Friday, November 22, 2024
More
    હોમપેજદેશઅયોધ્યામાં દશરથ સમાધિ અને હનુમાન મંદિરની પાસે આવેલી છે દરગાહ: દાવો- મંદિરના...

    અયોધ્યામાં દશરથ સમાધિ અને હનુમાન મંદિરની પાસે આવેલી છે દરગાહ: દાવો- મંદિરના દરવાજા પર થૂંકતી હતી મુસ્લિમ ભીડ, યોગી રાજમાં બદલાઈ સ્થિતિ

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિનો અભિષેક થવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને દુનિયાની હસ્તીઓ રામજન્મભૂમિ ખાતે ઉપસ્થિત રહેશે. ઑપઇન્ડિયાની ટીમે ડિસેમ્બર, 2023ના છેલ્લા અઠવાડિયામાં અયોધ્યા પહોંચીને ત્યાંનાં તમામ વણકહ્યા પસાઓથી લોકોને પરિચિત કરાવ્યા. એ જ ક્રમમાં અમે શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યા શહેરથી 12 કિલોમીટર દૂર રાજા દશરથના સમાધિ સ્થળ પર હતા. માત્ર રાજા દશરથની સમાધિ જ નહીં, પરંતુ અહીં સ્થિત અન્ય એક મંદિરની નજીક પણ દરગાહ બનાવવામાં આવી છે. અમને આ માહિતી આપતાં મહંતે બંને ધાર્મિક સ્થળો પરની દરગાહને હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું હતું.

    ‘સાંસ્કૃતિક આક્રમણનું કાવતરું છે દરગાહ’

    અયોધ્યામાં આવેલા રાજા દશરથ સમાધિ સ્થળના પૂજારી સંદીપ દાસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, જ્યારે સમાજવાદી પાર્ટી જેવા પક્ષોની સરકારોમાં આ ધર્મસ્થળ ઉપેક્ષાનો શિકાર રહ્યું છે, ત્યારે સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે મંદિરની કે ધર્મસ્થળની બાજુમાં એક દરગાહ બનાવવામાં આવી હતી. સંદીપે વધુમાં કહ્યું કે રામજન્મભૂમિની જેમ રાજા દશરથ સમાધિ સ્થળ પણ ભૂતકાળમાં મઝહબી આક્રમણકારોના હુમલાનો શિકાર બન્યું છે પરંતુ હિંદુઓના પ્રતિકારને કારણે તેને કબજે કરી શકાયું નહીં.

    અયોધ્યામાં દરગાહ મંદિરની
    મંદિર અને આસપાસની સ્થિતિ જણાવતા દશરથ સમાધિ સ્થળના પૂજારી સંદીપ દાસ

    તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારે ધર્મસ્થળ પર સીધો કબજો ના થઈ શક્યો તો તેનાથી 100 મીટર દૂર એક મજાર બનાવવામાં આવી. આ મજાર બેલહરી શરીફ નામે ઓળખાવા લાગી, જ્યારે વાસ્તવમાં આ સ્થળનું નામ બિલ્વહરિ છે.” સંદીપ દાસના જણાવ્યા અનુસાર, મજાર પર ઈસ્લામ મતને માનનારા ઘણા લોકો આવે છે.

    - Advertisement -

    મંદિરની આગળ બાંધતા હતા લાઉડસ્પીકર, લાગતાં ઉન્માદી નારા

    અયોધ્યામાં આવેલા દશરથ સમાધિ સ્થળથી લગભગ દોઢ કિલોમીટર પહેલાં એક પ્રાચીન હિન્દુ મંદિર આવેલું છે. તેનું નામ સંકટ મોચન હનુમાન મંદિર છે જે અયોધ્યાના સુગ્રીવ કિલ્લા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઑપઇન્ડિયાએ અહીંના પૂજારી સ્વામી રામદાસ સાથે વાત કરી હતી. રામદાસે અમને જણાવ્યું કે તેમના મંદિરથી દરગાહનું અંતર 1 કિલોમીટરથી પણ ઓછું છે. એટલે મંદિરની નજીક જ દરગાહ પણ આવેલી છે. દરગાહના વડાનું નામ ચાંદ મિયાં છે. ચાંદ મિયાંને બરેલવી સંપ્રદાયના એક મઝહબી ઉલેમા કહેવામાં આવે છે જે દેશના તમામ ભાગોમાં મઝહબી તકરીરો આપે છે.

    સમાજવાદી પાર્ટીની સરકારના સમયની યાદ અપાવતા રામદાસે કહ્યું કે, ઈસ્લામિક તહેવારો દરમિયાન દરગાહના લોકો દ્વારા મંદિરની સામે મોટા માઇક બાંધવામાં આવતા હતા. આ માઈક પર જોરથી ભડકાઉ સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા.

    દરગાહમાં નેપાળ સુધીના લોકોની અવરજવર

    અયોધ્યામાં જ આવેલા સંકટ મોચન મંદિરની સેવાપૂજા કરતાં મહંત સ્વામી રામદાસનો દાવો છે કે, દરગાહ પર બકરીદની આસપાસ વર્ષના 3 દિવસ ભારે ભીડ હોય છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન નજીકના ગામો અને જિલ્લાઓના મુસ્લિમ સમુદાયના લોકો જ નહીં પણ છેક નેપાળ સુધીના નાગરિકોની ભીડ હોય છે.

    રસ્તા પર લાગેલું દરગાહનું બોર્ડ

    દરગાહનું અસલી નામ ‘હઝરત મખદૂમ સૈયદ કયામુદ્દીન ભીકા મક્કી રદી અલ્લાહુતલા અનહુ’ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેને બિલહરી બાબાની દરગાહ તરીકે ઓળખવામાં આવી રહી છે. મહંત રામદાસનો દાવો છે કે અહીંના રસ્તા પર બિલહરી બાબા નામનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.

    રોકવા પર વિરોધ, જમા થઈ જાય સેંકડોની ભીડ

    અયોધ્યામાં આવેલા સંકટ મોચન મંદિરની સારસંભાળ રાખતા મહંત રામદાસે અમને જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વહીવટને કારણે છેલ્લા એક વર્ષથી રાહત છે, પરંતુ 2017માં મંદિરની સામે વિવાદ થયો હતો. આરોપ છે કે નવરાત્રિના કારણે મંદિરની પાસે મા દુર્ગાનો ગેટ લગાવવામાં આવ્યો ત્યારે આ લડાઈ શરૂ થઈ હતી. આ ગેટ પર મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. મહંતે કહ્યું કે, દરગાહ તરફથી તાજિયા જુલૂસ વગેરે દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો મંદિરની પાસે જ મોટો ગેટ લગાવતા હતા પરંતુ કોઈ તેમને રોકતું ન હતું.

    અયોધ્યામાં દરગાહ મંદિરની
    સંકટ મોચન મંદિર અને મહંત રામદાસ

    આરોપ છે કે, જ્યારે તેમણે મોહર્રમ અને નવરાત્રિના અલગ-અલગ નિયમો પર સવાલ ઉઠાવ્યા ત્યારે સ્થળ પર હાજર એક પોલીસકર્મીએ જ ઉપર ચઢીને મા દુર્ગાનો ગેટ ફાડી નાખ્યો હતો.

    2017માં મહંત વિરુદ્ધ જ દાખલ કરવામાં આવી FIR

    મહંત રામદાસે વધુમાં જણાવ્યું કે, મા દુર્ગાનો ગેટ ફાડવાને કારણે ઘણા શ્રદ્ધાળુઓ રોષે ભરાયા હતા. બીજી તરફ, મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું હતું જેને સ્થાનિક સમાજવાદી પાર્ટીના નેતાનું સંરક્ષણ મળી રહ્યું હતું. આરોપ છે કે આ દરમિયાન ચામડાના બૂટ પહેરેલા પોલીસકર્મીઓ મંદિરના ગર્ભગૃહ અને રસોડામાં પણ પ્રવેશી ગયા હતા અને મહંત રામદાસ સાથે ઝપાઝપી કરી હતી. બહાર તંગ વાતાવરણને કારણે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. તત્કાલિન SHOએ આ અથડામણ માટે મહંત રામદાસને દોષિત માન્યા અને તેમની સામે FIR નોંધાવી દીધી હતી.

    આજે પણ મહંત રામદાસ આ કેસ પોતાના ખર્ચે લડી રહ્યા છે. પોતાની વ્યથાનું વધુ વર્ણન કરતાં મહતં રામદાસે કહ્યું હતું કે, તે સમયે તેમણે પણ મુસ્લિમ પક્ષ વિરુદ્ધ FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ના પાડી દેવામાં આવી હતી.

