Friday, July 19, 2024
More
  હોમપેજગુજરાતકચ્છમાં ગરીબ હિંદુ શ્રમિકોના 12 પરિવારો ઝૂંપડાઓમાં સુતા હતા, મહોમ્મદ રફીકે મજૂરી...

  કચ્છમાં ગરીબ હિંદુ શ્રમિકોના 12 પરિવારો ઝૂંપડાઓમાં સુતા હતા, મહોમ્મદ રફીકે મજૂરી ના આપવી પડે એટલે આગ લગાડી દીધી: તમામનો આબાદ બચાવ, અંજાર પોલીસે ધરપકડ કરી

  રવિવારે અંજારની મોચી બજારમાં આવેલા કેટલાક ઝૂંપડાઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગી તે દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત લગભગ 12 પરિવારો તેમાં આરામ કરી રહ્યા હતા. આગ લગતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તમામ શ્રમિકોને સમય રહેતા બહાર કાઢી લેવામાં આવ્યા અને મોટી જાનહાની ટળી ગઈ હતી.

  - Advertisement -

  અંજારમાં મહોમ્મદ રફીકે ઝુંપડાઓમાં સુતેલા મજૂરોના પરિવારને જીવતા સળગાવી દેવા માટે થઈને આગ લગાવી હોવાના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આરોપ છે કે આરોપીએ શનિવારે (16 માર્ચ 2024) મજૂરોને ધમકી આપી અને રવિવારે તેના પર અમલ કરીને સુઈ રહેલા પરિવારોના ઝૂંપડાઓમાં આગ લગાવી દીધી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આં ઘટનામાં કોઈ જાન હાની નથી થઈ. પોલીસે રફીકની ધરપકડ કરી લીધી છે.

  મળતી માહિતી અનુસાર રવિવારે અંજારની મોચી બજારમાં આવેલા કેટલાક ઝૂંપડાઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગી તે દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત લગભગ 12 પરિવારો તેમાં આરામ કરી રહ્યા હતા. આગ લગતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. દરમિયાન સ્થાનિક લોકોની મદદથી તમામ શ્રમિકોને સમય રહેતા બહાર કાઢી લેવામાં આવ્યા અને મોટી જાનહાની ટળી ગઈ હતી. પરંતુ આ ઘટનામાં ગરીબ શ્રમિકોની તમામ ઘરવખરી ઝૂંપડા સાથે બળીને રાખ થઈ ગઈ હતી.

  મહોમ્મદ રફીકે દાજ રાખીને ગરીબ હિંદુઓના ઝૂંપડા બાળ્યા

  શરૂઆતમાં બધાને આ આગ આકસ્મિક રીતે લાગી હોવાનું લાગ્યું હતું, પરંતુ જયારે શ્રમિક પરિવારોએ ઘટના પાછળની વાસ્તવિકતા જણાવી ત્યારે હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા. આ આગ અંજારના જ મહોમ્મદ રફીકે લગાવી હતી. આ મામલે પરિવારો પૈકી ફરીયાદી ગંગારામે જણાવ્યા અનુસાર આરોપી રફીક આ લોકોને મજૂરીએ રાખવાનું કામ કરતો હતો. પરંતુ કામ કરાવીને ગરીબ મજૂરોની મજૂરી આપવાની તેણે નાં પાડી દીધી હતી. ખૂબ આજીજી કરવા છતાં તેણે તેમના નીકળતા રૂપિયા આપ્યા ન હતા.

  - Advertisement -

  તેવામાં શનિવારે આરોપી ફરી એક વાર પીડિતોને મજૂરીએ લઈ જવા આવ્યો હતો. પરંતુ અગાઉના રૂપિયા બાકી હોવાના કારણે પીડિતોએ કામે જવાની નાં પાડી દીધી હતી. ગરીબ શ્રમિકોના મોઢે નાં સાંભળીને રફીક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેમની સાથે ઝઘડો કર્યો. આ દરમિયાન તેણે પીડિતોને જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. બાદમાં રફીક મનમાં દાજ રાખીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

  યાદવે દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર રવિવારે સવારે જયારે તે અને અન્ય મજૂર પરિવાર ઝૂંપડામાં સુતા હતા, તે દરમિયાન મહોમ્મદ રફીક ફરી ત્યાં આવી ચઢ્યો હતો. રફીકે પોતાની પાસે રહેલું જલદ પ્રવાહી છાંટીને ઝૂંપડામાં આગ લગાવી દીધી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન મહિલાઓ, બાળકો સહિત લગભગ 12 શ્રમિકોના પરિવારો ઝુંપડામાં સુઈ રહ્યા હતા.

  માત્ર અઢી કલાકમાં જ આરોપીને ઝડપી લીધો- અંજાર પોલીસ

  મહોમ્મદ રફીક ઝુંપડામાં આગ લગાવીને નાસી છૂટ્યો હતો અને બીજી તરફ સ્થાનિક લોકો અને ફાયરની ટીમે મજૂરોને બાહર કાઢી કીધા હતા. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયા સાથે અમારી વાત થઈ હતી. તેમણે ઘટનાની પુષ્ટિ કરતા ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “સવારે લગભગ 8:30 વાગતા એક ફોન કોલ મારફતે મને ઘટનાની જાણ થઈ, જાણ થતા જ અમારા પોલીસ સ્ટેશનના જવાનોની ટીમ સાથે મઅમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.”

  નજરે જોયેલા દ્રશ્યો વિશે તેઓ ઑપઇન્ડિયાને જણાવે છે કે, “ત્યાં પહોંચતા જ અમે જોયું કે તમામ ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા છે. પણ એ વાતની રાહત હતી કે કોઈ જ જાન હાની નહોતી થઈ. અમે તરત કાર્યવાહી શરૂ કરી.” આગ લાગવા પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, “ફરીયાદીઓ અને આરોપી રફીક વચ્ચે અણબનાવ હતો. આ કારણોસર તેણે આ કૃત્ય આચર્યું હતું. ફરિયાદ દાખલ થઈ તેના અઢી જ કલાકમાં અંજાર પોલીસની અમારી ટીમે રફીકને રેલ્વે સ્ટેશન પાસેથી ઝ્દ્પુઈ લીધો હતો. આ મામલે હાલ ધારાધોરણ અનુસાર કાર્યવાહી ચાલુ છે.”

  બીજી તરફ ઝૂંપડાઓ બળી જતા છત વિહોણા બનેલા શ્રમિકોનો આક્ષેપ છે કે રફીક તેમનું સતત શોષણ કરતો હતો. તે આખો દિવસની કાળી મજૂરીના માત્ર 100 રૂપિયા જ આપતો. ઝૂંપડા બળી જતા હવે તેમની પાસે કોઈ આશરો નથી બચ્યો. તેમણે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. કચ્છની અંજાર પોલીસે પણ ધારા-ધોરણો અનુસાર આરોપી મહોમ્મદ રફીક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં