Wednesday, October 16, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી બીજી યાદી, ગુજરાતના પણ 7 ઉમેદવારોનાં...

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી બીજી યાદી, ગુજરાતના પણ 7 ઉમેદવારોનાં નામ: વિધાનસભા ચૂંટણીમાં હારી ચૂકેલા લલિત વસોયા પોરબંદરથી લડશે

    કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી તેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સિવાય મધ્યપ્રદેશના 10, આસામના 12, ઉત્તરાખંડના 3, રાજસ્થાનના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે કેન્દ્ર સાશિત પ્રદેશ દીવ-દમણના ઉમેદવારનું પણ નામ જાહેર કર્યું છે.

    - Advertisement -

    આગામી લોકસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની દ્વિતીય યાદી જાહેર કરી છે. મંગળવારે (12 માર્ચ 2024) કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પર આ યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બીજી યાદી મુજબ કુલ 43 ઉમેદવારોનાં નામ સામે આવ્યાં છે. યાદીમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલાં પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં.

    મળતી માહિતી અનુસાર, કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી તેમાં ગુજરાતના 7 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. આ સિવાય મધ્યપ્રદેશના 10, આસામના 12, ઉત્તરાખંડના 3, રાજસ્થાનના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણના ઉમેદવારનું પણ નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે આ યાદીમાં 9 ST, 10 SC, અને 13 OBC સમાજના નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

    ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણા, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર, વલસાડ બેઠક પર અનંત પટેલ, બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરી, કચ્છ બેઠક પર નીતીશ લાલન તેમજ પોરબંદરની બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચૂકેલા લલિત વસોયાને લોકસભા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સાશિત પ્રદેશ દીવ-દમણ બેઠક પર કોંગ્રેસ કેતન પટેલને ચૂંટણી લડાવશે.

    - Advertisement -

    આ મોટા નેતાઓના પરિવારને પણ લોકસભા લડાવશે કોંગ્રેસ

    કોંગ્રેસે જાહેર કરેલી આ યાદીમાં બીજી મહત્વની વાત એ છે કે કોંગ્રેસે પોતના મોટા નેતાઓના પરિવારને લોકસભા ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે. જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથના દીકરા નકુલનાથ અને આસામના નેતા તરુણ ગોગોઈના દીકરા ગૌરવ ગોગોઈને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસે 8 માર્ચ, 2024ના રોજ લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ પ્રથમ યાદીમાં 39 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસે છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મેઘાલય, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ યાદીમાં રાહુલ ગાંધીનું નામ પણ સામેલ હતું, જેઓ વાયનાડથી ચૂંટણી લડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં