Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમહનુમાનજીની મૂર્તિને ખંડિત કરી પહેરાવ્યો હતો જૂતાનો હાર, 2002 રમખાણો બાદ થઈ...

    હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી પહેરાવ્યો હતો જૂતાનો હાર, 2002 રમખાણો બાદ થઈ હતી 3 વર્ષની સખત કેદ: જાણો અંજારમાં 12 શ્રમિક પરિવારોને સળગાવવાનો પ્રયાસ કરનાર મહોમ્મદ રફીકનો હિંદુદ્વેષી ઈતિહાસ

    કોર્ટ ઓર્ડર અનુસાર, 2 એપ્રિલ, 2002ના રોજ રાત્રિના સમયે અંજારના તુરીયાવાડ વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં આરોપી મોહમ્મદ રફીક કાસમ કુંભાર અને દિલાવર વિરમ રાયમાએ મૂર્તિને ખંડિત કરીને હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી હતી.

    - Advertisement -

    અંજારમાં રવિવારે (17 માર્ચ) હિંદુ શ્રમિકોના ઝૂંપડાઓમાં જાણીજોઈને આગ ચાંપી દેનાર આરોપી મહોમ્મદ રફીક આ પહેલાં પણ ગુનાહિત કૃત્યો કરી ચૂક્યો છે. તેને વર્ષ 2002માં હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ જેલની સજા પણ થઈ હતી. 2002ના રમખાણો સમયે મહોમ્મદ રફીક અને તેના સાથીએ અંજારમાં હનુમાનજી મંદિરમાં મૂર્તિની આંખો તોડી નાખી હતી અને મૂર્તિને ખંડિત કરી દીધી હતી. આ સાથે જ તેણે હનુમાનજીની મૂર્તિને જૂતાંઓનો હાર પહેરાવ્યો હતો. જે બાદ તેના પર 2002ના રમખાણોમાં સામેલ થઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ગુનો નોંધાયો હતો અને કોર્ટે તેને ત્રણ વર્ષ માટે જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો હતો.

    ઑપઇન્ડિયા પાસે અંજારની અદાલતના કોર્ટ ઓર્ડરની કોપી ઉપલબ્ધ છે. કોર્ટ ઓર્ડર અનુસાર, 2 એપ્રિલ, 2002ના રોજ રાત્રિના સમયે અંજારના તુરીયાવાડ વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં આરોપી મોહમ્મદ રફીક કાસમ કુંભાર અને દિલાવર વિરમ રાયમાએ મૂર્તિને ખંડિત કરીને હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. તે સમયે આરોપી મોહમ્મદ રફીકની ઉંમર માત્ર 19 વર્ષ હતી. કોર્ટ ઓર્ડરમાં જણાવ્યું છે કે, પીપળીયા હનુમાનજી મંદિરમાં આ બંને આરોપીઓ રાત્રિના સમયે ઘૂસ્યા હતા. આ સાથે જ તે બંને આરોપીઓએ મળીને હનુમાનજીની પ્રતિમાની આંખો કાઢીને ફેંકી દીધી હતી. એ ઉપરાંત મૂર્તિને અનેક રીતે નુકશાન પહોંચાડ્યું હતું.

    આટલું જ નહીં, પરંતુ બંને આરોપીઓએ હનુમાનજીની મૂર્તિ પર લીલા રંગની સાદર પાથરી દીધી હતી અને જૂતાંઓનો હાર પહેરાવ્યો હતો. આ સમયે ત્યાં હાજર હોમગાર્ડ જવાન કોઈ કામ અર્થે બહાર ગયો હતો. તે પરત ફરતા તેણે જોયું હતું કે, કોઈએ હનુમાનજીના મંદિરમાં ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે અને તે સમયે ગુજરાતમાં 2002ના રમખાણો ચાલી જ રહ્યા હતા. જેના ભાગરૂપે જ રફીક અને તેના મળતીયાએ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.