    લીલા રંગના ઝંડાઓથી ઢંકાઈ જતાં હતા રસ્તા

    જ્યારે અમે વર્ષ 2017માં બનેલી ઘટના વિશે વધુ પૂછ્યું તો મહંત રામદાસે જણાવ્યું કે, આ પહેલાં વિવિધ ઈસ્લામિક તહેવારો દરમિયાન મંદિરની સામે મુસ્લિમોની ભીડ એકઠી થઈ જતી હતી. મંદિરની આજુબાજુનો ભાગ લીલા રંગના મઝહબી ઝંડાઓથી ઢાંકી દેવામાં આવતો હતો. જુલૂસ કાઢીને મંદિરના ગેટની સામે કલાકો સુધી ઊભું રાખવામાં આવતું હતું. અહિયાં પડીકી-ગુટકા ખાઈને થૂંકતા હતા.

    કથિત બેલહરી શરીફ દરગાહ

    આરોપ છે કે આ દરમિયાન, ‘કિસી કે બાપ કા નહીં હૈ ભારત’ જેવા ભડકાઉ નિવેદનો આપવામાં આપવામાં આવતા હતા. રામદાસના કહ્યા અનુસાર, તે સમયે પોલીસ આ બધી હરકતોની મુક સાક્ષી બનીને હિંદુઓને જ ‘થોડી ધીરજ રાખવાની’ સલાહ આપતી હતી.

    ‘મારા પર નોંધાયેલો કેસ પાછો ખેંચે સરકાર’

    મહંત રામદાસે 2017માં તેમની સામે નોંધાયેલા કેસને ખોટો અને એકતરફી કાર્યવાહી ગણાવી હતી. તેમણે અપીલ કરી છે કે વર્તમાન યોગી સરકારે તેમની સામે નોંધાયેલ FIR પાછી ખેંચી લે, કારણ કે તે કાર્યવાહી મુસ્લિમોને ખુશ કરવા માટે તત્કાલીન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને ચોકીના ઈન્ચાર્જ દ્વારા કરવામાં આવી હતી. તેમણે મા દુર્ગાનો ગેટ ફાડનાર અને ચામડાના બૂટથી મંદિર પરિસરને અપવિત્ર કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની આશા પણ વ્યક્ત કરી હતી. રામદાસ એવો પણ દાવો કરે છે કે વર્તમાન સરકારમાં ઉન્માદી હરકતો પર અંકુશ મુકવામાં આવ્યો હોવા છતાં તેઓ સંપૂર્ણપણે બંધ થયા નથી.

    તેમણે કહ્યું કે, વર્ષ 2022માં તેમના મંદિરની સામે તાજિયા લઈ જઈ રહેલા મુસ્લિમોના બે જુલૂસ એકબીજા સાથે અથડામણમાં ઉતર્યા હતા, જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ હતી.

    દરગાહની સાથે મદરેસા પણ

    ઑપઇન્ડિયાની ટીમે દરગાહ હઝરત મકદૂમની મુલાકાત લીધી હતી જેને બેલહરી શરીફ દરગાહ તરીકે જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દરગાહની આસપાસ મુસ્લિમ સમુદાયના ઘણા ઘરો આવેલા છે. આ ઘરો પર લીલા ઈસ્લામિક ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા. દરગાહ એક અર્ધ-નિર્મિત મોટી ઇમારતમાં છે જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઉપર લીલા મઝહબી ઝંડા અને બહાર ઉર્દૂમાં લખેલા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. આ દરગાહની સામે એક મદરેસા પણ દેખાઈ જેનું નામ ‘ફૈઝ-એ-સુબ્હાની’ છે. ચાંદ મિયાંની માલિકીની આ દરગાહ અને મદરેસા હાફિઝ નુરુલ હસન ચલાવે છે.

    દરગાહ સાથે સંચાલિત મદરેસા

    દરગાહ અને મદરેસાના દરવાજા બંધ જોઈને અમે હાફિઝ નુરુલ હસનને શોધવા લાગ્યા. અમે દરગાહથી લગભગ 100 મીટર દૂર નુરુલ હસનને મળ્યા જે બીજી મોટી ઈમારત બનાવી રહ્યા હતા. આ નવી ઇમારત રાજા દશરથ સમાધિ અને સંકટ મોચન મંદિરથી 1 કિલોમીટરથી પણ ઓછી દૂર છે. નુરુલ હસન ઈમારતનું નિર્માણ કરી રહેલા કામદારોને નિર્દેશ આપ્યા બાદ અમારી સાથે વાત કરવા સંમત થયા. તેમણે પોતાને મૂળ ઉત્તર પ્રદેશના જ સંત કબીર નગર જિલ્લાના રહેવાસી ગણાવ્યા હતા. નુરુલના કહેવા પ્રમાણે, દરગાહની સંભાળ રાખવાની સાથે તે મદરેસામાં સ્થાનિક બાળકોને તાલીમ પણ આપે છે.

    હાફિઝ નુરુલની નિર્દેશતામાં બની રહેલી નવી ઇમારત

    સરયૂ નદીને હુકમ આપવાનો દાવો

    નુરુલ હસને દાવો કર્યો હતો કે મખદૂમ સૈયદની દરગાહ 600 વર્ષથી પણ વધુ જૂની છે. તેમનો દાવો હતો કે સૈયદ કયામુદ્દીન ભીકા મક્કાથી આવીને સીધા તે જગ્યાએ સ્થાયી થયા હતા. સૈયદ કયામુદ્દીનની મક્કાની મુલાકાતને કારણે તેમના નામ સાથે ‘મક્કી’ લાગ્યું હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. નુરુલ હસને કયામુદ્દીન અને સરયૂ નદી સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો અને તેને સંપૂર્ણ રીતે સાચી હોવાનો દાવો પણ કર્યો. તે દાવો કરે છે કે કયામુદ્દીન મક્કીના હુકમથી પૌરાણિક સરયુ નદી તેની પોતાની મરજીથી મક્કી પાસે પહોંચી ગઈ હતી.

    દરગાહના કથિત ચમત્કાર ગણાવતા હાફિઝ નુરૂલ

    અમે નુરુલ હસનને આ ઘટનાનું વિગતવાર વર્ણન કરવા કહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું, “સરયૂ નદી છે. પહેલાં આ (કયામુદ્દીન મક્કી) જતાં હતા ત્યાં શૌચ કરવા માટે. ત્યારે તે દૂર પડી જતું હતું. ત્યારે એક દિવસે તેમને વિચાર આવ્યો. તેમણે નદીને કહ્યું કે, એ નદી, હું તારી પાસે આવું કે તું મારી પાસે આવે છે? તો તેઓ આગળ-આગળ આવતા ગયા અને પાછળથી નદી આવતી ગઈ. તેઓ અહિયાં આવીને થોભી ગયા અને બાજુમાંથી નદી પણ નીકળી ગઈ.” નોંધનીય છે કે, આ જ સરયૂ નદીનો ઉલ્લેખ રામાયણ સહિત તમામ હિંદુ ગ્રંથોમાં થયો છે. સ્વયં ભગવાન રામ અને તેમના પૂર્વજો અને વંશજો આ પવિત્ર નદીની ઉપાસના કરતાં હતા.

    દરગાહમાં લાગેલા વૃક્ષથી બાળકો પેદા થતાં હોવાનો દાવો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે, હાફિઝ નુરુલ હસન દરગાહના કથિત ચમત્કારો ગણાવતા ગયા. તેમણે દાવો કર્યો કે, દરગાહની અંદર એક વૃક્ષ છે જેનું ફળ અને પાંદડા ખાવાથી તે મહિલા મા બની જાય છે જે બાળકોને જન્મ આપવામાં કોઈ સમસ્યા ધરાવતી હોય. નુરુલે જણાવ્યું કે, બાળકો પેદા કરવામાં મદદ કરનારું આ વૃક્ષ 600 વર્ષ પહેલાં મખદૂમ સૈયદ કયામુદ્દીન મક્કીએ પોતાના હાથે વાવ્યું હતું. નુરૂલના જણાવ્યા અનુસાર, દરગાહમાં દરરોજ લોકો આવે છે, પણ જુમ્માની રાત્રે (શુક્રવાર) અહિયાં વધુ ભીડ હોય છે. વર્ષમાં એકવાર બકરીદ પછી અહિયાં 3 દિવસનો ઉર્સ પણ યોજાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં