ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં જ 7 મેના રોજ મતદાન થશે. આ માટે ઉમેદવારીપત્ર ભરવાનાં શરૂ થઈ ગયાં છે. બીજી તરફ, કોંગ્રેસે જે 4 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી હતી તે કરી દીધી છે. શનિવારે (13 એપ્રિલ) કોંગ્રેસે પોતાના બાકીના ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં ગુજરાતની 4 બેઠકો પરના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં જે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, તેના ઉમેદવારો પણ સામેલ છે.
કોંગ્રેસની યાદી અનુસાર પાર્ટીએ મહેસાણા, અમદાવાદ પૂર્વ, રાજકોટ અને નવસારી લોકસભા બેઠકોના ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં છે. સાથે જ કોંગ્રેસે વિજાપુર, પોરબંદર, માણવદર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ યાદીમાં કોંગ્રેસે ચંડીગઢ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના લોકસભા ઉમેદવારોનાં નામ પણ સામેલ છે. આ પહેલાં કોંગ્રેસે ગુજરાતના 7 લોકસભા ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. જેની સાથે જ ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો ઘોષિત થઈ ગયા છે.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की लिस्ट। pic.twitter.com/nh9v8MTVjf
— Congress (@INCIndia) April 13, 2024
કોંગ્રેસે જાહેર કરેલી લોકસભા ચૂંટણીની યાદીમાં મહેસાણા લોકસભા બેઠક પર રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર હિંમતસિંહ પટેલ, રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી અને નવસારી બેઠક પરથી નૈષાધ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી રાજકોટ અને નવસારી, બે ચર્ચિત બેઠકો છે. રાજકોટથી પરષોત્તમ રૂપાલા લડશે, જ્યારે નવસારીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ લડી રહ્યા છે. બંને બેઠકો ભાજપનો ગઢ કહેવાય છે.
સાથે જ જો પેટાચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો કોંગ્રેસે વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ ગોહિલ સામે કનુ પુંજાભાઈ પટેલ, પોરબંદર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સામે રાજુ ઓડેદરા, વિજાપુર વિધાનસભા બેઠક પર સી. જે ચાવડા સામે દિનેશ પટેલ અને ખંભાત વિધાનસભા બેઠક પર ચિરાગ પટેલ સામે મહેન્દ્રસિંહ પરમારને વિધાનસભાની ટીકીટ આપી છે.
આ ઉપરાંત, નવી યાદીમાં અન્ય ચર્ચિત નામોની વાત કરવામાં આવે તો ચંદીગઢ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ મંત્રી મનિષ તિવારીને ટીકીટ આપી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી રાજ્ય સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. આ બેઠક પરથી ભાજપમાંથી અભિનેત્રી કંગના રણૌતને ટીકીટ આપી છે.