Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાઅમેરિકી અમલદારશાહીને 'ક્લીન' કરશે ઈલોન મસ્ક અને ભારતવંશી વિવેક રામાસ્વામી: પ્રેસિડેન્ટ ટ્રમ્પે...

    અમેરિકી અમલદારશાહીને ‘ક્લીન’ કરશે ઈલોન મસ્ક અને ભારતવંશી વિવેક રામાસ્વામી: પ્રેસિડેન્ટ ટ્રમ્પે બનાવ્યું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી- ‘DOGE’

    ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી, ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કમલા હેરિસને (Kamala Harris) 69 ઇલેક્ટોરલ વોટથી હરાવી હતી. તેમના વિજય ભાષણ દરમિયાન, ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરી અને તેમને 'અદ્ભુત અને સુપર જિનિયસ વ્યક્તિ' તરીકે વર્ણવ્યા હતા.

    - Advertisement -

    અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (President Donald Trump) જાહેરાત કરી હતી કે ઈલોન મસ્ક ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’નું (Department of Government Efficiency) (DOGE) નેતૃત્વ કરશે – જે પદનો ટ્રમ્પ દ્વારા તેમના પ્રચાર અભિયાન દરમિયાન સંકેત અપાયો હતો. મસ્ક ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીની સાથે વિભાગનું નેતૃત્વ કરશે.

    ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાથે મળીને, આ બે અદ્ભુત અમેરિકનો મારા વહીવટ માટે સરકારી અમલદારશાહીને ખતમ કરવા, વધારાના નિયમોમાં ઘટાડો કરવા, નકામા ખર્ચમાં ઘટાડો કરવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે – જે ‘સેવ અમેરિકા’ (Save America) ચળવળ માટે જરૂરી છે”

    “હું ઇલોન (Elon Musk) અને વિવેક (Vivek Ramaswamy) કાર્યક્ષમતા પર નજર રાખીને ફેડરલ બ્યુરોક્રેસીમાં ફેરફારો કરવા માટે આતુર છું જેથી તમામ અમેરિકનો માટે જીવન વધુ સારું બનાવી શકાય.” તેમણે ઉમેર્યું. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેઓ સરકારમાંથી ‘તમામ કચરો અને ભ્રષ્ટાચાર’ દૂર કરશે.

    - Advertisement -

    વિજય બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કર્યા હતા ઈલોનના ભરપૂર વખાણ

    ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતી, ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી કમલા હેરિસને (Kamala Harris) 69 ઇલેક્ટોરલ વોટથી હરાવી હતી. તેમના વિજય ભાષણ દરમિયાન, ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરી અને તેમને ‘અદ્ભુત અને સુપર જિનિયસ વ્યક્તિ’ તરીકે વર્ણવ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે આ અબજોપતિએ ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયામાં તેમની સાથે ચૂંટણી પ્રચારમાં બે અઠવાડિયા ગાળ્યા હતા.

    “આપણી પાસે એક નવા સ્ટાર છે, એક સ્ટારનો જન્મ થયો છે: ઈલોન. તે એક અદ્ભુત વ્યક્તિ છે. અમે આજે રાત્રે સાથે બેઠા હતા. તમે જાણો છો, તેણે ફિલાડેલ્ફિયામાં, પેન્સિલવેનિયાના જુદા જુદા ભાગોમાં, ચૂંટણી પ્રચારમાં બે અઠવાડિયા ગાળ્યા,” ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું.

    ટ્રમ્પના કટ્ટર સમર્થક રહી ચૂકેલા મસ્ક રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનનો મુખ્ય ભાગ હતા. ટેસ્લાના CEOએ (Tesla CEO) ટ્રમ્પની પુનઃચૂંટણીની લડાઈમાં 100 મિલિયન ડોલરથી વધુનું દાન આપ્યું અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરીને આક્રમક રીતે પ્રચાર કર્યો.

    9 નવેમ્બરના રોજ, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથેના કોલમાં ઈલોનને જોડાવા કહ્યું તે બાદ વધુ સ્પષ્ટ થયું હતું કે મસ્ક તેમના વહીવટનો એક મહત્વપૂર્ણ ભાગ હશે. યુક્રેનિયન અધિકારીના જણાવ્યા અનુસાર, ઝેલેન્સકીએ સ્ટારલિંક્સ (Starlinks) માટે મસ્કનો આભાર માન્યો હતો અને તેઓએ ટૂંકમાં વાત કરી હતી, જોકે મુખ્ય વાતચીત ટ્રમ્પ સાથે હતી, એમ સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં જણાવાયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં