Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતરામભક્તો આનંદો, ગુજરાતથી અયોધ્યા જવા માટે શરૂ કરાશે સ્પેશિયલ ‘આસ્થા ટ્રેન’: દેશના...

    રામભક્તો આનંદો, ગુજરાતથી અયોધ્યા જવા માટે શરૂ કરાશે સ્પેશિયલ ‘આસ્થા ટ્રેન’: દેશના વિવિધ સ્ટેશનો પરથી 308 ટ્રેનો દોડાવાશે

    ભાવનગર-અયોધ્યા-ભાવનગર 09 ફેબ્રુઆરીથી, અને અનુક્રમે બાકીની ત્રણ ટ્રેનો રાજકોટ-અયોધ્યા-રાજકોટ, અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, અને સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

    - Advertisement -

    અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઇ. દેશના કરોડો રામભક્તોની આતુરતાઓ અંત આવ્યો. પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમ બાદ હવે સામાન્ય ભક્તો માટે મંદિર ખુલ્લું મુકવામા આવ્યું છે. કાર્યક્રમમાં બાદથી જ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્યદેવના દર્શનાર્થે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, રામભક્તો માટે હવે ગુજરાતથી અયોધ્યા ધામ સુધીની સ્પેશિયલ ‘આસ્થા’ ટ્રેન ચાલુ કરવામાં આવશે.

    30 જાન્યુઆરી 2024 પછી રેલવે તંત્ર દ્વારા ખાસ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે, જે રામભક્તોને અયોધ્યા સુધી લઇ જશે. મહત્વનું એ છે કે આ ટ્રેનમાં સ્પેશિયલ ટુર ગાઈડ પણ હશે. માહિતી પ્રમાણે આસ્થા ટ્રેન સૌપ્રથમ દહેરાદૂનથી રવાના થશે અને 30 જાન્યુઆરીના રોજ ગુજરાતથી અયોધ્યા જશે. રાજ્ય મંત્રી દર્શના જરદોશના જણાવ્યા અનુસાર 104 જેટલા અલગ અલગ સ્ટેશનો પરથી 308 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં 45 ટ્રેનો વન-વે (સિંગલ ટ્રીપ) હશે. કુલ મળીને સમગ્ર દેશમાંથી 353 આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ખાસ ટ્રેનમાં કુલ 22 કોચ હશે.

    ગુજરાતમાંથી 5 ટ્રેન થશે પસાર, 4 તો અહીંથી જ ઉપડશે

    ગુજરાતમાંથી ખાસ પાંચ ટ્રેનો અયોધ્યા જશે. જેમાંથી ચાર ટ્રેનો તો ગુજરાતમાંથી ઉપડશે. જેમાં પહેલી ટ્રેન ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર 3 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. બીજી ટ્રેન ભાવનગર-અયોધ્યા-ભાવનગર 09 ફેબ્રુઆરીથી, અને અનુક્રમે બાકીની ત્રણ ટ્રેનો રાજકોટ-અયોધ્યા-રાજકોટ, અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, અને સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

    - Advertisement -

    આ પહેલાં પણ દેશના રામભક્તો માટે ખાસ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી એરલાઇન્સ કંપની ઈન્ડિગો દ્વારા અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જે સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ફ્લાઇટ મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસ ચાલશે. અમદાવાદ એરપોર્ટથી સવારે 9:10 વાગ્યે ઉડાન ભરશે, જે અયોધ્યા 11 વાગ્યે પહોંચશે. જ્યાંથી 11:30 વાગ્યે ઉપડીને બપોરે 1:40 વાગ્યે પરત અમદાવાદ ફરશે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે તેઓ અન્ય શહેરો સાથે અયોધ્યાને જોડતી ફ્લાઇટ પણ આવનાર દિવસોમાં શરૂ કરવા જઈ રહ્યા છે.

    આ ઉપરાંત સ્પાઇસ જેટ એરલાઇન્સ પણ 1 ફેબ્રુઆરી 2024થી અમદાવાદથી અયોધ્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ કરવા જઈ રહી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ વચ્ચે આ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. બુધવારને બાદ કરીને અઠવાડિયાના 6 દિવસ આ ફ્લાઇટ ઓપરેટ થશે. રામભક્તો સરળતાથી 2 કલાકની હવાઈ સફર ખેડીને અયોધ્યા ધામ પહોંચી શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં