Friday, November 29, 2024
More
    હોમપેજમિડિયા'સરકારનો ભ્રષ્ટાચાર 'છતે' ચડીને પોકાર્યો, ઉદ્ઘાટન પહેલાં ઘસી પડી રત્નાગિરી સ્ટેશનની છત':...

    ‘સરકારનો ભ્રષ્ટાચાર ‘છતે’ ચડીને પોકાર્યો, ઉદ્ઘાટન પહેલાં ઘસી પડી રત્નાગિરી સ્ટેશનની છત’: કોંગ્રેસની સાથે ‘ગુજરાત સમાચારે’ પણ કરી રાડારાડ, અહીં જાણો શું છે હકીકત

    વડીયોમાં મોટા અક્ષરે ગુજરાત સમાચારે લખ્યું કે, "મહારાષ્ટ્રની સરકારનો ભ્રષ્ટાચાર 'છતે' ચડીને પોકાર્યો. ઉદ્ઘાટન પહેલાં જ ઘસી રત્નાગિરી સ્ટેશનની છત." આ વિડીયો પણ ગુજરાતમાં ઘણો વાયરલ થયો. પરંતુ આ વિડીયો પાછળની વાસ્તવિકતા કઈક અલગ છે.

    - Advertisement -

    ફેક ન્યૂઝ (Fake News) ફેલાવીને લોકોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસ (Congress) પરંપરાગત રીતે નિભાવતી આવી છે અને તેને સાથે આપવા માટે અમુક ‘પત્રકારો’ અને ‘મીડિયા’ (Media) પણ એટલા જ રઘવાયા થતાં હોય છે. આવી જ એક બાબત હવે ફરી સામે આવી રહી છે. કોંગ્રેસે સરકારને (Congress Government) ટાર્ગેટ કરવા માટે ફરી એક જુઠ્ઠાણાંનો સહારો લીધો છે અને ‘ગુજરાત સમાચારે’ (Gujarat Samachar) આ જુઠ્ઠાણું હાથોહાથ વધાવી પણ લીધું છે. મીડિયા અને કોંગ્રેસ સિવાય ઘણા કોંગ્રેસ સમર્થિત લોકો અને નેતાઓએ પણ તે જુઠ્ઠાણું ફેલાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના (Maharashtra) રત્નાગિરી રેલવે સ્ટેશનની (Ratnagiri Railway Station) છત ઉદ્ઘાટન પહેલાં જ ઘસી પડી છે અને હવામાં ઊડી ગઈ છે.

    રત્નાગિરી રેલવે સ્ટેશનને લઈને જુઠ્ઠાણું ફેલાવવામાં સૌથી પહેલું નામ ‘નવભારત ટાઈમ્સ’નું આવે છે. સૌથી પહેલાં નવભારત ટાઈમ્સના હિન્દી ન્યૂઝના આધિકારિક એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે વિડીયોમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ માળખાની છત પવનના લીધે હાલકડોલક થતી જોવા મળે છે. નવભારત ટાઈમ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “રત્નાગિરી રેલવે સ્ટેશનની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે.” આ સાથે તેણે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે આવું થયું હતું.

    નવભારત ટાઈમ્સનો વિડીયો બેઠો ઉઠાવીને કેરળ કોંગ્રેસના આધિકારિક X પેજ પરથી 7 ઑક્ટોબરના રોજ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સાથે કોંગ્રેસે દાવો કર્યો છે કે, “પવન સાથે ઊડી ગયું.. રત્નાગિરી રેલવે સ્ટેશન.’ કોંગ્રેસ દ્વારા આ કારસ્તાન કર્યા બાદ હવે કામ હતું કોંગ્રેસ સમર્થિત લોકો અને ‘મીડિયા’નું.

    - Advertisement -

    ઘણા કોંગ્રેસીઓ અને ભાજપવિરોધીઓએ આ વિડીયો પોસ્ટ કરી દીધો અને કોંગ્રેસના પગલે પર ચાલવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ તો મહારાષ્ટ્ર સરકાર પર સવાલો ઉઠાવવાના શરૂ કરી દીધા અને ઘણાએ તો ‘ભ્રષ્ટાચાર’ના આરોપો પણ લગાવી દીધા. વિડીયો વાયરલ થયા બાદ ઘણા સામાન્ય લોકોએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. આ વિડીયોના કારણે ઘણા સામાન્ય લોકો પણ ગુમરાહ થયા હતા.

    કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલો આ જ વિડીયો ‘ગુજરાત સમાચાર’ બેઠો ઉઠાવી લાવ્યું હતું અને પોતાના X પેજ પર પોસ્ટ કરી દીધો હતો. કોંગ્રેસે તો કેપશનમાં માત્ર અમુક શબ્દો જ લખ્યા હતા અને તેમાં પણ સરકાર પર કોઈ આરોપો પણ નહોતા નાખ્યા. પરંતુ ‘ગુજરાત સમાચારે’ તો ક્રાંતિકારી વલણ અપનાવીને ચા કરતાં કીટલી ગરમ જેવુ કરી નાખ્યું હતું. ગુજરાત સમચારે 8 ઑક્ટોબરના રોજ વિડીયો પોસ્ટ કર્યો અને કેપશનમાં લખ્યું, “રત્નાગિરી સ્ટેશનની છત ઉદ્ઘાટન પહેલાં જ ઘસી પડી, વિડીયો વાયરલ.”

    તે ઉપરાંત કોંગ્રેસ પાસેથી બેઠો ઉઠાવેલો વિડીયો ગુજરાત સમાચારે થોડો મઠાર્યો પણ ખરો. વિડીયોમાં મોટા અક્ષરે ગુજરાત સમાચારે લખ્યું કે, “મહારાષ્ટ્રની સરકારનો ભ્રષ્ટાચાર ‘છતે’ ચડીને પોકાર્યો. ઉદ્ઘાટન પહેલાં જ ધસી રત્નાગિરી સ્ટેશનની છત.” આ વિડીયો પણ ગુજરાતમાં ઘણો વાયરલ થયો. પરંતુ આ વિડીયો પાછળની વાસ્તવિકતા કઈક અલગ છે.

    શું છે હકીકત?

    કોંગ્રેસ અને ગુજરાત સમાચાર દ્વારા કરવામાં આવેલા દાવા બાદ અમે તે અંગેની તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં સંશોધન બાદ PIB અને રેલવેનું સ્પષ્ટીકરણ સામે આવ્યું હતું. જેમાં કહેવાયું હતું કે, આ માહિતી તદ્દન ખોટી છે. સૌથી પહેલાં ‘કોંકણ રેલવે’ના આધિકારિક પેજ પરથી કોંગ્રેસના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો.

    કોંકણ રેલવેએ X પર કોંગ્રેસના વિડીયોની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “આ ભ્રામક માહિતી છે. રેલવે સ્ટેશનની ઇમારત યથાસ્થિતિ અને યોગ્ય જ છે અને ટ્રેન પરિવહનમાં પણ કોઈપણ પ્રકારની અડચણ ઊભી નથી થઈ. દર્શાવવામાં આવેલો વિડીયો PWD, મહારાષ્ટ્ર દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા પાર્કિંગ વિસ્તારનો છે.” એટલે કોંગ્રેસ અને ગુજરાત સમચારે દર્શાવેલો વિડીયો રેલવે સ્ટેશનનો છે જ નહીં.

    થોડા સમય બાદ તરત જ PIBએ પણ આ વિડીયોનું ફેક્ટચેક કરી નાખ્યું હતું. PIBએ પોતાના આધિકારિક X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, “રત્નાગિરી રેલવે સ્ટેશનને લઈને કેરળ કોંગ્રેસનો ભ્રામક દાવો. ટ્વીટમાં દર્શાવવામાં આવેલો વિડીયો PWD, મહારાષ્ટ્ર દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા નિર્માણાધીન પાર્કિંગ વિસ્તારનો છે. સ્ટેશન ઇમારત યોગ્ય છે અને ટ્રેન પરિવહનમાં પણ તેની કોઈ અસર પડી નથી.”

    કોંગ્રેસ અને ગુજરાત સમાચારે વાયરલ કરેલો વિડીયો રેલવે સ્ટેશનનો નહીં, પરંતુ ‘નિર્માણાધીન’ પાર્કિંગ વિસ્તારનો છે. પાર્કિંગ વિસ્તારનું પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે, તમામ નિર્માણ ન થયું હોય. તેથી ‘નિર્માણાધીન’ પાર્કિંગ ક્ષેત્રનો વિડીયો રેલવે સ્ટેશનના નામે વાયરલ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં