Friday, November 22, 2024
More
    હોમપેજદેશટૂંક સમયમાં પાટા પર દોડશે 50 નવી અમૃત ભારત એક્સપ્રેસ, રેલવે મંત્રી...

    ટૂંક સમયમાં પાટા પર દોડશે 50 નવી અમૃત ભારત એક્સપ્રેસ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત: સોશિયલ મીડિયા X પર શેર કર્યો વિડીયો

    આ ટ્રેન પણ વંદે ભારત જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવી અમૃત ભારત ટ્રેનમાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રેનમાં પુશ-પુલ માટે પાવરફુલ એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનની આગળ અને પાછળ બંને તરફ એન્જિન છે. ઉપરાંત અમૃત ભારત ટ્રેનની ઝડપ અંદાજે 130 કિમી પ્રતિ કલાક છે.

    - Advertisement -

    દેશની વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસની સફળતા બાદ સરકારે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરી હતી. આ ટ્રેનને પણ લોકોએ ખુબ પસંદ કરતા હવે તેની સંખ્યા વધારવાનો નિર્ણય કરાયો છે. આ વિશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમૃત ભારત ટ્રેનનો વિડીયો શેર કર્યો છે. વિડીયો સાથે પોસ્ટમાં તેમણે લખ્યું, “અમૃત ભારત ટ્રેનની મોટી સફળતા બાદ 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે.”

    ઉલ્લેખનીય છે કે, વચગાળાના બજેટ પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, દર વર્ષે 300 થી 400 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્વિટ સાથે તેમણે આ જાહેરાતની પુષ્ટિ કરી છે. દેશના નાગરિકોને વંદે ભારત બાદ હવે અમૃત ભારતની ભેટ મળી રહી છે જે રેલ પરિવહનને સુવિધાજનક બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બર, 2023 ના રોજ દેશને બે અમૃત ભારત એક્સપ્રેસની ભેટ આપી હતી, જેનું તેમણે અયોધ્યાથી ફ્લેગ ઓફ કર્યું હતું.

    અમૃત ભારત ટ્રેનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ ટ્રેન પણ વંદે ભારત જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવી અમૃત ભારત ટ્રેનમાં સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રેનમાં પુશ-પુલ માટે પાવરફુલ એન્જિન લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનની આગળ અને પાછળ બંને તરફ એન્જિન છે. ઉપરાંત અમૃત ભારત ટ્રેનની ઝડપ અંદાજે 130 કિમી પ્રતિ કલાક છે.

    - Advertisement -

    અમૃત ભારત ટ્રેન નોન-એસી ટ્રેન છે, જ્યારે વંદે ભારત એસી ટ્રેન છે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 1 કિલોમીટરથી 50 કિલોમીટરના અંતર માટે લઘુત્તમ ભાડું 35 રૂપિયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ટ્રેનમાં 22 કોચ હશે જેમાં અંદાજે 1500 લોકો માટે સીટીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં કુલ 8 જનરલ કોચ અને 14 સ્લીપર કોચ હશે.

    આ પહેલાં રેલવે તંત્ર દ્વારા રામભક્તો માટે સ્પેશીયલ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી હતી, જે રામભક્તોને અયોધ્યા સુધી લઇ જાય છે. 07 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રામભક્તો માટે શરૂ કરાયેલી સ્પેશીયલ ‘આસ્થા’ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આસ્થા ટ્રેનના ઉપયોગથી દેશના ખૂણે ખૂણેથી લોકો અયોધ્યાની મુસાફરીનો લાભ લઇ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં