જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ગુજરાત ATSએ મુંબઈ પોલીસ સાથે મળીને અઝહરીની ધરપકડ કરી હતી. જેમાં અઝહારીની અટકાયત રોકવા તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો અને વિરોધમાં નારેબાજી કરી હતી. જેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ જોખમમાં મૂકાઈ હતી. જોકે પછીથી મુંબઈ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને ગુજરાત ATSને રવાના કરી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, મુંબઈ પોલીસે હોબાળો કરનાર ટોળા સામે કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ પાડવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે.
મુંબઈ પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરી માટે ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવનાર ટોળા સામે કાયદેસરની કાર્યવાહી કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે ઘાટકોપર પોલીસે IPCની કલમ 353, 332, 333, 341, 336 અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમો હેઠળ ટોળાં વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
मुंबई पुलिस ने उस भीड़ के खिलाफ मामला दर्ज किया है जो घाटकोपर पुलिस स्टेशन के बाहर इकट्ठा हुई थी जब गुजरात ATS, मौलाना मुफ्ती सलमान अज़हरी को पुलिस स्टेशन ले आई थी। तीन लोगों को हिरासत में बी लिया गया है। मामला आईपीसी की धारा 353, 332, 333, 341, 336 और महाराष्ट्र पुलिस अधिनियम की…
— ANI_HindiNews (@AHindinews) February 5, 2024
બીજી તરફ, જાણકારી મળી રહી છે કે મુફ્તી અજહરીને લઈને ગુજરાત ATS અમદાવાદ પહોંચી ગઈ છે. રાત્રે જ ટીમ મુંબઈથી રવાના થઈ હતી. મુફ્તીને અમદાવાદ ATS ઑફિસે લાવવામાં આવ્યો છે. હવે જૂનાગઢ લઇ જવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
#WATCH | Maulana Mufti Salman Azhari who was arrested by Gujarat ATS in a hate speech case, brought to the ATS office in Ahmedabad from Mumbai. pic.twitter.com/zwPthdIK6x
— ANI (@ANI) February 5, 2024
આ પહેલાં જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરતા મૌલાના અને કાર્યક્રમના બે આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અજીમ હબીબ ઓડેદરાની વિરુદ્ધ IPCની કલમ 153(C), 502(2), 188 અને 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં મોહમ્મદ યુસુફ મલેક અને અજીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસને આ કેસ મામલે મુંબઈ કોર્ટ તરફથી મુફ્તી સલમાન અઝહરીના બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
આ મામલો જૂનાગઢમાં અઝહરીએ આપેલા એક ભડકાઉ ભાષણ મામલેનો છે. 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે તેણે અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે. વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી. જ્યારે ગુજરાત ATSની ટીમ પણ તેની અટકાયત માટે મુંબઈ પહોંચી હતી. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ રાત્રે જ ATSની ટીમ મૌલાનાને લઈને અમદાવાદ પરત ફરી છે.