    - Advertisement -

    પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને કોર્ટ સામે રજૂ કર્યા હતા

    2002ના રમખાણોને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા હતા. તેવામાં અંજારમાં થયેલી આ ઘટના પણ હિંદુઓને આંચકો આપનારી હતી. તે સમયે હિંદુ પક્ષના કેટલાક લોકોએ આ મામલે પોલીસ કેસ નોંધાવ્યો હતો અને અંજાર પોલીસે IPCની કલમ 457, 295, 295-ક, 153-ક, 120-બી હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

    તે સમયે અંજાર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના પૂછવા પર બંને આરોપીઓએ પોતાની તાલીમ અનુસાર, ગુનો આચર્યો હોવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી કોર્ટમાં આ કેસ લાંબા સમય સુધી ચાલ્યો હતો. તે દરમિયાન હિંદુ પક્ષના લોકોએ સાક્ષીઓ સહિત 28 જેટલા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે અનેક લોકોની જુબાની પણ લેવામાં આવી હતી. તે દરમિયાન કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈને બંને આરોપીઓનું સ્ટેટમેન્ટ પણ લીધું હતું.

    ફરિયાદી પક્ષના વકીલ એકે તિવારી તથા આરોપીઓના વકીલ એન.વી. રાઠોડ અને એસ.એચ પલણની દલીલો લાંબા સમય સુધી ચાલી હતી. આ દરમિયાન વર્ષો સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આખરે અંજાર કોર્ટે બંને પક્ષોની આખરી દલીલ સાંભળીને 28 ઓગસ્ટ, 2014ના રોજ આખરી હુકમ સંભળાવ્યો હતો.

    કોર્ટે ત્રણ વર્ષની સખત જેલની સજા ફટકારી

    કોર્ટે આખરી નિર્ણય સંભળાવીને આરોપી મહોમ્મદ રફીક કાસમ કુંભાર અને આરોપી દિલાવરને CrPCની કલમ 248(2) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 457, 295, 295-ક, 153-ક, 120-બ હેઠળ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે ₹5000નો દંડ પણ ફટકાર્યો હતો. ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, જો આરોપીઓ ₹5000ની રકમ ભરી ના શકે તો વધુ 3 મહિનાની જેલ આપવામાં આવશે.

    2002ના રમખાણોમાં સાથ આપવા બદલ તેના પર ગુનો નોંધાયો હતો અને 2014માં તેને ત્રણ વર્ષની જેલ થઈ હતી. એટલે કે અંદાજિત તે 2017ની આસપાસ જેલમાંથી બહાર નીકળ્યો હતો. જે બાદ હવે 7 વર્ષ પછી જ તેણે અન્ય એક ગુનો આચર્યો છે. તેણે અંજારમાં ઝૂંપડાંઓમાં રહેતા 12 હિંદુ શ્રમિક પરિવારોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. શ્રમિકો પાસે તે વેતન આપ્યા વગર મજૂરી કામ કરાવતો હતો. જ્યારે શ્રમિકોએ પૈસાની માંગણી કરી તો રફીકે ઉશ્કેરાઈ જઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયા સાથે અમારી વાત થઈ હતી. તેમણે ઘટનાની પુષ્ટિ કરતા ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “સવારે લગભગ 8:30 વાગતા એક ફોન કોલ મારફતે મને ઘટનાની જાણ થઈ, જાણ થતા જ અમારા પોલીસ સ્ટેશનના જવાનોની ટીમ સાથે અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.”

    નજરે જોયેલા દ્રશ્યો વિશે તેઓ ઑપઇન્ડિયાને જણાવે છે કે, “ત્યાં પહોંચતા જ અમે જોયું કે તમામ ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા છે. પણ એ વાતની રાહત હતી કે કોઈ જ જાનહાનિ નહોતી થઈ. અમે તરત કાર્યવાહી શરૂ કરી.” આગ લાગવા પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, “ફરીયાદીઓ અને આરોપી રફીક વચ્ચે અણબનાવ હતો. આ કારણોસર તેણે આ કૃત્ય આચર્યું હતું. ફરિયાદ દાખલ થઈ તેના અઢી જ કલાકમાં અંજાર પોલીસની અમારી ટીમે રફીકને રેલ્વે સ્ટેશન પાસેથી ઝ્દ્પુઈ લીધો હતો. આ મામલે હાલ ધારાધોરણ અનુસાર કાર્યવાહી ચાલુ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં