5 નવેમ્બરે બાંગ્લાદેશમાં ચટગાંવ (Bangladesh Chittagong) શહેરમાં પોલીસ અને સેનાના અધિકારીઓએ હિંદુ સમુદાયના (Attack on Hindus) લોકો પર હુમલો કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. એક સ્થાનિક મુસ્લિમ વેપારીએ સનાતન (Sanatana) ધર્મ અને ઇસ્કોન (ISKON) અંગે અભદ્ર ટિપ્પણી કરતાં સ્થાનિક હિંદુઓ તેનો વિરોધ કરવા પહોંચ્યા હતા. દરમિયાન પોલીસે આરોપીની જગ્યાએ હિંદુઓ પર જ હુમલો કરી દીધો.
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશમાં સ્થાનિક હિંદુઓ ઉસ્માન મોલ્લા નામના એક સ્થાનિક વેપારીની દુકાનની બહાર ભેગા થયા હતા. અહીં તેઓ વેપારીની ઈસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ) અને સનાતન ધર્મ વિશે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર કરેલ અપમાનજનક ટિપ્પણીનો વિરોધ કરી પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મુસ્લિમ વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે તેને ‘સુરક્ષિત કસ્ટડી’માં લઈ લીધો અને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો.
#Important 🧵
— OpIndia.com (@OpIndia_com) November 5, 2024
Hindus are currently under attack in Hazari Goli in Chittagong city of Bangladesh.
OpIndia spoke to a local who confirmed that law enforcement authorities and army officials are behind the onslaught on Hindus.
(1/n) pic.twitter.com/diQmoeb10s
ગ્રાઉન્ડ ઝીરો પરથી આ અંગેના વિડીયો પણ સામે આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે ચટગાંવની હજારી ગલીમાં પોલીસ અને સૈન્ય અધિકારીઓની ટીમ હિંદુ સમુદાય પર હુમલો કરી રહી છે. આ હુમલાને વ્યાજબી ઠેરવવા પોલીસ અધિકારીઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે હિંદુઓએ તેમના પર ઇંટો અને એસિડ વડે હુમલો કર્યો હતો. સેના અને પોલીસના લાઠીચાર્જ દરમિયાન 5 હિંદુઓ ઘાયલ થયા હતા.
Videos sent to us from ground zero show Chittagong police and army officials hunting down Hindus
— OpIndia.com (@OpIndia_com) November 5, 2024
(2/n) pic.twitter.com/d17H4UE8Mk
આ હુમલાનો એક ચોંકાવનારો વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં ચટગાંવમાં પોલીસ અધિકારીઓ હિંદુ સમુદાય પર કરેલા અત્યાચારના પુરાવાઓને નાબૂદ કરવાના ઈરાદે CCTVનો નાશ કરતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવાર મોડી રાત સુધી હિંદુઓ પર આ અત્યાચાર ચાલુ રહ્યો હતો. વિસ્તારના ગભરાયેલા રહેવાસીઓએ પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહીનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Visuals also show law enforcement authorities deliberately destroying CCTVs
— OpIndia.com (@OpIndia_com) November 5, 2024
(4/n) pic.twitter.com/lTBLqBHc8G
હિંદુ યુવક પર ‘ઈશનિંદા’નો આરોપ લગાવી લિન્ચિંગનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકારને એક વિદ્યાર્થી આંદોલનની આડમાં ભંગ કરી દીધા બાદ હાલ વચગાળાની સરકાર સત્તામાં છે. આ સત્તાપલટા બાદ હિંદુઓની હાલત કફોડી બની હતી અને દેશભરમાં તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બે-ત્રણ મહિના બાદ પણ આવી ઘટનાઓ હજુ બંધ થઈ નથી. ઘણી વખત પોલીસ પણ તેમાં સામેલ હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે.
ગત મહિને જ બાંગ્લાદેશમાં એક યુવક પર ઈશનિંદાનો આરોપ લગાવીને કોલેજનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. અહીં એક હિંદુ યુવક પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવીને મુસ્લિમ ટોળાંએ ફરીદપુરની એક ડિગ્રી કોલેજને ઘેરી લીધી હતી. પીડિતની ઓળખ હ્રિદોય પાલ તરીકે થઈ હતી. કોલેજ બહાર મદરેસાના વિદ્યાર્થીઓએ ટોળાં એકઠાં કરીને તેને સોંપી દેવાની માંગ કરી હતી. પ્રશાસને તેને પછીથી પ્રિન્સિપાલની કેબિનમાં બોલાવીને પૂછપરછ કરી હતી.
યુવકે કોલેજને જણાવ્યું હતું કે, તેની પાસે કોઈ મોબાઇલ ફોન નથી અને જે પોસ્ટ થઈ હતી તે આઈડી 2 વર્ષથી તે વાપરતો પણ નથી. પણ ત્યાં સુધીમાં તો કટ્ટરપંથીઓએ પ્રિન્સિપાલની કેબિનને પણ ઘેરી લીધી હતી અને ઉત્પાત મચાવ્યો હતો અને કોલેજની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો ઉત્પાત મચાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના સ્થાને તેમના તાબે થઈ જઈને હિંદુ યુવકની જ ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે એક હિંદુ છોકરા પર પ્રોફેટ મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવ્યા બાદ મુસ્લિમોને ટોળાએ બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લાના બોલમારીમાં કાદિરદી ડિગ્રી કોલેજને ઘેરી લીધી હતી. ફેસબુક પર કરેલી પોસ્ટના આધારે ‘ઈશનિંદા’નો આરોપ લગાવ્યો હતો.
અહેવાલો અનુસાર પીડિતાની ઓળખ હૃદય પાલ તરીકે થઈ છે. તે અગિયારમા ધોરણનો વિદ્યાર્થી છે. કાદિરદી ડિગ્રી કોલેજની બહાર મદરેસાના વિદ્યાર્થીઓના ટોળાએ વહીવટીતંત્ર સમક્ષ હૃદયને સોંપવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો. જોકે, હૃદયપાલને પ્રિન્સિપાલની કેબિનમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
દરમિયાન તેણે કોલેજ પ્રશાસનને જણાવ્યું હતું કે તેની પાસે મોબાઈલ ફોન નથી. આ સિવાય જે ID પરથી પોસ્ટ થઇ તે 2 વર્ષ પહેલા હેક થઇ હોવાનું પણ કહ્યું હતું. જોકે મુસ્લિમ કટ્ટરપંથીઓએ પ્રિન્સીપાલની ઓફીસને ઘેરી કોલેજની સંપત્તિને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચી હૃદયની ધરપકડ કરી હતી.
આ સિવાય એક વિડીયો સામે આવ્યો હતો જેમ દેખાઈ રહ્યું હતું કે, મુસ્લિમો હિંદુ યુવકને માર મારી રહ્યા હતા અને એક સૈન્ય અધિકારી પણ હિંદુ યુવકને ડંડા વડે મારી રહ્યો હતો. અહેવાલ મુજબ, હિંસક ટોળાએ સૈન્યના જવાનો પર પણ પથ્થરો અને પગરખાં વડે હુમલો કરી દીધો હતો.