Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘વિભાજીત થયા તો યથાવત રહેશે ગણેશ પંડાલો પર હુમલા અને લેન્ડ જેહાદ’:...

    ‘વિભાજીત થયા તો યથાવત રહેશે ગણેશ પંડાલો પર હુમલા અને લેન્ડ જેહાદ’: અમરાવતીમાં CM યોગી, ‘બટેંગે તો કટેંગે’નો કર્યો પુનરુચ્ચાર, કહ્યું- એક રહેશો તો સેફ રહેશો

    CM યોગીએ કહ્યું કે, ”જ્યારે-જ્યારે આપણે વિભાજિત થઈશું ત્યારે ગણપતિ પંડાલ પર હુમલા થશે, લેન્ડ જેહાદ અંતર્ગત જમીનો છીનવી લેવામાં આવશે, આપણી દીકરીઓ મુશ્કેલીઓમાં મુકાશે. આજે UPમાં ના તો લવ જેહાદ થાય છે ના તો લેન્ડ જેહાદ.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Legislative Elections) નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પ્રચાર પણ પુરજોશથી ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)  મહારાષ્ટ્રના અમરાવતીમાં એક જાહેરસભા સંબોધિત કરી હતી. જેમાં તેમણે ‘બટેંગે તો કટેંગે’ (Batenge toh Katenge) નારાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘બટેંગે તો કટેંગે’ નારો CM યોગીએ મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જ આપ્યો હતો. ત્યારે ફરીથી આજે (12 નવેમ્બર) એ જ નારો લગાવીને યોગીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, CM યોગી આદિત્યનાથ અચલપુર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ તાયડેના પ્રચાર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, લવ જેહાદ, લેન્ડ જેહાદ માટે મહાવિકાસ આઘાડી ગઠબંધન બનાવવામાં આવ્યું છે.

    તેમણે સભા સંબોધતા કહ્યું હતું કે, ”જ્યારે-જ્યારે આપણે વિભાજિત થઈશું ત્યારે ગણપતિ પંડાલ પર હુમલા થશે, લેન્ડ જેહાદ અંતર્ગત જમીનો છીનવી લેવામાં આવશે, આપણી દીકરીઓ મુશ્કેલીઓમાં મુકાશે. આજે UPમાં ના તો લવ જેહાદ થાય છે ના તો લેન્ડ જેહાદ.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “UPમાં પહેલાંથી જ જાહેરાત કરવામાં આવી હતી કે, જો કોઈ અમારી દીકરીઓની સુરક્ષામાં અવરોધ ઊભો કરશે, સરકારી અને ગરીબોની જમીન હડપ કરશે તો ‘યમરાજ’ ​​તેમની ટિકિટ કાપવા તૈયાર છે… UPમાં માફિયાઓ હતા અને અગાઉની સરકાર તેમને રક્ષણ આપતી હતી. ..પણ હવે એ બધા ‘જહન્નુમ’ તરફ જઈ રહ્યા છે.”

    CM યોગીએ કહ્યું હતું કે, “હરિયાણા માટે કોંગ્રેસ કહી રહી હતી કે, તે જીતશે, પરંતુ ભાજપ જીત્યું. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી છે, લોકસભામાં જે કમી રહી ગઈ હતી, તે જનતા આ ચૂંટણીઓમાં પૂર્ણ કરશે. હવે અમરાવતીની જનતા ફરીથી એવી ચૂક નહીં કરે.” તેમણે કહ્યું, “હું એ જ અપીલ કરવા આવ્યો છું કે ‘બટેંગે તો કટેંગે’ તેથી ‘એક રહો સેફ રહો’.”

    આ ઉપરાંત તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આજે કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. આ કામ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીએ નથી કર્યું પરંતુ મોદીજીએ કર્યું છે. 2014 પહેલાં પાકિસ્તાન અને ચીન બંને ભારતમાં ઘૂસણખોરી કરતા હતા, ત્યારે તેમને રોકનાર કોઈ હતું નહીં.” તેમણે કહ્યું કે આ નવું ભારત છે ‘છંછેડશો તો છોડશે નહીં’.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં