Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરતી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સામે 300 કરોડના...

    ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરતી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સામે 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ: પત્ની અને પુત્ર સહીત 6 વ્યક્તિઓ સંમેલિત

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીકમાં આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનની તકલીફો વધી રહી છે. હમણાં થોડા સમય પહેલા જ OpIndiaએ AAP ગુજરાતના એક બનાવટી પોલનો પર્દાફાશ કર્યો હતો.

    - Advertisement -

    AAPના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલ નિવાસી વિરલ ગિરી ગૌસ્વામીએ મોડાસા કોર્ડમાં ફરિયાદ દાખલ કરી છે. શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ ફરજ દરમિયાન 300 કરોડનો ભ્રસ્ટાચાર કરી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં 24 મિલકતો ખરીદી છે.

    AAPના અમદાવાદ શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત કર્મચારી છે. મોડાસા કોર્ટમાં જયંતિલાલ સહિત તેમની પત્ની, પુત્ર અને પુત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયંતિલાલા મેવાડા હાલ આપના અસારવા વિધાનસભાના જાહેર થયેલા ઉમેદવાર છે. આરોપ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં દાણીલીમડા બેઠક પરથી ઓછી મિલકત દર્શાવી ખોટું સોગંધનામું કર્યું હતું.

    પોતાના ઉપર રૂપિયા 300 કરોડની અપ્રમાણસરની મિલકતના થયેલા આક્ષેપ અંગે જયંતિલાલ મેવાડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રૂપિયા 300 કરોડની મિલકતની વાત ગળા નીચે ઊતરતી નથી. હું લોકસભાની ચુંટણી લડ્યો ત્યારે પણ આવી ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે પોલીસે તપાસ કરી લીધી હતી અને તેમાં હકીકત જણાઈ ન હતી. ભાજપ દ્વારા મને ચૂંટણી લડતા રોકવા માટે આવી અરજી કરાવવામાં આવી છે. હું ચૂંટણી ન લડું કે ફોર્મ ન ભરું તે માટે આવું કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે એટલે ભાજપ કાવતરા કરે છે.”

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આપ માટે કપરા દિવસો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીકમાં આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનની તકલીફો વધી રહી છે. હમણાં થોડા સમય પહેલા જ OpIndiaએ AAP ગુજરાતના એક બનાવટી પોલનો પર્દાફાશ કર્યો હતો. અમારી તપાસમાં સામે આવ્યું હતું કે જમીન પર ખાસ પ્રતિસાદ ન મળતાં હવે આમ આદમી પાર્ટીએ માહોલ ઉભો કરવા માટે આવા સરવે ફરી શરૂ કર્યા છે. અને એ પણ સરવે માટે એપ્લિકેશનનો સહારો લેવામાં આવી રહ્યો છે. જોકે, ‘આપ’ના પોલની પોલ ખુલી જતાં નેતાઓએ શૅર કરેલી પોસ્ટ ડીલીટ કરી નાંખવી પડી હતી.

    એ ઉપરાંત થોડા સમય પહેલા જ પત્રકારમાંથી રાજકારણી બનેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો એક જૂનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં ઈસુદાને હાલના તેમની પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લઈને કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને પ્રશ્નો પૂછતા રહે છે પરંતુ હવે તેઓ જ ફસાઈ ગયા હતા.

    અને એકદમ તાજેતરમાં જયારે એવી ચર્ચા વહેતી થઇ કે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા મેધા પાટકર આમ આદમી પાર્ટી તરફથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. ત્યારથી પણ આપ માટે કોઈ સારા સમાચાર દેખાઈ નથી રહ્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં