Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે જામિયામાં મુસ્લિમોએ દીપોત્સવ પર કર્યો હતો હુમલો, ત્યાં હવે આસિફ અને...

    જે જામિયામાં મુસ્લિમોએ દીપોત્સવ પર કર્યો હતો હુમલો, ત્યાં હવે આસિફ અને તેના અબ્બુએ પોલીસકર્મીઓને ફટકાર્યા: 2 અધિકારી ઘાયલ, આરોપીઓની ધરપકડ

    જયારે પોલીસકર્મીઓએ આસિફને છોડવાની ના પાડી તો તેના અબ્બા રિયાજુદ્દીને પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. જયારે SHO નરપાલ સિંઘે આ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો તો રિયાજુદ્દીને SHOને પકડી લીધા અને આસિફે તેમની આંખ પર મુક્કો મારી દીધો.

    - Advertisement -

    દક્ષિણ-પૂર્વ દિલ્હીના (Delhi) જામિયા નગર (Jamia Nagar) વિસ્તારમાં એક વ્યક્તિ અને તેના અબ્બાએ રીતે પોલીસ અધિકારીઓ પર હુમલો (Attack on Police Officers) કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બંને આરોપીઓ પર ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર જામિયાનો આસિફ નામક યુવક વધુ પડતો અવાજ કરતી બુલેટ બાઈક લઈને જઈ રહ્યો હતો. પોલીસે તેને રોક્યો તો તે અને તેના અબ્બાએ મળીને પોલીસ પર જ હુમલો  કરી દીધો હતો.

    અહેવાલો અનુસાર સમગ્ર ઘટના 27 ઓક્ટોબર રાત્રે પોણા 9 આસપાસ બની હતી. જામિયા વિસ્તારના પોલીસ સ્ટેશનના SHO નરપાલ સિંઘ તેમની પેટ્રોલિંગ ટીમ સાથે ડ્યુટી પર હતા. આ દરમિયાન તેમણે કબ્રિસ્તાન ચોકથી જાકિર નગર બજાર તરફ જઈ રહેલ બુલેટનો અવાજ સંભાળ્યો. તેમણે આ બાઈકને તપાસ માટે રોકવાનો આદેશ આપ્યો.

    બાઈક રોક્યા બાદ તેની તપાસ અને નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે મોટરસાઇકલના સાયલેન્સરમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે અવાજ મર્યાદા કરતાં વધી ગયો હતો. મોટર વ્હીકલ એક્ટની મર્યાદા કરતા અવાજ વધી જતા SHO નરપાલ સિંઘે બાઈક સવાર 24 વર્ષીય આસિફ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

    - Advertisement -

    કાયદાકીય કાર્યવાહીની વાત આવતાં જ આસિફે તેના અબ્બાને ઘટનાસ્થળે બોલાવી લીધો. આસિફના અબ્બાએ પોલીસકર્મીઓ સાથે જબરદસ્તી કરીને ગેરકાયદે સાયલેન્સર ધરાવતી બાઈક છીનવી લેવાનો પ્રયાસ કર્યો. તથા ધમકી પણ આપી કે “યહીં પર સમજૌતા કર લો ઔર ઇસે જાને દો વરના સબ ઠીક નહીં હોગા.”

    જયારે પોલીસકર્મીઓએ આસિફને છોડવાની ના પાડી તો તેના અબ્બા રિયાજુદ્દીને પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. જયારે SHO નરપાલ સિંઘે આ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો તો રિયાજુદ્દીને SHOને પકડી લીધા અને આસિફે તેમની આંખ પર મુક્કો મારી દીધો. આ પછી SHOને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ રામકેશ પણ ઘાયલ થયા હતા.

    ઉલ્લેખનીય છે કે બંને પોલીસકર્મીઓને હોલી ફેમિલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ મામલે, આરોપી આસિફ અને તેના અબ્બા વિરુદ્ધ સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવવા અને ફરજ પરના SHO અને અન્ય પોલીસ અધિકારીઓ પર શારીરિક હુમલો કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે આ આગાઉ પણ 22 ઓક્ટોબરના રોજ જામિયા નગર વિસ્તારમાં આવેલી જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો. જામિયાના ગેટ નંબર-7 પર ગુલિસ્તાન-એ-ગાલિબ પાસે રાષ્ટ્રીય કલા મંચ દ્વારા દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇસ્લામિક ટોળાએ ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ જેવા નારા સાથે હુમલો કરીને હિંદુ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને મારપીટ કરી હતી. ઉપરાંત પરિસરમાં બનાવવામાં આવેલી રંગોળી અને દીવાઓના સુશોભનને પણ લાત મારીને વેરવિખેર કરી નાખ્યું હતું. હુમલાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં