Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમગેસ સિલિન્ડર, દારૂગોળો, પેટ્રોલની બોટલ અને માચિસ…: કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ બાદ વધુ...

    ગેસ સિલિન્ડર, દારૂગોળો, પેટ્રોલની બોટલ અને માચિસ…: કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ઇમરજન્સી બ્રેકથી ટળ્યો અકસ્માત

    લોકો પાયલોટે જણાવ્યું હતું કે, તેણે ટ્રેક પર કોઈ સંદિગ્ધ વસ્તુ જોઈ હતી, પરંતુ બ્રેક લગાવવાની સાથે જ ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ ધડાકાનો મોટો અવાજ પણ આવ્યો હતો. ટ્રેનની સ્પીડ ઓછી થઈ જવાના કારણે કોઈ જાનહાનિ કે માલહાનિ નથી થઈ.

    - Advertisement -

    દેશભરમાં ટ્રેનોને ટાર્ગેટ કરવાનો સિલસિલો સતત ચાલુ જ છે. તાજેતરમાં જ અનેક્ ટ્રેનોને ટાર્ગેટ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર એવો જ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું (Train Derailed) સામે આવ્યું છે. કાનપુરમાં (Kanpur) કાલિંદી એક્સપ્રેસ (Kalindi Express) ટ્રેક પર પડેલા ગેસ સિલિન્ડર સાથે અથડાઈ હતી અને ઇમરજન્સી બ્રેકના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. આ દુર્ઘટનામાં જાનમાલનું કોઈ નુકશાન ન થયું હોવાનું સામે આવ્યું છે. ટ્રેન ઉથલાવવાનો આ પ્રયાસ કોણે કર્યો હતો અને શું કારણ હોય શકે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

    માહિતી અનુસાર, વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હરિયાણાના (Haryana) ભિવાનથી ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ (14723) કાનપુરમાં અનવરગંજ-કાસગંજ રુટ પર રાખેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ મોટો ધડાકો પણ થયો હતો. લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટના રવિવાર (8 સપ્ટેમ્બર)ના રોજ બનવા પામી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

    લોકો પાયલોટે જણાવ્યું હતું કે, તેણે ટ્રેક પર કોઈ સંદિગ્ધ વસ્તુ જોઈ હતી, પરંતુ બ્રેક લગાવવાની સાથે જ ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ ધડાકાનો મોટો અવાજ પણ આવ્યો હતો. ટ્રેનની સ્પીડ ઓછી થઈ જવાના કારણે કોઈ જાનહાનિ કે માલહાનિ નથી થઈ. ઘટના વિશેની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રેક પરથી LPG સિલિન્ડર મળી આવ્યો હતો. તેની આસપાસ પેટ્રોલની બોટલો અને માચિસ તથા દારૂગોળો પણ મળી આવ્યો હતો. ઘટના બાદ ઘણી તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. તપાસ માટે ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ છે છે. પોલીસે જણાવ્યું છે કે, સિલિન્ડર ટ્રેક પર રાખવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ટ્રેન ઉથલાવવાના પ્રયાસ વચ્ચે ફરી રહ્યો છે પાકિસ્તાની આતંકવાદીનો વિડીયો

    નોંધવા જેવું છે કે, દેશમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન અકસ્માતો અને દુર્ઘટનાઓનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને જૂનમાં કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આવી ઘટનાઓમાં અસાધારણ વધારો જોવા મળ્યો. બીજી તરફ, તાજેતરમાં અમુક ઘટનાઓ એવી સામે આવી, જેનાથી શંકા ઉપજે છે કે આ ઘટનાઓ ખરેખર ‘અકસ્માત’ કે ‘દુર્ઘટનાઓ’ છે કે પછી સમજી વિચારીને કરવામાં આવતું ષડ્યંત્ર. તાજેતરમાં કાનપુરમાં જ અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. આવી અન્ય પણ અમુક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ સામે આવી.

    આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક આતંકવાદીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ફરહતુલ્લાહ ઘોરી નામનો એક પાકિસ્તાની આતંકવાદી તેના સમર્થકો અને જેહાદીઓને ભારતનાં દિલ્હી, મુંબઈ વગેરે મોટાં શહેરોમાં ટ્રેન ઉથલાવવા માટે ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. તેણે મુસ્લિમ વિદ્યાર્થીઓને સંબોધીને ભારતીય સરકારી મશીનરી અને ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનું કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં