Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતરામભક્તોને ગુજરાતથી અયોધ્યા લઇ જતી ‘આસ્થા’ ટ્રેનની થઇ શરૂઆત: CM ભુપેન્દ્ર પટેલે...

    રામભક્તોને ગુજરાતથી અયોધ્યા લઇ જતી ‘આસ્થા’ ટ્રેનની થઇ શરૂઆત: CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશનેથી આપી લીલી ઝંડી

    ગુજરાતના રામભક્તો માટે સરકારે શરૂ કરેલી વિશેષ ટ્રેન ‘આસ્થા’ની શુભ શરૂઆત થઇ ગઈ છે. આ અંગેની માહિતી CM ભુપેન્દ્ર પટેલે પોતાના X હેન્ડલથી શેર કરી હતી.

    - Advertisement -

    ગુજરાતના રામભક્તોને અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે સરકારે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે બુધવારે (07 ફેબ્રુઆરી 2024) ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રામભક્તો માટે શરૂ કરાયેલી સ્પેશીયલ ‘આસ્થા’ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. CM ભુપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન પરથી અયોધ્યા લઇ જતી આ વિશેષ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ દરમિયાન રેલવે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં રામભક્તો અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેનમાં બેઠા હતા.

    ઉલ્લખનીય છે કે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઇ છે. દેશના કરોડો રામભક્તોની આતુરતાઓ અંત આવ્યો. પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમ બાદ હવે સામાન્ય ભક્તો માટે મંદિર ખુલ્લું મુકવામા આવ્યું છે. કાર્યક્રમમાં બાદથી જ મંદિરમાં ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્યદેવના દર્શનાર્થે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતના રામભક્તો માટે સરકારે શરૂ કરેલી વિશેષ ટ્રેન ‘આસ્થા’ની શુભ શરૂઆત થઇ ગઈ છે. આ અંગેની માહિતી CM ભુપેન્દ્ર પટેલે પોતાના X હેન્ડલથી શેર કરી હતી.

    અમદાવાદના સાબરમતી ઉપરાંત ગુજરાતના બીજા રેલવે સ્ટેશનો પરથી પણ આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પણ પાલનપુર રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે બનાસકાંઠામાંથી 1300થી વધુ રામભક્તો આસ્થા ટ્રેનથી અયોધ્યા જવા માટે રવાના થયા હતા.   

    - Advertisement -

    આ પહેલાં રેલવે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 30 જાન્યુઆરી 2024 પછી રેલવે તંત્ર દ્વારા ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે, જે રામભક્તોને અયોધ્યા સુધી લઇ જશે. મહત્વનું એ છે કે આ ટ્રેનમાં સ્પેશિયલ ટુર ગાઈડ પણ છે. માહિતી પ્રમાણે આસ્થા ટ્રેન સૌપ્રથમ દહેરાદૂનથી રવાના થઈ હતી. રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે 104 જેટલા અલગ અલગ સ્ટેશનો પરથી 308 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં 45 ટ્રેનો વન-વે (સિંગલ ટ્રીપ) હશે. કુલ મળીને સમગ્ર દેશમાંથી 353 આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ખાસ ટ્રેનમાં કુલ 22 કોચ હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં