Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રસિદ્ધ થયું જાહેરનામું, ગુજરાતની 26 બેઠકો પર પણ...

    ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રસિદ્ધ થયું જાહેરનામું, ગુજરાતની 26 બેઠકો પર પણ 7 મેએ મતદાન: રૂપાલા 16 એપ્રિલ, અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્ર 

    ગુજરાત ઉપરાંત ત્રીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી, દમણ-દીવ, ગોવા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો પર ચૂંટણી થશે. જોકે, આમાંથી ક્યાંક આખા રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી થશે તો ક્યાંક અમુક બેઠકો પર યોજાશે. 

    - Advertisement -

    7મી મેના રોજ યોજનારી ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે (12 એપ્રિલ) જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે, જેની સાથે જ ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 લોકસભા બેઠકો પર મતદાન થશે, જેમાં ગુજરાતની 26 બેઠકો પણ સામેલ છે. 

    ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 12 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું. જેથી હવે ઉમેદવારોના નામાંકનની શરૂઆત થશે. જે 19 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 20 એપ્રિલના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને 22 એપ્રિલ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તિથિ છે. ત્યારબાદ 7 મેના રોજ ચૂંટણી યોજાશે અને પરિણામો એકસાથે 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. 

    ગુજરાત ઉપરાંત ત્રીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી, દમણ-દીવ, ગોવા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો પર ચૂંટણી થશે. જોકે, આમાંથી ક્યાંક આખા રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી થશે તો ક્યાંક અમુક બેઠકો પર યોજાશે. 

    - Advertisement -

    ગુજરાતમાં 26 બેઠકો પર એકસાથે ચૂંટણી યોજાશે. તેની સાથે જ ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી થશે. જે માટે તમામ પાર્ટીઓ અત્યારે પ્રચારમાં લાગેલી છે. જોકે, કોંગ્રેસે હજુ 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા નથી, જેમાંથી એક ચર્ચિત રાજકોટ બેઠક પણ છે. ભાજપે 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે. 

    હાલ રાજ્યમાં ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ ક્ષત્રિય સમાજ આંદોલન પણ કરી રહ્યો છે. જેમની માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટીકીટ રદ કરીને અન્ય કોઇને આપવામાં આવે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ હજુ કોઇ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને પ્રબળ સંભાવના છે કે રૂપાલા જ ચૂંટણી લડશે. 

    કોણ ક્યારે ભરશે ઉમેદવારીપત્ર?

    જે વિગતો સામે આવી રહી છે તે અનુસાર આગામી 16 એપ્રિલના રોજ પરષોત્તમ રૂપાલા રાજકોટથી ફોર્મ ભરી શકે છે. તે પહેલાં તેઓ વિશાળ રેલી પણ આયોજીત કરશે તેવી જાણકારી મળી રહી છે. આ સિવાય બાકીના ઉમેદવારો પણ 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી દાખલ કરી દેશે. 

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે. જેથી તેઓ પણ નામાંકન માટે ગુજરાત આવશે. તેઓ આગામી 19 એપ્રિલના રોજ ફોર્મ ભરી શકે છે. તે પહેલાં 18 તારીખે તેઓ એક રોડ શો પણ કરશે. તેઓ 17 એપ્રિલે અમદાવાદ પહોંચશે તેવું અનુમાન છે. 3 દિવસ ગુજરાતમાં રહીને તેઓ પ્રચાર કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે રહેશે. 

    ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આગામી 18 એપ્રિલના રોજ નવસારીથી ઉમેદવારીપત્ર ભરશે. જ્યારે પોરબંદરથી ઉમેદવાર મનસુખ માંડવિયા 15 એપ્રિલે નામાંકન દાખલ કરશે. આ સિવાય પાટણથી ભરતસિંહ ડાભી, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, ભાવનગરથી નિમુબેન બાંભણીયા, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા વગેરે ઉમેદવારો પણ 15-16 એપ્રિલમાં ઉમેદવારીપત્રો દાખલ કરશે તેવી જાણકારી મળી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં