી મૂકવા માટે BMCને આદેશ આપ્યો છે.
બૉમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે તેઓ અમુક રાજકારણીઓની ટિપ્પણીઓથી વ્યથિત થયા છે અને તેમણે એ જાણવું જોઈએ કે ભારત એક સેક્યુલર દેશ છે. કોર્ટે આખરે BMCને ડિલીટ થયેલો વિડીયો રિસ્ટોર કરવા માટે જણાવ્યું હતું.
હાઇકોર્ટે કહ્યું કે દિયા મિર્ઝાએ કોર્ટે જે નિર્દેશો આપ્યા હતા તેનો જ સંદર્ભ લઈને વાત કરી હતી અને રાજકારણીઓએ તેને બીજો કોઈ એન્ગલ ન આપવો જોઈએ. બેન્ચે કહ્યું, ‘આ પર્યાવરણીય મુદ્દો છે અને તેને અન્ય કોઈ રંગ ન આપો. દરેક માણસ એકસરખી જ હવા લે છે.”
#BREAKING: Bombay High Court slams BJP leaders for criticising a videoclip wherein Bollywood Actor Dia Mirza had appealed citizens to avoid bursting firecrackers on public streets as ordered by the High Court. She was roped in to create awareness on the issue by the BMC, however, after the opposition by BJP leaders, the video was pulled down from the BMC’s social media handle. Bench of Justice Girish Kulkarni & Justice Dr Neela Gokhale said "they are disturbed by the stray comments made by some politicians" and reminded them that "India is a Secular country." Judges have ordered the BMC to restore the deleted video @mybmc @deespeak #BMC #BombayHighCourt
— Live Law (@LiveLawIndia) November 3, 2026
ત્યારબાદ જસ્ટિસ કુલકર્ણીએ દિવાળી પર ટિપ્પણી કરતાં કહ્યું, “સુપ્રીમ કોર્ટે પણ કાલે નોંધ્યું હતું કે દિવાળી એવો તહેવાર છે જે દરેક જાતિ, ધર્મ, વર્ગના લોકો મનાવે છે. તો પછી કોઈ અન્ય ધર્મની વ્યક્તિ હોય તેટલા માત્રથી વાંધો કેમ ઉઠાવી શકાય? શું આપણે સેક્યુલર દેશ નથી?”
આગળ કહ્યું, “તેમણે (દિયા મિર્ઝા) વાયુ પ્રદૂષણ મુદ્દે બહુ સરસ સંદેશ આપ્યો હતો પણ ત્યારબાદ જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ છે. એ વિડીયો ફરીથી અપલોડ કરો અને લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરો. આ બંધારણીય જરૂરિયાત છે. જેઓ વિરોધ કરી રહ્યા છે તેમને પડતા મૂકો. “
કોર્ટે કહ્યું, “સેલિબ્રિટીઓ પોતાની રીતે આગળ આવી રહ્યા છે અને પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે. દરેકે સુંદર રીતે સંદેશ આપ્યો છે. તેમાં વિભાજનવાદને સ્થાન ન હોવું જોઈએ. પણ કાલે જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ હતું અને અમે તેનાથી ખૂબ વ્યથિત છીએ.”
કોર્ટે કહ્યું, “આ રીતે ત્વરિત પ્રતિક્રિયાઓની કોઈ જરૂર ન હતી. જ્યારે સ્વાસ્થ્ય, પ્રદૂષણ કે પર્યાવરણની વાત કરીએ ત્યારે તેમાં વિભાજનકારી વાતોને કોઈ સ્થાન ન હોવું જોઈએ. આવું થવું જોઈતું ન હતું.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિયા મિર્ઝાના વિડીયોની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ હતી અને લોકોએ કહ્યું હતું કે વારંવાર હિંદુ તહેવારો પર જ કેમ જ્ઞાન આપવામાં આવતું રહે છે, પરંતુ અન્ય તહેવારોને છોડી દેવામાં આવે છે. ત્યારબાદ BMCએ વિડીયો હટાવી દીધો હતો.
બીજી તરફ મુંબઈનાં મેયર રિતુ તાવડેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં દિયા મિર્ઝાની ટીકા કરતાં કહ્યું હતું કે દિયા મિર્ઝાએ હિંદુઓને દિવાળી કઈ રીતે ઉજવવી તેનું જ્ઞાન આપવું ન જોઈએ. તેઓ પોતાના સિલેક્ટિવ એજન્ડા પ્રમાણે કામ કરવાનું ચાલુ રાખે. તેઓ કાયમ એન્ટી-હિન્દુત્વ રહ્યાં છે.
VIDEO | Mumbai: Mayor Ritu Tawde, on the controversy over actor Dia Mirza’s pollution-free Diwali video, says, "Dia Mirza shouldn’t teach us how to celebrate Diwali. She may continue working on her selective agenda. Dia Mirza has always sided with divisive forces. She had trolled PM Modi too. She has always been anti-Hindutva." (Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 2, 2026
ત્યારબાદ હવે કોર્ટે આ ટિપ્પણીઓ પર ખેદ વ્યક્ત કરીને વિડીયો પુનઃસ્થાપિત કરવા માટે કહ્યું છે.

