Wednesday, October 30, 2024
More
    હોમપેજગુજરાતGST કૌભાંડ મામલે જેલબંધ 'પત્રકાર' મહેશ લાંગા વિરુદ્ધ નોંધાઈ ત્રીજી FIR: ₹28...

    GST કૌભાંડ મામલે જેલબંધ ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ નોંધાઈ ત્રીજી FIR: ₹28 લાખની છેતરપિંડી કરી હોવાના આરોપમાં ગુનો દાખલ

    મહેશ લાંગા વિરુદ્ધ ખુશી એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર પ્રણવ શાહે FIR નોંધાવી છે. તેમનો આરોપ છે કે, 'પત્રકાર' મહેશ લાંગાએ તેમની સાથે ₹28 લાખની છેતરપિંડી કરી છે. તેમનું કહેવું છે કે, કામ માટે આપવામાં આવેલા રૂપિયા આરોપીએ પરત કર્યા નથી.

    - Advertisement -

    તાજેતરમાં જ GST કૌભાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંતર્ગત વામપંથી મુખપત્ર ‘ધ હિન્દુ’ના (The HIndu)’પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ કરવામાં આવી હતી. તે સિવાય તેના પર સરકારી ડોક્યુમેન્ટ્સ લીક કરવાને લઈને પણ બીજી એક FIR નોંધવામાં આવી હતી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ ત્રીજી FIR (Thirs FIR) પણ નોંધવામાં આવી છે. ₹28 લાખની છેતરપિંડીના આરોપસર તેની વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    માહિતી અનુસાર, મહેશ લાંગા વિરુદ્ધ ખુશી એન્ટરપ્રાઇઝના ડાયરેક્ટર પ્રણવ શાહે FIR નોંધાવી છે. તેમનો આરોપ છે કે, ‘પત્રકાર’ મહેશ લાંગાએ તેમની સાથે ₹28 લાખની છેતરપિંડી કરી છે. તેમનું કહેવું છે કે, કામ માટે આપવામાં આવેલા રૂપિયા આરોપીએ પરત કર્યા નથી. આ ઉપરાંત એ પણ નોંધવા જેવું છે કે, સર્ચ ઓપરેશન દરમિયાન લાંગાના નિવાસસ્થાનેથી ₹20 લાખ રોકડા મળી આવ્યા હતા, જેનો આરોપી સંતોષજનક જવાબ આપી શક્યો ન હતો.

    મંગળવારે (29 ઑક્ટોબર) અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી અને આ વિશેની માહિતી પણ આપી હતી. મલિકે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અગાઉની FIRનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું છે, જેમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 12 કંપનીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીએસ મલિકે વધુમાં કહ્યું કે, “મહેશ લાંગાએ કોર્ટમાં પણ કબૂલ્યું છે કે, DA એન્ટરપ્રાઇઝ તેની જ કંપની હતી.” તેમણે વધુમાં કહ્યું કે, “હમણાં સુધી આ કેસમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહેશ લાંગાએ IT રિટર્નમાં પણ ઓછી આવક દર્શાવી છે, જ્યારે તેમની લાઈફસ્ટાઈફ વૈભવી લોકો જેવી હતી.”

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, મહેશ લાંગા વિરુદ્ધ હમણાં સુધીમાં ત્રણ FIR નોંધાઈ ચૂકી છે. પહેલી FIR GST કૌભાંડ મામલે નોંધવામાં આવી હતી. બીજી FIR ગાંધીનગર પોલીસ દ્વારા નોંધવામાં આવી હતી, જેમાં લાંગા પર આરોપ છે કે, ‘પત્રકાર’ હોવાનો લાભ લઈને તેણે ઘણા સરકારી ડોક્યુમેન્ટ્સને લીક કરી દીધા હતા. જ્યારે હવે ₹28 લાખની છેતરપિંડી મામલે ત્રીજી FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં