Monday, October 14, 2024
More
    હોમપેજગુજરાતમુફ્તી સલમાન અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, ધરપકડ બાદ જૂનાગઢ આવવા...

    મુફ્તી સલમાન અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, ધરપકડ બાદ જૂનાગઢ આવવા રવાના થઈ ગુજરાત ATS: ભડકાઉ ભાષણ કેસમાં કાર્યવાહી

    ગુજરાત ATS દ્વારા રવિવારે (4 ફેબ્રુઆરી) સાંજે મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી અને મુંબઈની એક કોર્ટે સાંજે જ તેના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી ગુજરાત ATS મૌલાનાને લઈને જૂનાગઢ આવવા માટે રવાના થઈ છે.

    - Advertisement -

    જૂનાગઢમાં નશાબંધીના કાર્યક્રમની આડમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમે મુંબઈ પોલીસ સાથે મળીને અઝહરીની અટકાયત કરી હતી. જૂનાગઢ પોલીસે મૌલાના અને કાર્યક્રમના બે સંચાલકો વિરુદ્ધ IPCની કલમ 153(C), 502(2), 188 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે હવે ગુજરાત ATS તેના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને જૂનાગઢ માટે રવાના થઈ ગઈ છે. ગુજરાત પોલીસને આ કેસ મામલે મુંબઈ કોર્ટ તરફથી મુફ્તી સલમાન અઝહરીના બે દિવસના રિમાન્ડ મળ્યા છે.

    ગુજરાત ATS દ્વારા રવિવારે (4 ફેબ્રુઆરી) સાંજે મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી અને મુંબઈની એક કોર્ટે સાંજે જ તેના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી ગુજરાત ATS મૌલાનાને લઈને જૂનાગઢ આવવા માટે રવાના થઈ છે. અઝહરીના વકીલ આરીફ સિદ્દિકીએ આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે મૌલાનાના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી, વકીલ અને તેના સમર્થકોએ આ મામલે વિરોધ પણ નોંધાવ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે, કોર્ટે તેના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે, હવે મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે. આ પહેલાં ગુજરાત ATSની ટીમ મુંબઈ પહોંચી હતી અને મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી હતી.

    નોંધનીય છે કે, ગુજરાત પોલીસ આ મામલે જૂનાગઢમાં યોજાયેલા આ કાર્યક્રમના બે સંચાલકો મોહમ્મદ યુસુફ મલેક અને અજીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરી ચૂકી છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત બાદ તેને જરૂરી કાર્યવાહી માટે ઘાટકોપર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, બીજી તરફ તેના સમર્થકોએ ત્યાં પહોંચીને હોબાળો કર્યો હતો. મુફ્તીને પોલીસ મથકે લઇ જવાતાં જ મોટી સંખ્યામાં તેના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને નારાબાજી કરી હતી, જેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ જોખમમાં મૂકાઈ હતી. જોકે, પછીથી મુંબઈ પોલીસે કાબૂ મેળવી લીધો હતો અને ગુજરાત ATSને રવાના કરી હતી.

    - Advertisement -

    શું હતો મામલો?

    આ મામલો જૂનાગઢમાં અઝહરીએ આપેલા એક ભડકાઉ ભાષણ મામલેનો છે. 31 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે તેણે અમુક ભડકાઉ વાતો કહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેમાં તે ‘કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ’ અને ‘કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ વગેરે જેવી વાતો કહેતો સંભળાય છે. વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને આ મામલે FIR દાખલ કરી હતી. જ્યારે ગુજરાત ATSની ટીમ પણ તેની અટકાયત માટે મુંબઈ પહોંચી હતી. બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ રાત્રે જ ATSની ટીમ મૌલાનાને લઈને જૂનાગઢ માટે રવાના થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં