Thursday, November 14, 2024
More
    હોમપેજદેશ‘…તો 2051 સુધીમાં મુંબઈમાં 54% થઈ જશે હિંદુ વસ્તી’: TISSનો રિપોર્ટ- વધી...

    ‘…તો 2051 સુધીમાં મુંબઈમાં 54% થઈ જશે હિંદુ વસ્તી’: TISSનો રિપોર્ટ- વધી રહ્યા છે બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરો, રાજકીય પાર્ટીઓ વૉટબેન્ક તરીકે કરી રહી છે ઉપયોગ 

    આ રિપોર્ટ જણાવે છે કે ગેરકાયદેસર વસાહતીઓના કારણે મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં ભીડ વધી છે જેના પગલે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અસહ્ય દબાણ આવી રહ્યું છે. આરોગ્યસંભાળ, શિક્ષણ અને સ્વચ્છતા, પાણી પુરવઠો, વીજળી જેવી જાહેર સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.

    - Advertisement -

    ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS)ના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે મુંબઈમાં (Mumbai) બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની (Infiltrators) વસ્તી ઝડપથી વધી રહી છે અને તેના કારણે શહેરની સામાજિક-આર્થિક સ્થિતિને અસર પહોંચી રહી છે. સાથે કહેવામાં આવ્યું છે કે અમુક રાજકીય પાર્ટીઓ આ સમુદાયોનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહી છે. રિપોર્ટ જણાવે છે કે જો આવું જ ચાલ્યું તો વર્ષ 2051 સુધીમાં મુંબઈમાં હિંદુઓની વસ્તી 54%થી ઓછી થઈ જશે.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમુક રાજનીતિક સંસ્થાઓ વૉટબેન્ક માટે આ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઉપયોગ કરી રહી છે. તેમજ દસ્તાવેજ ન હોય તોપણ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવાસીઓ ભારતમાં આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજો મેળવી લેતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

    2051 સુધીમાં હિંદુ વસ્તી 54% જેટલી થઈ જશે

    TISSનો જે રિપોર્ટ સામે આવ્યો તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં મુસ્લિમોની સંખ્યા વધી રહી છે, જેનું મુખ્ય કારણ બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા ગેરકાયદેસર ઘૂસણખોરો છે. 1961માં અહીં હિંદુઓની વસ્તી 88 ટકા હતી, જે 2011માં ઘટીને 66 ટકા થઈ ગઈ છે. જ્યારે મુસ્લિમ વસ્તી 1961માં 8 ટકા હતી, જે 2011માં વધીને 21 ટકા થઈ ગઈ છે. એટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો આવું જ ચાલુ રહ્યું તો 2051 સુધીમાં હિંદુ વસ્તી 54 ટકા ઘટશે અને મુસ્લિમ વસ્તી 30 ટકા વધશે.

    - Advertisement -

    TISSનો આ રિપોર્ટ જણાવે છે કે ગેરકાયદેસર વસાહતીઓના કારણે મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં ભીડ વધી છે જેના પગલે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અસહ્ય દબાણ આવી રહ્યું છે. આરોગ્યસંભાળ, શિક્ષણ અને સ્વચ્છતા, પાણી પુરવઠો, વીજળી જેવી જાહેર સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. ગોવંડી, કુર્લા અને માનખુર્દ જેવી ઝૂંપડપટ્ટીમાં વસાહતીઓની ભીડને કારણે અપૂરતી વીજળી અને પાણી પુરવઠાની કટોકટી સર્જાઈ છે.

    સ્થાનિક લોકો અને સ્થળાંતરિત સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતાને કારણે સામાજિક તણાવ અને હિંસક અથડામણો વધી રહી છે. અભ્યાસમાં સામેલ મહિલાઓમાંથી 50% વધુ મહિલાઓની હેરફેર કરવામાં આવી હતી, જેમને વેશ્યાવૃત્તિમાં સામેલ કરવામાં આવી હતી. આમાંના 40% વસાહતીઓ દર મહિને ₹10,000 થી ₹1,00,000 સુધીની રકમ બાંગ્લાદેશમાં મોકલી રહ્યા છે.

    ‘ડાર્ક નેટવર્ક’ની જેમ કરે છે કામ

    TISSના આસિસ્ટન્ટ પ્રોફેસર સૌવિક મંડલ અનુસાર, “આ બાબત ચિંતાજનક છે. બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસાહતીઓ તરીકે મુંબઈમાં સ્થાયી થયા છે. તેઓ હવાઈ માર્ગે નહીં પરંતુ સરહદ પાર કરીને આવ્યા છે. જ્યારે અમે આ મામલો સમજ્યો ત્યારે અમને જાણવા મળ્યું કે પ્રથમ કુટુંબનો એક સભ્ય આવે છે અને પછી અખો પરિવાર સ્થાયી થાય છે. આ એક ડાર્ક નેટવર્કની જેમ કામ કરે છે.”

    NCP શરદ પવાર જૂથના નેતા અને લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ નસીમ સિદ્દીકીએ આ રિપોર્ટને ભાજપ અને RSSનો રિપોર્ટ ગણાવ્યો હતો. આ મામલે ભાજપે જવાબ આપ્યો હતો કે, “આ ટાટાનો એકદમ અધિકૃત અહેવાલ છે. આવા ગેરકાયદેસર વસાહતીઓ માનખુર્દ, ભિવંડી, મુંબ્રા, મીરા રોડ પર આવી રહ્યા છે. તેઓ મધ્ય પૂર્વમાંથી કેટલીક બોગસ એનજીઓ પાસેથી પૈસા મેળવે છે. બોગસ મતદાર આઈડી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ બનાવે છે. આ આપણા માટે જોખમ બની રહ્યા છે. મુંબઈ પરનું આ અતિક્રમણ ઝડપથી રોકવું પડશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં