Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'મને હવે આ જવાબદારીમાંથી મુક્ત કરો': સાળંગપુર ખાતે મળી ભાજપની કારોબારી બેઠક:...

    ‘મને હવે આ જવાબદારીમાંથી મુક્ત કરો’: સાળંગપુર ખાતે મળી ભાજપની કારોબારી બેઠક: સી.આર પાટીલે પાર્ટી અધ્યક્ષ પદ પરથી મુક્તિ માંગી, નવા સેનાપતિના નામની થશે જાહેરાત!

    બેઠકમા હાજર કેન્દ્રીય જળસંચય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે 'એક વ્યક્તિ, એક હોદ્દો'ની નીતિને ધ્યાનમાં રાખીને તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.

    - Advertisement -

    બોટાદ ખાતેના સાળંગપુર મંદિરે ગુજરાત ભાજપની કારોબારી બેઠક યોજાઈ છે. 4 જુલાઈ 2024ની બપોરથી આયોજિત આ બેઠકનો આજે દ્વિતીય દિવસ છે. બેઠકમાં લગભગ 1400 સભ્યો હાજર છે. સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવાયા બાદ તેમણે આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે. તેમણે પાર્ટીની સુકાન તેવા વ્યક્તિના હાથમાં સોંપવાની વાત કરી છે, જે સૌને સાથે લઈને ચાલી શકે. બની શકે કે બેઠકની પૂર્ણાહુતિ પહેલા ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે.

    મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણી બાદની પ્રથમ કારોબારીઓ બેઠક બોટાદના સાળંગપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સભા હોલ ખાતે આયોજિત કરવામાં આવી છે. 2 દિવસીય આ બેઠકમાં ભાજપના 1400 લોકો જોડાવાના હતા, જેમાં 25 સંસદ સભ્યો, મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રીઓ સહિત 161 ધારાસભ્યો, મિનિસ્ટરો, પ્રદેશ સંગઠન પ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્યો તેમજ તમામ મંડળના પ્રમુખો આ કારોબારી બેઠકમાં અપેક્ષિત હતા.

    રાજકીય ચિંતન ઉપરાંત આ બેઠકમા હાજર કેન્દ્રીય જળસંચય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ની નીતિને ધ્યાનમાં રાખીને તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે. પોતાના વક્તવ્યમાં તેમણે હાઈકમાંડને વિનંતી કરી હતી કે ગુજરાત ભાજપની સુકાન અન્ય કોઈ લાયક અને જવાબદાર વ્યક્તિને સોંપવામાં આવે. જોકે આ વાતનો ઈશારો તેમણે લોકસભા ચૂંટણી સમયે જ કરી દીધો હતો કે તેઓ ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાં નહીં રહે.

    - Advertisement -

    સીઆર પાટીલે કહ્યું હતું કે ગુજરાત ભાજપની કમાન એવા વ્યક્તિને સોંપવામાં આવે જે તમામ લોકોને સાથે લઈને ચાલવામાં માનતો હોય. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકના અંત સુધીમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની ઘોષણા કરી દેવામાં આવશે. આ બેઠકમાં સીઆર પાટીલે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ દિશાનિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન સીઆર પાટીલે પોતાના સંબોધનમાં હાજર તમામની માફી માંગતા કહ્યું કે, “મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટિકિટ મળી કોઈને ન મળી હું માફી માગું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં