રામાયણ પર દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને સ્ટુડિયો પર બોલાવીને શો કરનાર ‘ધ લલ્લનટોપ’ પર ઇસ્લામિક હદીસોને ટાંકીને નૂપુર શર્માએ કરેલી ટિપ્પણીનું ફેક્ટચેક કરવાની હિંમત ન દાખવવાના આરોપો લાગતા રહ્યા છે. તાજેતરમાં વૈજ્ઞાનિક અને જાણીતા રાજકીય વિશ્લેષક ડૉ. આનંદ રંગનાથને પણ એક વિડીયો બહાર પાડીને લલ્લનટોપનો ઉધડો લીધો હતો. ત્યારે આ મીડિયા પોર્ટલના સંપાદક સૌરભ દ્વિવેદીએ હમણાં એક શોમાં આ મુદ્દે જાતજાતના દાવા કરીને લૂલો બચાવ કરવાના નિરર્થક પ્રયાસો કર્યા છે.
25 મેના રોજ પોતાના કાર્યક્રમ ‘નેતાનગરી’માં દ્વિવેદીએ પોતાના બચાવમાં મુખ્યત્વે ત્રણ દાવા કર્યા. અમુક ઘટનાઓને ટાંકીને તેમણે દાવો કર્યો કે તેમણે નૂપુર શર્માનો સંપર્ક કર્યો હતો અને તેમનો પક્ષ મૂકવા માટે શોમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. જેથી નૂપુર શર્માએ જે કંઈ પણ કહ્યું હતું તેનું ફેક્ટચેક ન કરવા બદલ તેમને દોષ આપવો યોગ્ય નથી.
धर्म से जुड़े विवादित बयान पर जिस तरह विकास दिव्यकीर्ति को अपना पक्ष रखने का मौका दिया गया, वैसा मौका नुपूर शर्मा को क्यों नहीं दिया गया? लल्लनटॉप को लेकर इस तरह के सवाल उठाए गए. देखिए सौरभ द्विवेदी ने इस पर क्या कहा? #Netanagri का पूरा एपिसोड: https://t.co/DNrhHLEmAL… pic.twitter.com/h2sNJpxLkU
— The Lallantop (@TheLallantop) May 25, 2024
આ દાવાઓને લઈને ઑપઇન્ડિયાએ નૂપુર શર્માનો સંપર્ક કર્યો અને જાણ્યું કે સૌરભ દ્વિવેદી જે દાવા કરે છે તેમાં તથ્ય અને સત્ય છે કે કેમ.
સૌરભ દ્વિવેદીનો પહેલો દાવો એ છે કે, ટાઈમ્સ નાઉની ડિબેટની તરત પછી (જેમાં નૂપુર શર્માએ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ થયો હતો. યાદ રહે, નૂપુર શર્માએ તસલીમ રહેમાની દ્વારા કરવામાં આવેલા શિવલિંગના અપમાનનો જવાબ આપતી વખતે આ વાતો કહી હતી.) તેઓ ભાજપના એક કાર્યક્રમમાં નૂપુર શર્માને મળ્યા હતા. અહીં તેમણે નૂપુરને પોતાનો પક્ષ રાખવા માટે લલ્લનટોપ પર આમંત્રણ આપ્યું હતું.
ઑપઇન્ડિયાએ આ બાબતની ખરાઈ કરવા માટે નૂપુર શર્માને પૂછ્યું ત્યારે તેમણે વિગતે જણાવ્યું. સૌરભ દ્વિવેદી જે ભાજપના કાર્યક્રમની વાત કરે છે તે મોદી સરકારનાં 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે 31 મે, 2022ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. તેના એક સપ્તાહ પહેલાં મોહમ્મદ ઝુબૈરે ટાઈમ્સ નાઉની ડિબેટના વિડીયોમાંથી નૂપુર શર્માની ટિપ્પણીઓનો ચોકકસ ભાગ લઈને ટ્વિટ કર્યો હતો, જેના કારણે પછીથી તેમને ભારત જ નહીં પણ અન્ય દેશોમાંથી પણ હત્યા અને રેપની ધમકીઓ મળી.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં નૂપુર શર્માએ પુષ્ટિ કરતાં કહ્યું કે તેઓ 31 મેના રોજ પ્રેસ કૉન્ફરન્સમાં અનેક પત્રકારોને મળ્યાં હતાં અને દરમ્યાન સૌરભ દ્વિવેદી સાથે પણ મુલાકાત થઈ હતી. પણ સૌરભે તેમને ઇન્ટરવ્યુ માટે પૂછ્યું હોવાનું તેમને યાદ નથી.
હવે અહીં ધ્યાને લેવા જેવી બાબત એ છે કે 31 મે સુધીમાં પરિસ્થિતિ એવી ન હતી કે નૂપુર શર્મા પર મીડિયા સાથે વાતચીત કરવા પર કોઇ પ્રતિબંધ ન હતો. તેમણે અનેક મીડિયા ચેનલોને બાઈટ પણ આપી હતી અને 31 મેના રોજ જ ઑપઇન્ડિયાને પણ 1 કલાકનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. એટલે સૌરભ જો એવો દાવો કરે કે 31 મેની મુલાકાતમાં નૂપુર શર્માએ લલ્લનટોપ સાથે વાતચીત કરવાની ના પાડી હતી. એક ક્ષણ માટે માની પણ લઈએ કે સૌરભે 31 મેના દિવસે નૂપુર શર્માને વાતચીત દરમિયાન ઇન્ટરવ્યુ માટે પૂછ્યું પણ હશે તોપણ આવા કાર્યક્રમોમાં થતી વાતચીતને આમંત્રણ કઈ રીતે ગણી શકાય? જો સૌરભ દ્વિવેદી કે લલ્લનટોપનો ઇરાદો ખરેખર કશુંક નક્કર કરવાનો હોત તો નૂપુર શર્માનો સીધો સંપર્ક કર્યો હોત, જે ક્યારેય કરવામાં ન આવ્યો.
સૌરભનો બીજો દાવો એ છે કે તેઓ એક IAS દંપતીએ આયોજિત કરેલી પાર્ટીમાં પણ નૂપુર શર્માને મળ્યા હતા અને ત્યાં પણ તેમના શો પર આવવા માટે તેમને પૂછ્યું હતું, પણ નુપૂરે વિનંતી નકારી દીધી હતી.
જાણવા મળ્યા અનુસાર, આ પાર્ટી એપ્રિલ, 2023માં યોજાઈ હતી. એક IAS દંપતીએ યોજી હતી, જેઓ નૂપુર શર્માના પણ મિત્રો છે. અમને નૂપુરે જણાવ્યું કે, પાર્ટીમાં સૌરભને જોઈને તેઓ પોતે આશ્ચર્યમાં મૂકાયાં હતાં અને તેમણે સામેથી સંવાદની પહેલ કરી હતી. તેમની વાતચીત પણ થઈ હતી કે કઈ રીતે ઝુબૈરે ઉશ્કેરણી કર્યા બાદ તેમની કારકિર્દી પર અસર પડી અને ત્યારપછીનું જીવન કઈ રીતે કઠિન બન્યું છે. નૂપુર કહે છે કે ત્યારે સૌરભની કોઇ પ્રતિક્રિયા ન હતી. તેમને એ પણ યાદ નથી કે સૌરભ દ્વિવેદીએ તેમને શો પર આવવા માટે નિમંત્રણ આપ્યું પણ હતું કે કેમ.
અહીં નોંધવું જોઈએ કે અહીં ફરી સૌરભ દ્વિવેદીએ સામાન્ય વાતચીત દરમિયાન નૂપુર શર્માને તેમના શો પર આવવા માટે કહ્યું હતું. તે પણ એવી વાતચીત દરમિયાન જેની પહેલ નૂપુર શર્માએ કરી હતી. એટલે તેમણે નૂપુરનો સંપર્ક કર્યો હોવાની વાત જ ખોટી છે. આનાથી એ સાબિત થાય છે કે સૌરભ દ્વિવેદીએ ક્યારેય ઇન્ટરવ્યુ માટે નૂપુર શર્માનો સીધો સંપર્ક કર્યો જ નથી, જે સામાન્ય રીતે પત્રકારો કોઇ પણ મહેમાનોને પોતાના શોમાં બોલાવવા માટે કરતા હોય છે.
ત્રીજો દાવો એવો છે કે તેમણે તાજેતરમાં પણ નૂપુર શર્માનો સંપર્ક કર્યો હતો, જ્યારે જાણીતા રાજકીય વિશ્લેષક અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથનનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં તેમણે નૂપુર શર્માના નિવેદનનું ફેક્ટચેક ન કરવા બદલ ‘ધ લલ્લનટોપ’ અને સૌરભ દ્વિવેદી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
સૌરભ દ્વિવેદીનો આ દાવો પણ ખોટો છે. નૂપુર શર્માએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે આનંદ રંગનાથનનો વિડીયો વાયરલ થયા બાદ લલ્લનટોપે ક્યારેય તેમનો સંપર્ક કર્યો નથી કે ન શો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
Surreal. Instead of apologising to Nupur, the cowards at @TheLallantop are claiming they didn’t fact-check her because she declined to come on their platform. Even Modi declines to come on their platform – does it stop them from factchecking him?
— Anand Ranganathan (@ARanganathan72) May 26, 2024
Here, I expose these charlatans: pic.twitter.com/DVaUDMWa7F
જેઓ આનંદ રંગનાથનના મુદ્દે અજાણ છે તેમના માટે, એક મહિના પહેલાં આનંદ રંગનાથન RJ રૌનકના એક પોડકાસ્ટમાં ગયા હતા. અહીં વાતચીત દરમિયાન તેમણે નૂપુર શર્મા વિવાદ પર ધ લલ્લનટોપના રિપોર્ટિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વાસ્તવમાં લલ્લનટોપે દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકિર્તિએ રામાયણ પર કરેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ તેમને પોતાના શોમાં આમંત્રણ આપીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે તક આપી હતી, પણ નૂપુર શર્માના કિસ્સામાં આવું કરવાની હિંમત ન ચાલી.
આનંદ રંગનાથને બેવડાં વલણો ખુલ્લાં પાડતાં કહ્યું હતું કે, લલ્લનટોપ કે સૌરભ દ્વિવેદીએ વિકાસ દિવ્યકીર્તિના નિવેદનનું ફેક્ટચેક કર્યું કારણ કે તેમને ખબર હતી કે તેમ કર્યા બાદ પણ હિંદુ સમુદાય તેમને કોઇ ધમકી નહીં આપે, પણ નૂપુર શર્માએ ઈસ્લામિક પુસ્તકોને ટાંકીને કરેલી ટિપ્પણીનું જો ફેક્ટચેક કર્યુ તો ઇસ્લામીઓ તેમને પણ ધમકી આપશે. તાજેતરમાં સૌરભ દ્વિવેદીનો એક વિડીયો સામે આવ્યા બાદ ડૉ. રંગનાથને ફરીથી એક વિડીયો બાઈટ પોસ્ટ કરીને પોર્ટલ અને સંપાદકને આડેહાથ લીધા હતા.
આટલી વિગતોથી એ સ્પષ્ટ છે કે સૌરભ દ્વિવેદી પોતાનું ડરપોકપણું છુપાવવા માટે જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. આ બે વર્ષમાં તેમણે વ્યક્તિગત રીતે ક્યારેય નૂપુર શર્માનો સીધો સંપર્ક કર્યો નથી. કોઇ પ્રસંગો થયેલી સામાન્ય વાતચીતને તેઓ ઇન્ટરવ્યુ માટે કરેલા ‘પ્રસ્તાવો’ ગણાવી રહ્યા છે. આ વાતચીતો એટલી સામાન્ય હતી કે તેમાં સૌરભે તેમને ઇન્ટરવ્યુ માટે પૂછ્યું હતું કે કે તે પણ નૂપુર શર્માને યાદ નથી.
વાત આટલેથી અટકતી નથી. હકીકત એ છે કે સૌરભ દ્વિવેદી કે લલ્લનટોપને ક્યારેય પણ કોઇ મુદ્દાનું ફેક્ટચેક કરવું હોય તો જે-તે નિવેદનથી સંબંધિત લોકોને પોતાના શો પર બોલાવવાની કોઇ જરૂર નથી. ઉદાહરણ તરીકે, તેમણે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંઘે ‘મુસ્લિમોનો સંપત્તિ પર પહેલો હક છે’ તેવું નિવેદન આપ્યું હતું કે કેમ તેનું ફેક્ટચેક કર્યું હતું. આમ તો આ ફેક્ટચેક પર પણ પ્રશ્નો ઉઠ્યા છે પણ તેનાં ગુણદોષ જોયા વગર વાત કરીએ તો એ તો સત્ય જ છે કે આ ફેક્ટચેક માટે મનમોહન સિંઘને સ્ટુડિયોમાં બોલાવીને ‘તેમનો પક્ષ’ રજૂ કરવા નહતું કહેવાયું.
લલ્લનટોપે અગાઉ પણ મોદી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનાં ભાષાનો અને નિવેદનોનાં ફેક્ટચેક કર્યાં છે. આ કોઇ પણ ફેક્ટચેક કરતી વખતે તેમણે પીએમ મોદીને પોતાના શોમાં બોલાવ્યા નથી, કારણ કે સ્વાભાવિક રીતે તેની જરૂર નથી.
અહીં પ્રશ્ન એ છે કે સૌરભ દ્વિવેદીએ આખરે નૂપુર શર્માએ જે કહ્યું હતું તેનું ફેક્ટચેક કરવા માટે તેમને શો પર બોલાવવાની જરૂર શું છે? તેમણે જે કંઈ પણ કહ્યું હતું તે ઇસ્લામિક પુસ્તકોમાં છે કે નહીં અને તે સાચું છે કે નહીં તેનું ફેક્ટચેક આમ પણ થઈ શકે તેમ છે. તેઓ ઇસ્લામિક હદીસો ખોલીને જોઈ શક્યા હોત અને ફેક્ટચેક કરી શક્યા હોત કે નૂપુરે જે કહ્યું હતું તે સત્ય હતું કે કેમ. સૌરભ દ્વિવેદીએ શો કરીને કેમ ન જણાવ્યું કે નૂપુર શર્માએ જે કહ્યું હતું તે ખોટું નથી અને આવી જ વાતો ઝાકિર નાઈક પણ ભૂતકાળમાં કહી ચૂક્યો છે? પરંતુ તેમની આટલી હિંમત ચાલી નહીં અને હવે માત્ર શબ્દોની માયાજાળ રચીને અને ખોટા દાવા કરીને લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે.