ઉલ્લેખનીય છે કે આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 18 જુલાઈના રોજ, યુપી ATS દ્વારા જાહેર સેવા કેન્દ્રના સંચાલકો ઝીશાન ખાન, સુહેલ, રિયાઝ ખાન, વિજય યાદવની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ATSને એવા નેટવર્કની માહિતી મળી જે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોને નકલી ઓળખપત્રો બનાવી આપીને અલગ-અલગ સ્થળોએ ગેરકાયદેસર રીતે વસાવવામાં મદદ કરી રહ્યું છે.
પોલીસને મળેલી જાણકારી અનુસાર આરોપીઓએ લગભગ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને અલગ અલગ સ્થાન પર વસાવવા માટે લગભગ 20,000 નકલી જન્મના પ્રમાણપત્રો બનાવ્યા છે, અને આવા રેકેટ કાનપુર, ઉન્નાવ, પ્રયાગરાજ તથા લખનૌમાં પણ છે.
અહી નોંધનીય બાબત એ છે કે સલોનની વસ્તી 20,000ની છે અને ત્યાં 19,184 જન્મ પ્રમાણપત્રો નકલી બનાવેલા છે. ત્યારે નકલી પ્રમાણપત્ર બનાવવા માટે જો સ્થાનિક જન્મ પ્રમાણપત્ર બનાવવું હોય તો ₹3થી ₹5 હજાર અને બિહાર, બંગાળ અને ઝારખંડ વગેરે સ્થળો માટે ₹5થી ₹10 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશી-રોહિંગ્યા મુસ્લિમો પાસેથી મળેલી રકમ દરરોજ સાંજે વિજય યાદવ, ઝીશાન, રિયાઝ અને સુહેલ વચ્ચે વહેંચવામાં આવતી હતી. આ અનુસાર રોહિંગ્યા બાંગ્લાદેશી મુસ્લિમોને વસાવવાનું કાવતરું મોટાં પાયે ચાલી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સલોનના પ્રખંડ વિકાસ અધિકારી જણાવ્યું છે કે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવનાર ગ્રામ વિકાસ અધિકારી વિજય યાદવ વિરુદ્ધ FIR દાખલ કરી તેને સસ્પેન્ડ કરીને તેની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઝીશાનના પ્રતિબંધિત આતંકી સંગઠન PFI (Popular Front Of India) સાથે જોડાયેલા તાર પણ બહાર આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા સુરક્ષા એજન્સીઓએ PFIના એક આતંકવાદીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી જે દસ્તાવેજો મળી આવ્યા હતા તે તમામ દસ્તાવેજો રાયબરેલીના પલાહી ગામના સરનામે બનાવવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો ઝીશાને બનાવેલા હતા. ધરપકડ થયેલા આતંકીએ કબૂલાત કરી હતી કે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના તેના સાથીઓના પ્રમાણપત્રો પણ પલાહીથી જ બનાવવામાં આવ્યા હતા. આ મામલે તપાસ થઈ રહી છે ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે.